અમને પ્રાર્થના કરતા શીખવો

CONTENTS

ર્થનાના એડી પર

ખ્ય વ્યવસાય   

ર્થનાનો શણગાર 

પણાં ઈશ્વરને પરિવાર તરીકે સંબોધન કરવું

જેઓ આકાશમાં રહે છે”

તમારું નામ પવિત્ર મનાઓ”

તમારું રાજ્ય આવો”

“જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ”

ધુ મહાન ઈચ્છા

ભુની પ્રાર્થના અને આપણે

... આજે અમને આપો”

અમારી રોજની રોટલી...”

જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ

તેમ તમે અમારા ઋણ અમને માફ કરો”

“અમને પરીક્ષણમાં ન લાવો”

“પણ ભૂંડાઈથી અમારો છુટકારો કરો”

“કેમ કે રાજ્ય, તથા પરાક્રમ તથા મહિમા સદાકાળ તમારા જ છે”

“આમેન”

“પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો” – ક્લોસ્સી ૪:૨

ડફ બચલર

 

               એક અદ્દભુત તથ્ય : ફોર્જ વેલીના યુદ્ધ દરમ્યાન, ક્રાંતિકારી દળના સૈનિકો ઠંડી અને ભૂખથી મરતા યુદ્ધમેદાનમાં પ્રવેશ કરતા હતા. એક દિવસે, એક ખેડૂત જે નજીકમાં રહેતો હતો, તે સૈનિકોના ભોજન માટે અતિ આવશ્યક ચીજવસ્તુઓ લાવ્યો, અને જ્યારે તે જંગલમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે કોઈના બોલવાનો અવાજ સાંભળ્યો. જ્યાં સુધી તે સ્પષ્ટ ન થયો ત્યાં સુધી તેણે અવાજનો પીછો કર્યો, જ્યાં તેણે એક માણસને ઘૂંટણીયે પડીને બરફમાં બેસીને પ્રાર્થના કરતો જોયો. ખેડૂત ઘરે દોડી ગયો અને પોતાની પત્નીને જણાવ્યુ કે, “અમેરિકન લોકો તેમની આઝાદી પ્રાપ્ત કરશે.” તેની પત્નીએ પૂછ્યું, “શેના આધારે તમે આમ કહી શકો છો?” ખેડૂતે જવાબ આપ્યો કે, “આજે મેં જ્યોર્જ વોશિગ્ટનને જંગલમાં પ્રાર્થના કરતા જોયા છે, અને ઈશ્વર ચોક્કસ તેમની પ્રાર્થના સાંભળશે. ઈશ્વર ચોક્કસ સાંભળશે. તેઓએ નિશ્ચિત રહેવું જોઈએ! ઈશ્વર જરૂર કરશે.” અલબત્ત, બાકી બધુ ઈતિહાસ છે.

 

પ્રાર્થનાના એડી પર

               અમેરિકાને પ્રાર્થના પર બાંધવામાં આવ્યું હતું – જો ત્યાં ક્યારેય કશું હતું તો તે પ્રાર્થનાનો મજબૂત પાયો. સુધારણાવાદીઓ પોતે એવું માને છે કે આઝાદીના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરનારાઓ બધા દેવતાવાદીઓ, દેવવાદીઓ કે અજ્ઞેયવાદીઓ હતા જેમની પાસે ઈશ્વર માટે ઘણો સમય નહોતો. જો તે સત્ય છે તો, અજ્ઞેયવાદીઓએ ખ્રિસ્તીઓ આજે જે પ્રાર્થના કરે છે તેના કરતાં વધુ ખાતરીપૂર્વક પ્રાર્થના કરી હતી. દાખલા તરીકે, સવારે અને સાંજે એમ બંને સમયે, આપણાં પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ઈશ્વરની દોરવણી માટે ખુલ્લા બાઇબલ સમક્ષ પ્રાર્થના કરવા ઘૂંટણીયે પડ્યા. આ દેશ નૈતિક રીતે ક્ષીણ થઈ રહ્યો હોવાનું સંભવિત કારણ કદાચ એ હોય શકે કારણ કે ઈશ્વરના લોકો પોતાના દેશ માટે પ્રાર્થના કરવા વધુ સમય વિતાવતા નથી.

               મને જે વિશેષ આશ્ચર્યજનક લાગ્યું છે તે અલબત્ત, ઇસુને પણ પ્રાર્થનાની જરૂર પડી હતી. સ્વાભાવિક રીતે જ, આપણે અનુમાન કરીએ છીએ કે ઇસુનો વિશ્વાસ તો સ્વાભાવિક રીતે જ મજબૂત હતો, પરંતુ બાઇબલ આપણને જણાવે છે કે ઇસુ વહેલી સવારે ઉઠતાં અને પ્રાર્થના કરવા જાતે જ જતાં. કેટલીકવાર તો તેઓ આખી રાત પણ પ્રાર્થના કરતા જેમ કે તેમણે પોતાના શિષ્યોની પસંદગી અગાઉ કર્યું હતું.

               તે વાર્તા વાંચ્યા પછી, મને ખ્યાલ આવ્યો કે હું જેટલી જોઈએ તેટલી પ્રાર્થના કરતો નથી અને જેવી રીતે કરવી જોઈએ તેવી રીતે પણ કરતો નથી. અલબત્ત પ્રાર્થના કરવી એ બાબત અગત્યની છે. સાચે જ, દરેક જાગૃતિ પ્રાર્થનાની એડી પર જ આવે છે. દાખલા તરીકે, ઇશ્વરે પચાસમાંને દિવસે પોતાની નવીન મંડળી પર પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો કારણ કે મંડળી 10 દિવસો સુધી ઘૂંટણે પડીને પ્રાર્થના કરી હતી. અને પછીથી, “તેઓ પ્રાર્થના કરી રહ્યા પછી જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યુ. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા” (પ્રે.કૃ. 4:31). આપણે મંડળી તરીકે અને આપણાં અંગત જીવનોમાં વધુ પ્રાર્થના કરવાની જરૂર છે.  

 

મુખ્ય વ્યવસાય   

               ચાર્લ્સ સ્પર્જિયને કહ્યું છે કે, “બધા ખ્રિસ્તી સદ્દ્ગુણો પ્રાર્થના શબ્દમાં સમાયેલા છે.” એક ખ્રિસ્તી વ્યક્તિનું મુખ્ય કામ પ્રાર્થના છે, ઈશ્વર સાથે પ્રત્યક્ષ સંવાદ સાધવાનું છે.

               વિલિયમ કેરી બર્મા, ભારત અને વેસ્ટ ઈન્ડિઝમાં મિશનરી હતા, પરંતુ તેઓ મોચી પણ હતા. કેટલીકવાર લોકો તેમના દ્વારા થતી તેમના વ્યવસાયની “અવગણના” માટે ટીકા કરતાં કારણ કે તેમણે ઘણોબધો સમય પ્રાર્થના, વિનંતી અને અભારસ્તુતિમાં વિતાવતા હતા. કેરી જવાબ આપતા, “પગરખાં બનાવવા એ તો ગૌણ કામ છે, તે મારા ખર્ચા કાઢવા માટે જ છે. પ્રાર્થના મારો મુખ્ય વ્યવસાય છે.” અને ઈશ્વરે અનેક જીવનોના બદલણ માટે તેમનો અજાયબ રીતે ઉપયોગ કર્યો. આ મુદ્દા પર, માર્ટિન લ્યુથરે ટિપ્પણી કરી હતી કે, જે રીતે દરજીનું કામ કપડાં સીવવાનું છે, તે જ રીતે ખ્રિસ્તીઓનું કામ પ્રાર્થના કરવાનું છે.”

               પરંતુ આપણે કેવી રીતે પ્રાર્થના કરીએ છીએ? મને આ પ્રશ્ન ઘણીવાર પુછવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે મારે પણ પૂછવું પડે છે કે, “પ્રભું, મને પ્રાર્થના કરતા શીખવો.” જ્યારે ઇસુ પ્રાર્થના કરીને પરત આવ્યા ત્યારે શિષ્યોએ આ જ પ્રશ્ન ઇસુને પણ કર્યો. ઇસુનો ચહેરો સ્વર્ગના પ્રકાશથી ચમકતો હતો અને તેઓ પવિત્ર આત્માના સામર્થ્યથી ઉત્સાહિત હતા. કોઈ આશ્ચર્ય નથી કે શિષ્યોએ વિનંતી કરી કે, “પ્રભુ, અમને પ્રાર્થના કરતાં શીખવો.” જો કે આ માણસો તેમના જીવનપર્યંત દેવળમાં એટલે કે સભાસ્થાનમાં નિયમિત જતાં હતા. તેમણે હજારો પ્રાર્થનાઓ મોઢે ગોખી રાખી હશે અને યાજકોને મોટે અવાજે પ્રાર્થના કરતાં સાંભળ્યા પણ હશે. અને છતાં જ્યારે તેમણે ખ્રિસ્તને જોયા ત્યારે, તેમને લાગ્યું હશે કે પ્રાર્થના સંદર્ભે તેઓ કઈક ચૂકી રહ્યા છે. કોઈક રીતે શિષ્યો, આપણાંમાંના મોટાભાગનાની જેમ, તેમના પ્રમુખ વ્યવસાયમાં નિષ્ફળ ગયા હતા.

               દુર્ભાગ્યે, ઘણાબધા નથી જાણતા કે પ્રાર્થના કરવાનો અર્થ શું છે, અને આ રીતે તે કદાચ આપણે માટે સૌથી ઉપેક્ષિત તક અને વિશેષાધિકાર છે. છતાં દરેક ખ્રિસ્તી વ્યક્તિને પ્રાર્થનાના કૃપાદાનની આવશ્યકતા છે કારણ કે તે આત્માનો શ્વાસ છે. ઇસુએ કહ્યું “પણ તમે કઈ મેળવી શકતા નથી, કેમ કે તમે માંગતા નથી” (યાકૂબ ૪:૨). યાકૂબ એવું નથી કહેતો કે આપણે પ્રાર્થના કરતાં નથી, પરંતુ આપણે નબળી રીતે માંગીએ છીએ. તો પછી આપણે કેવી રીતે માંગવુ જોઈએ?

               હું માનું છું કે તેનો ઉત્તમ ઉપાય પ્રાપ્ત કરવા માટે આપણે આપણાં પ્રભુએ આપણને જે પેટર્ન આપી છે તેની પર દ્રષ્ટિ કરવી પડશે જેને સામાન્ય રીતે “પ્રભુની પ્રાર્થના” કહેવામા આવે છે. અલબત્ત, તે ખરેખર ખોટું નામ છે, કારણ કે વાસ્તવમાં તે ઇસુની પ્રાર્થના નહોતી. ઇસુએ કહ્યું કે, “માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો” (માંથ્થી ૬:૯). આપણે માટે આ પ્રાર્થનાની પેટર્ન છે, તેથી તકનીકી રીતે તો તે શિષ્યોની પ્રાર્થના છે. ઈશ્વર આપણને તેમની પાસે કેવી રિતે આવવાનું કહે છે તે જાણવા માટે ચાલો આપણે પ્રાર્થના માટેની આ નિલપ્રત જોઈએ.

