ભીડમાં એકલપંડે 

CONTENTS

ભીડમાં એકલપંડે 

લાગણીને અનુસરવી કે ભીડને અનુસરવી

સત્યનો પ્રચાર કરવો શું સરળ છે?

“અત્યંત પ્રતિષ્ઠિત” હોવાના જોખમો

ભાવનાઓને અનુસરવાની ભ્રામકતા

ક્રિયા અથવા પ્રતિક્રિયા

ઠોકરો કે ગુનાઓ સાથે વ્યવહાર

જો ક્રૂઝ

તાજેતરમાં મેં એક સૂક્ષ્મ સમુદ્રી જીવ વિષે કેટલીક રસપ્રદ બાબતો શોધી કાઢી જે બાઇબલના સ્તરે ઓછી મહત્વની છે. અશુદ્ધ ઝીંગા વર્ષમાં છ થી આઠ વખત પીગળવાની પ્રક્રિયા દ્વારા નવીન આવરણ ધારણ કરવાની અદ્દભુત રીત ધરાવે છે. દેખીતી રીતે જ એક નવું આવરણ જૂની ચામડીની નીચે આવવા માંડે છે. ઝીંગા પોતાના શરીરને પથ્થરો અને ખડકો પર ઘસવા દ્વારા ઉઝરડા કરીને જૂના બાહ્ય પડને ઢીલું કરીને દૂર કરવાનું શરૂ કરે છે, જે થોડા સમયમાં જ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે, જેનાથી તેની નીચેનું સર્વોપરી નવું આવરણ પ્રગટ થાય છે.

            પીગળવાની દરેક પ્રક્રિયા દરમ્યાન, અન્ય એક રસપ્રદ ઘટના જોવા મળે છે. દરેક બિલ્ટ-ઇન આદિમવૃતિ પ્રતિભાવમાં પ્રત્યેક ઝીંગા પોતાના માથામાં એક વિશિષ્ટ સ્થાને રેતીના દાણાને જાણીજોઈને મૂકે છે. પીગળવાની પ્રક્રિયાના આ ચક્ર દરમ્યાન જૂની ચામડી સાથે માથામાં મૂકવામાં આવેલો રેતીનો જૂનો નાનો દાણો કાઢી નાખવામાં આવે છે અને તેની જગ્યાએ નવો દાણો કાળજીપૂર્વક મૂકવામાં આવે છે.    

રેતીના પેલા દાણાના વિશિષ્ટ કાર્યને કારણે, તેમને “સ્ટેટસ સ્ટોન” કે “સ્ટેન્ડિંગ સ્ટોન” નામ આપવામાં આવ્યું છે. રેતીના આ દાણા આ સખત સમુદ્રી જીવના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક છે. તેના વગર ઝીંગા સતત મૂંઝવણમાં અને દિશાહીન રહે છે. તેના વિના ઝીંગા દરિયાઈ ભરતી અને સમુદ્રી પ્રવાહોને પગલે ઉપર અને ઉપર ખેંચાઇ આવે છે અને ઉંધાચત્તા થઈ જાય છે. ઝીંગાના માથામાં રાખવામા આવેલ રેતીના દાણાને કારણે ગુરુત્વાકર્ષણની થોડીઘણી ખેંચનો અનુભવ થવાથી ઝીંગા જાણી શકે છે કે તેઓ ઉંધા છે કે યોગ્ય દિશામાં ઉપર તરફ છે.

            પોતાના મહાન પ્રેમમાં ને શાણપણમાં, ઈશ્વરે આ ઝિંગારૂપી નિમ્ન જીવને પોતાના નિવાસસ્થાનના અશાંત વાતાવરણ વચ્ચે પણ ગરિમાપુર્ણ સંતુલન જાળવી રાખવા સક્ષમ બનાવવા માટે આ પદ્ધતિ પ્રદાન કરી છે.

            કારણ કે એ સ્વાભાવિક છે કે કોઈ ઝીંગાએ મને આ તથ્યો જણાવ્યા નથી, તેથી તમને નવાઈ લાગશે કે આશ્ચર્યજનક માહિતી પ્રકાશમાં કેવી રીતે આવી. કેટલાક વર્ષો અગાઉ એક સમુદ્રી જીવવિજ્ઞાનીએ વિશાળ માછલીઘરમાં મૂકવામાં આવેલ કેટલાક ઝીંગા પર એક પ્રયોગ આદર્યો હતો. આ વૈજ્ઞાનિકે માછલીઘરના તળિયે રેતીને બદલે સ્ટીલની ફાઇલિંગ(નાના ટુકડા) મૂકી હતી. જ્યારે પીગળવાની પ્રક્રિયાનો સમય આવ્યો ત્યારે, દરેક ઝીંગાએ રેતી કે પથ્થરના ટુકડાને બદલે સ્ટીલનો ટુકડો ઊંચકીને પોતાના માથામાં મૂક્યો.

            ત્યારબાદ આ જીવવૈજ્ઞાનિક એક શક્તિશાળી વીજચુંબક (ઇલેક્ટ્રોમેગ્નેટ) લાવ્યા અને તેને માછલીઘરની છત ઉપર મૂક્યું. તરત જ બધા જ ઝીંગા ઉંધા પલટી મારવા લાગ્યા અને ઊંધી સ્થિતિમાં જ તરવા લાગ્યા. સ્ટીલ સિલ્વર પર ચુંબકનું ખેંચાણ ગુરુત્વાકર્ષણના ટગ કરતાં વધારે મજબૂત હતું અને તેથી ઝીંગા માનવા લાગ્યા કે ઉપરની બાજુ નીચેની તરફ અને નીચેની બાજુ ઉપરની તરફ છે. ત્યારબાદ પ્રયોગને વધુ નાટ્યાત્મક બનાવવા માટે વૈજ્ઞાનિક સમુદ્રમાંથી એક ઝીંગો લઈ આવ્યા અને તેને માછલીઘરમાં મૂક્યો. કુદરતી રીતે જ દ્રશ્યમાં આવેલ આ નવઆંગતુક ઝીંગો સીધી દિશામાં યોગ્ય સ્થ્તિતમાં તરી રહ્યો હતો.

            શું તમે આ ઉથલપાથલની કલ્પના કરી શકતા નથી કે માછલીઘરમાં આ ઓડબોલના દેખાવથી કદાચ ઉશ્કેરણી કરવામાં આવી હતી? તે ખૂબ જ સંભવ લાગે છે કે કેટલાક બીભ્સ્ત ઉશ્કેરણી કરનારાઓ પેલા ઉથલપાથલગ્રસ્ત પાણીમાં ફરવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા. “આ કોણ હોય એવું લાગે છે? તે કોને પ્રભાવિત કરવનો પ્રયાસ કરી રહ્યો છે? શું આ વિચિત્ર પ્રાણી એવી કલ્પનામાં રચે છે કે તે અમને વધુ સારી રીતે તરવાનું શીખવી રહ્યું છે? તે ઊંધો કેમ તરી રહ્યો છે?

            આપણે જોઈએ છીએ કે માથામાં સ્ટીલનો ટુકડો ધારણ કરેલાઓ ખોટી અને ઊંધી રીતે તરી રહેલી ભીડને કોઈ અંદાજ નથી કે તાજેતરનો નવઆંગતુક મુલાકાતી એકમાત્ર ઝીંગો છે જે ખરેખર યોગ્ય રીતે સાચી દિશા અને સ્થિતિમાં તરી રહ્યો છે. ઉંધા તરી રહેલા ઝીંગા પોતે યોગ્ય અને સાચી સ્થિતિમાં તરી રહ્યા છે તે સાબિત કરવા માટે હંમેશા બે બાબતો પર આધાર રાખે છે – એક, પોતાની લાગણી એટલે કે પોતે શું માને છે અને બીજું, તેમની આસપાસના મોટાભાગના લોકો શું કરી રહ્યા છે તે. પરંતુ હકીકતમાં, હવે જ્યારે તેમના માથામાંના પથ્થર સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાથી તેઓ બંને બાબતોમાં જૂઠાણાને માનીને છેતરાયા હતા.

