સાચી મંડળીની શોધ

CONTENTS

પ્રકરણ

શોધ

          શું આજે વિશ્વમાં સાચી મંડળી છે? અને જો છે તો, હું તેને કેવી રીતે ઓળખી શકું?

          આધુનિક સત્ય-શોધકો જે તમામ ધાર્મિક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે તે પૈકી, આ પ્રશ્ન સૌથી વધુ પૂછાતો અને નિરાશા ઉત્પન્ન કરતો પ્રશ્ન છે. દરેક બાજુએથી આવતા વિરોધી અવાજો જાહેર કરે છે કે તેમની પાસે જવાબ છે. સંપ્રદાયો, ધાર્મિક માન્યતા ધરાવતા જૂથો, અને પંથો અલગ અલગ બાઇબલના ભાગોના ભાવનાત્મક અર્થઘટનને આધારે કડક દાવાઓ કરે છે.

          સરેરાશ ખ્રિસ્તી વ્યક્તિ આજે આ અતિશયોક્તિપૂર્ણ મોટાઈથી એટલો બધો પૂર્ણપણે જકડાઈ ગયો છે કે ઘણા લોકોએ એવી શક્યતાને પણ જતી કરી છે કે ખરેખર કોઈ “સાચી મંડળી” અસ્તિત્વમાં છે ખરી. અન્ય લોકોએ એ માપદંડ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે કે કોઈ મંડળીની કસોટી થઈ શકે અને જે તે મંડળીને અન્ય મંડળી કરતાં સારી કે “સાચી મંડળી” તરીકે સાબિત કરી શકાય.

          એ જાણી લેવું ખૂબ મહત્વનુ છે કે કોઈપણ મંડળીને શ્રેષ્ઠ સાબિત કરી ન શકાય કારણ કે તે મંડળીના સભ્યો પાપ વિનાના છે. લોકો આખરે લોકો છે, અને સઘળા લોકો માનવીય સ્વભાવની એકસરખી નબળાઈઓને આધીન છે. તેમ છતાં એ પણ સત્ય છે કે દરેક ખ્રિસ્તી વ્યક્તિને પોતાની નબળાઈઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે ઈશ્વરના શક્તિશાળી સામર્થ્યને પ્રાપ્ત કરવાનો એકસમાન અધિકાર છે. તેથી કોઈપણ મંડળી આજે આવશ્યકપણે વ્યકિતઓથી બનેલું હશે જે વ્યક્તિગત પવિત્રતાના અલગ અલગ સ્તરે છે. ઘઉં અને ભૂંસું અને હજી પણ સાથે મિશ્રિત હશે, અને એકેય મંડળી સંપૂર્ણ માનવીઓથી બનેલી નહિ હોય.

          પરંતુ પ્રશ્ન હજુ ઊભો જ છે: બાઈબલના સત્યના ધારાધોરણોની નજીક હોય એવી મંડળીની ઓળખ કરવા માટે શું કોઈ માન્ય ઉપાય છે ખરો? કેટલાકને લાગે છે કે સંસ્થાના નામથી તેને યોગ્ય મંડળી તરીકે જુદું પાડવામાં સહાયતા મળશે. સ્વાભાવિક રીતે જ, આ કોઈ સચોટ માપદંડ ન હોઇ શકે, કારણ કે માત્ર નામની પસંદગીથી જે તે સંસ્થા કે મંડળીની આત્મિક સ્થિતિ કે તેનો પ્રકાર પ્રગટ થતાં નથી. આ પ્રકારના છીછરા દાવાઓ કેવળ સતેજ શોધકોને નિરાશ કરવા માટે જ કરવામાં આવતા હોય છે.