 

પ્રાર્થનાનો શણગાર 

પ્રભુની પ્રાર્થનામાં સાત વિનંતિઓનો સમાવેશ થાય છે, જે દસ આજ્ઞાની જેમ જ વિભાજિત છે. પ્રથમ ત્રણ વિનંતિઓ ઈશ્વર ગામી એટલે કે ઉપર તરફ છે અને બાકીની છેલ્લી ચાર વિનંતિઓ અન્ય લોકો સાથેના આપણાં સંબંધોને લગતી એટલે કે જગતને લગતી છે. એજ પ્રમાણે જેમ કે, પ્રથમ મહાન આજ્ઞા તારા ઈશ્વરને પ્રેમ કર, અને બીજી મહાન આજ્ઞા તારા પાડોશી પર પ્રેમ કરવા વિષેની છે. આપણી પ્રાર્થનાઓમાં ઈશ્વર પ્રથમ આવવા જોઈએ; તેમની સલાહ અને તેમની ઈચ્છા આપણાં જીવનોમાં પ્રાથમિકતા હોવા જોઈએ. પરંતુ અહીં પૃથ્વી પરના આપણાં સંબંધોને પણ આપણે અવગણવા જોઈએ નહીં, એ જ કારણ છે કે ઈસુના નમૂનામાં આપણી આસપાસના લોકોનો સમાવેશ થાય છે.

               હાલ જ, આપણે પેલી પ્રથમ ત્રણ વિનંતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, અને ત્યારપછી, આપણે આપણાં મિત્રો, કુટુંબીજનો, અને પાડોશીને સંબંધિત પ્રાર્થના વિષે જોઈશું. ત્યારબાદ આપણે પ્રાર્થના અંગેના કેટલાક સામાન્ય પ્રશ્નોના બાઇબલ આધારિત અને વ્યવહારુ જવાબો મેળવીશું.

               પ્રથમ, આવો આપણે વિચારીએ કે ઈશ્વર સંબંધિત આ પ્રથમ ત્રણ વિનંતિઓને ત્રિએક ઈશ્વરપિતા સાથે અનોખો સંબંધ છે. પ્રથમ વિનંતી પિતા સંબંધિત છે, “ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાઓ.” બીજી વિનંતી “રાજ્ય” સંબંધિત છે જે પુત્ર, ઇસુ ઘણા દ્રષ્ટાંતોમાં બોલ્યા છે કે પુત્ર રાજ્ય મેળવવા માટે જાય છે, અને તે પુત્ર રાજાઓના રાજા તરીકે પાછા આવશે. તેમના સિવાય, આપણે ઈશ્વરપિતા પાસે પણ આવી શકતા નથી. અને “તમારી ઈચ્છા” સંબંધિત એવું કોણ છે જે આપણને ઈશ્વરની ઈચ્છામાં દોરે છે? પવિત્ર આત્મા, જે આપણાં પર ઈશ્વરની ઈચ્છા અને ખ્રિસ્ત માટેના પ્રેમનો પ્રભાવ પાથરે છે. તે પવિત્ર આત્મા જ છે જે ઈશ્વરની ઈચ્છા મુજબ કાર્યો કરવા સામર્થ્ય આપે છે. અને તેથી, આપણને પ્રભુની પ્રાર્થનાની પ્રથમ ત્રણ વિનંતિઓમાં બાપ, પુત્ર અને પવિત્ર આત્મા પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

 

આપણાં ઈશ્વરને પરિવાર તરીકે સંબોધન કરવું

પિતા તરીકે ઈશ્વર એ મુખ્ય વિષય છે જેનો સમગ્ર બાઇબલમાં ઉલ્લેખ છે. તેઓ સર્વ સૃષ્ટિના સરજનહાર અને તેમના લોકોના રક્ષક છે. જુના કરારમાં તેમના નામોની યાદીમાં “અદ્દભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા” (યશાયા ૯:૬) સમાવેશ થાય છે. તેઓ સર્વશક્તિમાન અને સામર્થ્યવાન છે, છતાં તેઓ સર્વ પર્યાપ્ત પ્રદાન કરનાર પણ  છે. બધુ સાથે કરીએ, તેઓ નિશ્ચિત રીતે બ્રહ્માંડના ઈશ્વર છે જેઓ સ્વર્ગમાંથી શાસન કરે છે, પરંતુ તેમ છતાં આપણે પિતા તરીકે વ્યક્તિગત રીતે તેમનો સંપર્ક કરી શકીએ છીએ.

               એથી પણ વધુ સારું, “આપણાં પિતા” આપણને કહે છે કે આપણને ઈશ્વરના બાળકો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. “જુઓ, પિતાએ આપણાં પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરના છોકરા કહેવાઈએ! અને ખરેખર આપણે તેમના છોકરા છીએ” (પહેલો યોહાન ૩:૧). ઈશ્વર આપણને તેમના પરિવારમાં સ્વીકારવા આતુર છે. કેટલું અદ્દભુત સત્ય! “આપણાં પિતા” કહે છે કે ખ્રિસ્ત મારફતે તેમણે જે વારસો આપ્યો છે તેના આપણે વારસ છીએ – એટલે કે આપણે સ્વર્ગીય કુટુંબનો હિસ્સો છીએ. બાઇબલ કહે છે કે, “તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષે કરીને તે સારા વાના આપશે? (માથ્થી ૭:૧૧). એ જાણીને આપણે આપણાં પિતાની પાસે જઈ શકીએ છીએ કે તેમની પાસે આપણે માટે સ્વર્ગમાં ઉત્તમ વાના સંગ્રહી રાખવામા આવ્યા છે.  

               “આપણાં પિતા” શબ્દ ખૂબ પ્રેમથી આભૂષિત કરવામાં આવ્યો છે. તે તો એવી કોઈ વ્યક્તિ છે કે જ્યારે તે આપણને શિસ્તબદ્ધ કરે છે ત્યારે પણ આપણે તેમનો પ્રેમ સાથે સંપર્ક કરી શકીએ છીએ. નીતિવચનો ૩:૧૨ નોંધે છે કે, “કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો આપે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.” ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩ ઉમેરે છે કે, “જેમ પિતા પોતાના છોકરા પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે.” આનો અર્થ પણ એ છે કે આપણે ભાઈઓ તથા બહેનોનો પરિવાર છીએ અને તેથી આપણે “આપણાં પિતા” તરીકે સંબોધન કરીને પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વર કેવળ મારા પિતા નથી; તેઓ તો તમારા પણ પિતા છે.

               આ બાબત અન્ય તર્ક મારા મનમાં લાવે છે કે શા માટે આ પ્રાર્થના આપણે સારું એક મોટી પેટર્ન છે. ધ્યાનમાં રાખો કે સમગ્ર અંગ્રેજી પ્રાર્થનામાં અંગ્રેજી મૂળાક્ષર “I” ક્યાય દેખાતો નથી! આપણે સામાન્ય રીતે ઘણીવાર જ્યારે અંગ્રેજીમાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે “I” કે “me” શબ્દપ્રયોગ કરીએ છીએ, પરંતુ આ પ્રાર્થનામાં બહુવચન વાપરવામાં આવેલ છે. આપણી સંસ્કૃતિમાં, આપણે સમાનતાને તદ્દન ઊલટી રીતે જોઈએ છીએ; તમે, પછી તમારા મિત્રો, અને ત્યારબાદ ઈશ્વર. બાઇબલમાં, પ્રાથમિક્તા ઉલ્ટા પ્રકારે છે, પ્રથમ ઈશ્વરને પ્રેમ કરો, ત્યારબાદ તમારા પડોશીને, અને છેલ્લે તમને પોતાને. (જો તમારે યાદ રાખવા સરળ ઉપાય જોઈતો હોય તો, અંગ્રેજી શબ્દ JOY યાદ રાખો, J એટલે Jesus (ઇસુ), O એટલે Others (બીજાઓ) અને Y એટલે You (તમે))

 

“જેઓ આકાશમાં રહે છે”

પ્રાર્થનાની પેટર્ન પણ આપણને જણાવે છે કે આપણાં ઈશ્વર આપણાંથી કેટલા નજીક અને કેટલા દૂર છે. “અમારા પિતા” એ એક ખૂબ ઘનિષ્ઠ અને નજીકનો વિચાર છે, પરંતુ “આકાશમાંના” એ શબ્દ આપણને ઈશ્વરના અંતરની સમજણ પૂરી પાડે છે. આપણને ઈશ્વરથી અલગ થઈ ગયા છીએ, અને “ત્યાં એક સમસ્યા છે. અમે અહીં છીએ અને તમે ત્યાં છો” એમ કહીને આપણે તેની પુષ્ટિ કરીએ છીએ. આ અલગાવ શાને કારણે થયો છે? યશાયા કહે છે કે, “પણ તમારા અપરાધો તમારી અને તમારા ઈશ્વરની વચ્ચે ભિન્નતા કરતા આવ્યા છે” (યશાયા ૫૯:૨).

               એદનવાડીમાં ઈશ્વરે આદમને પૂછ્યું, “તુ ક્યાં છે?” આપણી પ્રાર્થનાઓમા આપણે ઈશ્વર સમક્ષ કબૂલ કરીએ છીએ કે આપણે તેમનાથી ઘણા બધા દૂર છીએ – એટલા બધા દૂર કે જે રીતે આદમ ઈશ્વરથી દૂર ભાગી ગયો હતો. આપણે સ્વર્ગથી અલગ થઈ ગયા છીએ. પરંતુ આપણી પાસે આશા છે. શું તમે જાણો છો કે બાઇબલના પ્રથમ અધ્યાય જણાવે છે કે પાપે સર્પ દ્વારા કેવી રીતે પ્રવેશ કર્યો અને આપણે સ્વર્ગ અને પારાદેસથી કેવી રીતે અલગ થયા, અલબત્ત, બાઇબલના અંતિમ ત્રણ અધ્યાય આપણને જણાવે છે કે સર્પનો કેવી રીતે વિનાશ કરવામાં આવ્યો, પારાદેસને કેવી રીતે પુન:સ્થાપિત કરવામાં આવ્યું અને આપણે ફરીથી એકવાર ઈશ્વર સાથે ભેગા થયા?

               અન્ય એક તર્ક જે બાઇબલ જણાવે છે “જેઓ આકાશમાં છે” તે એટલા માટે છે કે જેથી આપણે આપણાં પૃથ્વી પરના પિતા અને અને સ્વર્ગમાંના પિતા વચ્ચે તફાવત કરવાની જરૂર છે. આપણાં પૃથ્વી પરના પિતાઓ માનવીય પ્રકૃતિથી જ નબળા, દૈહિક અને પાપી છે. સ્વર્ગમાંના ઈશ્વર સંપૂર્ણ છે. આપણાં બધામાં આપણાં પૃથ્વી પરના પિતા સાથેના આપણાં સંબંધને ઈશ્વર પર આધિપત્ય જમાવવાની કુદરતી, અર્ધજાગૃત વૃતિ છે. દાખલા તરીકે, જેઓની પાસે પૃથ્વી પરના અતિ ઉત્સાહી પિતાઓ છે તેઓ એવું વિચારે છે કે સ્વર્ગીય પિતા ઈશ્વર પણ સઘળી બાબતોની અનુમતિ આપશે. જેઓને પૃથ્વી પરના પિતાઓ સખત અને કડક છે તેઓ એવું માને છે કે સ્વર્ગીય પિતા પણ એક કડક અને સખત ન્યાયાધીશ છે.