 

લાગણીને અનુસરવી કે ભીડને અનુસરવી

ઉપરની વાર્તા વિષે મેં જેટલું વધુ વિચાર્યું, તેટલું વધુ મને સમજાયું કે જે રીતે આપણે જગતમાં જીવન પસાર કરી રહ્યા છીએ ત્યારે આપણે સઘળા જાણે કે પેલા માછલીઘરના ઝીંગા છીએ. આપણી આસપાસ મંડરાતા શક્તિશાળી પરીક્ષણોના ચુંબકો આપણાં આત્મિક સંતુલનને ખોરવી નાખવાનો પ્રયાસ કરે છે અને આપણને ઉંધાચત્તા કરી નાખે છે. જે લોકો ભાવનાઓ અને બહુમતી અભિપ્રાય પર ભરોસો રાખે છે તેઓ બાહ્ય પરિબળોના મજબૂત આકર્ષણથી સહેલાઈથી ખતમ થઈ જાય છે. તેઓ આ જ બાબત કરવા વિષે ઘણા અન્ય લોકોની હાજરીથી આશ્વત થઈને ખૂબ થોડા સમયમાં જ પોતાના વિકૃત દ્રષ્ટિકોણના સંબંધમાં બધુ જોવાનું શરૂ કરે છે. તેઓ તમામ નિશાનીઓને વધુ સારી રીતે વાંચવા માટે ઉલટાવી નાખે છે, અને પોતે સંતુલિત અને સાચા છે અને તેમનાથી વિપરીત દરેક વ્યક્તિ ખોટી છે એવી મક્કમ માન્યતા વિકસિત કરે છે. છેવટે તેઓ સાચાને ખોટા અને ખોટાને સાચા તરીકે જોવાનું શરૂ કરે છે. કોઈપણ વ્યક્તિ જે તેઓની વિચારધારા કે માન્યતાથી વિપરીત છે તે દરેકને તરત જ કટ્ટરપંથી અથવા જટિલ મુશ્કેલી સર્જક તરીકે ઓળખવામાં આવે છે.

            આ મુદ્દો એક મહાન સત્ય તરફ નિર્દેશ કરે છે: આપણી ભાવનાઓ વડે કે બહુમતી લોકો જે કરી રહ્યા છે તેના વડે આપણે સાચા કે ખોટાને માપી શકતા નથી. સત્ય ક્યાં છે તે જાણવા અને તેને શોધી કાઢવા માટે આપણને બહારથી કશાકની જરૂર છે. આપણાં આવેગ કે જુસ્સો ચુંબકના ખેંચાણ જેટલા જ વાસ્તવિક હોય શકે છે, પરંતુ તે ભ્રામક કે ગેરમાર્ગે દોરનારા પણ હોય શકે છે. આપણાં અસંખ્ય મિત્રો કદાચ અતિ સન્માનીય અને ધાર્મિક હોય શકે છે, પરંતુ તેમના માથામાંનો રેતીનો દાણો ખોટી દોરવણી આપનાર પદ્ધતિ સાથે સંકળાયેલ પણ હોય શકે છે જેને શેતાન શત્રુ દ્વારા ચતુરાઇથી તોડીમરોડીને મૂકવામાં આવ્યો હોય શકે છે.

            ખ્રિસ્તીઓ માટે એકમાત્ર સાચો અને અચૂક અમોઘ સ્ટેટસ સ્ટોન એટલે કે રેતીનો દાણો કે પત્થર છે જે બાઇબલ છે. જ્યારે બાઈબલના વચન મનમાં મૂકવામાં આવે છે ત્યારે, તે સત્યનું એક એવું ધોરણ પ્રદાન કરે છે જે હમેશા ભરોસાપાત્ર છે. લાગણી કે અનુભૂતિના આવેગ કે જુસ્સાનું તે વચનો દ્વારા પરીક્ષણ કરવું જોઈએ. સમગ્ર જીવનશૈલી જેમાં વાણી, વિચાર અને વર્તનનો સમાવેશ થાય છે તે તમામને આ વચનોના દિશા નિયંત્રણ કેન્દ્રના નિરીક્ષણ હેઠળ લાવવા પડશે. એવું કહેવામા જરાપણ અતિશયોક્તિ નથી કે ઈશ્વરની ઈચ્છા પ્રત્યેના મોટાભાગના વિચલનો કાં તો ભાવનઓને અનુસરવા અથવા તો ભીડને અનુસરવા પર આધારિત છે.

            શેતાને પોતાની શેતાની કુશળતા સાથે આચરેલા આ બે શક્તિશાળી શસ્ત્રોનો અભ્યાસ કરવો આપણે માટે કેટલું મહત્વપૂર્ણ છે. આ બંને શસ્ત્રોનું મૂળ મનુષ્યની સૌથી ગહન મનોવૈજ્ઞાનિક જરૂરિયાતમાં છે. આપણે ઘણીવાર એ તથ્યને નજરઅંદાજ કરીએ છીએ કે આપણો આત્મિક શત્રુ શેતાન આશરે ૬૦૦૦ વર્ષોથી માનવીય સ્વભાવનો અભ્યાસ કરી રહ્યો છે- વ્યવહારમાં આજે સૌથી સફળ મનોવૈજ્ઞાનોકો કરતાં થોડો લાંબો સમયગાળો. શેતાને આપણી ભાવનાત્મક નબળાઈઓનો પણ પ્રયોગ કર્યો છે જેના ઉપયોગ દ્વારા આપણી સૌથી સંવેદનશીલ ક્ષણોમાં તેણે આપણું શોષણ કર્યું છે.

            શેતાનના ચાલાક ઉપકરણોના કેટલા લોકો શિકાર બન્યા છે? આપણાં દેહ-લક્ષી સમાજ પર એક દ્રશ્તુપાત કરતા તેનો ઉત્તર મળે છે. તે બન્યું તેના ઘણા સમય અગાઉથી જ ઇસુએ તેને જોયું અને પોતાના શિષ્યો અને આપણને તે હુમલાઓની શક્તિ વિષે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, “કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે, અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે” (માથ્થી ૭:૧૪).  

            અન્ય એક પ્રસંગે પ્રભુએ આ એક નોધપાત્ર પ્રશ્ન પૂછ્યો, “પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જડશે શું?” (લૂક ૧૮:૮). એ જ પ્રવચનમાં પ્રભુએ પ્રગટ કર્યું કે, “જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે” (લૂક ૧૭:૨૬).

            સ્વાભાવિક રીતે જ પૃથ્વીના રહેવાસીઓનો એક નાનકડો ભાગ જ અંતિમ દિવસોની જબદસ્ત છેતરપિંડીઓમાથી છટકી શકશે અને ઉદ્ધાર પામશે. હંમેશાની માફક, બચેલા થોડા વિશ્વાસીઓ પોતાને, ભીડને કે અન્ય વ્યક્તિને ખુશ કરવા કરતાં સાચી અને યોગ્ય બાબતો કરવા વધુ ચિંતિત હશે. ઇતિહાસનો રેકોર્ડ અસંમત થનારાઓની એ નાની ટોળીની વાર્તાનો ઉલ્લેખ કરે છે જેમણે ભીડની સગવડદાયક અપીલને નકારવાની હિંમત કરી હતી. બહુમતી લોકો ક્યારેય સત્યની શોધ કરતા હોય તેવું લાગતું નથી કારણ કે સુંવાળો, સરળ અને અનુકૂળ ધર્મ જે તેમને મન ફાવે તેમ જીવવા દે છે. આ પ્રકારના બહુમતી લોકો માટે કોઈપણ સિદ્ધાંત જે સ્વ-નકાર અથવા શિસ્તબદ્ધ જીવનપ્રણાલીની માંગ કરે તે ખોટા અને ખરાબ સમાચાર છે.