          એ તો જગજાહેર હોવું જોઈએ કે આજે જગતમાં ઈશ્વરની એક વિશેષ મંડળી છે. ઈશ્વર પોતાના પવિત્ર વચનમાં તે મંડળીને સ્પષ્ટ અને નિશ્ચિતપણે પ્રગટ કરશે. જે તે મંડળીની માહિતી એવી ભાષામાં હોવી જોઈએ કે જે માનવીય તર્કને આકર્ષિત કરે અને તેમાં કેવળ અસ્પષ્ટ સામાન્યતાઓ કે સંકેતો કરતાં ઘણું વધુ હોવું જોઈએ.

          તમે જે વાંચવા જઇ રહ્યા છો તે તમારા જીવનમાં ક્રાંતિ લાવી શકે તેમ છે તે હું જાણતો હોવા છતાં તેના વિષે કોઈપણ દાવો કરવા અનિચ્છા રાખું છું. હવે પછી જે માહિતી તમને મળનાર છે તેને હળવાશથી ન લેતા. હું એટલું જ કહીશ કે તમે તેનો પ્રાર્થનાપૂર્વક અને ખુલ્લા મને અભ્યાસ કરો. અને ત્યારપછી, પવિત્ર શાસ્ત્રના વચનોને તથા તમારી પોતાની આત્મિક સમજણને આધારે તેનો ન્યાય કરો. જો તે સાચી મંડળી છે, તો પવિત્ર આત્મા તમને તેની આનંદિત ઓળખમાં દોરશે. મારી વ્યક્તિગત લાગણી એવી છે કે અત્યાર સુધી ઈશ્વરના વચનમાં તમને ક્યારેય અનુભવ ન મળ્યો હોય તેવો રોમાંચક અનુભવ પ્રાપ્ત થશે.

          સત્ય માટેની આપણી શોધ પ્રકટીકરણના ૧૨માં અધ્યાય પર કેન્દ્રિત હશે. મર્યાદિત સમય અને જગ્યાને કારણે બૃહદ અભ્યાસને ઝાઝો અવકાશ નથી, પરંતુ બે સિદ્ધાંતોને પ્રાથમિક્તા આપવામાં આવશે – સચોટતા અને સરળતા. ૧૨૦૦થી અધિક વર્ષોના ઇતિહાસને સંક્ષિપ્તમાં જોવો પડશે કારણ કે આપણે સાચી મંડળીની શોધક વાર્તાને તેની આશ્ચર્યજનક પરાકાષ્ઠા સુધી લઈ જવાની છે. ભવિષ્યવાણીના ઐતિહાસિક ભાગ માટે વધુ પુષ્ટિ આપતા પુરાવાઓ મારા (લેખકના પુસ્તક) “ધી બીસ્ટ, ધી ડ્રેગન એન્ડ ધી વુમન” નામના પુસ્તકમાં આપવામાં આવ્યા છે.

 

પ્રકરણ

સ્ત્રી મંડળીનું પ્રતિક છે.

          પ્રકટીકરણ ૧૨માં અધ્યાયનું લખાણ મૂળભૂત રીતે એક સુંદર, સૂર્યથી વેષ્ટિત, સ્ત્રી અને અને તેના સંતાનોનું વર્ણનાત્મક વર્ણન છે. “ત્યારપછી આકાશમાં મોટું ચિન્હ જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી, તેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર બાર તારાનો મુગટ હતો” (પ્રકટીકરણ ૧૨:૧). અત્રે આપણને બાઇબલના સૌથી પરિચિત પ્રતીકોમાંના એકનો પરિચય કરાવવામાં આવે છે. જૂના અને નવા બંને કરારોમાં, ઈશ્વર પોતાના લોકોને સ્ત્રી દ્વારા પ્રસ્તુત કરે છે. વરરાજા તરીકે, ઈશ્વરે મંડળી સાથે લગ્ન કર્યા છે. પાઉલ કરીન્થિઓની મંડળીને લખે છે કે, “કેમ કે જાણે એશ્વરી ચિંતાથી હું તમારે વિષે ચિંતાતુર છું, કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું” (બીજો કરીન્થિ ૧૧:૨).