               સ્વાભાવિક રીતે તે આપણને વિચારતા કરી મૂકે છે. આપણે પ્રાર્થનામાં પુષ્કળ સમય વ્યતીત કરવો જોઈએ અને આપણાં બાળકો સાથે આપણે કરેલી ભૂલોને રદબાતલ કરવા માટે ઈશ્વરની સલાહ લેવાની જરૂર છે. છતાં જ્યારે બાઇબલ જણાવે છે કે, “આકાશમાંના અમારા પિતા” ત્યારે તે આપણને જણાવે છે કે આપણે આપણાં ભૂતકાળના ક્ષતિપૂર્ણ દુન્યવી સંબંધોને જોવાની જરૂર છે અને જાણવું જોઈએ કે ઈશ્વર આપણો નમૂનો છે અને આપણે તેમનો સીધો સંપર્ક કરી શકીએ છીએ. તમારે તમારા કુટુંબના તૂટેલા ચશ્મા વડે ઈશ્વરને નિહાળવાની જરૂર નથી.

 

“તમારું નામ પવિત્ર મનાઓ”

તેથી આપણે ઈશ્વરનો સંપર્ક કર્યો કે કારણ કે તેઓ આકાશમાંના આપણાં પિતા છે. અને આપણાં ઈશ્વરને આપણી પ્રથમ વિનંતી છે કે “તમારું નામ પવિત્ર મનાઓ.” અને હવે નિષ્ઠ અને અનિષ્ટ વચ્ચેની મોટી લડાઇમાં ઈશ્વરનું નામ કેન્દ્રવર્તી મુદ્દો છે. તારણની સમગ્ર યોજનાનો હેતુ ઈશ્વરના ગૌરવનું રક્ષણ કરવાનો છે.                

           શેતાને ઈશ્વરના નામને બટ્ટો લગાવ્યો છે. શું તમે એવા કોઈકને જાણો છો જેમણે પૂછ્યું છે કે, “જો ઈશ્વર પ્રેમ છે તો શા માટે નિર્દોષ બાળકો મરણ પામે છે?” વીમાકંપનીઓ ધરતીકંપ, પૂર, અને અન્ય કુદરતી આફતોને “ઈશ્વરનું કૃત્ય” ગણાવે છે. આ બાબત ઈશ્વરના નામને કયા પ્રકારની પ્રતિષ્ઠા પ્રદાન કરે છે? શેતાન આપણાં પિતાના ચારિત્ર્યને ભ્રષ્ટ કરવામાં માહેર છે. શેતાને ભલા, અદ્દભુત, પ્રેમાળ, સહનશીલ, દયાળુ ઈશ્વરને ક્રૂર, ઉદાસી અને જુલમી ઈશ્વર તરીકે ચિત્રિત કર્યા છે જેઓ પોતાની સૃષ્ટિને મનસ્વી રીતે શિક્ષા કરે છે. આ રીતે શેતાન ઈશ્વરના નામને અશુદ્ધ કરે છે.

           આમ, ઈશ્વરની કૃપા થકી, ખ્રિસ્તી વ્યક્તિનો ધ્યેય આપણાંથી થઈ શકે તેટલો ઈશ્વરના નામનો બચાવ કરવાનો, ખ્રરેખર ઈશ્વર કોણ છે તે પ્રગટ કરવાનો છે. દુર્ભાગ્યપણે, આપણે પ્રાથના કરવી પડે છે કે, “તમારું નામ પવિત્ર મનાઓ” કારણ કે આપણે આપણું કાર્ય યોગ્ય રીતે કરતા નથી. બાઇબલમાં પણ, આપણે જોઈએ કે છીએ કે પૂર્ણ મૂર્તિપૂજાકો કરતાં ઈશ્વરના લોકો તેમના નામને વધુ અપમાનિત કરે છે. અને પ્રાચીનકાળના તે સમયથી હમણાં ખરેખર કોઈ બદલાવ થયો નથી.

           યાદ રાખો કે, આપણે કહ્યું હતું કે પ્રભુની પ્રાર્થના એ કેટલીક રીતે દસ આજ્ઞાઓનો અરીસો છે. ત્રીજી આજ્ઞા આદેશ કરે છે કે, “તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે, કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ” (નિર્ગમન ૨૦:૭). ઈશ્વરનું નામ વૃથા લેવું એ તો આ આજ્ઞાના ભંગનો કેવળ એક નાનો હિસ્સો છે. પરંતુ ઈશ્વરનું નામ બોલવું એ તો પત્ની પોતાના પતિનું નામ બોલવા સમાન છે. જ્યારે તમે બાપ્તિસ્મી ખ્રિસ્તી વ્યક્તિ છો ત્યારે, તમે ખ્રિસ્તનું નામ લો છો, પરંતુ ખ્રિસ્તનું નામ લીધા પછી જો તમે દુષ્ટ જેવુ જીવન જીવો છો તો તમે તેમનું નામ વૃથા લો છો. ખ્રિસ્તી ધર્મને કોણ વધુ નુકશાન કરે છે, મૂર્તિપૂજાકો કે ખ્રિસ્તીઓ જેઓ જગતની રિતે જીવે છે?

           ખ્રિસ્તીઓએ તો ઈશ્વરની ભલાઈ વિષે જાહેરાત કરવી જોઈએ, પરંતુ ઘણા કિસ્સાઓમાં ખ્રિસ્તીઓ નુકશાન વધુ કરે છે. તેને બદલે, આપણે જોઈએ છીએ કે ખ્રિસ્તી ધર્મના લોકો આયરલેન્ડ, આફ્રિકા અને ક્રોએશિયામાં ખ્રિસ્તી ધર્મના લોકો અન્ય લોકોને મારી નાખે છે. તે બાબત ઈશ્વરના નામને શું કરે છે? ઇસુ કહે છે કે, “તમારા વૈરીઓ પર પ્રેમ કરો... તેઓની સાથે સારાથી ભૂંડાનો પરાજય કર” (માથ્તી ૫:૪૪, રોમન ૧૨:૨૧). જેઓ ખ્રિસ્તનું નામ વૃથા લેતા હતા તેમના ગેરવર્તનને કારણે ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા. તેથી “તમારું નામ પવિત્ર મનાઓ” એ વાક્ય ઈશ્વરને આપણને વાણી અને વર્તનમાં મદદ કરવાનું કહે છે. ઈશ્વરના મૂલ્યવાન નામનું સન્માન કરો.

 

“તમારું રાજ્ય આવો”

           આપણે બે સામ્રાજયોની લડાઈની વચમાં છીએ. જ્યારે આદમ અને હવાએ ઈશ્વરે તેમને જે અધિકાર પૃથ્વી પર આપ્યો હતો તે જતો કર્યો ત્યારે શેતાને જગતનું અપહરણ કરી લીધું. ત્યારથી માંડીને આજ સુધી, ઈશ્વરના બાળકોની પ્રાથમિક્તા “તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધવાની” (માથ્થી ૬:૩૩) રહી છે.

           અલબત્ત, આપણે જ્યારે ઈશ્વરનું રાજ્ય બોલીએ છીએ ત્યારે આપણે બે ભેદ કરવાની જરૂર છે – આત્મિક અને ભૌતિક. આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું આત્મિક રાજ્ય આજે જગતમાં પૂર્ણપણે જીવંત છે, કારણ કે લૂક ૧૭:૨૧ જણાવ છે કે, “કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.” જ્યારે ઇસુએ તેમના બાપ્તિસ્મા પછી બોધ આપવાનું શરૂ કર્યું ત્યારે, તેમણે કહ્યું કે, “સમય પૂરો થયો છે, ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે” (માર્ક ૧:૧૫). રાજ્યનું આ પાસું આજે ઉપલબ્ધ છે. જો તમે ખ્રિસ્તને તમારા હ્રદયમાં સ્વીકાર્યા છે તો ખ્રિસ્ત પોતાના રાજ્યાસનથી તમારા હ્રદયમાં રાજ કરે છે. પાઉલ કહે છે કે, “તમે પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો,” પરંતુ તેને બદલે ઇસુને તમારા રાજા બનવા દો અને તમે જે કઈ કરો છો તેના પર તેમને રાજ કરવા દો. (રોમન ૬:૧૨). આપણાં હ્રદયમાં ઈશ્વરનું આત્મિક રાજ્ય જે આપણે પ્રથમ શોધવું જોઈએ.

           પરંતુ એક દિવસે નમ્ર લોકો પૃથ્વીનો વારસો પ્રાપ્ત કરશે અને ઈશ્વરનું શાબ્દિક રાજ્ય આ ખુબ જ સાચા અર્થમા અને ભૌતિક રાજ્ય સાથે રાજ કરશે. જો ઈશ્વરનું રાજ્ય અગાઉથી જ સ્થાપિત છે તો શું તમે માનો છો કે આપણે પ્રાર્થના કરવી જોઈએ કે “તમારું રાજ્ય આવો”? જ્યારે ઈસનું સ્વર્ગારોહણ થવાનું હતું ત્યારે, જે રીતે પ્રેરીતોના કૃત્યોમાં નોંધવામાં આવ્યું છે તેમ, શિષ્યોએ પૂછ્યું કે, “પ્રભુ, શું તમે આ સમયે ઈઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો?” ઇસુએ ઉત્તર આપ્યો કે, “જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું તમારું કામ નથી” (પ્રે.કૃ. ૧:૬,૭).

           સામ્રાજયો અને મૂર્તિઓ દાનિયેલના પુસ્તકમાં કેન્દ્રવર્તી સંદેશ છે. ભલે તે મૂર્તિઓ સોનાની, ચાંદીની, પિત્તળની કે માટીની બનેલી હોય, પરંતુ તે સઘળી મૂર્તિઓ યુગોના ખડક – ઈશ્વરના સામ્રાજ્ય આગળ ભાંગીને ભૂકકો થઈ જશે. “તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ” (દાનિયેલ ૨:૪૪).

           થોડા સમય માટે, આપણે અન્ય કોઈ સામ્રાજ્યના એલચીઓ છે છીએ, અને એક એવા રાજ્યને પ્રગટ કરી રહ્યા છીએ જે એક દિવસે પૃથ્વીને ભરપૂર કરનાર છે. ખ્રિસ્તે કહ્યું છે કે, જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું” (લૂક ૨૨:૨૯). જ્યારે વધસ્તંભ પરનો ચોર ખ્રિસ્ત તરફ ફર્યો અને કહ્યું કે, “પ્રભુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભારજો” (લૂક ૨૩:૪૨), ત્યારે તે ચોરે ખ્રિસ્તને પોતાના રાજા તરીકે સ્વીકારી લીધા હતા. તે જ તો કારણ છે કે તે ચોર ખ્રિસ્તના રાજ્યમાં હશે કારણ કે ખ્રિસ્તનું રાજ્ય તો આત્મિક છે જે તમારા હ્રદયમાં છે.