 

સત્યનો પ્રચાર કરવો શું સરળ છે?

એ નિસંદેહ છે કે શા માટે આજે મોટાભાગની મંડળીઓમાં એકતરફી સુવાર્તાનો પ્રચાર કરવામાં આવે છે. વખાણ અને સારી રીતે પ્રાપ્ત થયેલી બાબતો બોલવી આનંદદાયક છે. ન્યાયીપણું અને મફત કૃપા જેને કેવળ વિશ્વાસ અને સ્વીકૃતિની જરૂર હોય છે તેનો પ્રચાર કરતા ઈશ્વરનો કોઈ સાચો પ્રચારક ક્યારેય ખચકાતો નથી. અને છતાં સુવાર્તાની એક અન્ય બાજુ પણ છે જે આત્માના ફળો અને સારા કૃત્યો સંદર્ભે છે. તેને પવિત્રીકરણ કહેવામા આવે છે. જે આજ્ઞાપાલન અને જીવનના દરેક સંજોગોમાં ખ્રિસ્ત-સમાન આચરણની વાત કરે છે. તે વિશ્વાસ વડે ન્યાયોપણાનું પાસું છે આજે લોકોમાં ખૂબ જ અપ્રિય છે. તે આચરણ અને આજ્ઞાપાલન વિષે જણાવે છે.

            શું કેટલાક પ્રચારકો અસ્વીકાર અને તિરસ્કરના ભયથી આ વિષય પર અશોભિત સત્ય પહોંચાડવાથી ડરતા હોય છે? શું આ પ્રકારના પ્રચારકો અન્ય વિશ્વાસુ ચોકીદારોને કાયદાકીય અને નિર્ણયાત્મક રીતે હુમલો કરતા જોઈને ભયભીત થઈ ગયા છે? તમે તમારા પોતાના અવલોકનો દ્વારા આ પ્રશ્નોના ઉત્તર આપી શકો છો. યૂના પ્રબોધકનું ઉદાહરણ નાટ્યાત્મક સાબિતી પ્રદાન કરે છે તે જેવુ છે તેવું કહેવું સરળ નથી. યૂના પ્રબોધકો જે કાર્યની સોંપણી કરી છે તેને કોઈ સ્વીકારશે નહિ.

            શું દરેક રંગ અને વિવિધતાનો વ્યવહાર કરતા પાપીઓની સમક્ષ ઊભા રહેવું અને ઇસુનું આખરીનામું “જાઓ અને હવે પાપ કરતા નહિ” પ્રગટ કરવું સરળ છે? દેવના એલચી તરીકે, હું તમને કહું શકું છું કે માદક દ્રવ્યના વ્યસનીઓ, દારૂ પીનારાઓ અને વેશ્યાઓ માટે દિલગીર થવાની અને પાપના વ્યવહારને છોડી દેવાની જરૂરિયાતોને ઓછી કરવા માટે એક ભયંકર લાલચ છે. આપણે તેઓને માટે સરળ બનવા માંગીએ છીએ. આપણે એ વિચારથી તેઓને હતોત્સાહ કરવા નથી માંગતા કે તેઓએ તેમની જીવનશૈલી બદલી નાખવી જોઈએ. કમસેકમ, તાત્કાલિક તો નહિ જ. કોઈક રીતે આપણે તેઓને માટે ધર્મને વધુ સગવડદાયક બનાવવાના હેતુસર દૈહિક સ્વભાવને અનુકૂળ બનાવવા માંગીએ છીએ.

            પ્રશ્ન: શું એવો કોઈ સાચો ધર્મ છે જે કોઈક અંશે પાપની સતત પ્રણાલીને સમર્થન આપે છે? શું સમગ્ર બાઇબલમાં એવું કોઈ વિધાન છે જે એ વિચારને વ્યક્ત કરે છે કે આપણે જે જે પાપ કરીએ છીએ તેટલું જ ઓછું કરવું જોઈએ? શું ખ્રિસ્તની ન્યાયી અને રૂપાંતરિત કૃપા ઈરાદાપૂર્વક અને સભાનતામાં કરેલા કોઈ પાપને ઢાંકી શકે છે? પાઉલ પ્રગટ કરે છે કે, “કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ; કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી” (ગલાતી ૫:૧૭).

            જો વિષય પરત્વે તે વિધાન જોઈએ એટલું મજબૂત નથી તો પ્રેરિત પાઉલ રોમન ૮:૧૩માં મંડળીને કરેલું અન્ય એક વિધાન વાંચો, “કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા દ્વારા શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો.” તે ઉત્તર અહીં છે! આપણે બે પૈકી કોઈ એક કરી શકીએ છીએ, પરંતુ બંને બાબતો એકસાથે એક જ સમયે કરી શકતા નથી. આપણે કાં તો દેહની ઈચ્છા પ્રમાણે જીવીએ અથવા તો આત્માની ઈચ્છા પ્રમાણે. પાઉલે કહ્યું કે, “દેહ અને આત્મા બંનેના કામો એકબીજાથી વિપરીત છે.” આ ખૂબ જ સ્પષ્ટ છે. આ બે પરિબળો વચ્ચે સત્તા કે અધિકારની વહેંચણી હોય શકે નહિ. આપણે દેહના કામોને ક્ષીણ કરવા પડશે અથવા તેને અનુકૂળ થવું પડશે. દેહના કામો કયા હશે? તે બંને પ્રકારના હોય શકે નહિ.

            પરંતુ આવો આપણે ભીડને અનુસરવાના મૂળ વિષય પર પરત ફરીએ. આપણે શોધી કાઢ્યું છે કે સામાન્ય રીતે બહુમતી લોકો ખોટા હોય છે, અને તેઓ પસંદ નથી કરતાં કે તેઓના પાપ વિષે કહેવામા આવે. આપણે એ પણ વિચાર કર્યો કે તે ભીડ કે ટોળાંને તેઓ ખોટા છે એ કહેવું કેટલું કઠણ છે. અત્રે ઈસુના એ વચનો વાંચવાનું યોગ્ય લાગે છે, “તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો; પણ ઈશ્વર તમારા અંત:કરણ જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે” (લૂક ૧૬:૧૫).

 

“અત્યંત પ્રતિષ્ઠિત” હોવાના જોખમો

 છેલ્લા વાક્યમાં આપણ દરેકને માટે આજે અમૂલ્ય સિદ્ધાંત સમાયેલો છે. ઇસુએ તે વાક્ય ફરોશીઓને કહ્યું હતું જેઓ બેશરમીથી તેઓના કૃત્યોને ન્યાયી ઠેરવતા હતા કારણ કે તેઓ તે સમયના સ્વીકાર્ય સિદ્ધાંતને અનુરૂપ હતા. ઇસુએ સ્પષ્ટપણે નિર્દેશ કર્યો કે બહુમતિનો અભિપ્રાય લગભગ દરેક પ્રશ્ન કે વિષયની ખોટો બાજુએ જ હશે. ઇસુએ અગાઉથી જ પ્રગટ કર્યું હતું કે મોટાભાગના લોકો નાશના પહોળા અને મોટા માર્ગમાંથી જ પ્રવેશ કરશે. તેઓના અભિપ્રાયો અને વ્યવહારો જેઓ ખોટા અને અન્યાયી છે તેઓને જ પ્રસ્તુત કરશે – જેઓ નાશ પામશે. અને છતાં ખૂબ વિશાળ સંખ્યામાં લોકો તેને જ ધારણ કરશે – “સાંકડો” માર્ગ પસંદ કરનારા “થોડા”ઓથી વિપરીત. આઘાતજનક બાબત એ છે કે મોટાભાગના માણસોમાં પેલી “અત્યંત પ્રતિષ્ઠિત” બાબતો ઈશ્વરની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે.