          સમગ્ર બાઇબલમાં આપણે આ પ્રતિકની નોંધને જોઈ શકીએ છીએ. જૂના કરારમાં ઈશ્વરે કહ્યું કે, “સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે” (યર્મિયા ૬:૨), અને ફરીથી, “સિયોનને કહું કે, તું મારી પ્રજા છે” (યશાયા ૫૧:૧૬). મંડળીને સિયોન કહેવામા આવી છે અને તેને સુંદર સ્ત્રી સાથે સરખાવવામાં આવી છે. જૂના કરારમાં, ઈઝરાયેલ પસંદ કરાયેલા લોકો હતા અને તેથી વારંવાર ઈશ્વર સાથે લગ્ન કર્યા હોય તેવું ચિત્રણ કરવામાં આવે છે.

          નવા કરારમાં, ઈશ્વરનું સાચું ઈઝરાયેલ એ કોઈ રાષ્ટ્ર નથી પરંતુ યહૂદીઓ અને અન્ય પ્રજાઓમાંથી આવેલા લોકો દ્વારા બનેલી મંડળી છે કે જેઓએ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકાર્યા છે. એટલા માટે પ્રકટીકરણ ૧૨માં અધ્યાયની સ્ત્રી આપણને ખ્રિસ્તના સમયની મંડળીની ચિત્ર વાર્તા દર્શાવે છે. સૂર્યથી વેષ્ટિત પોશાક ધારણ કરેલી સ્ત્રી કૃપાના નવા કરારની ભવ્યતાને દર્શાવે છે, તથા બાર તારાઓ બાર પ્રેરીતોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રીના પગ નીચેનો ચંદ્ર ઈશ્વરના સાચા હલવાનની હાજરીમાં જૂના કરારના વિલુપ્ત થતાં મહિમાનું વર્ણન કરે છે.

          હવે રોમાંચક ભાગ શરૂ થાય છે! આપણે આપણાં પ્રભુ ઈસુની તે સાચી મંડળીના પ્રગટ થતાં ભાવિને નિહાળવા જઇ રહ્યા છીએ. આગળની પંક્તિઓ આબેહૂબ રીતે યુગો દ્વારા સત્ય તે માર્ગનું વર્ણન કરે છે. આપણે એ જાણવાના છીએ કે આજે તે સ્ત્રી ક્યાં છે! ઉજાગર થતી ભવિષ્યવાણીના એકપણ ડગલાંને ચૂકશો નહિ કારણ કે આપણે સાચી મંડળીની ઉથલપાથલને આજની તારીખ અને હાલના સમય સુધી શોધવાના છીએ!

          પ્રથમ બાબત આપણે શોધી છે તે એ છે કે પેલી સ્ત્રી બાળકને જન્મ આપવાની છે. “તે ગર્ભવતી હતી, તેને પ્રસવવેદના થતી હતી, અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી. વળી આકાશમાં બીજું એક ચિન્હ પણ જોવામાં આવ્યું; જુઓ, મોટો લાલ અજગર હતો, તેને સાત માથા ને દસ શિંગડા હતા, અને તેના માથા પર સાત મુગટ હતા. તેના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો હતો. તેને પુત્ર, નરબાળક, અવતર્યો, એ સર્વ દેશના લોકો પર લોઢાંના દંડથી રાજ કરશે, તેના બાળકને ઊંચકીને ઈશ્વર પાસે તથા તેમના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો” (પ્રકટીકરણ ૧૨:૨-૫).

          સર્વ દેશના લોકો પર રાજ કરનાર અને આકાશમાં જેને પકડી લેવામાં આવ્યો હતો તે આ નરબાળક કોણ છે? કેવળ એક જ વ્યક્તિને આ વર્ણન મળતું આવે છે – ઇસુ ખ્રિસ્ત. અને અજગર કોણ છે જેણે ખ્રિસ્તને તેમના જન્મ સમયે જ મારી નાખવો પ્રયત્ન કર્યો હતો? તે તો હેરોદ, રોમનો પ્રતિનિધિ હતો જેણે બે વર્ષ અને તેથી ઓછી ઉંમરના તમામ બાળકોની કતલ કરવાનો આદેશ આપ્યો હતો. સામાન્ય રીતે, અજગર એ શેતાનનું પ્રતિક છે, પરંતુ આ કિસ્સામાં, શેતાન રોમન સત્તાવાળાઓ સાથે મળીને ઇસુને મારી નાખવા માટે એટલી ગાઢ રીતે કામ કરી રહ્યો હતો કે અજગર પણ રોમનું પ્રતિક છે.