           “ઈશ્વરનું રાજ્ય” એ શબ્દ નવા કરારમાં ૭૦ વાર જોવા મળે છે. શા માટે? કારણ કે યુદ્ધમાં બે રાજાઓ છે, ઇસુ અને શેતાન, જે કહે છે કે તે જ પૃથ્વીનો રાજા છે. અને એ જ કારણ છે કે આપણે હજી પણ પ્રાર્થના કરવાની જરૂર છે કે એજથી ઈશ્વરનું રાજ્ય પ્રથમ આપણાંમાં, અને પછી એક દિવસે આપણી આસપાસ ને સમગ્ર જગતમાં સ્થાપિત થાય.

 

“જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ”

           લોકપ્રિય માન્યતાથી વિપરીત, આ જગતમાં ઈશ્વરની ઈચ્છા હંમેશા પરિપૂર્ણ થતી નથી. હું પૂરી નમ્રતાથી એ કલ્પના સાથે અસંમત છું કે જે કઈ બને છે તે સરજનહારની ઈચ્છા મુજબ થાય છે. જ્યારે કશુંક ખરાબ બને છે, જેમ કે વાવાઝોડું, ત્યારે તમે અનિવાર્યપણે કોઈકને એવું કહેતા સાંભળશો કે, “ભલે, તે ચોક્કસ ઈશ્વરની ઈચ્છા હશે.” હું નથી માનતો કે બાઇબલ આ પ્રમાણે શિક્ષણ આપે છે, અને જો તે ખરેખર સત્ય હોય તો, શા માટે ઈશ્વર આપણને પ્રાર્થના કરવાનું કહે છે કે તેમની ઈચ્છા પૂરી થાય?

           તેનાથી વિરુદ્ધ, એવું પણ નથી કે જે બધુ સારું દેખાય છે તે ઈશ્વરના ખજાનામાંથી આવ્યું છે. કેટલીકવાર શેતાન પણ કોઈને ઈશ્વરના માર્ગમાંથી ભટકાવવા અને તેની આત્મિક ગાડીને પાટા પરથી ઉતારી પાડવા માટે કોઈના માર્ગમાં સમૃદ્ધિ પાથરી શકે છે. આત્મિક પડદા પાછળ શું ચાલી રહ્યું છે તેની મને કે તમને ખબર નથી, અને તે જ કારણ છે કે આપણે પ્રાર્થના કરવાની છે કે, “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ.”

           હું અને તમે સ્વાભાવિક રીતે જ આપણી ઇચ્છાઓને આપણી દૈહિક તૃષ્ણાઓથી ગુંચવીએ છીએ અને મૂંઝવણમાં મુકાઈએ છીએ. આપણે પ્રાર્થના કરવાની જરૂર છે કે ઈશ્વરની કૃપા અને તેમનો આત્મા આપણી ઈચ્છાઓને તેમની અનુરૂપતા પ્રમાણે દોરે. આપણે માટે ઈશ્વરની ઈચ્છા શું છે તે જાણવાનું પણ આપણે શીખવાની જરૂર છે, અને તેને માટે ઈશ્વરના વચનમાં આપણે શ્રેષ્ઠ અભિવ્યક્તિ મેળવીએ છીએ. શરૂઆત કરનારાઓ માટે, ઈશ્વરની ઈચ્છા જાણવાનું સૌથી સરળ સ્વરૂપ દસ આજ્ઞાઓ છે. “હે મારા ઈશ્વર, તમારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું, તમારો નિયમ મારા હ્રદયમાં છે” (ગીતશાસ્ત્ર ૪૦:૮). તેથી જ્યારે આપણે “તમારી ઈચ્છા પૂરી થાઓ” એવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે, આપણે વાસ્તવમાં તો એવી પ્રાર્થના કરીને છીએ કે તેમની ઈચ્છા આપણાંમાં આધીનતા અને આજ્ઞાપાલન દ્વારા પરિપૂર્ણ થાય.

           અલબત્ત, અહીં પૃથ્વી પર ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે ઇસુ શ્રેષ્ઠ અને સંપૂર્ણ નમૂનો છે. યોહાન ૬:૩૮માં ઇસુ ઘોષણા કરે છે કે, “કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવાને આકાશમાંથી ઉતર્યો છું.” ગેથસેમાનેની વાડીમાં, ઈશ્વરથી અલગ થવાની ઘડીઓનો સામનો કરતા, ખ્રિસ્તે ઈશ્વરપિતાને ત્રણવાર આજીજી કરી કે, “હે પિતા, જો તમારી ઈચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો. તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ” (લૂક ૨૨:૪૨). હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તન કરવું શું સરળ છે? ના, જો ઇસુ માટે તેમ કરવું એક દર્દનાક સંઘર્ષ હતો તો, આપણે પણ પ્રાર્થના કરવાની જરૂર છે કે, “તમારી ઈચ્છા પૂરી થાઓ.” 

વધુ મહાન ઈચ્છા

જ્યારે ઈશ્વરે મોટાભાગની સૃષ્ટિનું સર્જન કર્યું ત્યાર કેવળ બોલવા દ્વારા જ તેમણે સર્જન કર્યું. પરંતુ જ્યારે તેમણે આદમને બનાવ્યો ત્યારે, તેમણે ભૂમિમાંથી માટી લીધી, પોતાના હાથોથી તેમણે તેનું સ્વરૂપ ઘડ્યું, અને પોતાનો શ્વાસ તેનામાં ફૂંક્યો. ઈશ્વરે માનવજાતને ભૂમિમાંથી બનાવી. તેથી જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે બોલીએ છીએ કે, “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ.” ત્યારે આપણે એ પણ કબૂલ કરીએ છીએ કે આપણે કેવળ માટીના કે પૃથ્વીના છીએ. “પૃથ્વી પર” શબ્દમાં આપણી જાતો પણ સમાયેલી છે. એ સમજણ સાથે આપણે આપણી જાતોને ઈશ્વર સમક્ષ નમ્ર બનાવીએ છીએ કે આપણાં વિદ્રોહમાં, આપણાં હઠીલાપણામાં, આપણી ઈચ્છાઓ વિકૃત થઈ ગઈ છે. “તમારી ઈચ્છા પૂરી થાઓ” એવી પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને તેમના હેતુઓ પ્રમાણે આપણાં ઉપયોગની અનુમતિ આપીએ છીએ.

           સ્વતંત્રાતાની મૂલ્યવાન બક્ષિસને કારણે ઈશ્વર તેમની ઈચ્છા ક્યારેય આપણાં ઉપર જબરદસ્તીથી લાદતા નથી. ઈશ્વર તમને એવી પ્રાર્થના કરવા દબાણ કરતા નથી કે “તમારી ઈચ્છા પૂરી થાઓ.” તમારે એ પ્રમાણે પ્રાર્થના કરવા માટે, તમારી ઇચ્છાઓને ઈશ્વરને આધીન કરવા માટે, ઈશ્વરના સેવક બનવા માટે, અને તમારા જીવનમાં ઈશ્વરના હેતુઓ અને સામર્થ્યને કાર્ય કરવાની અનુમતિ આપવા માટે પસંદગી તમારે કરવાની છે. જ્યારે આ રહસ્યને તમે સમજો છો ત્યારે તમે સ્વર્ગના સામર્થ્યના ખજાનાને ખોલી શકો છો.

           પરંતુ તમને સલાહ છે, કે તે અન્ય રીતે પણ કાર્ય કરે છે. ઘણાબધા શેતાન દ્વારા પરેશાન થાય છે કારણ કે તેઓ તેમની ઈચ્છા શેતાનને સુપ્રત કરે છે. તમે પસંદગી કરી શકો છો કે તમારો માલિક કોણ હોય. અને જ્યારે આપણે સતત આધીનતાથી, શેતાન આપણાં માર્ગોમાં જે પરીક્ષણો પાથરે છે તેને આધીન થઈએ છીએ ત્યારે, આપણે શેતાનને આપણાં જીવનમાં તેની ઈચ્છાઓને સક્રિય કરવા માટે વધારે શક્તિ પ્રદાન કરવાનું શરૂ કરીએ છીએ. અને કટાક્ષમાં કહીએ તો, જ્યારે આપણે શેતાનને આધીન થવા આપણી સ્વતંત્રતાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પ્રત્યેક ડગલે એક એક ઇંચ આપણી સ્વતંત્રતા ગુમાવાતા જઈએ છીએ! શેતાન આપણાં સ્વભાવ પર કબજો જમાવે છે ને આપણે તેના ગુલામ બનતા જઈએ છીએ.

           અને છતાં ઈશ્વરના આત્માથી ભરપૂર થવું શક્ય છે. શું તમને એ અનુભવ કરવાનું ગમશે? આપણાંમાંના મોટાભાગના ઇચ્છુક આત્મા અને નબળા દેહની વચ્ચે ક્યાંક સંઘર્ષ કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે તમે સમજો છો કે “પ્રભુ, હું તમને મારા ઈશ્વર બનાવવા માંગુ છું, હું તમને મારો કબજો સોંપવા માંગુ છું. હું મારી ઇચ્છાઓને તમને સમર્પિત કરું છું. હું મારી જાતને તમને સોંપું છું. હું મારી જાતે અસમર્થ છું” અને આ પ્રમાણે પ્રાર્થના અને પસંદગી કરો છો ત્યારે તમે ઈશ્વરને તેમની ઈચ્છા તમારામાં વહેતી કરવાનું સામર્થ્ય આપો છો. ઈશ્વર વાટ જોઈ રહ્યા છે, પરંતુ તેઓ તમારા પર દબાણ કરી શકતા નથી. તેથી યાદ રાખો કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે એ માંગવાનુ ભૂલશો નહિ કે, “જે આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ.”

 

પ્રભુની પ્રાર્થના અને આપણે

બીજા વિશ્વયુદ્ધમાં, એક બ્રિટિશ સૈનિક આગલી હરોળમાંથી પાછો હઠી રહ્યો હતો. તે સૈનિકને પોતાની જ સેના દ્વારા પકડી લેવામાં આવ્યો, અને શત્રુ સેના સાથે મળી જવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો, પરિણામે તેને ક્યાંય જવાની છૂટ આપવામાં આવતી નહોતી. તેણે કહ્યું કે, “હું પ્રાર્થના કરવા માટે બહાર જંગલમાં ગયો હતો.” તેના સાથી સૈનિકોએ તેની મશ્કરી કરી અને તેને તરત જ કોઈ પુરાવા રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો. તેણે તેઓને કહ્યું કે તે જાતે જ પુરાવો છે અને તેણે ફક્ત પ્રાર્થના જ કરવાની જરૂર છે. તેના અપરહણકર્તાઓએ તેને દેશદ્રોહીનો આરોપ મૂકવાની ધમકી આપી અને કહ્યું કે, “જો તું હમણાં જ પ્રાર્થના નહિ કરે અને અમને ખાતરી નહિ આપે કે તું ખરેખર પ્રાર્થના જ કરી રહ્યો હતો તો તને ફાંસી આપવામાં આવશે.”

