ખ્રિસ્તીઓ અને દારૂ
CONTENTS
બે વિરોધી મોરચાઓ
|
દારૂ શું છે? |
|
બે પ્રકારના દ્રાક્ષારસ – બાઇબલની રીતે વાત કરતા |
|
ગૂંચવણભર્યા વચનો સ્પષ્ટ થયા |
|
આત્મા જેના માટે ઝંખે છે |
|
અંતિમ પ્રભુભોજન વિષે શું? |
|
શું ઇસુ દારૂડિયા હતા? |
|
દારૂ: બાઈબલના શરમજનક કિસ્સાઓ |
|
આથો લાવેલ દ્રાક્ષારસ (દારૂ) દુ:ખ લાવે છે |
|
સ્વાસ્થ્યની બાબત |
|
પૃથ્વી પરનો સૌથી જીવલેણ પદાર્થ |
|
પ્રેમનો મુદ્દો |
|
પરીક્ષણને આમંત્રણ |
| કલંકિત સાક્ષીઓ |
|
પચાસમાંને દિવસે દ્રાક્ષારસ |
|
પેટ માટે થોડું? |
|
અન્ય ઔષધિય ઉપયોગ |
|
માફકસર સેવન |
|
રાજકુમારો અને યાજકોનો એક દેશ |

ડફ બચલર દ્વારા
એક આશ્ચર્યજનક તથ્ય:
પરીક્ષણો દર્શાવે છે બીયરની ત્રણ બોટલ પીધા પછી, સરેરાસ ૧૩% સ્મૃતિદોષ (ભૂલી જવાની બીમારી) જોવા મળે છે. માત્ર થોડી માત્રામાં પણ દારૂનું સેવન કર્યા પછી, પ્રશિક્ષિત ટાઈપિસ્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું અને જોવામાં આવ્યું કે તેમાં ૪૦% વધુ ભૂલો હતી. કેવળ એક ઔંસ દારૂનું સેવન નિર્ણય લેવા માટેના જરૂરી સમયમાં લગભગ ૧૦%નો વધારો કરે છે, સ્નાયુબદ્ધ પ્રતિક્રિયાને ૧૭% અવરોધે છે, અને એકાગ્રતાના અભાવને કારણે ૩૫% ભૂલો વધુ થાય છે. – પોલ હાર્વેનો અભ્યાસ
શું બાઈબલની રીતે ખ્રિસ્તીઓ માટે દારૂ પીવાની અનુમતિ છે? જો હા હોય, તો કેટલા પ્રમાણમાં?
આ વિવાદાસ્પદ વિષયને કારણે ખ્રિસ્તીઓમાં ઘણા ક્રોધમય અભિપ્રાયો જગાવ્યા છે. શા માટે? શું ઈશ્વરના વચન ખ્રિસ્તીઓના દારૂના સેવન અંગે મૌન અથવા અસ્પષ્ટ છે?
હું નિવેદન કરું છું કે જ્યારે બાઇબલ દારૂના સેવન વિષે વાત કરે છે ત્યારે અને તે ઈશ્વરના અનુયાયીઓને કેવી રીતે લાગેવળગે છે ત્યારે તે જરાપણ અસ્પષ્ટ નથી. હું આશા રાખું છું કે અભ્યાસ માર્ગદર્શિકા તમને આ મહત્વપૂર્ણ વિષય પર બાઇબલ આધારિત તમારા પોતાના મંતવ્યો નક્કી કરવા મદદરૂપ થશે.
બે વિરોધી મોરચાઓ
ખ્રિસ્તીઓ મધ્યે, આ સંવેદનશીલ મુદ્દા અંગે વિચારોના બે પ્રાથમિક મોરચાઓ છે. પ્રથમ જુથ દલીલ કરે છે કે ઇસુએ જાતે દ્રાક્ષારસનું સેવન કર્યું હતું અને તેથી ઇસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે એક ખ્રિસ્તી વ્યક્તિ માટે તેનું સેવન કેવી રીતે પ્રતિબંધિત હોઈ શકે? અને સામાન્ય રીતે, મૃદુ સ્વરે ઉમેરો કરે છે, “પીઓ પરંતુ પીવાનું વધુ પડતું થવું જોઈએ નહિ.”
બીજા એક જુથનો અભિપ્રાય કઈક આવો છે. દારૂનું સેવન એક વ્યસન અને બંધન છે તથા તે હાનિકારક માદકદ્રવ્ય છે જેનો ઉપયોગ કોઈપણ નિષ્ઠવાન ખ્રિસ્તીએ જરાપણ કરવો જોઈએ નહિ.
અલબત્ત, આ બે સંપૂર્ણ વિરોધી ધ્રુવો વચ્ચે, મંતવ્યોની અસંખ્ય ભિન્નતા છે. આ એક ટૂંકી માર્ગદર્શિકામાં, હું સંભવત: આ વિચારધારાના સમગ્ર પરિપેક્ષ્યને સંપૂર્ણપણે રજૂ કરી શકવાનો નથી – તેથી સામાન્ય બુદ્ધિશક્તિ અને પવિત્ર શાસ્ત્રના વચનનો ઉપયોગ કરીને, હું કેંદ્રવર્તી સિદ્ધાંતને પકડી રાખવાનો પ્રયાસ કરીશ.
નિષ્પક્ષ રીતે, હું શરૂઆતથી જ જણાવું છું કે હું મક્કમ રીતે નિષ્ક્રિય જુથમાં છું! હું વિશ્વાસ કરું છું કે ઈસુના દારૂના સેવન અંગે પવિત્ર શાસ્ત્રના સંદર્ભોનો ઉપયોગ એ દ્રાક્ષના વિવિધ રસ વિષેના છે.
પરંતુ દારૂની વિવિધતાના નિષ્ણાતો આ પુસ્તિકાને બાજુએ હડસેલી દે એ પહેલા, મને સાંભળવા માટે તમે તમારા ઋણી બનો. હું એવા કુટુંબની વિચારધારામાંથી આવું છું જ્યાં રાત્રિભોજન દરમ્યાન વારંવાર દ્રાક્ષારસ અને બીયર પીને જ મોટો થયો છું. મેં મારી પોતાની જાતે બીયર ઉકાળીને એકવાર દ્રાક્ષારસ પણ બનાવ્યો છે. પરંતુ હું ક્યારેય દારૂનો બંધાણી કે વ્યસની નથી બન્યો, તેથી મારી સ્થિતિ શાંત અને સ્વચ્છ વિજયને કારણે વધુ પ્રતિક્રિયાનું પરિણામ નથી.
દારૂ શું છે?
આવો આપણે તેની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. જેને દારૂ કહેવાય છે તે પદાર્થના ઘણાબધા સ્વરૂપ છે. જોકે, કોઈ ભૂલ થતી નથી કે તે તમામ પ્રકારોને ઝેર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જે માનવ શરીર માટે હાનિકારક છે. બીયર, વાઇન, બ્રાન્ડી જેવા પીણાંઓમા મળતો આલ્કોહોલ (દારૂ) એ ઇથેનોલ છે જેનું રાસાયણિક નામ C2H5OH છે જે એક સ્પષ્ટ, અત્યંત જ્વલનશીલ પ્રવાહી છે જેનો સ્વાદ બળતરા કરનારો અતિ ઉષ્ણ અને લાક્ષણિક ગંધ ધરાવે છે.
જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારનો દારૂ (આલ્કોહોલ) પીવે છે ત્યારે શું થાય છે? ઠીક છે, જો લોહીના પ્રવાહમાં ઇથેનોલ (C2H5OH)નું પ્રમાણ લગભગ પાંચ ટકાથી વધુ થાય તો સામાન્ય રીતે વ્યક્તિનું મૃત્યુ થાય છે! પરંતુ જેઓ દારૂનો ઓછા પ્રમાણમા ઉપયોગ કરે છે તેઓને માટે પણ, વર્તનમાં તાત્કાલિક ફેરફારો, દ્રષ્ટિની ક્ષતિ અને બેભાન થઈ જવા જેવી ઓછી સાંદ્રતામાં થઈ શકે છે.