          હેરોદના શેતાની આદેશથી ઇસુ કેવી રીતે બચી ગયા? યુસફ અને મરિયમને સ્વપ્નમાં આવનાર ખતરા વિષે ચેતવણી આપવામાં આવી હતી અને તેથી તેઓ બાળક સાથે મિસરમાં ભાગી ગયા હતા. પછીથી, જુલમી હેરોદના મૃત્યુ પછી જ, તેઓ પાછા ફર્યા હતા અને નાઝરેથમાં સ્થાયી થયા હતા.

          ઇસુની હત્યા કરવાના આ શરૂઆતી કાવતરામાં શેતાન નિષ્ફળ થયો હોવા છતાં, તેણે પોતાનો હેતુ પડતો મૂક્યો નહોતો. વારંવાર, તેણે ઇસુને મારી નાખવાનો લાગ શોધ્યા કર્યો, અને આખરે, શેતાન ઇસુને તે મશ્કરીભર્યા કસોટીકાળમાં લાવવામાં સફળ થયો જ્યાં ઇસુની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, તેમને વધસ્તંભે જડી દેવામાં આવ્યા અને દાટી દેવામાં આવ્યા. પરંતુ કબર ઈશ્વરના પુત્રને સમાવી શકી નહિ, અને ત્રીજે દિવસે, ઇસુ કબરમાંથી બહાર ફૂટી નીકળ્યા. ત્યારપછી ઇસુ પોતાના પિતાની પાસે સ્વર્ગમાં ચઢી ગયા.

 

પ્રકરણ

મંડળીની સતાવણી

            ઇસુ સાથે હવે કોઈ પ્રત્યક્ષ સંપર્ક ન રહેવાને કારણે, અજગરે (રોમ) હવે પોતાનો ગુસ્સો ઈસુના અનુયાયીઓ, મંડળી તરફ વાળ્યો. “જ્યારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્ત્રીને તે નરબાળક અવતર્યો હતો તેને તેણે સતાવી” (પ્રકટીકરણ ૧૨:૧૩).

            શબ્દો પ્રેરિત મંડળીની સામે ફાટી નિકળેલી હિંસાની ભયાનકતાનો કેવળ એક આછો સંકેત આપે છે. ચોકકસપણે શરૂઆતના તમામ શિષ્યો અને મંડળીના આગેવાનો તેઓના વિશ્વાસને કારણે શહિદ થયા હતા. ક્રૂર મૂર્તિપૂજક સામ્રાટોએ જેઓ સુવાર્તાને અનુસરતા હતા તેઓને માટે રમતગમતના મેદાનો અને રહેણાક વિસ્તારોને કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યા હતા.

            મૂર્તિપૂજક રોમન સામ્રાજ્ય ટૂંક સમયમાં રોમની પોપ પ્રણાલીએ હસ્તગત કરી લીધું, અને સતાવણી હજી બમણા આવેગથી ચાલુ રહી. રોમની પોપ પ્રણાલીના વિરોધને નાબૂદ કરવા અંતે લાખો અને કરોડો લોકોને પૂછપરછના બહાના હેઠળ મારી નાખવામાં આવ્યા. ઈતિહાસકારો અનુમાન લગાવે છે કે અંધકાર યુગ દરમ્યાન કરોડથી વધુ લોકોએ પોતાના પ્રોટેસ્ટંટ વિશ્વાસને નહિ છોડવાને કારણે તેમના જીવનો ન્યોછાવર કરી દીધા હતા.