           તે સૈનિક ત્યારપછી ઘૂંટણીયે પડી ગયો અને પોતાના સરજનહારને મળવા આવનાર વ્યક્તિની માફક છટાદાર રીતે, હ્રદયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યો. પરંતુ પ્રાર્થનાને અંતે, સેનાના અધિકારીએ કહ્યું કે “હું તારી વાત પર વિશ્વાસ કરું છું. તેને મુક્ત કરવામાં આવે.” અધિકારી કહ્યું કે, “જો તેં હંમેશા ઘણો બધો સમય પ્રાર્થનામાં વિતાવ્યો ન હોત, તો વખતે તારી કસોટી વખતે તું સારી રીતે પ્રાર્થના કરી શક્યો ન હોત.” ત્યારપછી તેણે ઉમેર્યું કે, “જે રીતે તેં પ્રાર્થના કરી તેના પરથી હું કહી શકું છું કે તું હંમેશા અને નિયમિત રીતે ઈશ્વર સાથે વાત કરે છે.”

           આપણી પ્રાર્થનાનો સમય વારંવાર અને નિયમિત હોવો જોઈએ, પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ સામગ્રી બાહ્ય હોવી જોઈએ. હું વારંવાર “મને આપો” થી મારી પ્રાર્થનાની શરૂઆત કરું છું, જેમ કે, “પ્રિય પ્રભુ, મને આ આપો કે પેલું આપો” અને પ્રાર્થનાના અંતે હું ઉમેરો કરું છું કે “ઈશ્વર, હું તમારા નામની સ્તુતિ કરું છું.” ખ્રિસ્તે આપણને જે પેટર્ન આપી છે મુજબ તો, આનાથી ઊલટું થવું જોઈએ. હું જાણું છું કે આ મુદ્દાને હું અગાઉથી સમજુ છું, પરંતુ તેનું પુનરાવર્તન કરવું યોગ્ય છે. દેવે મને દોષિત જાહેર કર્યો છે કે હું મારી પ્રાર્થના ખૂબ સ્વાર્થી છે, જ્યારે હું પ્રાર્થનામાં પિતાની પાસે જાઉં ત્યારે મારે ઈશ્વરને અને અન્યોને પ્રથમ રાખવાની જરૂર છે.

           આપણે આપણી પોતાની જાતો માટે પ્રાથનામાં ધ્યાન કેન્દ્રિત કરતાં હોવા છતાં, મને લાગે છે કે આપણે પ્રાર્થનાના અત્યંત આવશ્યક પાસાઓ વિષે વિચાર કરીએ તે પહેલા, આપણે ખાતરી કરી લેવાની જરૂર છે કે આપણી પાસે પ્રાર્થનાનો યોગ્ય ક્રમ છે કે નહિ. સ્વાભાવિકપણે જ આપણે આપણી જરૂરિયાતો માટે પ્રાર્થના કરવી જોઈએ, પરંતુ જે રીતે ઇસુએ નિર્દેશ કર્યો હતો તેમ, જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે, આપણે અન્ય તમામ બાબતોથી ઉપર ઈશ્વરના પવિત્ર નામને, તેમના હેતુઓને, અને તેમના રાજ્યને સ્વીકારવા માંગીએ છીએ. અને આપણી તમામ જરૂરિયાતોને ઈશ્વરની ઈચ્છાના સંદર્ભમાં નિહાળવી જોઈએ. તે સાવચેતીભર્યા આદેશ સાથે, આપણે આપણો અભ્યાસ ચાલુ રાખી શકીએ છીએ અને જ્યારે આપણે ઈશ્વરને “અમને પ્રાર્થના કરતા શીખવો” કહીએ ત્યારે શું થાય છે તે શોધી શકીએ છીએ!

 

“... આજે અમને આપો”

બાઇબલમાં રોટલી ઘણીબધી બાબતોને પ્રસ્તુત કરે છે. પ્રથમ, “રોજની રોટલી” એટલે રોજબરોજના જીવનને ટકાવી રાખવા માટે આવશ્યક જોગવાઇઓ. અલબત્ત, આ પ્રાર્થનાની પેટર્ન છે, તેથી એનો અર્થ એ નથી થતો કે તમે પાણી, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે પણ પ્રાર્થના કરી શકતા નથી. જ્યારે આપણે આપણી રોજની રોટલી માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે વાસ્તવમાં તો ઈશ્વરને આપણાં રોજિંદા જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે જ જણાવીએ છીએ. કોઈ ધનવાન વ્યક્તિ પાસે કબાટ ભરીને રૂપિયા હોય તોપણ શું તેણે “આજની રોટલી આજ અમને આપો” પ્રાર્થના કરવી જોઈએ? હા, ચોક્કસ કરવી જોઈએ. મૂળભૂત બાબતોના આશીર્વાદોને ક્યારેય હળવાશમાં ન લો. યાદ રાખો કે, અયૂબના તમામ કોઠારો કેવળ ક્ષણભરમાં જ ધ્વસ્ત થઈ ગયા હતા.

           ઈશ્વર કહે છે કે આપણે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આપણાં પ્રભુની સમક્ષતામાં આવવું જોઈએ અને તેમને આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે કહેવું જોઈએ. અલબત્ત, ઈશ્વર તો આપણી જરૂરિયાતો સંદર્ભે પહેલેથી માહિતગાર છે, પરંતુ ઈશ્વર આપણને એ જણાવવા માંગે છે કે તે તો ઈશ્વર છે જેઓ પોતાના બાળકોની યોગ્ય જરૂરિયાતો યોગ્ય સમયે પૂરી પાડે છે. દાખલા તરીકે, યહૂદીઓ અરણ્યમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે ખોરાક માટે પ્રાર્થના કરી, અને ઈશ્વરે આકાશમાંથી માન્ના વરસાવ્યું, અને પોતાની સતત પ્રેમભરી જોગવાઇઓ દર્શાવી. ઈશ્વર પાસે માંગવામાં શરમ કે ભય રાખવાની જરૂર નથી – ઈશ્વર પણ ઈચ્છે છે કે તમે માંગો!

           યાદ રાખો, જોકે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે “આજની રોટલી... અમને આપો” ત્યારે તેનો અર્થ એવો જરાયે નથી થતો કે ઈશ્વર આપણને બહાર જઈને કામ કરીને તેને માટે કમાઈએ નહિ તેવું ઈચ્છે છે. કેટલાક લોકો વિચારે છે કે તેઓ પ્રભુની પ્રાર્થના કરશે અને પછી બેસી રહેશે અને કશું જ કરવાની જરૂર નહિ પડે, કેમ કે ઈશ્વર ઉત્તર આપશે. જ્યારે ઈશ્વરે માન્ના વરસાવ્યું ત્યારે, યહૂદીઓએ બહાર નીકળીને તેને એકઠું કરવું પડ્યું હતું. યહૂદીઓ માન્ના સીધું તેમના મોઢામાં આવીને પડશે તેની રાહ જોતાં તેમના મોં ખુલ્લા રાખીને અમસ્તા બેસી નહોતા રહ્યા. એની પણ નોંધ લો કે માન્ના છાવણીની બહારા પડતું હતું, માન્ના કઈ તેમના તંબુઓમા નહોતું પડતું. આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં રોટલી મેળવવાનો એક ભાગ બહાર જઈને તેની લણણી કરવાનો છે. ત્યારપછી યહૂદીઓએ માન્નાને ખૂંદવું પડતું અને તેને શેકવું પડતું, આ બધુ કર્યા પછી તેઓ તેમની રોજની રોટલી પ્રાપ્ત કરતા હતા. આ જ પ્રમાણે આપણે પણ આપણી જાતોને પ્રક્રિયામાં જોતરવી પડે અને ઈશ્વરના આશીર્વાદો સાથે આળસુ બની રહેવાનુ નથી. એ ભૂલશો નહિ કે આપણને આપણી રોજની રોટલી આપવામાં આ સમજાયેલી ચેતવણીનો પણ સમાવેશ થાય છે, “તારે છ દિવસ શ્રમ કરવો.”

 

“અમારી રોજની રોટલી...”

           શું “રોજની રોટલી”માં જ બધો ખોરાક સમાયેલો છે? બાઈબલમાંના મોટાભાગના પાઠો પ્રમાણે, “આપણી રોજની રોટલી”નું પણ એક ખૂબ અગત્યનું આત્મિક લાગુકરણ છે. માથ્થી ૪:૪માં ઇસુ શીખવે છે કે, “માણસ એકલી રોટલીથી નહિ પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” “રોટલી” શબ્દનો ઉપયોગ કરીને ઇસુ માનવજાતની હંગામી જરૂરિયાતોનું વર્ણન કરે છે.

           સૌથી અગત્યનું, ઇસુ પછીથી જણાવે છે, “હું જીવનની રોટલી છું” (યોહાન ૬:૩૫). ખ્રિસ્ત કેવળ આપણી ભૌતિક કે દૈહિક જરૂરિયાતો વિષે વાત નહોતા કરતા, પરંતુ ઈશ્વરને આપણાં હ્રદયોમાં રોજેરોજ આમંત્રણ આપવાની સૂચના આપતા હતા. રોટલી ખ્રિસ્તને પ્રસ્તુત કરે છે જે આપણો આત્મિક ખોરાક છે, જે પૃથ્વી પરની કોઈપણ ભૌતિક રોટલી કરતાં ઘણી મોટી અને વધુ પરિપૂર્ણ છે.

           કેટલીવાર આપણને આત્મિક ખોરાકની જરૂરિયાત છે? બાઈબલના તમામ પવિત્ર પૃષ્ઠો રોજેરોજની પ્રાર્થના કરવા જણાવે છે. “સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ; તે મારો સાદ સાંભળશે” (ગીતશાસ્ત્ર ૫૫:૧૭). રોજની રોટલી એટલે કે પ્રાર્થના, ઈશ્વર સાથેનો વાર્તાલાપ એ આપણી સર્વોચ્ચ પ્રાથમિક્તા હોવી જોઈએ. શા માટે આપણે એવું નથી કહેતા કે “પ્રભુ, મને મારૂ મહિનાનું કરિયાણું આપો? આપણાંમાંના મોટાભાગના આપનું રેફ્રીજરેટર રોજેરોજ ખાલી થવાની ચિંતા કરતાં નથી, કે જેથી આપણે ઘણીવાર રોજની રોટલી માટે પ્રાર્થના કરવાના પરિણામોની કદર કરતાં નથી. અલબત્ત જેઓ હતાશામાં જીવતા હતા તેઓ આ વિચારને સમજી શકે છે, આજે બહુ થોડા અમેરિકન લોકો આટલા વિશાળ ભરપુરીપણાવાળા સમાજમાં રહેતા હોવા છતાં, ખોરાક માટે કશુક શોધવા રોજેરોજ ખરેખર સંઘર્ષ કર્યો હતો. વાસ્તવમાં, આપણાંમાં કેટલાક પાસે તો મહિનાઓ સુધી ચાલે તેટલો ખોરાક રસોડામાં હોય છે.