            આજે સમાજ જે સિદ્ધાંત પર સંચાલિત થઈ રહ્યો છે તે જોતાં આ વિધાનના સત્યને જોઉ અઘરું નથી. આપણે કોઈપણ ક્ષેત્રને જોઈએ જેમ કે વસ્ત્રપરિધાન, આહાર, ખોરાક, મનોરંજન, શૈક્ષણિક માપદંડો, વિગેરે, જગતની રીતો અને ઈશ્વરના આદર્શો વચ્ચે વિશાળ ભિન્નતા જોવા મળે છે. કેટલીકવાર આપણે ઇસ્ત્રાયેલી લોકોની માફક ભયભીત થઈ જઈએ છીએ કારણ કે આપણે આપણી આસપાસના લોકો અને રાષ્ટ્રો જેવા બની શકતા નથી, પરંતુ ઈશ્વરે આપણને જીવવા માટેના વધુ ઉચ્ચ અને સારા ધોરણો આપ્યા છે.

            સમગ્ર બાઇબલમાં સમજાવવામાં આવેલ વિભાજન દ્વારા પવિત્રતતાના લગભગ તપસ્વી સિદ્ધાંત પર ઘણા લોકોને નવાઈ લાગે છે. શા માટે ઈશ્વરે પોતાના પ્રાચીન લોકોને વિધર્મી લોકો સાથે ભળવાની અને પરસ્પર લગ્ન કરવાની મનાઓ ફરમાવી? નવા કરારના લેખકો પણ આત્મિક ઈઝરાયેલને “બહાર નીકળવા” અને જેને તેઓ “જગત” કહે છે તે પ્રણાલીથી અલગ થવા માટે વારંવાર તેડું આપે છે. આ પ્રણાલીમાંથી એકવાર જેઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે તેને “મંડળી” તરીકે ઓળખવામાં આવે છે જે હમેશા “જગત”થી વિપરીત સ્થાપિત કરાયેલ છે. મંડળી માટેનો મૂળભૂત શબ્દ ગ્રીક ભાષાના શબ્દ “એક” પરથી આવે છે જેનો અર્થ “એમાથી” અને “કાલેઓ” જેનો અર્થ “તેડાયેલા” એવો થાય છે. – “એકલેસિયા” એટલે કે મંડળી, બહાર કઢાયેલા એવો થાય છે.

            શા માટે ઈશ્વર પોતાના “થોડા” અનુયાયીઓને પહોળા અને વિશાળ રસ્તા પર “રહેલા ઘણાઑ” સાથેના ગાઢ સંબંધને અનુમતિ નથી આપતા? અને શા માટે બહુસંખ્યક લોકો નાશમાં જવાનું પસંદ કરે છે? શેતાન પોતાની યોજનામાં અનુસરવા માટે તેઓને આ પ્રકારના લોકોમાં કેવી રીતે ખેંચે છે? આ પ્રશ્નોના ઉત્તરો પ્રબોધકો અને સુવાર્તાના લેખકોને બહુસંખ્યકોથી અલગ થવાના આગ્રહી તેડાને પણ સમજૂતી પ્રદાન કરશે.

            શા માટે ઘણાઓને શેતાન દ્વારા કબજે કરવામાં આવ્યા છે તેનું સમજૂતી અત્રે છે: શેતાનની ભાઇચારાની યોજના મનના માન્ય કાયદા પર આધારિત છે જે આદેશ આપે છે કે આપણે ધીમે ધીમે જે લોકો સાથે આપણે સંકળાઈએ છીએ તેની સાથે અનુકૂલન કરી લઈએ છીએ. તેમના શબ્દો અને જીવનશૈલી સાંભળવાની અને જોવાની અચેતન અસર એ છે કે જે એક સમયે અણગમતું હતું તેનો ધીમે ધીમે સ્વીકાર થવા લાગે છે આ પ્રકારના નિરાચ્છાદાનનો ઢળતો પ્રભાવ નૈતિક હિંમતને તોડી નાખે છે, જે આખરે પાપ પ્રતિ સમાધાનકારી વલણ તરફ દોરી જાય છે.

            સમગ્ર યોજના જીવલેણ છે કારણ કે તેમાથી બહાર નીકળવાની પ્રક્રિયા ખૂબ ઝીણવટભરી રીતે થાય છે. કોઈપણ રીતે સંયોજકને એ ખબર પડતી નથી કે તેની આજુબાજુના લોકો દ્વારા તેની સાથે અસ્પષ્ટ રીતે છલકી કરવામાં આવી રહી છે. કોઈ ચેતવણીસૂચક ઊભા કરવામાં આવતા નથી. નવા પ્રકારની સહિષ્ણુ માનસિકતા તરફ અંતરઆત્મા ક્રમશ: ઢળતો જાય છે. આ પ્રકારે આપણાં માથામાં મૂકવામાં આવેલા “આત્મિક પથ્થર”ની સાથે છેડછાડ કરવામાં આવે છે. બાઈબલના સિદ્ધાંતોથી બહુસંખ્યક અભિપ્રાય તરફ ધીમી ગતિએ થઈ રહેલ પરીવર્તનની પ્રકૃતિને કારણે સામાન્ય રીતે કમસેકમ આત્મિક સંઘર્ષ સાથે કરવામાં આવે છે.

            એક પછી એક સર્વેના તારણોમાથી બહાર આવ્યું છે કે પર્યાવરણીય ઈન્પુટના જીવલેણ પ્રભાવ હેઠળ નૈતિક જીવનધોરણ કેવી રીતે નિમ્ન કક્ષાએ ઉતરી ગયું છે. અપવિત્રોની સાથે હળવમળવાથી પવિત્ર બની રહેવાનો કોઈ માર્ગ નથી. પરિણામ સહન કર્યા વિના આપણે મનને સતત ધિક્કારપાત્ર કૃત્યો માટે ખુલ્લુ કરી શકતા નથી. દેહને જગતથી અલગ કરવાની ઈશ્વરની વિનંતિમાં કોઈ ભૂલ દેખાતી નથી. પ્રાર્થના અને બાઇબલ અભ્યાસ પણ આકર્ષક પાપી દ્રશ્યો જોવા તથા ભ્રષ્ટ શબ્દો જોવા અને સાંભળવાની અહંકારી પસંદગી સામે રક્ષણ પ્રદાન કરવાનું ચાલુ રાખી શકતા નથી.

 

ભાવનાઓને અનુસરવાની ભ્રામકતા

 નિશ્ચિતપણે હવે આપણે વધુ સારી રીતે સમજી શકીએ છીએ કે ઝીંગાઓનો પદાર્થપાઠ સમજવો આપણે માટે શા કારણે મહત્વનો છે. ભીડને અનુસરવું ક્યારેય સલામત હોતું નથી. પરંતુ આવો આપણે હવે માથામાં મૂકેલા ખામીભર્યા પથ્થરના (રેતીના દાણા)ના બીજા ઘાતક પરિણામને જોઈએ. ઝીંગા એવી લાગણીઓ પર ભરોસો કર્યો હતો જે પથ્થર પર કામ કરતા શક્તિશાળી બાહ્ય પરિબળો દ્વારા ઉત્પન્ન કરવામાં આવી હતી. સ્વાભાવિક રીતે જ આ ભાવનાઓ અચોક્કસ અને અવિશ્વસનીય હતી કારણ કે તેમના માથામાંનો પથ્થર (રેતીનો દાણો) બદલાઈ ગયો હતો.