            પરંતુ આવો આપણે ભવિષ્યવાણીની રૂપરેખામાં કરૂણ વાર્તાને આગલા વધારીએ. પ્રકટીકરણ ૧૨: આપણને જણાવે છે કે સતાવણીનું દબાણ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે સાચી મંડળીએ શું કર્યું. “તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી કે, જેથી તે અજગરની નજર આગળથી અરણ્યમાં પોતાને નીમેલે સ્થળે ઊડી જાય, અને ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે.”

            કસોટીકાળથી છુટકારો પામવા માટે, વિશ્વાસી પ્રોટેસ્ટંટ શરણાર્થીઓ ઇસુએ આપેલા સત્ય સિદ્ધાંતોને વળગી રહીને આલ્પ્સની પર્વતમાળાઓ અને ખીણોમાં નાસી ગયા. વાલ્ડેન્સિસ, હ્યુગ્યુંનોટ્સ, અને આલ્બીજેન્સિસ(ભાગી ગયેલા પ્રોટેસ્ટંટ લોકો)ની શૌર્યાતા અને સાહસ વિષે પ્રેરીતોના કૃત્યોનું આખું એક બીજું પુસ્તક લખવું પડે જેમણે તે સદીઓના ભયંકર જુલમ દરમ્યાન પોતાનો વિશ્વાસ ત્યજી દેવાનો ઇનકાર કર્યો. ઈશ્વર તેઓને માટે લડ્યા, અને ક્યારેક તો રોમની પીછો કરતી સેનાઓ રહસ્યમય હિમપ્રપાત અને ભૂસ્ખલન દ્વારા કપાઈ જતી હતી. અન્ય સમયે પર્વતીય ઝરણાઓ તે વિશ્વાસુ લોકોના લોહોથી લાલ થઈ જતાં હતા જેઓએ સત્ય પ્રત્યેના તેમના સ્વાર્પણને પોતાના જીવનોથી મુદ્રિત કરી દીધા હતા. પ્રકટીકરણની ભવિષ્યવાણી થોડા ખ્રિસ્તી વિશ્વાસીઓને નેસ્તનાબૂદ કરવાના ભયાનક પ્રયાસોનું પ્રતિકાત્મક દ્રશ્ય રજૂ કરે છે જેઓ અત્યારે પોતાના અસ્તિત્વ માટે છુપાયેલા હતા. “ત્યારે અજગરે તે સ્ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂક્યો કે, તેના પૂરથી તે તણાઇ જાય” (પ્રકટીકરણ ૧૨:૧૫).

            કેટલા સમય સુધી સાચી મંડળીએ અરણ્યમાં ઈશ્વરની દ્રષ્ટિની બહાર રહેવાનુ હતું? ભવિષ્યવાણી પ્રગટ કરે છે તેસમય, સમયો અને અડધા સમયમાટે હશે. કેવું રહસ્યમય છે! વિચિત્ર પ્રકારના સમયગાળાના વર્ણનનો અર્થ શું થાય? તેનો અંત ક્યારે આવશે? એનો જવાબ ૬ઠ્ઠી કલમમાં મળે છે, “અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ, ત્યાં ઈશ્વરે તેણે માટે બારસો સાઠ દિવસો સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે.”

            હવે દ્રશ્ય સ્પષ્ટ થવાની શરૂઆત થાય છે. એક કલમ કહે છે કે સ્ત્રી બારસો સાઠ દિવસ સુધી અરણ્યમાં હતી અને બીજી કલમ જણાવે છે કે તે સ્ત્રી અરણ્યમાંસમય, સમયો અને અડધા સમયસુધી હતી. બંને સમયગાળા એકસમાન છે. એનો અર્થ એવો છે કે ભવિષ્યવાણીના પ્રતીકોમાંસમયએટલે એક વર્ષ, “સમયોએટલે બે વર્ષ, અનેઅડધો સમયએટલે અધધુ વર્ષ. આપણે જ્યારે એક, બે અને અડધું ઉમેરીએ ત્યારે સાડાત્રણ વર્ષનો સમયગાળો થાય છે. અને તે સમયગાળો, બાઈબલના કેલેન્ડર મુજબ ૩૦ દિવસનો એક મહિનો ગણાતા બરાબર ૧૨૬૦ દિવસોનો થાય છે.