           પરંતુ આપણાંમાંના ઘણાની પાસે આપણાં મનો અને હ્રદયોમાં થોડી ક્ષણો માટે ચાલે તેટલો આત્મિક ખોરાક પણ હોતો નથી. કઈ રોટલી અગત્યની છે, ભૌતિક કે આત્મિક? આપણાંમાં કેટલાની પાસે મહિનાઓ સુધી ચાલે તેટલો આત્મિક ખોરાક સંગ્રહી રાખવામાં આવ્યો છે? આપણે તે ખોરાકને રોજેરોજ એકઠો કરવાનો છે. આજે તમે આત્મિક ખોરાક એકઠો કર્યો છે તે આવતીકાલે કદાચ કામ ન પણ આવે. કેટલાક પાસે થોડી કેલેરી સંગ્રહિત હશે, જેમ કે બાઇબલની થોડી કલમો, જે કદાચ કામ આવશે, પરંતુ જો તમે ચાહો છો કે તમારું ખ્રિસ્તી જીવન મહત્વપૂર્ણ અને જીવનથી ભરપૂર રહે, તો તમારે રોજેરોજ બાઇબલના ભાગોનું મનન કરવું પડશે. તમારે બહાર નીકળવું પડશે અને તમારું આત્મિક માન્ના એકઠું કરવું પડશે.

           એક અંતિમ વિચાર. બાઇબલ નથી કહતું કે “મને મારી રોજની રોટલી આપો.” તેને બદલે, ઇસુ આપણને શીખવે છે કે, “અમને અમારી રોજની રોટલી આપો.” તે તો આપણી રોટલી છે, મિત્રો. તે મારી રોટલી નથી. આપણે આપણી પોતાની જરૂરિયાતો વિષે જેટલા ચિંતિત છીએ તેટલા જ અને તેથી વધુ અન્યોની જરૂરિયાતો પણ ચિંતિત હોવાની આવશ્યકતા છે.

           પવિત્ર શાસ્ત્ર શીખવે છે કે, “તમે એકબીજાનો બોજો ઊંચકો” (ગલાતી ૬:૨).  નબળા લોકોને આપણાં સંશાધનો તથા આપણી શક્તિ આપીને મદદ કરવા દ્વારા આપણે ભૌતિક રીતે આ કરવું જોઈએ. એકબીજાને માટે પ્રાર્થના કરીને તથા આપણાં ઘૂંટણો પર એકબીજાની વિનંતિઓને ઈશ્વર સુધી પહોંચાડીને આપણે આત્મિક રીતે આપણું આ કાર્ય કરવું જોઈએ. અને આ કાર્ય આપણે દરરોજ, સતત કરવું પડશે, “તો ઈશ્વરપિતાના પસંદ કરેલા કે, જેઓ તમને રાતદિવસ વિનવે છે, અને જેઓના વિષે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહીં આપશે?” (લૂક ૧૮:૭).  

 

“જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ

તેમ તમે અમારા ઋણ અમને માફ કરો”

           શું તમે જાણો છો કે પ્રભુની પ્રાર્થના પર ઇસુ એક જ સીધી ટિપ્પણી કરે છે? માથ્થીની સુવાર્તામાં જ્યારે ઇસુ પ્રાર્થના કરતાં શીખવવાનું પૂરું કરે છે ત્યારે, તેઓ ઉમેરે છે કે, “કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે” (૬:૧૪,૧૫). ખ્રિસ્ત અહીં – પ્રભુની પ્રાર્થનાની વચ્ચોવચ આડા અને ઊભા સંબધના જોડાણને પ્રગટ કરે છે. કદાચ આપણે આ સાંભળવું જોઈએ!

           શું ઈશ્વર આવું કઈક કહી રહ્યા છે? “હું તમારી સાથે એક સોદો કરીશ: જો તમે બધા એકબીજાને માફ કરી દેશો, બધી જ કડવાશ, બધો જ દ્વેષ, તમે એકબીજા સાથે જે કઈ ખોટું કર્યું હોય કે થયું તેના વિષે કોઈ ખરાબ વાત નહિ કરવી વિગેરે-અને હું પણ આ બધુ જ તમને માફ કરી દઇશ.” શું એવું કઈક ઈશ્વર કહી રહ્યા છે? શું સુવાર્તા પણ કઈક એવી જ છે? ના, આ બધુ આપણને આપણી માફી તરફ દોરી જતું નથી. આપણને આપણાં સારા કાર્યોને કારણે તારણ પ્રાપ્ત થતું નથી. બલ્કે, સુવાર્તા કહે છે કે આપણે ઈશ્વર સમક્ષ જેવા છે તેવાજ પ્રસ્તુત થવાનું છે, અને ત્યારે ઈશ્વર આપણને માફ કરશે. અલબત્ત, ઈશ્વર કહે છે કે, :હવે જેમ તમને માફ કરવામાં આવ્યા છે, હું અપેક્ષા રાખું છું કે તમે એકબીજાને માફ કરો.”

           જોકે, તમને તમારા સારા કાર્યોને લીધે તારણ આપવામાં આવ્યું ન હોવાથી, જો તમે અવજ્ઞામાં જીવવાનું ચાલુ રાખો છો તો, તમે તમારા જીવનને ગુમાવશો કારણ કે તે પુરાવો છે કે તમે ઇસુને અનુસરવામાં ગંભીર નથી. ઈશ્વરની દયા અને કૃપા એવા હ્રદયમાં કેળવી શકાતી નથી જે હ્રદય કડવાશભરી અને માફ ન કરનારી ભાવનાનો સ્વીકાર કરે છે. શું તમે ક્યારેય તમારા મિત્ર દ્વારા દગો કરાયાનો અનુભવ કર્યો છે? શું ક્યારેય કોઈએ તમારા વિષે ખરાબ શબ્દો કહ્યા હોય એવું બન્યું છે? ક્યારેક તો આપણને બધાને દુખ થયું જ હશે. અને ઘણોવાર, આપણે રક્ષણાત્મક બનીએ છીએ અને જે તે વ્યક્તિને સંકુચિત રીતે જોવાનું શરૂ કરીએ છીએ, અને આપણે વિચારીએ છીએ કે આપણે પણ જે તે વ્યક્તિ માટે એવું જ કઈક કરી શકીએ છીએ. શું આ ખ્રિસ્તનો આત્મા છે? “જ્યારે તેની નિંદા કરવામાં આવી ત્યારે તેણે નિંદા ન કરી”.

           બાઇબલ કહે છે કે જ્યારે આપણને આપણાં પાપોની ક્ષમાને માટે ખ્રિસ્તે ચૂકવેલ ઉચ્ચ મૂલ્યની સમજણ પડશે ત્યારે તે આપણે માટે એકબીજાને ક્ષમા આપવાનું સરળ બનશે. “એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઇઓના અપરાધ તમારા અંત:કરણથી માફ નહિ કરો, તો તમારા આકાશમાંના પિતા પણ તમને એમ જ કરશે” (માથ્થી ૧૮:૩૫). આપણે એકબીજાને માફ કરવાની ઈચ્છા ધારણ કરવાની જરૂર છે, અને ઈશ્વર પણ પવિત્ર શાસ્ત્રમાં આપણને આ બાબતનો વારંવાર નિર્દેશ કરે છે, “અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો; એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે” (માર્ક ૧૧:૨૫).

           શું તમે તે વ્યક્તિને માનસિક રીતે માફ કરી શકો છો, ભલે તમને તેમ કરવું યોગ્ય લાગતું ન હોય? હા, જેમ તમને માફ કરવામાં આવ્યા છે તેવું ન લાગવા છતાં તમે માફી સ્વીકારી શકો છો તેમ. તે માફી તમને વિશ્વાસ દ્વારા મળી છે. જેઓએ તમને દુખ પહોંચાડયું છે તેમને માફ કરવાનું તમે પસંદ કરી શકો છો. જે કઈ બન્યું છે તેને તમે ક્યારેય ભૂલી શકવાના ન હોવા છતાં તમે કહી શકો છો કે, “પ્રભુ, તમારી કૃપા થકી હું તેઓને ક્ષમા કરું છું.” આ પ્રકારની સમજણભરી પસંદગી તમે કરો, અને ત્યારે તમારા પર ઈશ્વરની કૃપા વરસશે.

           જ્યારે તમે ઈશ્વરની ક્ષમાને સ્વીકારો છો ત્યારે, સ્વાભાવિક રીતે જ તેમની કૃપા તમારા જીવનમાં જોવા મળે છે. તમારે એ વિશ્વાસ કેળવવો પડશે કે ક્ષમા આપવા માટે ઈશ્વર તમારી મદદ કરી રહ્યા છે. “દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે” (માથ્થી ૫:૭). જો આપણે એકબીજાને ક્ષમા આપી શકતા નથી તો ઈશ્વર પણ આપણને ક્ષમા આપી શકતા નથી, કારણ કે આપણું હ્રદય ક્ષમા આપવા કે ક્ષમા પામવા માટે ખુલ્લુ નથી. આ ગંભીર બાબત છે, નથી કે? આપણે તે કરવા માટે સમર્થ બનવું પડશે અને તેને માટે કૃપાના કાર્યની એટલે કે એક ચમત્કારની જરૂર પડશે.

 

“અમને પરીક્ષણમાં ન લાવો”

           આ એક ચોક્કસ પ્રકારની વિનંતી એવી છે જેને વિષે મોટેભાગે ગેરસમજણ થાય છે. પ્રથમ દ્રષ્ટિએ, એ લગભગ એવું લાગે છે કે જાણે કે આપણે ઈશ્વરને વિનંતી કરી રહ્યા છીએ કે અમને પરીક્ષણમાં ન લાવશો, “કૃપા કરો, પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે નથી ઇચ્છતા કે અમારું પરીક્ષણ થાય, અને છતાં જો હું કહું કે તમે મારૂ પરીક્ષણ ન કરો, તો તમે મારૂ પરીક્ષણ કરનાર છો.” વાસ્તવમાં આ અયોગ્ય અનુવાદ છે. હકીકતમાં, યાકૂબ ૧:૧૩ જણાવે છે કે, “કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારૂ પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી.”

           આપણે એવી આજીજી નથી કરતા કે, “પ્રભુ, કૃપા કરીને અમને પરીક્ષણમાં ન લાવો.” તો પછી આનો ખરેખર અર્થ શું છે? ઠીક છે, કારણ કે આપણે સ્વાભાવિક રીતે જ પરીક્ષણમાં દોરાવા માટેની સંભાવના ધરાવીએ છીએ, આપણે ઈશ્વરની પાસે માંગણી કરીએ છીએ કે તેઓ આપણને પરીક્ષણથી દૂર લઈ જાય. વધુ ચોક્કસ રીતે અનુવાદ આ પ્રકારે હોઈ શકે છે, “અમે અમારા સ્વાભાવિક વલણથી પરીક્ષણમાં ન પડીએ તેથી અમને તેનાથી દૂર લઈ જાઓ.”