            તેને સારી રીતે નોંધી લો: ભીડને અનુસરવા કરતાં ભાવનાઓને અનુસરવી વધુ સુરક્ષિત નથી. ઝીંગાને પેલા લોહચુંબકના ટુકડા વિષે કેટલું સલામત લાગ્યું તે અગત્યનું નથી, પરંતુ તે લોહચુંબકનો ટુકડો તેને ખોટું કામ કરવા અને પોતાને મૂર્ખ બનાવવા તરફ દોરી ગયો. આપણ દરેકને પણ આ જ પ્રકારે કરવા દોરી જવામાં શેતાનને ખૂબ આનંદ થશે. શેતાને અગાઉથી જ બહુમતી લોકોને ઈશ્વરના વચન કરતાં અન્ય કોઈ “પથ્થર” કે રેતીના દાણા” પર વિશ્વાસ મૂકાતા કરીને તે કામ કરી દીધું છે. મનમોહક, ચમકદાર સમાજના શક્તિશાળી લોહચુંબકનો ઉપયોગ કરીને, શેતાને કેટલીક ખૂબ જ આનંદદાયક પરંતુ ભ્રામક ભાવનાઓ ઊભી કરી દીધી છે. લાખો લોકોને ખોટો સલામતીની સ્થિતિમાં લલચાવવામાં આવ્યા છે જેમાં તેઓ હાસ્યાસ્પદ રીતે વધુ પડતાં આત્મવિશ્વાસ અને સુરક્ષાનો અનુભવ કરે છે. એવું લાગે છે આ પ્રકારના લોકો મોહીત થઈ ગયા છે અને તેમના પોતાના સિવાય કોઈ અન્ય મનની ઇચ્છાનું પાલન કરી રહ્યા છે.

            શું મોટાભાગનું જગત ખરેખર શેતાનની સંમોહન ની શક્તિશાળી તાકાત દ્વારા લાવવામાં આવેલી સમાધિની સ્થિતિમાં કામ કરી રહ્યું છે? લગભગ કોઈપણ વ્યક્તિ જે આ પ્રકારના લોકોને જોશે કે સાંભળશે તેઓમાં આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન કરવાની માનસિક વૈજ્ઞાનિકોની ક્ષમતા પર કોઈ શંકા કરી શકે નહિ. સંમોહન હેઠળ કોઈ વિષય મૂકવા સારું સંપર્કના અમુક બિંદુઓનો ઉપયોગ કરવાંમાં આવે છે. પ્રકાશ અથવા તો અન્ય કોઈ બાબત કે વસ્તુ તેમ જ જે શબ્દો બોલવામાં આવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. આ પ્રકારની ઇરાદાપૂર્વકની સચેતતા વિના કોઈ વ્યક્તિને સંમોહનની શક્તિ નીચે લાવી શકાય નહિ.

            કોઈને પણ પોતાના નિયંત્રણ હેઠળ લાવવા માટે શું શેતાને આ પ્રકારે ધ્યાન આપવાની જરૂર છે? શેતાન સંપર્કના બિંદુનો પણ ઉપયોગ કરે છે, સામાન્ય રીતે, પ્રેરિત નબળાઈ, દેહની લાલસા કે લાલચનો ઉપયોગ કરે છે. આપણી સુરક્ષા કેવળ એકમાત્ર બાબતમાં છે કે આપણે આ પ્રકારના કોઈપણ ધ્યાન આકર્ષક ઉપકરણોના જોવા કે સાંભળવાની અનુમતિ આપણી જાતને આપવી જોઈએ નહિ.

            જ્યારે ભાવના સત્યની પરખ કરવાનો માપદંડ બની જાય છે તારે, ગેરવ્યાજબી રીતે રક્ષણાત્મક અભિગમ ઉત્પન્ન થાય છે. સૌથી નિષ્ઠાવાન લોકો પણ તમામ પ્રશ્નોની ઉપરવટ ખાતરી કરે છે કે તેઓ સાચા છે અને બાકીના બધા તદ્દન ખોટા છે. તેમની વ્યક્તિલક્ષી ભાવનાની સુરક્ષિત અનુકૂળતામાં તેઓ પોતાના બહારના ઉદ્દેશ સત્ય પર આધારિત તમામ તર્ક અને કારણોનો પ્રતિકાર કરે છે.

            શું આ પ્રકારની લાગણી કે સ્વભાવ ખ્રિસ્તીઓ માટે જોખમી હોય શકે? વાસ્તવમાં, શેતાન તેમનો ઉપયોગ તર્કસંગત રીતે કાર્ય કરવાની ક્ષમતાને નષ્ટ કરવા માટે કરે છે. ધારો કે તમે હવાઉજાસ વિનાના એક ઓરડામાં બેઠા છો. કેરોસીનવાળો સ્ટવ કેટલાક સમયથી બધો ઑક્સીજન શોષી રહ્યો છે. ધીમે ધીમે તમે એટલા બધા ગૂંગળાઈ રહ્યા છો કે તમારું મગજ ભાગ્યેજ કશું વિચારી શકે છે. તમને તમારી ખુરશીમાંથી ઉઠવાનું મન જ નથી થતું. ખાસ કરીને, જાણે કે તમને તમારા ઓરડાના બારી દરવાજા ખોલવાનું પણ મન નથી થતું. તેમ છતાં હલનચલન સામેની તમારી લાગણી એ જોખમી નિશાની છે કે તમારે ઓરડામાં ઑક્સીજન મેળવવા માટે તમારી જાતને તરત જ કાર્યરત કરવી પડશે નહિ તો તમે ફરી ક્યારેય હલનચલન કરી શકશો નહિ.

            શું તમે ક્યારેય પ્રાર્થના ન કરવા કે બાઇબલ ન વાંચવાના મિજાજમાં છો? અલબત્ત આમ બની શકે છે. મારી સાથે પણ આમ થાય છે. તો શું આપણે તે લાગણીને વળગી રહેવું જોઈએ? સાંભળો, જે રીતે ઑક્સીજન શરીર માટે શ્વાસ છે તે જ રીતે પ્રાર્થના આત્માને માટે શ્વાસ છે. પ્રાર્થના ન કરવી અને બાઇબલ ન વાંચવાનો આપણો મિજાજ એ એક એવી નિશાની છે જે સુધારવા માટે આપણે આપણી જાતોને ત્વરિત તૈયાર કરવી જોઈએ કારણ કે આપણું આત્મિક જીવન જોખમમાં છે. તે સમય છે જ્યારે આપણે આપણી જાતોને ઘૂંટણ પર નમાવવાનો અને જ્યારે આપણે પ્રાર્થના કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે, આપણી આત્મિક ઈચ્છાઓ પરત આવવા લાગે છે. ખૂબ જ ઝડપથી પ્રાર્થનામય જીવન એક આનંદદાયક પરિપૂર્ણ વિશેષાધિકાર તરીકે પુન:સ્થાપિત થાય છે. પરંતુ જ્યાં સુધી આપણે શેતાનની “લાગણી”ની જાળને તેના સંપર્કના વિષયની વિરુદ્ધ કાર્ય કરીને તોડી નાંખતા નથી ત્યાં સુધી આપણે મોટા આત્મિક સંકટમાં મુકાઇ જઈએ છીએ. સત્ય એ છે કે આપણે સક્રિય થવું પડશે અથવા તેના પર કાર્ય કરવું પડશે.