આ રસપ્રદ છે. શું એમ નથી? હેરોઇન અને ગાંજા જેવા અન્ય ગેરકાયદેસર માદક દ્રવ્યોનો જેઓ ઉપયોગ કરે તેઓને પણ કઈક આ પ્રકારની જ અસર થતી હોય છે. મને શંકા છે કે એવી ખ્રિસ્તી મંડળીઓ અને તેના સભ્યો છે જેઓ આ પ્રકારના માદક દ્રવ્યોનો ઉપયોગ સામાન્ય રીતે સામાજિક મેળાવડાઓમા અને અથવા સુવાના સમય અગાઉ “ચેતાઓને શાંત કરવા” માટે પણ નક્કી કરે છે. શું એવું કોઈ કારણ છે કે ટાળી દેવા જોઈએ એવા માદક દ્રવ્યોની આ સૂચિમાં દારૂ કે આલ્કોહોલનો સમાવેશ ન કરવો જોઈએ?
બે પ્રકારના દ્રાક્ષારસ – બાઇબલની રીતે વાત કરતા
બાઈબલમાં “દ્રાક્ષારસ” કે “વાઇન” શબ્દ કેટલીકવાર નવી કે તાજી દ્રાક્ષના રસના સંદર્ભે વપરાયો છે: અન્ય સમયે આ શબ્દનો ઉપયોગ માદક દ્રવ્ય દારૂ ધરાવતા જૂનું અથવા આથો આવેલા પદાર્થનું વર્ણન કરવા માટે થાય છે. “દ્રાક્ષના રસ” શબ્દનો ઉપયોગ અનુવાદકોએ કર્યો નથી, હિબ્રૂ લખાણમાં, લેખકો બંને શબ્દો વચ્ચે ભિન્નતા લાવવા માટે વિવિધ શબ્દોનો ઉપયોગ કરે છે. ટાયરોશ શબ્દનો ઉપયોગ નવા અને આથો લાવ્યા વિના વાઇન માટે અને યાયિન શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે આથો લાવીને બાનાવવામાં આવતા વાઇન માટે થાય છે, પરંતુ અહીં કેટલાક અપવાદ(યશાયા ૧૬:૧૦) પણ છે. અલબત્ત, નવા કરારમાં આથો લાવીને બનાવવામાં આવેલ દ્રાક્ષારસ અને દ્રાક્ષના તાજા રસ બંને માટે એક જ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે: ઓઇનિસ. પરંતુ સમસ્યા આ ન હોવી જોઈએ. કોઈપણ લખાણમાં આપવામાં આવેલ શબ્દના સંદર્ભને સમજવાથી સામાન્ય રીતે તેનો યોગ્ય અર્થ સપાટી પર આવશે. તેથી જ્યાં સુધી લખાણમાં જૂના અથવા નવા દ્રાક્ષારસ વિષે કહેવામા આવતું નથી (જેમ કે લૂક ૫:૩૭-૩૯) ત્યાં સુધી તેનો સંદર્ભ વારંવાર જણાવશે કે દ્રાક્ષના રસનું વર્ણન કયા પ્રકારનું છે.
માર્ક ૨:૨૨માં એક સરળ દ્રષ્ટાંત ઊભરી આવે છે: “નવે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ જૂની મશકોને ફાડી નાખે છે, ને દ્રાક્ષારસ અને મશકો એ બંનેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.” સ્વાભાવિક રીતે જ નવો દ્રાક્ષારસ તાજો અને આથો લાવ્યા વિનાનો હશે.
વધુમાં, જૂના કરારમાં આપણે યશાયા ૬૫:૮માં વાંચીએ છીએ, “જેમ ઝૂમખામાં નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, અને આગળ જણાવે છે, “તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં આશીર્વાદ છે...” આ બંને લખાણોમાં તે સ્પષ્ટ છે કે નવો દ્રાક્ષારસ એ કેવળ દ્રાક્ષનો રસ જ છે.
ગૂંચવણભર્યા વચનો સ્પષ્ટ થયા
સમગ્ર રીતે પવિત્ર શાસ્ત્ર સ્પષ્ટપણે અને મક્કમ રીતે દારૂ કે આલ્કોહોલના સેવનની વિરુદ્ધ છે, પરંતુ માનવીય સ્વભાવ દારૂ કે આલ્કોહોલના સેવનને ન્યાયી ઠેરવવા માટે કોઈપણ શબ્દની અસ્પષ્ટતાને “છૂટ” તરીકે નિહાળશે.
આ તર્કનું ઉદાહરણ કાના ગામનો લગ્ન પ્રસંગ છે જ્યાં ઇસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો. “જ્યારે લગ્નજમણના કારભારીએ પાણીમાંથી બનાવેલ દ્રાક્ષારસ ચાખ્યો, અને તે જાણતો નહોતો કે તે દ્રાક્ષારસ ક્યાથી લાવવામાં આવ્યો છે (પરંતુ ચાકરો કે જેઓએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા), ત્યારે કારભારી વરરાજાને બોલાવ્યો, અને કારભારીએ તેને કહ્યું કે, “દરેક માણસ પહેલા સારો દ્રાક્ષારસ મૂકે છે, અને માણસોએ સારી પેઠે પીધા પછી હલકો, પણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.” (યોહાન ૨:૯,૧૦). જેઓ આલ્કોહોલ કે દારૂના સેવનનું સમર્થન કરે છે તેઓ દલીલ કરે છે કે આ દારૂ જ હોવો જોઈએ – આખરે તો તે એક લગ્નજમણ હતું, અને લગ્નજમણમાં દારૂ જ પીરસાય – બરાબર ને? પરંતુ આવો આપણે થોભી જઈએ અને તેની અસરો વિષે વિચાર કરીએ. ઇસુએ છ કૂંડો ભરવાના હતા, અને દરેક કૂંડમાં આશરે ૨૦થી ૩૦ ગેલન પાણી સમાતુ હતું. તેનો મતલબ કે ૧૮૦ ગેલન પીણું થયું!
શું આપણે એવો વિશ્વાસ કરવાનો છે કે ઇસુએ લગ્નજમણમાં પધારેલ દરેક મહેમાનો માટે પૂરતા પ્રમાણમા થઈ રહે એટલું ૧૮૦ ગેલન વિનાશક માદક પીણું બનાવ્યું કે જેથી તેઓ દારૂના નશામાં ચૂર થઈ જાય અને ચાટતા હોઠ તથા લથડિયા ખાતા પગ સાથે તેને પીએ? વાસ્તવમાં તો, આ બાબત ઈસુના પોતાના શબ્દોથી વિપરીત હશે. (હબાક્કૂક ૨:૧૫; લૂક ૧૨:૪૬; એફેસી ૫:૧૮). જો આપણે આ લખાણને સમગ્ર રીતે પવિત્ર શાસ્ત્રના સંદર્ભમાં વાંચીએ તો, આપણે એ નિષ્કર્ષ પર પહોંચવું પડશે કે ઇસુએ આથો લાવ્યા વિનાનો દ્રાક્ષારસ બનાવ્યો હતો અને તેથી જ લગ્નજમણના કારભારીએ તે દ્રાક્ષારસની શુદ્ધતા વિષે વરરાજાને અભિનંદન આપ્યા. (યોહાન ૨:૪,૬,૧૦. માર્ક ૧:૨૪; બીજો શમુએલ ૧૬:૧૦ પણ જુઓ).
આત્મા જેના માટે ઝંખે છે
પવિત્ર શાસ્ત્રના વધુ લખાણો પણ છે જે પ્રથમ દ્રષ્ટિએ વ્યક્તિને એવું વિચારવા તરફ દોરી શકે છે કે મધ્યમ માત્રામાં થોડો દારૂ પીવો એ બાઇબલ દ્રષ્ટિએ ક્ષમાપાત્ર છે. આગામી થોડા વિભાગોમાં, આપણે એવા કેટલાક વચનો જોવાના છીએ જે વચનોનું અર્થઘટન દારૂના સેવનને ક્ષમા યોગ્ય ગણાવે છે પરંતુ વાસ્તવમાં તે વચનો એ પ્રકારના સંદર્ભમાં જરાપણ નથી.
“અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે તે નાણાં ખરચવા એટલે વાછરડાઓને માટે કે ઘેટાંને માટે, કે દ્રાક્ષારસને માટે કે મધને માટે, કે જે કઈ તને પસંદ પડે તેને માટે. અને ત્યાં યહોવા તારા ઈશ્વરની આગળ તારે ને તારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો” (પુનર્નિયમ ૧૪:૨૬). અહીં “દ્રાક્ષારસ” શબ્દ “શેકાર” શબ્દ પરથી અનુવાદિત થયો છે. “શેકાર”ની સુલેમાંને “શોરબકોર કરનાર: તરીકે નિંદા કરી છે (નીતિવચનો ૨૦:૧). અને જેઓ “દ્રાક્ષારસ” (શેકાર) પાછળ ઘેલા થાય છે તેઓને માટે યશાયા પ્રબોધક અફસોસ અને શ્રાપ વ્યક્ત કરે છે (યશાયા ૫:૧૧). યાજકો(લેવીય ૧૦:૯-૧૧) અને નાજીરવ્રત લેનારાઓ(ગણના ૬:૨-૪; ન્યાયાધીશો ૧૩:૩-૫) માટે આથો લાવવામાં આવેલ દ્રાક્ષારસની મનાઈ ફરમાવવામાં આવેલ છે. તો પછી ઈશ્વર બાઈબલમાં એક જગ્યાએ દારૂના સેવનની આટલી સ્પષ્ટ નિંદા કેવી રીતે કરી શકે, અને છતાં બીજી જગ્યાએ તેને અનુમતિ આપી શકે? “યાયિન” શબ્દની માફક “શેકાર” પણ એક સામાન્ય શબ્દ જ છે જે ઉપર દર્શાવ્યા મુજબ અને યશાયા ૨૪:૯માં નિર્દેશ કર્યા મુજબ માદક પીણાં અથવા ગળપણ વગરના પીણાંનો ઉલ્લેખ કરી શકે છે. ધી પોપ્યુલર એન્ડ ક્રીટીકલ બાઇબલ એન્સાક્લોપીડિયા દ્વારા “શેકાર”ને એક “મીઠા દ્રાક્ષારસ” કે ચાસણી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. શેચર, લ્યુસિયસ, સેકરીન પીણું અથવા ગળ્યું શરબત, ખાસ કરીને ખાંડ અથવા ખજૂરનું મધ અથવા તાડનું મધ અથવા “ખજૂર કે તાડના દારૂ તેની તાજી અથવા આથો લાવ્યા વિનાની સ્થિતિમાં” તેથી જે રીતે શેકરનો અર્થ ગળ્યું આથો લાવ્યા વિનાનું પીણું અથવા તો નાશકારક પીણું હોય શકે છે, આપણે વચનના સંદર્ભમાં શબ્દનું અર્થઘટન કરવું જોઈએ. શું ઈશ્વર નશો કરનાર, આરોગ્યને માટે નુકશાનકારક અને નૈતિક ક્ષમતાઓને નીચી કરનાર માદક દ્રવ્યને ખરીદવા માટે દશાંશના નાણાંનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી શકે? કેવળ એજ વ્યાજબી નિષ્કર્ષ નીકળે છે કે આ કલમ તાજા અને આથો લાવ્યા વિનાના ગાળ્યા તાડના રસના પીણાંનો ઉલ્લેખ કરે છે.
અને જો કોઈ વ્યક્તિ વચનના અનુવાદને સ્વીકારવાનો ઇનકાર કરે તો પણ એટલું ધ્યાનમાં રાખો કે, પુનર્નિયમ ૧૪:૨૬માં ઈશ્વરનું વચન તેઓને આ પીણું પીવા માટે ક્યારેય અનુમતિ આપતું નથી. તેને બદલે, તે જણાવે છે કે લાંબા અંતરની મુસાફરી કરતી વખરે ઈશ્વરને પ્રસ્તુત કરવાના અર્પાણો કેવી રીતે વહન કરવાના હતા. મૂસાએ સૂચવ્યું હતું કે જાનવર, અનાજ, અને દ્રાક્ષારસના અર્પાણોને લાંબા અંતર સુધી લઈ જવાને બદલે તેઓએ તેમની સાથે નાણાં રાખવા જોઈએ. જ્યારે તેઓ આવી પહોંચ્યા ત્યારે તેઓએ અર્પણ માટે જે જોઈએ તે પેલા નાણાંથી ખરીદવાનું હતું. પશુઓનું અર્પણ ખાઈ શકાતું હતું પરંતુ પીવાના અર્પાણો જમીન પર રેડી દેવા માટે તેઓને આજ્ઞા આપવામાં આવી હતી. “ અને તેનું પેયાર્પણ એક હલવાનને માટે પા હિન [દ્રાક્ષારસ]નું હોય. તું યહોવાને સારું પવિત્ર સ્થાનમાં મધનું પેયાર્પણ રેડાવ” (ગણના ૨૮:૭).
અંતિમ પ્રભુભોજન વિષે શું?
કેટલાક દલીલ કરે છે કે જો ઇસુએ છેલ્લા પ્રભુભોજનમાં દ્રાક્ષારસમાં ભાગ લીધો હતો અને પોતાના રક્તના શુદ્ધિકરણના પ્રતિક તરીકે તેનો ઉપયોગ કર્યો હતો તો પછી, ક્યારેક પ્રસંગોપાત થોડો દારૂ પીવામાં ખોટું શું છે? ખરેખર તો નવા કરારના આ બીજ વચનને અંતિમ પ્રભુભોજનના દ્રાક્ષારસથી પાણી પીવડાવવામાં આવ્યું. એ બાબતે કોઈ દલીલ નથી કે ઇસુએ દ્રાક્ષારસપાન કર્યું હતું, પરંતુ એ ધારી લેવાની ભૂલ કરવામાં આવે છે કે તે દ્રાક્ષારસ આથો લાવીને બનાવવામાં આવેલ દારૂ હતો.
“કેમ કે નવા કરારનું એ મારૂ લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. અને હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજયમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉ, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી” (માંથ્થી ૨૬:૨૮,૨૯). ખરેખર ઇસુ અહીં પોતાના લોકો સાથેના તેમના નવા કરારના પ્રતિક તરીકે નવા દ્રાક્ષારસનો ઉપયોગ કરે છે. ઇસુ દ્રાક્ષારસને “ડાળીનું ફળ” પણ કહે છે. અલબત્ત, જ્યારે દ્રાક્ષારસ આથો લાવવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે તે ડાળીનું ફળ રહેતો નથી પરંતુ તે દહીં એ ગાયનું ફળ છે.
વધુમાં આપણે એ પણ જાણીએ છીએ કે પાસખાપર્વના ભોજનને તમામ પ્રકારના ખમીરથી મુક્ત રાખવાનું હતું (નિર્ગમન ૧૨:૧૯). આથો લાવવો એ ખમીર કરવા સમાન જ એક પ્રક્રિયા છે! જો રોટલીને ખમીરમુક્ત રાખવાની હતી જે એક પ્રકારનું પાપ છે ત્યારે આપણે સુનિશ્ચિત થઈ શકીએ છીએ કે અંતિમ પ્રભુભોજનમાં વપરાયેલ દ્રાક્ષારસ, જે ઈસુના રક્તનું પ્રતિક છે તેને દારૂના ઝેરથી મુકત રાખવામા આવે. ઇસુનું સંપૂર્ણ, પાપરહિત રક્ત ક્યારેય શુદ્ધ કરનાર જૂના દ્રાક્ષારસ દ્રારા પ્રતિકૃત કરવામાં ન આવે.
ઇસુએ પોતાના શુદ્ધ શિક્ષણની સરખામણી નવા આરોગ્યપ્રદ દ્રાક્ષારસ સાથે કરી (માથ્થી ૯:૧૭). સાચે જ, તમામ ભ્રષ્ટ સિદ્ધાંતો આથો લાવેલા બાબિલોનના દ્રાક્ષારસ સમાન છે! બાબિલોનને એક એવી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે જેની સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર કર્યો અને અને પૃથ્વી પર રહેનારાઓને તેના વ્યભિચારનો દ્રાક્ષારસ પીવડાવવામાં આવ્યો (પ્રકટીકરણ ૧૭:૨).
બીજું એક ઉદાહરણ: “પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ (બાબિલોન) તે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહિ” (દાનિયેલ ૧:૮).
શું ઇસુ દારૂડિયા હતા?