           શું આપણે તે પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ? તમારે માટે તે વધુ સારું રહેશે! આપણે ક્ષિતિજની ખૂબ નજીક રમી રહ્યા હોવાની સંભાવના છે. એક સેવક જણાવે છે કે જ્યારે ઈશ્વર પરીક્ષણથી દૂર ભાગી જવા જણાવે છે ત્યારે આપણે ઘણીવાર એવી આશા રાખીને દૂર જઈએ છીએ કે તે આપણને પકડી પાડશે. તે તો આપણાં હ્રદયમાં રહેલું ખેંચાણ છે જે આપણને પાપ તરફ ખેંચે છે. તેથી આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરવાની જરૂર છે જેથી ઈશ્વર આપણને તે પરિબળનો પ્રતિકાર કરવા માટે સહાય કરે.

           જ્યારે આપણે પાપ કે પરીક્ષણથી મંદ ગતિએ ભાગવાની કોશિશ કરીએ છીએ ત્યારે તે શેતાનને પસંદ પડે છે કારણ કે તે નાના સમાધાનકારી વલણથી આપણને પકડી પાડવાનું શેતાન માટે સરળ થઈ જાય છે. ગુનેગાર ઠરેલા જાસૂસ એલ્ડ્રિચ એમ્સે કહ્યું કે તે એક દિવસ જાગ્યો જ નહિ અને કહે છે, “મને લાગે છે કે હું જાસૂસ બનીશ, મને લાગે છે કે પૈસા માટે હું રશિયાનોનું બધુ ઉથલપાથલ કરી નાખીશ.” એક દિવસે,ખૂબ નિર્દોષપણે, એમ્સ એક રશિયન વ્યક્તિને મળ્યા જેણે પૂછ્યું કે, તમે મને ફોન ડિરેક્ટરી આપી શકશો? હું તમને ઘણાબંધા રૂપિયા આપીશ.” તે માત્ર એક ફોન ડિરેક્ટરી જ હતી, પરંતુ ધીમે ધીમે તેમણે એક પછી એક ઘણુંબધુ આપી દીધું ત્યાં સુધી કે એક દિવસે પરમાણુ રહસ્યો પણ વેચી દીધા. આ જ પ્રમાણે શેતાન પરીક્ષણમાં કાર્ય કરે છે – થોડુંક જ આપો અને ધીમે ધીમે તેમાં ઊંડા ઉતરતા જ જાઓ. દાઉદ રાજાએ બેથસેબા સાથે વ્યભિચાર કર્યો, તેણીના પતિ ઉરિયાની હત્યા કરી નાખી, અને પોતાના લોકો સમક્ષ જુઠ્ઠું બોલ્યો. અને આ બધુ એક નાનકડા, આળસુ લંપટપણાથી શરૂ થયું હતું. આપણે પ્રાર્થના કરવી જોઈર કે, “પ્રભુ, મને પરીક્ષણની નાની લાગતી બાબતથી પણ દૂર લઈ જાઓ, કારણ કે તેનાથી જ મોટી બાબતો શરૂ થાય છે.”

 

“પણ ભૂંડાઈથી અમારો છુટકારો કરો”

           મને ખરેખર આ સાતમી વિનંતી ગમે છે, જે જણાવે છે કે, “પણ ભૂંડાઇથી અમારો છુટકારો કરો.”  આપણે પાપના ઘોર અંધકારમાં ડૂબી રહેલી દુનિયામાં જીવી રહ્યા છીએ. ખ્રિસ્તીઓને લાંબાગાળાની આશા પ્રદાન કરતી એક જ બાબત છે તે ઈશ્વર ખાતરી આપે છે કે બાબતો હંમેશા આ પ્રમાણે જ નથી રહેવાની. આપણે છેવટના છૂટકારા અને મુક્તિની વાટ જોઈ રહ્યા છીએ, અને જ્યારે આપણે ઉચ્ચારી છીએ કે “અમારો છુટકારો કરો” ત્યારે આપણે ખ્રિસ્ત શ્વેત અશ્વ પર સવારી કરીને આવી રહેલા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપિત કરનાર છે અને આજે જગતમાં વ્યાપ્ત દુષ્ટતાના દરેક અંતિમ અવશેષને ભૂંસી નાખનાર છે તેના  વિષે વાત કરીએ છીએ.

           “અમારો છુટકારો કરો” એ વાક્ય આપણને દુષ્ટતાથી દૂર કરે છે અને સદાને માટે દુષ્ટતાથી જુદા પાડે છે. આ વાક્યને અન્ય રીતે “ભૂંડાઇથી અમારો છુટકારો કરો” કહી શાકાય છે. અને આપણે તો માત્ર પ્રાર્થના જ કરવી જોઈએ કે ઈશ્વર કેવળ આપણને જ નહિ, પણ આપણાં ભાઈઓને પણ પરીક્ષણથી બચાવે, કારણ કે શેતાન શક્તિશાળી અને ચતુર છે, આપણે પોતે છીએ તેના કરતાં તે વધુ બળવાન છે. એ જ તો કારણ છે કે માર્ગદર્શન માટે આપણને ઈશ્વરની અત્યંત આવશ્યકતા છે.

           બીજા આગમન વિષે વાત કરતી વખતે ખ્રિસ્તે કહ્યું કે, “સદા પ્રાર્થના કરો” (લૂક ૨૧:૩૬). હું ચોક્કસ નથી કે આના પ્રમાણે કેટલીવાર પ્રાર્થના કરવી, પરંતુ તમારા પોતાના પ્રાર્થનામય જીવન તરફ દ્રષ્ટિ કરો અને નક્કી કરો કે તે વચન મુજબ છે કે નહિ. સંપૂર્ણ કલમ આ પ્રમાણે છે, “પણ બધી વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધુ જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.” શું તમે સદા અને હંમેશા પ્રાર્થના કરો છો? ઇસુએ એમ પણ કહ્યું છે કે આપણે પ્રાર્થના કરવી જોઈએ કે જેથી આપનું નાસવું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય (માથ્થી ૨૪:૨૦). શું તમે એ પ્રમાણે પ્રાર્થના કરી છે? દરેક દિવસે, દરેક પળે, દરેક ઘડીએ, આપણે ભૂંડાઇથી છુટકારો પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરતા હોવા જોઈએ કે જેથી આ જગતમાં જે થવાનું છે તેનાથી આપણો બચાવ થઈ શકે, પ્રાર્થના કરો કે આપણે છેવટે છુટકારો પ્રાપ્ત કરવાના છીએ અને આપણાં અંતર અને આસપાસની દુષ્ટતાથી મુક્તિ પ્રાપ્ત કરવાના છીએ. જ્યાં સુધી તમે દુષ્ટ હ્રદયથી છુટકારો પામતા નથી ત્યાં સુધી તમે દુષ્ટ જગતથી છુટકારો પામી શકવાના નથી.

 

“કેમ કે રાજ્ય, તથા પરાક્રમ તથા મહિમા સદાકાળ તમારા જ છે”

           આ શક્તિશાળી પરાકાષ્ઠા માત્ર માંથ્થીની સુવાર્તામાં જોવા મળે છે અને જેના વિષે તે વાત કરે છે તે ઉત્તેજક છે. આપણે એક મોટી લડાઈની વચ્ચોવચ છીએ. શેતાન કહે છે કે તે ખરો રાજા છે અને તેથી તેની પાસે સામર્થ્ય છે. છતાં, ખ્રિસ્તે, પોતે સ્વર્ગમાં ચઢી ગયા તે અગાઉ, પોતાની પ્રાધાન્યતા સ્થાપિત કરી દીધી હતી. “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે” (માથ્થી 28:18). આ પ્રાર્થના દાવાને વધુ મજબૂત કરે છે કે આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહિ કે આ બ્રહ્માંડના સર્વોપરી કોણ છે. પ્રાર્થના એવું નથી જણાવતી કે, “રાજ્ય તમારું હશે,” બલ્કે એવું કહે છે કે “રાજ્ય તમારું છે.” ખરેખર, પ્રભુની પ્રાર્થનાના તમામ વાક્યો કેવળ શક્ય છે કારણ કે ખ્રિસ્ત પોતે જ સામર્થ્ય છે. હવે તેમની પાસે દરેક બાબતો પર નિયંત્રણ છે.

           શેતાન અહંકાર માટે, પોતાના નામને જ ગૌરવ આપવા માટે જીવે છે. ખ્રિસ્તી વ્યક્તિનો ઉદ્દેશ ઈશ્વરના નામને મહિમા આપવો, તેમના નામને ઉન્નત કરવું. તે જ તો કારણ છે કે શેતાન ઈશ્વર બનવા માટે ભૂખ્યો થયો છે. જે માન મહિમા અને ગૌરવ તેને છાજતા નથી તે લેવા માટે તે હવાતિયાં મારે છે. આ પ્રાર્થનાનો અંત આપણાં મન અને હ્રદયમાં પ્રત્યક્ષ રીતે સિદ્ધ કરે છે, ઈશ્વર સમક્ષ કબૂલ કરે છે કે આપણે જાણીએ છીએ કે તેમનું ચારિત્ર્ય અને ઈશ્વરત્વ ટૂંક સમયમાં જ સાબિત થનાર છે.

 

“આમેન”

           ઇસુએ કહ્યું કે, “આ પ્રમાણે પ્રાર્થના કરો.” આ પ્રાર્થના ઘણીબધી રીતે ઇસુની પ્રાર્થના નથી, પરંતુ તે આપણી પ્રાર્થના છે. આ પ્રાર્થના એવા લોકોની છે જેઓ ખ્રિસ્તને અનુસરવા માંગે છે. એ માટે જ આ પ્રાર્થના કઈક એવી હોવી જોઈએ જે ખરા અર્થમાં રૂપાંતરિત હ્રદયમાંથી વહેતી હોય. પ્રાર્થના તમારી લાગણીઓ અને જીવનશૈલીનું પ્રતિબિંબ હોવી જોઈએ. એક લેખક તેને આ પ્રમાણે રજૂ કરે છે”

           “જો હું મારી પોતાની જાત માટે જ જીવું છું તો હું “અમારા” કહી શકતો નથી. જો રિજેરીજ ઈશ્વરના બાળક જેવુ વર્તન કરવાનો પ્રયાસ કરતો નથી તો હું તેમને પિતા કહી શકતો નથી. જો હું સ્વર્ગમાં કોઈ ખજાનો જમા કરતો નથી તો હું “જેઓ આકાશમાં રહે છે” એમ કહી શકતો નથી. હું પવિત્રતાની ભૂખ રાખતો નથી તો હું “તમારું નામ પવિત્ર મનાઓ” કહી શકતો નથી. જો હું ધન્ય આશાને શોધવા માંગતો નથી તો હું “તમારું રાજ્ય આવો” કહી શકતો નથી. જો હું ઈશ્વરના વચન પ્રતિ આજ્ઞાકારી નથી તો હું “તમારી ઈચ્છા પ્રમાણે થાઓ” કહી શકતો નથી. જો હું આજે અને અત્યારે અહીં પૃથ્વી પર ઈશ્વરનું કાર્ય કરતો નથી તો હું “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર” કહી શકતો નથી. જો હું સ્વાર્થીપણે ભવિષ્યને માટે સંગ્રહ કરી રહ્યો છું તો હું “અમને અમારી રોજની રોટલી આપો” કહી શકતો નથી. જો અન્યની સામે દ્વેષ રાખું છું તો હું “અમને અમારા ઋણ માફ કરો” કહી શકતો નથી. જો હું મારી જાતને જાણીજોઇને પાપના માર્ગમાં મૂકું છું તો હું “અમને પરીક્ષણમાં ન લાઓ” કહી શકતો નથી. જો હું પવિત્રતાની ભૂખ રાખતો નથી તો હું “ભૂંડાઇથી અમારો છુટકારો કરો” કહી શકતો નથી. જો હું ઇસુને મારા હ્રદયના સિંહાસન પર સ્થાપિત નથી કરતો તો હું “રાજ્ય તમારું છે” કહી શકતો નથી. જો મને ડર છે કે માણસ શું કરી શકે છે તો હું ઈશ્વરને “સામર્થ્ય” તરીકે ગણી શકતો નથી. જો હું મારા પોતાના સન્માનની શોધમાં છું તો હું ઈશ્વરને “ગૌરવ” તરીકે વર્ણવી શકતો નથી. જો હું હંગામી દુન્યવી પુરસ્કારો માટે જીવું છું તો હું “સદાકાળને માટે” કહી શકતો નથી.”  