 

ક્રિયા અથવા પ્રતિક્રિયા

આ બાબત આપણને એક અદ્દભુત સમજણ પૂરી પાડે છે કે આપણાંમાંનો દરેક વ્યક્તિ કાં તો ક્રિયા અથવા પ્રતિક્રિયા આધારિત જીવન જીવીએ છીએ. આપણે જે પ્રકારનું જીવન જીવવાના છીએ એ અંગેનો સ્વતંત્ર નિર્ણય આપણે લઈએ છીએ અથવા તો અન્ય લોકો આપણી સાથે જે રીતનું વર્તન કરે છે તે તેના પર આપણે કેવળ પ્રતિક્રિયા આપીએ છીએ. પાછળથી આપણે આપણાં જીવનનની દિશા ને બીજા વ્યક્તિ તરફ ફેરવીએ છીએ અને આપણે કેવા પ્રકારના વ્યક્તિ હોઈશું તે નક્કી કરવાનું અનુમતિ આપણે તેઓને આપીએ છીએ.

            કૃપા કરી નોંધ કરો કે આપણે હજી પણ શેતાન દ્વારા આપણી લાગણીઓના ચાલાકીપણા વિષે વાત કરી રહ્યા છીએ, પરંતુ આ કિસ્સામાં શેતાન કોઈ અન્ય વ્યક્તિ દ્વારા પોતાના નિયંત્રણનો ઉપયોગ કરવા માટે કામ કરી રહ્યો છે. સંભવ છે કે કોઈ વ્યક્તિ અન્યની ક્રિયાઓથી અમુક અંશે પ્રભાવિત થઈ શકતું નથી, પરંતુ વાસ્તવમાં મોટી બહુમતી તેની આસપાસના બની રહેલી ઘટનાઓ માટે જે પણ સંજોગો બને છે તેના પ્યાદા છે. પોતાના સૌથી અગત્યના નિર્ણયોને ઈરાદાપૂર્વકના તર્ક અથવા પ્રાર્થના પર આધારિત રાખવાને બદલે, તેઓ અન્ય લોકો દ્વારા પોતાની લાગણીઓને કેવી રીતે ઉશ્કેરવામાં આવી છે તેના આધારે તેઓ આવેગપૂર્વક કોઈ એક કે બધી દિશામાં પ્રહાર કરે છે. 

            ડો. હંટર એક અંગ્રેજ હ્રદય શાસ્ત્રક્રિયાના ડોક્ટર હતા કે જેઓ પોતે કોરોનરીની બીમારીથી પીડિત હતા. એક દિવસે તેમણે પોતાના સાથીને એક ટિપ્પણી કરી, “મારૂ જીવન કોઈ બદમાશના હાથોમાં છે જે મને હેરાન કરવાનું પસંદ કરે છે.” તેમની આત્મ-ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. પાછળથી કોઈએ તેમની સાથે એ પ્રકારે વર્તન કર્યું કે જેથી તેઓ ગુસ્સે થઈ ગયા, અને હ્રદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું. કેવો દાખલો છે કે શિક્ષણ અને ઉચ્ચ બુદ્ધિમતા આપણને આપણાં પતિત માનવ સ્વભાવની મૂર્ખાઈથી બચાવી શકતા નથી! ડો. હંટરને મળેલી શિક્ષણની મોટી ઉપાધિઓ અને સન્માને તેમને પોતાના આત્મા પર નિયંત્રણ ન આપ્યું. તેમણે અન્ય ત્રાહિત વ્યકિને એ નિર્ણય લેવાની અનુમતિ આપવી પડી કે તેઓ પોતે જીવતા રહેશે કે મરી જશે.

            પરંતુ ડોક્ટરની ભૂલ એ લોકોની તુલનામાં ઓછી છે જેઓ ખરેખર પોતાના સનાતન ભાગ્યને અન્યોને નક્કી કરવા દે છે. આપણી આસપાસ આપણે દરરોજ આપણે બિનજરૂરી નાટકોમાંથી ભયાનક રમતોનું અવલોકન કરીએ છીએ, અને ઘણીવાર મંડળીના સભ્યો તેમાં સામેલ હોય છે. લોકો તેમની સાથે જે વર્તન કરવામાં આવે છે તેની સામે બદલો લેવા માટે પોતાની અસ્થિર લાગણીઓને કાબૂ બહાર જવાની મંજૂરી આપે છે, પરિણામ સ્વરૂપે, સ્વર્ગના પુસ્તકોમાં તેઓની સામે કેટલાક કાળાડીબાંગ પાપોની નોંધાયેલા છે. ઘણાબધા પોતાના આત્માઓને ગુમાવશે કારણ કે તેઓએ પોતાના કાર્યોની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે. વાસ્તવમાં, તેઓ કોઈ પ્રકારે કાર્યરત જ નથી, કેવળ પ્રતિક્રિયા જ આપી રહ્યા છે. આપણે નિસંદેહ કહી શકીએ છીએ કે જેઓ શિસ્તબદ્ધ, નિયંત્રિત જીવન જીવવા માટે દૈવી શક્તિને પકડી રાખતા નથી તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શેતાન દ્વારા શાસિત છે. એકપણ વ્યક્તિમાં એ પ્રકારનું સામર્થ્ય નથી હોતું. શુભેચ્છાકો અને શત્રુઓ બંનેની ઉશ્કેરણીનો સામનો કરીને પોતાના જીવનને કાબૂમાં કરવાનું ક્ષમતા કેવળ ઈશ્વરની કૃપાથી જ હોવી જોઈએ.

            પ્રતિક્રિયાથી રક્ષણનું વાસ્તવિક રહસ્ય પાઉલે ફિલિપીઓની મંડળીને આપેલી સલાહમાં જોવા મળે છે. “ખ્રિસ્ત ઇસુનું મન જેવુ હતુ, તેવું તમે પણ રાખો” (ફિલિપિ ૨:૫). જો કોઈ વ્યક્તિ ઈસુના વિચારો વિષે વિચારતો હોય તો તે વળતો પરાહત કરી શકે નહિ. વધસ્તંભ પર ખ્રિસ્તે વેર, ઈર્ષા કે બદલો લેવાની કોઈ નિશાની દર્શાવી નથી. તેમની પ્રાર્થના હતી, “પિતા, તેઓને માફ કરી દો, કેમ કે તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.”