ફરોશીઓ વારંવાર ઇસુ દારૂડિયા, શરાબી અને ખાઉધરા હોવાનો આરોપ લગાવતા હતા. ફરોશીઓએ એમ પણ કહ્યું કે ઇસુની પાસે શેતાન છે અને અન્ય બાબતોની સાથે ઇસુ ઈશ્વરની નિંદા કરે છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે ઇસુ ખાઉધરા, દારૂડિયા કે અશુદ્ધ આત્મા ધારણ કરતાં નહોતા કે તેમણે ઈશ્વરની નિંદા પણ કરી નહોતી! તેથી જો આ બાબતો સત્ય નથી તો આપણે શા માટે ધારી લેવું જોઈએ કે ફરોશીઓ કે જેઓ તેમના શંકાસ્પદ ધર્મશાસ્ત્ર માટે પ્રખ્યાત ઈસુના સૌથી બાહ્ય વિરોધીઓના જુથના કહેવા પ્રમાણે આપણાં ઈશ્વર દારૂડિયા હતા?
ફરોશીઓ ઇસુની જીવનશૈલીને યોહાન બાપ્તિસ્મા કરનારની સેવા સાથે વિરોધાભાસથી જોતાં હતા જે યોહાન નાઝરેથના સિદ્ધાંતોને અનુસરતો અને જે વેલાની કોઈપણ વસ્તુથી દૂર રહેતો અને કેવળ તીડ તથા જંગલી મધ ખાતો (ગણના ૬:૩; લૂક ૭:૩૩-૩૪; ૧:૧૫; યોહાન ૮:૪૮-૫૨; માર્ક ૨:૭; માથ્થી ૩:૪).
જ્યારે ઇસુને વધસ્તંભે લટકાવવામાં આવ્યા ત્યારે, રોમન સિપાઈઓએ ઇસુને ગંધ સાથે મિશ્રિત આથો લાવેલ દ્રાક્ષારસ (સરકો) આપ્યો. પરંતુ ઇસુએ જેવો તેનો સ્વાદ ચાખ્યો કે તરત જ તેમને ખ્યાલ આવી ગયો કે તે દારૂ છે. ઇસુએ તે લેવાની મનાઈ કરી દીધી. ઇસુએ આ પીણું પીવાની ત્યારે ના પાડી જ્યારે તેમનું શરીર તપી રહ્યું હતું અને તેઓ તરસથી તડપડતા હતા (માથ્થી ૨૭:૩૪). (તો પછી આપણે આ મુદ્દા પર શા માટે વધુ કઈક કહેવું જોઈએ?)
દારૂ: બાઈબલના શરમજનક કિસ્સાઓ
દારૂનો પ્રથમ સંદર્ભ ઉત્પતિમાં જોવા મળે છે જ્યારે જળપ્રલય પછી નૂહે મૂળ આથો લાવેલ દ્રાક્ષારસ એટલે કે દારૂ બનાવ્યો હતો. “અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો” (ઉત્પતિ ૯:૨૧). દુ:ખદ નોંધ એ છે કે નૂહે દારૂ પીધો હતો અને નગ્ન થઈને આળોટતો હતો તથા શરમજનક રીતે પોતાના પુત્રો સમક્ષ ઉઘાડો પડી ગયો હતો. નવા પ્રકારના માદક પીણાં સાથેનો આ પ્રથમ પ્રયોગની અસર નૂહના વંશજો પર પડતાં ભયાનક શ્રાપ સાથે સમાપ્ત થયો.
લોતે પણ દારૂ પીધો અને તેથી જ તે પોતાની પુત્રીઓ સાથે અનૈતિક સંબંધો બાંધવા માટે સહજતાથી લલચાઈ ગયો હતો. “અને તેઓએ પોતાના પિતાને તે જ રાત્રે દ્રાક્ષારસ પીવડાવ્યો; અને મોટી જઈને તેના પિતાની સાથે સૂતી, પણ તે ક્યારે સૂતી અને ક્યારે ઉઠી તે લોતે જાન્યુ નહિ” (ઉત્પતિ ૧૯:૩૩). આ અનૈતિક સંબંધના સંતાનો આગળ જતાં મોઆબ અને આમ્મોનના રાજ્યો બન્યા જે ઈશ્વરના લોકો એટલે કે ઇઝરાયેલી લોકોના શત્રુઓ બન્યા. અને આજે એ પુરાવાઓની કોઈ અછત નથી કે દારૂ ઘણીવાર અનૈતિક સંબંધો જેમ કે વ્યભિચાર, બળાત્કાર, અને નિષિદ્ધ સંભોગ તરફ દોરી લઈ જાય છે.
ત્યારપછી એક કુખ્યાત અનુભવ છે જ્યારે ઇઝરાયેલી લોકોએ દારૂ પીધો, પોતાને નગ્ન કર્યા અને સોનાના વાછરડાની મુર્તિને આગળ નાચ્યા (નિર્ગમન ૩૨:૬,૨૫). દારૂડિયાઓની આ “સામાજિક મંડળી” એક ભયાનક હત્યાકાંડમાં સમાપ્ત થઈ.
આમ્મોન, દાઉદનો દીકરો અને અન્ય એક દારૂડિયાએ પોતાની સાવકી બહેન તામાર પર બળાત્કાર કર્યો. આ ઘૃણાસ્પદ કૃત્યને લીધે, દારૂ પીતી વખતે તેણે ગુસ્સે ભરાયેલા પોતાના ભાઈના હાથે પોતાનો જીવા ગુમાવ્યો (બીજો શમુએલ ૧૩:૨૮).
આ તો કેવળ થોડા જ ઉદાહરણો છે. બાઇબલમાં દારૂને કારણે ઉદ્દભવેલા ભયંકર પરિણામો વિષે વધુ જાણવા માટે, બીજો શમુએલ ૧૩:૨૮, અયૂબ ૧:૧૩-૧૯ જુઓ. સાચે જ, જ્યારે કોઈ વ્યક્તિ બાઇબલમાંના દારૂના કિસાઓ વિષે વિચાર કરે છે ત્યારે તમને નવાઈ લાગશે કે શા માટે નિષ્ઠાવાન ખ્રિસ્તીઓ દારૂ કે માદક દ્રવ્યોના સેવનનો બચાવ કરે છે!
આથો લાવેલ દ્રાક્ષારસ (દારૂ) દુ:ખ લાવે છે
દુખ કે અફસોસ શબ્દ માટે અંગ્રેજીમાં જે “woe” શબ્દ વપરાય છે તે સામાન્ય રીતે આજે અંગ્રેજી વાતચીતમા વપરાતો નથી. આ શબ્દનો અર્થ ઊંડું દુખ કે તકલીફ થાય છે. અનેક જગ્યાએ અને અનેક રીતે બાઇબલ આ શબ્દનો ઉપયોગ કરતા જોવા મળે છે; નવાઈની વાત નથી કે, શા માટે આ શબ્દનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેનું કારણ દારૂનો ઉપયોગ છે!
- જેઓ સવારે વહેલા ઊઠીને દારૂની પાછળ મંડે છે, ને દ્રાક્ષારસ પીને મસ્ત બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ! (યશાયા ૫:૧૧).
- કોને અફસોસ છે? કોને હાય હાય છે? કોને કજિયા છે? કોને વિલાપ છે? કોને વિના કારણ ઘા પડે છે? કોની આંખોમાં રતાશ છે? જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પીયા કરે છે તેઓને; જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને (નીતિવચનો ૨૩:૨૯-૩૦).
- તું પોતાના પાડોશીને મધ પાય છે અને તેની નગ્નતા જોવા માટે ઝેર ઉમેરીને તેને છાકટો પણ બનાવે છે તે તને અફસોસ! (હબાક્કૂક ૨:૧૫).
દારૂના સેવન કે વપરાશ અંગે આના કરતાં વધુ કોઈ નિંદાની ખ્રિસ્તીઓને જરૂર છે ખરી? આ મુદ્દા અંગે ખૂબ જ સરળ અને સલામત નિયમ છે : “જ્યારે કશા વિષે શંકા હોય ત્યારે તેને છોડી દો.”
સ્વાસ્થ્યની બાબત
કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર અને આત્મા દ્વારા ઈશ્વરને મહિમા આપો (પહેલો કરીન્થિ ૬:૨૦). યકૃતની બીમારીથી લઈને અલ્સરથી લઈને ચિત્તભ્રમ સુધીની સ્વાસ્થ્ય સમસ્યાઓની લગભગ આ અનંત યાદી દારૂના સેવન સાથે જોડાયેલી છે.