           જ્યારે આપણે પ્રભુની પ્રાર્થના બોલીએ છીએ ત્યારે, તે સંપૂર્ણ સમર્પણ સાથે આત્માના ભાવમાં બોલાવી જોઈએ. અને જ્યારે ઈસુના પુનરાગમન માટે આપણે જાણે કે તૈયાર હોઈએ તે રીતે ઇસુએ આપણને શીખવ્યું છે તે મુજબ આપણે પ્રભુની પ્રાર્થના બોલતા શીખવાની જરૂર છે. પ્રાર્થનાનો સાર આપણાં પૂર્ણ હ્રદયથી ઈશ્વરને પ્રેમ કરવામાં બંધાયેલો છે, કેમ કે જો આપણે ઈશ્વરને ઓળખતા ન હોઈએ તો આપણે તેમને ખરેખરો પ્રેમ કરી શકતા નથી. જો આપણું દુખ અને સુખ, આનંદ, અને આપણું ઘનિષ્ઠ રહસ્ય પણ વાતચીત દ્વારા ઈશ્વરને જણાવતા નથી તો આપણે તેમને પ્રેમ કેમ કરીને કરી શકીએ?

           હું તમને અરજ કરી કરું છું કે તમારા ઘૂંટણો પર વધુ સમય વ્યતીત કરો, પરંતુ જો તમે તમારા ઘૂંટણો પર વધુ સમય વ્યતીત કરી શકતા નથી તો હું તમને કેવળ પ્રાર્થના કરવા વિનંતી કરું છું. તમારી અનાગત, કૌટુંબિક અને મંડળીકીય પ્રાર્થનાઓમા તથા મનનમાં ખ્રિસ્ત સાથે ગુણવતાસભર સમય આપવો તે અતિ આવશ્યક છે તે સમજી લો કે જેથી આપણે તે ફેરફારોને જીવનમાં અમલમાં મૂકી શકીશું જે ઈશ્વરને મહિમાવાન કરશે. ઈશ્વરના વચનની “રોજની રોટલી”નો લાભ લો અને સ્વાર્થીપણાથી નિ:સ્વાર્થીપણા તરફ આગળ વધવાની તમારી પરિવર્તિત ઈચ્છાની ઈશ્વરને જાણ કરો. અન્ય કોઈ બાબતો કરતાં આવો પણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ. આવો આપણે એક મનના અને એક ચિત્તના થઈએ અને આપણાં અવાજને આકાશ ભણી બુલંદ કરીએ કે જેથી કે આપણે ઈસુના ભાઇચારામાં વધુ એક થઈએ.

           બાઇબલમાંથી મારો એક મનપસંદ અભ્યાસ માટેનો ભાગ જૂના કરારની મહાન પ્રાર્થનાઓને વાંચવી તે છે. હું આશા રાખું છું તમે પણ તેનો અભ્યાસ કરશો. શમુએલના બીજા પુસ્તકમાંની હાન્નાની પ્રાર્થના વાંચો, દાનિયેલના પુસ્તકના ૯માં અધ્યાયમાં દાનિયેલની પ્રાર્થના વાંચવી પણ ખૂબ જ રસપ્રદ છે. કાળવૃતાંતના પુસ્તકમાં તમે સુલેમાન રાજાના સમર્પણની પ્રાર્થના પણ વાંચી શકો છો. તમને જોવા મળશે કે આમાંની ઘણી પ્રાર્થનાઓમાં પ્રભુની પ્રાર્થનાના ઘટકો સમાયેલા છે. તે ઈશ્વરના મહિમા અંગે, ઈશ્વરની જોગવાઇઓ અંગે, અને ઈશ્વરના છૂટકારા અંગેના છે, અને તે પ્રાર્થનાઓ ખરેખર એ વિષેની છે કે ખ્રિસ્તીઓ તરીકે આપણે બધા આમાં કેવી રીતે બંધ બેસતા આવીએ છીએ, અને એકબીજા માટે પ્રાર્થના કરીએ છીએ.

           આ ટૂંકી માર્ગદર્શિકાના કાર્યના સારાંશમાં હું ચાર્લ્સ સ્પર્જિયનની ભક્તિભાવપૂર્ણ ટિપ્પણીઓમા સુધારો કરી શકતો નથી.

 

“પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો” – ક્લોસ્સી ૪:૨

           એ નોંધવું રસપ્રદ છે કે પવિત્ર શાસ્ત્રનો કેટલો મોટો ભાગ પ્રાર્થનાના વિષયો કાં તો દ્રષ્ટાંતો રજૂ કરવામાં, ઉપદેશનો અમલ કરવામાં અથવા તો વચનો પ્રગટ કરવામાં વાપરવામાં આવ્યો છે. આપણે વાંચતાં પહેલા બાઇબલને ભાગ્યે જ ખોલીએ છીએ. ‘પછી માણસોએ ઈશ્વરના નામને બોલાવવાનું શરૂ કર્યું,’ અને જ્યારે આપણે આ પુસ્તકને બંધ કરવા જઇ રહ્યા છીએ ત્યારે નિષ્ઠાપૂર્વકના લાગુકરણનું “આમેન” સાંભળવા મળે છે. દાખલાઓ હજારો છે. આપણને કુસ્તી સાથે પ્રાર્થના કરતો યાકૂબ મળે છે, દિવસમાં ત્રણવાર પ્રાર્થના કરતો દાનિયેલ મળે છે, અને દાઉદ કે જેણે પોતાના પૂર્ણ હ્રદયથી ઈશ્વરની શોધ કરી તે પણ જોવા મળે છે. ડુંગર પર આપણે એલિયાને, કેદખાનામાં આપણે પાઉલ અને સિલાસને જોઈએ છીએ. આપણી પાસે અસંખ્ય આદેશો અને અગણિત ખાતરીઓ છે. આ બધા આપણને શું શીખવે છે, પ્રાર્થનાની આવશ્યકતા અને પ્રાર્થનાનું પવિત્ર મહત્વ? આપણે કદાચ ખાતરીપૂર્વક હોઈ શકીએ કે ઈશ્વરે પોતાના વચનમાં જે કાઇપણ અગત્યનું ઠરાવ્યું છે તેને ઈશ્વર આપણાં જીવનમાં જોવા માંગે છે. જો ઈશ્વરે પ્રાર્થના સંબંધી ઘણુંબધુ કહ્યું છે તો તેઓ જાણે છે કે આપણને તેની કેટલી અગત્યતતા છે. પ્રાર્થનાનું આપણાં જીવનમાં એટલું બધુ મહત્વ અને આવશ્યકતા છે કે આપણે સ્વર્ગમાં પ્રવેશીએ ત્યાં સુધી આપણે પ્રાર્થના કરવાનું પડતું મૂકવાનું નથી. શું તમારે કઈ નથી જોઈતું? તો પછી, મને ભય લાગે છે કે તમે તમારી ગરીબાઈને સમજતા જ નથી. શું તમારે ઈશ્વરની કૃપાની કે દયાની કોઈ જરૂર જ નહીં? તો પછી, ઈશ્વરની દયા તમને તમારી આફત દર્શાવે! પ્રાર્થનાવિહીન આત્મા એ ખ્રિસ્તવિહીન આત્મા છે. પ્રાર્થના એ વિશ્વાસી બાળકની કાલીઘેલી કાકલૂદીઓ છે, સંઘર્ષ કરતા વિશ્વાસીની મદદ માટેની ચીસ છે, ઇસુમાં સૂઈ રહેલા મૃત્યુ પામી રહેલા સંતની આજીજી છે. પ્રાર્થના તો ખ્રિસ્તી વ્યક્તિનો શ્વાસ છે, પહેરેદાર છે, દિલાસો છે, સામર્થ્ય છે અને સન્માન છે. જો તમે ઈશ્વરના બાળક છો તો તમે તમારા પિતા ઈશ્વરનું મુખ શોધશો, અને તમારા પિતા ઈશ્વરના પ્રેમમાં જીવશો. પ્રાર્થના કરો કે આ વર્ષે તમે પવિત્ર, નમ્ર, ઉત્સાહી અને ધીરજવાન બનશો, ખ્રિસ્ત સાથે ગાઢ સંવાદ કરશો, અને તેમના પ્રેમના પ્રભુભોજનમાં વારંવાર પ્રવેશ કરશો. પ્રાર્થના કરો કે તમે અન્યોને માટે નમૂનારૂપ અને આશીર્વાદરૂપ બનશો, અને તમે તમારા માલિક ઈશ્વરપિતાના ગૌરવ અને મહિમાને માટે વધુ જીવશો. તમારે માટે આ વર્ષનો મુદ્રાલેખ આ પ્રમાણે હોવો જોઈએ: “પ્રાર્થનામાં મંડ્યા રહેવું” (સવાર અને સાંજ-રોજનું વાંચન, ત્રીજી આવ્રુતિ, જાન્યુઆરી ૨). 

               અંગ્રેજ સૈનિકની જેમ કે જેની પ્રાર્થનાએ તેને મુક્ત કર્યો, આપણી પ્રાર્થનાની પણ ટૂંક સમયમાં જ આપણાં સ્વર્ગીય સેનાપતિ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આપણે ધીરજ બનાવી રાખવા માટે પ્રાર્થનામાં વધુ સમય વ્યતીત કરવાની, મુખ્ય ઘટના માટે આપણી જાતોને તૈયાર કરવાની જરૂર છે, આપણે એમ કહેવાની જરૂર છે કે, “પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો.” ઈશ્વરે આપણને તેમના વચનમાં તેમની પેટર્ન પ્રદાન કરી છે, ક જેથી આવો આપણે તેમાં બંધાયેલા રહેવા માટે સુનિશ્ચિત બનીએ. મારી આશા છે કે પ્રભુની આ પ્રાર્થનાને તમે ફરી ક્યારેય આ પ્રકારે નહિ જુઓ.