            શું આ પ્રકારની મનની સ્થિતિ દેહધારી મનુષ્ય માટે ઉપલબ્ધ છે? વાસ્તવમાં, ઇસુ પણ એ જ પ્રકારનો માનવીય સ્વભાવ ધારણ કરતા હતા જે સ્વભાવ દરેક સંતાન પોતાના માતપિતા પાસેથી ધારણ કરે છે. છતાં તેમણે ક્યારેય એકપણ ઠપકા કે અપમાન પર પ્રતિક્રિયા આપી નહિ. તેમણે જે પ્રકારની સહનશીલતા દર્શાવી તે ઈશ્વરના દરેક વિશ્વાસુ બાળકને ખાતરી આપવામાં આવી છે જે તેનો વિશ્વાસપૂર્વક દાવો કરશે. પાઉલે બીજા કરીન્થિ ૧૦:૫માં પ્રગટ કર્યું છે, “અમે વિતંડાવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની અધીનતામાં લાવીએ છીએ.” ખ્રિસ્તના વિચારો અને મન સાથે આ પ્રકારનું એકીકરણ સંઘર્ષ અને સમર્પણ બંને વિના આવી શકે એવું કોઈએ માનવું ન જોઈએ. ચારિત્ર્ય પવિત્ર આત્મા સાથે જોડાણમાં કાર્યરત બે બાબતો દ્વારા દૈવી પેટર્નને અનુરૂપ છે માણસની ઈચ્છા અને માણસની ક્રિયાઓ. આ બે બાબતો ઈશ્વર આપણે માટે ક્યારેય નહિ કરે. દરેક વ્યક્તિએ પાપથી પાછા ફરવાનો નિર્ણય કરવો પડશે, અને ત્યારબાદ તેણે પાપની વિરુદ્ધ કાર્ય કરવાનું શરૂ કરવું પડશે. જો તેઓ આત્માના સક્ષમ સામર્થ્ય સાથે ન હોય તો આમાંથી કોઈપણ પગલાં અસરકારક રહેશે નહિ. કોઈ એક વ્યક્તિ સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તેના પર ગુસ્સામાં પ્રતિક્રિયા આપવાનું બંધ કરવાની તેની પાસે સામર્થ્ય ન હોય શકે, પરંતુ તેની પાસે પ્રતિક્રિયા ન આપવાનું પસંદ કરવાની તો શક્તિ છે. તેની પાસે પ્રતિક્રિયા આપવાના આવેગનો સામનો કરવાની શરૂઆત કરવાની ક્ષમતા પણ છે. શું આ બે પગલાં વિજય લાવે છે? સાચે જ, જ્યારે વચનબદ્ધ છૂટકારાનો દાવો કર્યા પછી આ પગલાં ભરવામાં આવે, ત્યારે તે સાચા વિશ્વાસના નાટકીય પુરાવા પ્રદાન કરે છે. અને વિશ્વાસ, બદલામાં, કોઈપણ પાપના આચરણ સામે વિખેરાઈ જતાં બળ સાથે હસ્તક્ષેપ કરવા ઈશ્વરના સર્વશક્તિશાળી હાથને પ્રેરિત કરે છે.

 

ઠોકરો કે ગુનાઓ સાથે વ્યવહાર

વિશ્વાસની સાથે સાથે જેઓ ઠોકર ખાતા હોય કે ગુનો કરતાં હોય તેવું લાગે તેવા લોકો પ્રત્યે સમજણની ફિલસૂફી વિકસાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામેની વ્યક્તિ શા માટે આ પ્રમાણે વર્તન કરે છે તે ધ્યાનમાં લેવાની અનિચ્છા અથવા અસમર્થતાથી મોટાભાગની સમસ્યા ઉદ્દભવે છે.  

               તે એક દેખીતી હકીકત છે કે ગુનેગાર પ્રત્યેનું આપણું પોતાનું વલણ મોટેભાગે નક્કી કરે છે કે જે તે વ્યક્તિ આપણી વિરુદ્ધ જે કરે છે તેના પર આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ. દુર્ભાગ્યપણે જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક અથવા શાબ્દિક હુમલાનો સામનો કરી હોય ત્યારે વિચારશીલ અને વ્યાજબી બનવાની વૃતિ ખૂબ ઓછી હોય છે. આવેગજન્ય ગુસ્સો આપણો કાબૂ મેળવી લે છે, અને આપણે સ્વ-રક્ષણમાં આંધળી રીતે પ્રહાર કરવાનું શરૂ કરી દઈએ છીએ. જો આપણે તે અતિસંવેદનશીલ લાગણીઓને ટોચ પર રાખવા સક્ષમ હોઈશું તો તે આપણને અન્ય વ્યક્તિના હેતુઓ વિષે થોડા પ્રશ્નો પૂછવા અને તેના જવાબ આપવા માટે આપણને સમય પ્રદાન કરશે. તર્કસંગત વિચારની થોડી ક્ષણો પણ એવી શક્યતા સૂચવી શકે છે કે ગુનેગાર ખોટી માહિતી સાથે કાર્ય કરી રહ્યો હોય શકે છે અને તે જે કરી રહ્યો છે તેમાં તે નિષ્ઠાવાન પણ હોય શકે છે.

               વર્ષો પહેલા મેં એક વાર્તા સાંભળી હતી જે મારે માટે એટલી બધી પ્રેરણાદાયી છે કે તે વાર્તાને મેં મારી સેવા દરમ્યાન અનેકવાર કહી સંભળાવી છે. ઘણીવાર તો મારા વ્યક્તિગત તણાવના કેટલાક વિશેષ મુશ્કેલ સમયોમાંથી પસાર થઈ જવામાં મદદરૂપ થવા માટે મારે મારી જાતને તે વાર્તા ફરીથી કહેવાની જરૂર પડી છે. તે ફિલિપ નામના એક જૂના ગ્રીક ફિલોસોફરની વાર્તા છે જેઓ એક દિવસે તેમના મિત્ર સાથે શેરીમાં ચાલી રહ્યા હતા. એવું બન્યું કે ફિલિપના એક દુશ્મને તેમને બારીમાંથી ચાલતા જોઈ રહ્યા હતા. જેવા ફિલિપ અને તેમના મિત્ર પેલા દુશ્મનના ઘરની નજીક આવ્યા કે તેણે બારીમાંથી વૃદ્ધ જ્ઞાની માણસ પર ડોલ ભરીને પાણી ઢોળી દીધું. આક્રોશ પ્રત્યે જરા સરખી પણ પ્રતિક્રિયા આપ્યા વિના, જાણે કશું જ બન્યું ન હોય તે રીતે ફિલિપે તેમના મિત્ર સાથેની વાતચીત ચાલુ રાખી. તેમના મિત્રએ તેમને અટકાવ્યા અને પેલા માણસને શોધીને તેને સજા કરાવવામાં મદદ કરવાની ઓફર કરી જેણે તેમની સાથે આટલું ઘૃણાજનક કૃત્ય કર્યું હતું. ફિલિપે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પ્રત્યુત્તર આપ્યો કે કોઈ તેમની સાથે કશું જ ખોટું નથી કર્યું. તેમના મિત્રએ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, “પણ પેલા માણસે તમારી ઉપર પાણી ફેંકયું છે, તમે ભીંજાઇને ધ્રુજી રહ્યા છો.” “ના.” ફિલોસોફરે જવાબ આપ્યો, “તમે ભૂલ કરી રહ્યા છો. તે માણસે મારી ઉપર કોઈ પાણી નથી ફેંકયું. તેણે એ માણસ પર પાણી ફેંકયું જે તેને લાગ્યું કે હું છું.”

               કેવો અભિગમ! અને જો દરેક વ્યક્તિમાં અન્યની લાગણીઓ પ્રત્યે આટલી નિસ્વાર્થ આદરની ભાવના હોય તો વિશ્વમાં કેટલો બધો ફરક પડી જાય. જો બધા જ લોકો ફિલિપની ફિલોસોફીને અનુસરે તો મોટાભાગની વ્યક્તિગત વિમુખકતાઓ, જાતિવાદની સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય વિવાદોનું ક્ષણભરમાં નિરાકરણ લાવી શકાય.

               કેટલાક સમય પહેલા હું એક યુવાન માતાને બાપ્તિસ્મા માટે શિક્ષણ આપી રહ્યો હતો. જ્યારે મેં મંડળીને લગતા સિદ્ધાંતની સમીક્ષા માટે અંતિમ મુલાકાત કરી ત્યારે તેણીની અચાનક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને પોકારી ઉઠી, “હું બાપ્તિસ્મા નહિ લઈ શકું. ગઇકાલે રાત્રે મારી માતાએ મારી મુલાકાત લીધી અને મને યાદ દેવડાવ્યું કે હું મારા ભાઈને નફરત કરું છું તેથી હું બાપ્તિસ્મા ગ્રહણ કરી શકું નહિ.” મારી અનેક વિનવણીઓ પછી, કેરોલ પ્રથમવાર એ બાબત કહેવા માટે સંમત થઈ કે તેણીની શા માટે આટલા વર્ષોથી પોતાન એકમાત્ર ભાઈને નફરત કરતી હતી. આ કડવાશ પાછળના કારણોથી તેણીની માતા પણ અજાણ હતી. જ્યારે કેરોલ સાત વર્ષની હતી ત્યારે તેણીના કિશોર વયના ભાઈએ તેણીને જાતિય સંબંધ બાંધવા માટે દબાણ કરવાનું અને જો તેણીની કોઈને જણાવશે તો તેણીને ધમકી આપવાનું શરૂ કર્યું. આઠ વર્ષો સુધી તેણીના ક્રૂર ભાઈના હાથે અકલ્પનીય વ્યવહાર સહન કર્યો.