દારૂ (ફાળોમાંથી બનાવેલો દારૂ પણ) એ એક ઝેર છે જેનું સેવન કરવામાં આવે ત્યારે શરીરના કેન્દ્ર્વર્તિ ચેતાતંત્રને ગંભીર અસર કરે છે. મોટાભાગના લોકો જાણે છે કે સામાજિક મેળાવડાઓમા મધ્યમ પ્રમાણમાં કરાયેલ દારૂનું સેવન પણ મગજના કોષોને મારી નાખે છે.
જો કોઈ વ્યક્તિ વ્હીસ્કીનો એક ઘૂંટ પણ તેના મોંમાં લગભગ દસ મિનિટ માટે રાખે છે તો તેના મોંના અંદરના ભાગમાં ફોલ્લા પડી જાય છે. જો તમે તેમની આંખો પર પટ્ટી બાંધીને તેમને જુદા જુદા પ્રકારના પીણાં જેમ કે પાણી, સરકો કે દૂધનો સ્વાદ ચાખવા જણાવશો તો તમને જોવા મળશે કે તેઓ એ સ્વાદની ભિન્નતા પારખવા માટે અસમર્થ હોય છે. આ પ્રયોગ નિશ્ચિતપણે સાબિત કરે છે કે દારૂ એ કેવળ હિંસક બળતરા જ નથી પરંતુ એક માદક દ્રવ્ય પણ છે.
હું માનું છું કે દારૂના સેવનના સૌથી મજબૂત સમર્થકોએ પ્રામાણિક્તાથી એ સ્વીકારવું પડશે કે દારૂનું સેવન કરવાથી કોઈપણ રીતે તેમના શરીરો દ્વારા ઈશ્વરનો મહિમા થતો નથી, તેને બદલે, દારૂ ધીમે ધીમે તેમના શરીર અને મનનો વિનાશ કરે છે જે છઠ્ઠી આજ્ઞાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે.
જે રીતે સિગારેટ કે બીડીનું ધૂમ્રપાન એ હપ્તા પદ્ધતિ દ્વારા કરવામાં આવતી આત્મહત્યા છે તે જ રીતે દારૂ પણ છે જે અમેરિકામાં એક અગ્રણી હત્યારો છે.
એ પણ ધ્યાનમાં રાખો કે પીણાંઓમા અન્ય સારી વસ્તુઓની મોટેભાગે અનંત યાદી છે જેના દ્વારા શરીર અને મનને પોષણ મળે છે. તો શા માટે કોઈ ખ્રિસ્તી વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય, કલ્યાણ, કુટુંબ અને અનંતજીવનને જોખમમાં મૂકાતા માદક દ્રવ્યની તરફેણમાં સમર્થન કરીને આ પ્રકારની જુગાર કરવો જોઈએ?
પૃથ્વી પરનો સૌથી જીવલેણ પદાર્થ
અબ્રાહમ લિંકને કહ્યું છે, માનવ સમાજમાં દારૂનું વ્યસન એ કેન્સરની બીમારી સમાન છે જે તેના જીવનને ભસ્મ કરે છે અને વિનાશનું જોખમ છે.” આપણાં સમાજ, માર્ગો પર અને ઘરોમાં, દારૂને કારણે એટલી બધી ખાનાખરાબી થઈ છે કે ભાગે જ આ હિંમતભર્યા વિધાનથી કોઈ આશ્ચર્ય થાય. સાચે જ, જો બાઇબલ પણ આ વિષય પરત્વે મૌન હોત તો પણ, હજારો વર્ષોના ઇતિહાસમાંથી ખાનાખરાબીના ઉદેશ્યના પાઠ હજી પણ સ્પષ્ટ દેખાય છે. પરંતુ પવિત્ર ષષ્ઠ ઘણુંબધુ કહે છે.
“કોને અફસોસ છે? કોને હાય હાય છે? કોને કજિયા છે? કોને વિલાપ છે? કોને વિના કારણ ઘા પડે છે? કોની આંખોમાં રતાશ છે? જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પીયા કરે છે તેઓને; જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને. જ્યારે દ્રાક્ષારસ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર તું દ્રષ્ટિ ન કર; આખરે તે સર્પની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે, તારી આંખો અવનવા દેખાવ જોશે, અને તારું હ્રદય વિપરીત વાતો ભાખશે. હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ [વહાણ]ના ડોલની ટોચ પર આડો પડ્યો હોય, તેના જેવો તું થશે. [તું કહેશે] લોકોએ મને માર્યો છે, પણ મને વાગ્યું નથી, તેઓએ મને ઝૂડી નાખ્યો છે, પણ મને તે માલૂમ પડ્યું નથી; હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે” (નીતિવચનો ૨૩:૨૯-૩૫).
અને યર્મિયાએ કહ્યું કે ઈશ્વર દેશનો વિનાશ કરવા માટે “દારૂની બોટલો” મુકતપણે ઉપલબ્ધ કરાવશે (યર્મિયા ૧૩:૧૨-૧૫). આપણાં સૌથી નાના અને સૌથી સંવેદનશીલ નાગરિકો કે સભ્યો પર નજર રાખીને કરવામાં આવતી જાહેરાતો સાથે પોતાના દેશમાં અને સમાજમાં આ કેટલું સત્ય છે?
શું એમાં કશું નવાઈ પામવા જેવુ છે કે જે દેશ કે સમાજ ખોટા આનંદથી દારૂ પીતો હોય તે આપણાં સૌથી નાનાને પણ પીવા માટે પ્રોત્સાહિત કરે છે? દારૂના વ્યાપક ઉપયોગ તથા યુવાન વાયાસ્કો અને બાળકો દ્વારા પણ કરવામાં આવતા ગુનાઓ કે અપરાધોમાં વધારો થવાના સમર્થનમાં મજબૂત પુરાવા છે. (શું તમે જાણો છો કે કેવળ અમેરિકાની હાઈસ્કૂલોમાં જ ૩.૩ મિલિયન ઉપદ્રવી દારૂડિયાઓ છે?)
મીખાહ પ્રબોધકે પણ જૂઠાણા અને જુઠા પ્રબોધકો વિષે ચેતવણી આપી હતી જેઓ દારૂ અને માદક પીણાંઓને નજરઅંદાજ કરે છે (મીખાહ ૨:૧૧).
આજે પણ, અને હજી પણ દારૂના સેવન સાથે “મધ્યસ્થતા”નું તેઓ શિક્ષણ આપે છે, પરંતુ ઇતિહાસ સાબિત કરે છે કે વ્યસનકારક પીણાંઓ સાથે મધ્યસ્થતા અશક્ય છે.
પ્રેમનો મુદ્દો
માંસ ના ખાવું, દારૂ ન પીવો કે બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, અથવા તેના લીધે નબળો પડે છે તે ન કરવું એ તારે માટે ઘટિત છે (રોમન ૧૪:૨૧). કારણ કે દરેક સાતમાંથી એક વ્યક્તિ જે દારૂનું સેવન કરે છે તે ઉપદ્રવી દારૂડિયો અને વ્યસની દારૂડિયો બને છે, એક ખ્રિસ્તી એવા ઉદ્યોગને કેવી રીતે સમર્થન આપી શકે જે અન્ય કાયદેસરના પદાર્થો કરતાં વધારે લોકોને ઠોકર ખાવા માટે પ્રાત્સાહિત કરે છે?
ઝીગ ઝીગલરના જણાવ્યા પ્રમાણે, સત્તાવાળાઓ જાણે છે કે દરેક સોળ વ્યક્તિમાંથી આશરે એક વ્યક્તિ જે પ્રસંગોપાત સામાજિક પ્રસંગોએ દારૂનું સેવન કરે છે તે દારૂની વ્યસની બને છે! જો તમને ખબર હોય કે સોળમાથી એક શક્યતા એવી છે કે વિમાનનો અકસ્માત થવાનો છે તો શું તમે તે વિમાનમાં એક ડગલું પણ ભરશો? (વાસ્તવમાં વાણિજ્યિક વિમાન સેવાઓના અકસ્માતની સંભાવના એક મિલિયનમાંથી એકની નજીક છે પરંતુ એ અવરોધો હોવા છતાં કેટલાક લોકો ભયના માર્યા વિમાન પ્રવાસ કરવાનું ટાળે છે, પરંતુ દારૂના સેવન અંગે આમ બનતું નથી!)
આ અન્ય એક પ્રસિદ્ધ સત્યને પણ ધ્યાનમાં લો: આગામી ૨૪ કલાકોમાં, દારૂ નીચેનામાંથી લગભગ અડધા ભાગના માટે જવાબદાર હશે..
- ...હત્યામાંથી
- ... રસ્તાઓ પર અકસ્માતોને કારણે મૃત્યુ પામતા લોકોમાંથી
- ... દવાખાનાઓમાં દાખલ થનારા લોકોમાંથી
- ... કેદખાનાઓ કે જેલોમાં કેદ લોકોમાંથી
- ... ઘરેલું હિંસા માટે ધરપકડ કરાયેલ લોકોમાંથી
- ... જન્મજાત ખોડખાંપણ સાથે જન્મેલા લોકોમાંથી
વધુમાં, સર્વ પ્રકારની આત્મહત્યાઓ ચોથા ભાગ માટે દારૂનું સેવન જવાબદાર હોવાના ઉલ્લેખને પાત્ર છે.
આ ભયાનક હકીકતો અને આંકડાઓ પરથી એટલું તો સ્પષ્ટ છે કે સ્પષ્ટ વિચારસરણીની કોઈપણ વ્યક્તિ, વિશેષ કરીને ખ્રિસ્તી વ્યક્તિ તો, આ પ્રકારના માદક દ્રવ્યોને ટાળવા માટે ઊંડી લાગણીનો અનુભવ કરશે કે જે તેને સ્પર્શતી દરેક સંસ્કૃતિ માટે દુખની આબેહૂબ ભરતી તરંગ માટે જવાબદાર છે. જો આપણે સાચે જ આપણાં ઈશ્વર અને ભાઈને પ્રેમ કરીએ છીએ તો, આપણે કોઈપણ માત્રામાં દારૂના સેવનને સમર્થન કેવી રીતે આપી શકીએ? પાઉલે કહ્યું કે તે માંસ ખાશે નહિ કે દારૂ પીશે નહિ કે એવું બીજું કશું નહિ કરે કે જેનાથી બીજાઓને ઠેસ પહોંચે (રોમન ૧૪:૨૧). દારૂના વ્યસનીઓ પૈકી ઘણા તેમાંથી છુટકારો પામવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે, આપણે આપણાં નમૂનામાં જરાપણ અસંગત બનીને તેઓને ફરીથી ઠોકરરૂપ બનવું જોઈએ નહિ.
પરીક્ષણને આમંત્રણ
માટે ઈશ્વરને આધીન થાઓ; પણ શેતાનની સામે થાઓ એટલે તે તમારી પાસેથી નાસી જશે (યાકૂબ ૪:૭). એ એક વ્યવસ્થિત રીતે નોંધાયેલું તથ્ય છે કે ખૂબ જૂજ પ્રમાણમાં પણ દારૂ પીવાથી પ્રતિક્રિયાઓ નબળી પડે છે અને સામાન્ય અવરોધો પણ નબળા બનાવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો: તે પરીક્ષણનો પ્રતિકાર કરવાના ખ્રિસ્તીઓના સંકલ્પને ઘટાડી છે. શા માટે કોઈ ખ્રિસ્તી વ્યક્તિએ શેતાનને તેને ફસાવવાનું સરળ બનાવવું જોઈએ? ઘણા પુરુષો અને સ્ત્રીઓ રાત્રિના થોડા ગ્લાસ દારૂ અથવા બિયરની બોટલો દ્વારા બાપ્તિસ્મા લીધા પછી જાગૃત થયા કે તેમણે સાતમી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તથા તેમના જીવન અને પ્રતિષ્ઠાને કાયમ માટે નુકશાન પહોંચાડયું છે.
એ જ કારણ કે છે પિતર આપણને જાગતા રહેવા અને સાવચેત રહેવા માટે જણાવે છે; કારના કે આપણો શત્રુ શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે (પહેલો પિતર ૫:૮). શેતાન આપણને પહેલેથી મેળવવા માટે વાંકો વળેલો છે! આવો આપણે ઈશ્વરે આપણને આપેલ પ્રતિકારની ક્ષમતાને દારૂ સાથે ભેળસેળ કરીને શેતાન માટે તેને વધુ સરળ ન બનાવીએ!
યાદ રાખો કે, જ્યારે ઇસુ વધસ્તંભ પર લટકાતા ત્યારે, અને તરસથી તડપતા હતા ત્યારે સિપાઈઓએ તેમને આપેલ સરકો પીવાનો તેમણે ઇનકાર કરી દીધો હતો. “ત્યારે તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેમણે તે પીવા ના પાડી” (માથ્થી ૨૭:૩૪). સંતુલનમાં લટકાતા પૃથ્વીના ઉદ્ધાર સાથે, ખ્રિસ્તે એક સરકાનો એક ઘૂંટ લઈને પોતાના નિર્ણયને ક્ષતિગ્રસ્ત કરવાનું જોખમ લેતા નથી જે કદાચ આપણાં માટેના તેમના દુખને થોડું વધુ સહનશીલ બનાવે છે. શું ખ્રિસ્ત આપણી પાસેથી ઓછી અપેક્ષા રાખે છે?
કલંકિત સાક્ષીઓ
મહાન કેનેડીયન શરીરશાસ્ત્રી સર વિલિયમ ઓસ્લર એક દિવસ દારૂ પર ભાષણ આપી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ પૂછ્યું, “શું એ સત્ય છે કે દારૂનું સેવન લોકોને કઈક સારું કરતાં કરે છે?”
સર વિલિયમે પ્રત્યુત્તર આપ્યો, “ના, દારૂનું સેવન જે તે બાબત ખરાબ રીતે કરવા તેઓને સંકોચનો અનુભવ કરાવે છે.”
જે ખ્રિસ્તીઓ દારૂ પીએ છે તેઓએ બહારના જગતમાં અને મંડળીની અંદર રહેલા લોકો મધ્યે તેમની સાક્ષીને કલંકિત કરી છે. અને જેઓ આ કલંકિત સાક્ષીઓથી સૌથી વધુ પીડિત થયા છે તે બાળકો છે.
ચોક્કસપણે, બાળકો માટે એ મૂંઝવણભર્યું હશે કે તેઓ તેમના માતાપિતાઓને પ્રાર્થના કરતા અને થોડીવાર પછી બિયરની બાટલીઓ સાથે જોવા. ઇસુએ આ પ્રકારના ઢોંગની સખત શબ્દોમાં નિંદા કરી: “પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તે કરતાં તેના ગળે ઘંટીનું પડ બંધાય, ને તે સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેને માટે સારું છે” (માથ્થી ૧૮:૬).
એક ચિંતાગ્રસ્ત પિતા એક પાળક પાસે ગયા અને કહ્યું, “ ઉપદેશક, મારા દીકરા સાથે દારૂ વિષે વાત કરો. ગઇકાલે રાત્રે તે ઘરે આવ્યો ત્યારે એટલો બધો દારૂ પીધેલો હતો કે ભોંય પર પડીને આળોટવા લાગ્યો. તેની માતા આખી રાત રડી છે.”
“શા માટે તમે જાતે જ તમારા દીકરા સાથે વાત નથી કરતા?” ઉપદેશકે પ્રશ્ન કર્યો.
પરંતુ પિતાએ કહ્યું, “પાસ્ટર, તે વિષે હું મારી જાતે મારા દીકરા સાથે વાત કરી શકું તેમ નથી કારણ કે હું ખુદ દોષી છું. હું તેને પુરુષ બનાવવા માંગતો હતો તેથી મેં જાતે જ તેને દારૂનો પ્રથમ ગ્લાસ પીવડાવ્યો હતો. મેં ધાર્યું નહોતું કે તે એક દિવસે દારૂડિયો બની જશે. કૃપા કરીને તમે મારા દીકરા સાથે વાત કરો. હું વાત કરી શકું તેમ નથી.”
એ એક દુખદ વાસ્તવિક્તા છે કે આ સમગ્ર દેશમાં ઘણા માતાપિતાઓ બરાબર આ જ દ્રશ્યનો સામનો કરી રહ્યા છે.