               હું ખરેખર કેરોલનો તેણીના ભાઈ પ્રત્યેનો ગુસ્સો અને નફરત સમજી શકું છું. હું તેના અમાનવીય અને અપમાનિત હોવાની વાજબી ભાવનાથી અભિભૂત થઈ ગયો હતો. હું એવું કેવી રીતે કહી શકું કે જેનાથી તેણીની ઊંડી વેદના અને ઘા પર તેણીની લાગણીઓ બદલાઈ શકે? ત્યારબાદ મને વૃદ્ધ ગ્રીક ફિલોસોફરની વાર્તા યાદ આવી. એ વાર્તા તેણીને કહ્યા પછી મેં તેણીને પેલા અપમાનિત ભાઈ વિષે વધુ માહિતી પૂછી. શું તે ક્યારેય ખ્રિસ્ત નહોતો? કેરોલે જવાબ આપ્યો, “ના, તે તો ખ્રિસ્તી ધર્મની તદ્દન વિરુદ્ધ હતો. એવું લાગતું હતું કે તે હંમેશા શેતાનના કાબૂ હેઠળ જ હતો, અને હજી પણ તે એ જ પ્રકારે છે.”

               મે કહ્યું, “કેરોલ, શું એ એક દુર્ઘટના નહોતી કે તારા ભાઈએ ક્યારેય ઈશ્વરની કૃપાના સામર્થ્યને પોતાના જીવનમાં અનુભવી જ નથી? તે જે કઈ પણ કરી રહ્યો હતો તેમાં તે સંપૂર્ણપણે શેતાન દ્વારા નિયંત્રિત હતો. શેતાન દ્વારા છેતરાઇ રહ્યો હતો અને શેતાન તેનો ઉપયોગ કરી રહ્યો હતો. જો તેણે પ્રભુ ઇસુનો કેવળ અનુભવ કર્યો હોત તો તેણે એ પ્રકારનું કૃત્ય ક્યારેય ન કર્યું હોત. તો તેણે તારી સાથે સન્માન અને પ્રેમથી વ્યવહાર કર્યો હોત. હવે તું મને  કહે કે તારો ભાઈ હજી પણ ખ્રિસ્તી નથી. શું હજી પણ તે શેતાનના દબાણમાં એ જ જૂની હરકતો કરી રહ્યો છે અને તેની પાસે સામનો કરવાની શક્તિ નથી? જો તેણે ઇસુ ખ્રિસ્તનો અનુભવ કર્યો હોત અને તેમને સ્વીકાર્યા હોત તો કેટલો બધો તફાવત હોત. જે આનંદ ખ્રિસ્તમાં તને પ્રાપ્ત થયો છે તે જ આનંદ તેણે પણ પ્રાપ્ત હોત. આપણે તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. કેરોલ, કોઈક રીતે તે આ દુષ્ટ શક્તિના બંધનમાંથી છુટકારો મેળવે જે તેનો ઉપયોગ કરી છે.”

               જેમ જેમ મે વાત કરવાનું ચાલુ રાખ્યું તેમ તેમ આંસુઓ વહેતા ગયા પરંતુ આ વખતે આંસુઓ તેના નાશમાં ગયેલા ભાઈ માટેના દુ:ખ અને દયાના હતા જેને નફરત કરવા કરતાં વધુ દયા અને પ્રાર્થનાની જરૂર હતી. તે  દિવસે કેરોલે ઘૂંટણે પડીને શેતાનના કંગાળ બંધનમાંથી પોતાના ભાઈના છૂટકારા માટે ઈશ્વર પાસે માંગણી કરી. પોતાના ભાઈ પ્રત્યેનો ધિક્કાર તે દિવસે આંસુઓમાં વહી ગયો, અને બીજા જ દિવસે મેં વૃદ્ધ કેરોલને પાણીની કબરમાં પોતાના શરીરને દફનાવતી (બાપ્તિસ્મા લેતી) જોવાનો આનંદ માણ્યો. જ્યારે તેણીને એ બાબતનો ખ્યાલ આવવા લાગ્યો કે તેણીનો ભાઈ ખરેખર તેણીને ઓળખતો જ નહોતો ત્યારે તેણીનું જીવન રૂપાંતરિત થઈ ગયું. જો તેણીનો ભાઈ તેના પ્રત્યે એક વ્યક્તિ તરીકે સંવેદનશીલ હોત તો તે તેણીની સાથે એ પ્રકારે વર્ત્યો ન હોત. કેરોલના ભાઈની સમજણ પાપ દ્વારા વિકૃત થઈ હતી.

               જીવનયાત્રામાં આપણી સાથે દુર્વ્યવહાર કરતા લોકો માટે શું આપણે આ જ પ્રકારે માની શકીએ ખરા? જો આ પ્રકારના લોકો સંપૂર્ણપણે સમજી શકે કે તેઓ શું કરી રહ્યા છે તો શું તેઓ આ પ્રકારે વર્તન કરશે ખરા? શું આપણે એવું ન વિચારી શકીએ કે તેઓને ખરેખર આપણે વિષે, આપણી લાગણીઓ વિષે અને આપણે ખરેખર કોણ છીએ તેની સંપૂર્ણ માહિતી જ નથી? જો આપણે તેઓને એ શંકાનો લાભ આપી શકીએ અને કહીએ, “તેઓએ ખરેખર એ બાબત મારી સાથે નથી કરી. તેઓ એ બાબત એ વ્યક્તિ સાથે કરી છે જે તેઓ વિચારતા હતા કે તે હું છું.” ત્યારે આપણે તેઓને માટે દિલગીરી અનુભવી શકીશું કારણ કે તેઓ એથી વિશેષ કશું જ જાણતા નથી. અને સૌથી ઉત્તમ આપણે તેઓને માટે પ્રાર્થના કરવાનું પણ શરૂ કરી શકીએ છીએ.

તેથી આપણને ઝીંગા દ્વારા શીખવવામાં આવેલ બે મોટા પદાર્થપાઠ પર પરત લાવવામાં આવે છે જેમના માથામાં પથ્થરો છે. આપણે આપણી વ્યક્તિલક્ષી લાગણીઓ દ્વારા અને બહુમતી લોકો શું કરી રહ્યા છે તેના દ્વારા શું સાચું છે અને શું ખોટું છે તે માપી શકતા નથી. આપણાં માથામાંનો પથ્થર ઈશ્વરના વચન હોવા જોઈએ. ભીડ કે ટોળાને ધ્યાનમાં લીધા વિના, આપણાં મિજાજ કે લાગણીઓને ધ્યાને લીધા વિના, લોકો આપણી સાથે કેવો વ્યવહાર કરે છે તેને ધ્યાને લીધા વિના, આપણે આપણાં જીવનોને ઈશ્વરીય સિદ્ધાંતોને આધારે ગોઠવવા પડશે. પાઉલની માફક આપણે કહીએ, “હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તો પણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં જે મારૂ જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે માટે પોતાનું અર્પણ કર્યું” (ગલાતી ૨:૨૦).