આપણને આજ્ઞા આપવામાં આવી છે કે, “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ... મલિન વસ્તુને અડકો નહિ. એટલે હું તમારો અંગીકાર કરીશ” (બીજો કરીન્થિ ૬:૧૭). પરંતુ એક ખ્રિસ્તી વ્યક્તિ જ્યારે દારૂનું વ્યસન શરૂ કરે છે ત્યારે, તેઓ દર્શાવે છે કે તેઓ જગતના વાનાઓમાંથી બહાર નીકળ્યા નથી અને અલગ થયા નથી.
ત્યારે ઘણા ખ્રિસ્તીઓને આશ્ચર્યા થાય છે કે શા માટે ઈશ્વર તેઓનો મહાન બાબતો હાંસલ કરવા માટે ઉપયોગ કરતા નથી. ઈશ્વર મહાન કાર્યો માટે સમાધાનકારી ખ્રિસ્તીઓનો ઉપયોગ કરતા નથી. અદ્દભુત બાબતો માટે ઈશ્વર કેવળ સ્વચ્છ પાત્રનો જ ઉપયોગ કરે છે.
પચાસમાંને દિવસે દ્રાક્ષારસ
પચાસમાંને દિવસે, જ્યારે શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર હતા ત્યારે, નજરે જોનારાઓએ કહ્યું, “આ માણસો નવો દ્રાક્ષારસ પીધેલા છે” (પ્રે.કૃ. ૨:૧૩). દ્રાક્ષારસ માટે અહીં ગ્રીક શબ્દ ગ્લુઇકોઝ છે જે કાં તો આથો લાવ્યા વિનાનો નવો દ્રાક્ષારસ અથવા મીઠી બાફેલી માદક દ્રવ્યરહિત દ્રાક્ષનો રસ “જ હશે.” આ નજરે જોનારાઓ સમર્પિત શિષ્યોની મજાક ઉડાવીને કહેતા હતા, “તેઓ દ્રાક્ષનો રસ પીધેલા છે.” આ નિર્દેશ કરે છે કે શિષ્યો તેમના દારૂના સેવનના ત્યાગ માટે પ્રખ્યાત હતા! એવું કેવી રીતે બને કે આપણે તેમના બતાવેલા રસ્તે અનુસરવું જોઈએ નહિ?
પેટ માટે થોડું?
પાઉલ પણ તિમોથીને કહે છે કે, “હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા કોઠાને લીધે તથા તારા વારંવારના મંદવાડને લીધે થોડો દ્રાક્ષારસ પણ પીજે” (પહેલો તિમોથી ૫:૨૩). ઘણાઓ દ્વારા એવી ધારણા કરવામાં આવે છે કે પાઉલે તિમોથીને જે દ્રાક્ષારા પીવાની ભલામણ કરી તે દારૂ છે. પરંતુ ઘણાબધા કારણોને લઈને આ ધારણા ખોટી છે. પ્રથમ, ઓઇનોસ શબ્દ વાપરવામાં આવ્યો છે જેના વિષે આપણે શીખી ગયા છીએ તેમ, તે કાં તો આથો અથવા આથો લાવ્યા વિનાનો દ્રાક્ષનો રસ હોય શકે છે. વધુમાં, પ્રાચીન જગતમાં ઔષધિય હેતુઓ માટે આથો લાવ્યા વિનાના દ્રાક્ષના રસના ઉપયોગને પ્રમાણિત કરતા ઘણાબધા ઐતિહાસિક સંદર્ભો છે. એથનીયસ (ઇ.સ.૨૮૦) પેટની બીમારીઓ માટે આથો લાવ્યા વિનાના દ્રાક્ષના રસના ઉપયોગની સલાહ આપે છે.
તિમોથી પણ નાઝરી તરીકે જીવતો હોવો જોઈએ જે માત્ર પાણી પીતો હતો. પાઉલ તેને થોડો દ્રાક્ષનો રસ પીવાનું કહે છે જે શરીર માટે ખૂબ સુખદ અસર ધરાવે છે. આ બાબત દર્શાવે છે કે તિમોથીએ સઘળાનો ત્યાગ કર્યો હતો અને તેને થોડો નવો દ્રાક્ષનો રસ લેવા માટે વિનંતી કરવાની જરૂર હતી. આથો લાવેલ દ્રાક્ષનો રસ કે જે દારૂ બની જાય છે તેને પીવાથી પેટમાં અલ્સર પેદા કરે છે. પાઉલ પેટની બીમારીની દવા માટે જૂનો અને આથો આવી ચૂકેલ દ્રાક્ષનો રસ પીવાની સલાહ ક્યારેય આપી શકે નહિ.
તિમોથીને લખેલા આ જ પત્રમાં અગાઉ, પાઉલ તિમોથીને સૂચના આપે છે કે અધ્યક્ષ મદ્યપાન કરનાર ન હોવો જોઈએ (પહેલો તિમોથી ૩:૨-૩). પાઉલે અગાઉ જ્યારે આ જ પત્રમાં મંડળીના આગેવાનો અને અધ્યક્ષોને તેના ઉપયોગ પર મનાઈ ફરમાવી છે જે આપણને આગામી વિષય તરફ દોરી જાય છે ત્યારે તે તિમોથીને માદક પીણું પીવા માટે ઉત્તેજન આપી શકે નહિ.
અન્ય ઔષધિય ઉપયોગ
જે મરવાની અણી પર હોય તેને મદિરા આપ, અને જેનું મન દુખી હોય તેણે દ્રાક્ષારસ આપ” (નીતિવચનો ૩૧:૬-૭). આ લખાણ એવા લોકોના સંદર્ભમાં છે જેઓ “નાશ પામી રહ્યા છે” (ઓબેદ) અને જેઓ “કડવી નિરાશા”માં છે (મારે નફેશ). હિબ્રૂ ભાષાના આ બંને શબ્દો અત્યંત ભયાનક નિરશાજનક પરિસ્થિતી દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ શબ્દો એવી પરિસ્થિતીનું વર્ણન કરે છે જેમાં વ્યક્તિ પીડાદાયક યાતનામાં મરણ પામે છે. યહૂદીઓ દ્વારા આને અનુસરવામાં આવતું હતું અને આપણે જોઈએ છીએ કે “બોળ ભેળવેલો દ્રાક્ષારસ (માર્ક ૧૫:૨૩) વધસ્તંભ પર લટકતા ઇસુને તેઓએ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તે પીવાનો ઇનકાર કરી દીધો હતો. આ લખાણ જ્યારે દારૂના સામાન્ય ઉપયોગને અનુમતિ આપતું નથી ત્યારે જેઓ મરણ પથારીએ છે તેઓની ચોક્કસ પરિસ્થિતીમાં દારૂના ઔષધિય ઉપયોગને માદક દ્રવ્ય તરીકે પ્રદાન કરે છે.
માફકસર સેવન
એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર, એકવચની, પીનાર નહિ, નીચ લોભના લોભી નહિ” (પહેલો તિમોથી ૩:૮).
જ્યારે પ્રથમ દ્રષ્ટિએ આ વચન માફકસરના દારૂના સેવનને સહન કરતું દેખાય છે ત્યારે આપણે બાઇબલના એ સંદર્ભને પણ યાદ રાખવો જોઈએ કે ઈશ્વર એવી વસ્તુઓના માફકસરના ઉપયોગને અનુમતિ આપે છે જે શરીર અને આત્માને માટે સારી છે, પરંતુ એવી વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર જ રહેવું જોઈએ જે શરીર અને આત્માને માટે યોગ્ય નથી. આ પ્રકારની સમજણ સાથે એક માત્ર તાર્કિક નિષ્કર્ષ એ નીકળે છે કે પાઉલ અધ્યક્ષ અને સેવકને સારી ગુણવત્તાવાળા, આથો લાવ્યા વિનાનો દ્રાક્ષારસ પીવામાં માફકસર બનવાની સલાહ આપે છે. સારી અને યોગ્ય બાબતોમાં માફાકસર બનવાને બાઇબલના કેટલાક વચનો સમર્થન આપે છે. એજ કે મધ, જે આરોગ્યપ્રદ કુદરતી ખોરાક છે તેનો પણ માફકસર ઉપયોગ થવો જોઈએ. “ઘણું મધ ખાવું સારું નથી” (નીતિવચનો ૨૫:૨૭).
ખાઉધરાપણું, પછી ભલે તે દારૂ પીવા કે ખાવા અંગે હોય, સારી વસ્તુઓના અતિરેક સાથે બાઇબલ પણ તેની સંપૂર્ણ નિંદા કરે છે (પુનર્નિયમ ૨૧:૨૦; નીતિવચનો ૨૩:૨૧), અને જળપ્રલયથી નાશ પામેલા લોકોના પ્રાથમિક પાપોમાં એક તરીકે ઇસુ તેનું વર્ણન કરે છે (માથ્થી ૨૪:૩૮). સમગ્ર રોમન સામ્રાજ્યમાં ખાવા અને પીવાનો અતિરેક સામાન્ય બાબત હતી. આપણે એ પણ યાદ રાખવું પડશે કે પાળકોની ફરજોમાંથી એક વિશ્વાસીઓના કુટુંબોની મુલાકાત લેવી એ પણ હતી. જે રીતે આજે પણ સર્વસામાન્ય છે તેમ, મુલાકાતીઓને પીણાં તરીકે દ્રાક્ષનો રસ આપવામાં આવતો હતો. પાળકોએ દ્રાક્ષનો રસ પીવામાં પ્રમાણ દાખવવાનું હતું કે જેથી ખ્રિસ્તીઓ પર ખાઉધરાપણાનો આરોપ લગાવવામાં આવે નહિ. તેથી આ વચનનું સૌથી સંભવિત અર્થઘટન એ થઈ શકે કે પાઉલ પાળકોને સાદો દ્રાક્ષારસમાં પીવામાં પણ અતિરેક કરવાની મનાઈ ફરમાવે છે.
જ્યારે પાઉલ કહે છે કે, “મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.” કેટલાકે વિચાર્યું કે આ વચન જણાવે છે કે પીવામાં અતિરેક થવો જોઈએ નહિ. પરંતુ અતિરેક શબ્દ માટે ગ્રીક ભાષામાં “અસોટીયા” શબ્દ છે જેનો અનુવાદ હુલ્લડ અને તોફાની જીવન તરીકે કરવામાં આવ્યો છે (એફેસી ૫:૧૮; પહેલો પિતર ૪:૪; લૂક ૧૫:૧૩). ડાર્બીનું સંસ્કરણ આ શબ્દનું આ પ્રકારે અનુવાદ કરે છે, “અને દ્રાક્ષારસના નશામાં ચકચૂર ન બનો, જેમાં વ્યભિચાર છે, પણ આત્માથી ભરપૂર થાઓ” (એફેસી ૫:૧૮). આપણને ઈશ્વરના આત્માથી ભરપૂર પવિત્ર પાત્ર (વાસણ) બનવા વિષે કહેવામા આવ્યું છે.
રાજકુમારો અને યાજકોનો એક દેશ
આધુનિક ખ્રિસ્તીઓ માટે અન્ય એક શક્તિશાળી દલીલ એ છે કે દારૂના સેવનથી દૂર રહેવું એ આપણો રાજવી અને ધાર્મિક અધ્યાત્મિક વારસો છે. દારૂના સેવનની આડઅસરો અને તકલીફોને ધ્યાનમાં રાખતા બાઇબલ જણાવે છે કે તેનો ઉપયોગ કરનારાઓને તેનો ભૂતકાળ યાદ દેવડાવે છે, નીચે આપેલા વચન નિશ્ચિતપણે આપણાં હૃદયો પર તેની વધુ શક્તિશાળી અસર પાડશે:
- નિર્ગમન ૧૯:૬ – “અને માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો.”
- પહેલો પિતર ૨:૯ – “પરંતુ તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, એક પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો.”
અને જેઓ આ રાજમાન્ય યાજકવર્ગમાંના હતા તેઓને દારૂની કેવી અસર થઈ છે? નીચે વચન પણ ધ્યાનમાં લો:
- લેવીય ૧૦:૯, ૧૯ – “જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષારસ કે દારૂ ન પીઓ, રખેને તમે માર્યા જાઓ. તમારી વંશપરંપરા સદાને માટે આ વિધિ થાય. કે જેથી તમે પવિત્ર અને અપવિત્ર, શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખી શકો.”
- નીતિવચનો ૩૧:૪ – “હે લમુએલ, દ્રાક્ષારસ પીવો એ રાજાઓને ઘટારત નથી, એ રાજાઓને છાજતું નથી.”
બેન-હદાદ રાજા એક મોટું યુદ્ધ હારી ગયો કારણ કે દારૂ પીવાને કારણે તેનો ન્યાયી ચુકાદો નબળો પડી ગયો હતો. “પણ બેન-હદાદ પોતે અને રાજાઓ એટલે તેને સહાય કરનાર બત્રીસ રાજાઓ તંબુઓમા પીને મસ્ત થયા હતા” (પહેલો રાજાઓ ૨૦:૧૬). તેણે હાસ્યાસ્પદ આદેશ બહાર પાડ્યો કે, “તેઓ સલાહને માટે આવ્યા હોય તો, તેઓને જીવતા પકડો, અથવા તેઓ યુદ્ધ કરવા આવ્યા હોય તો પણ તેઓને જીવતા પકડો” (પહેલો રાજાઓ ૨૦:૧૮).
અને બાબિલોનના રાજા બેલ્શાસ્સાર પણ છે કે જે તેના અંતિમ નશાની હાલતમાં ઈશ્વરના પવિત્ર મંદિરમાથી પવિત્ર પ્યાલા લઈને તેમાં દારૂ ભરતી વખતે માર્યો ગયો હતો (દાનિયેલ ૫:૨-૫).
ઈશ્વરના પવિત્ર આત્માથી ભરપૂર પવિત્ર પાત્રો (વાસણ) બનવા માટે આપણને તેડવામાં આવ્યા છે. “મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ” (એફેસી ૫:૧૮). ફરીથી એકવાર, શું બાઈબલે હજી પણ વધુ સ્પષ્ટ થવાની જરૂર છે ખરી?
સારાંશ
૪૩૦૦ વર્ષો પછી પણ એ સમજવું આઘાતજનક છે કે નૂહનું પાપ આજે પણ કુટુંબોને બરબાદ કરી રહ્યું છે. શું આપણે કોઈ પદાર્થપાઠ લીધો જ નથી? દારૂનું માફકસરનું સેવન એ ઈશ્વરનો જવાબ નથી, પરંતુ દારૂના વ્યસનથી સદંતર દૂર રહેવું એ જ ઈશ્વર અને બાઇબલનો સ્પષ્ટ ઉત્તર છે. દારૂનો દરેક વ્યસની “માફકસર”ના પીવાથી તેના અથવા તેણીના અધોગતિના માર્ગની શરૂઆત કરે છે. બાઇબલ પ્રમાણે થોડો દારૂ પીવાની પરવાનગી છે તે પ્રકારનું ખોટું શિક્ષણ આપીને ખ્રિસ્તી મંડળીએ તે પ્રથમ પગલાંને ક્યારેય માફી આપવી જોઈએ નહિ કે અનુમતિ આપવી જોઈએ નહિ. તેને બદલે, ખ્રિસ્તી મંડળીએ તો ઈશ્વરના વચનની સ્પષ્ટ સમજણને ધારણ કરવી જોઈએ, એ જાણીને કે ઇસુ એ શબ્દ છે જેમણે દેહ ધારણ કર્યો છે અને આપણી વચ્ચે વસે છે.
દારૂ અંગે ઈશ્વરની સમજણ ખૂબ જ સ્પષ્ટ છે અને હંમેશા એ પ્રમાણે જ રહી છે. દારૂ અશુદ્ધ અને અપવિત્ર છે. દારૂના સેવનની જગતની સંગતમાં ભાગ લેવો એ ઈશ્વરના ઉચ્ચ ધારાધોરણો અને નીતિનિયમો સાથે સમાધાન જ હોય શકે છે.
જો તમને દારૂના વ્યસનની લત લાગેલી છે તો હું તમને એમેઝિંગ ફેક્ટ્સનો સંપર્ક કરવા માટે આમંત્રિત કરું છું અને ખ્રિસ્તીઓ તથા દારૂ સંબંધિત અમારા વિનામૂલ્ય સાહિત્યો મેળવવા માટે વિનંતી કરું છું. ઈશ્વરના સામર્થ્ય વડે દારૂ અને અન્ય માદક દ્રવ્યોના હજારો બંધાણીઓને મુક્ત થતાં અમે જોયાં છે!
“માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો” (યોહાન ૮:૩૬).
ડફ બચલર