            ગણતરી માટે ભવિષ્યવાણીના અર્થઘટનનો એક અન્ય સિદ્ધાંત અહીં ધ્યાનમાં લેવાનો છે. બાઇબલની ભવિષ્યવાણીના પ્રતિક તરીકે એક દિવસની ગણતરી હંમેશા એક વર્ષ કરવામાં આવે છે. તે સિદ્ધાંત માટેની ચાવી તમને હઝકિયેલ :૬માં જોવા મળશે. “...દર વરસને માટે એક દિવસ લેખે...” બીજી એક જગ્યાએ શબ્દોમાં કહેવામા આવ્યું છે, “... એક દિવસને બદલે એક વર્ષ લેખે...” (ગણના ૧૪:૩૪).

            કૃપા કરી ધ્યાનમાં રાખો કે બાબત કેવળ ભવિષ્યવાણીના પ્રતીકોને લાગુ પડે છે અને તેને પવિત્ર શાસ્ત્રના અન્ય ભાગોમાં વાંચી શકાય નહિ. એક દિવસનો ઉપયોગ કેવળ સ્પષ્ટ ભવિષ્યવાણીના સંદર્ભમાં એક વર્ષ માટે થાય છે. બાબત સ્ત્રીને ૧૨૬૦ શાબ્દિક વર્ષોના સમયગાળા માટે તેણીને અરણ્યમાં છુપાવે છે.

            આપણો સારાંશ, પછીથી, એવો હોઇ શકે કે ૧૨૬૦ વર્ષોના અંત સુધી જગતમાં સાચી મંડળી દ્રશ્યમાન થઈ શકે નહિ. શું ઈશ્વરના સાચા લોકો સાથે આવું બન્યું છે ખરું? પોપની સત્તાએ તેના ધાર્મિક રાજકીય સત્તાનો ઉપયોગ કરીને સાચા સિદ્ધાંતોને ક્યાં સુધી દબાવવાનું ચાલુ રાખ્યું હતું?

            અહીં ઇતિહાસનો એક રસપ્રદ મુદ્દો છે. .. ૫૩૮માં, જસ્ટિનિયન સમ્રાટ દ્વારા એક આદેશ અમલમાં લાવવામાં આવ્યો જેના દ્વારા રોમન મંડળીને સંપૂર્ણ અધ્યાત્મિક પ્રાધાન્ય સુપરત કરવામાં આવ્યું. ધીમે ધીમે, ધાર્મિક જુલમ જ્યાં સુધી છેવટે રાજાઓએ શાસન શરૂ કરતાં પહેલા પોપની પરવાનગી લેવાની ફરજ પડી ત્યાં સુધીમાં નાગરિક સત્તાઓ સાથેના જોડાણમાં પરિવર્તિત થઈ ગયો હતો. પ્રકારની વ્યવસ્થા અને પ્રથા ..૧૭૯૮માં જ્યારે ફ્રેંચ ક્રાંતિએ સમગ્ર યુરોપને ઘમરોળ્યું ત્યાં સુધી ચાલુ રહી. વિશેષ પ્રકારના અધિકારો ધારણ કરતા પાદરીઓ સામે દલિત ખેડૂતોના અનુગામી વિદ્રોહમાં, ..૧૭૯૮માં પોપને બંદીવાન બનાવી લેવામાં આવ્યા. પોપની સંપતિ જપ્ત કરી લેવામાં આવી હતી અને ફ્રેંચ ડિરેક્ટરી સરકારે ફરમાન બહાર પાડ્યું હતું કે હવેથી રોમમાં કોઈ બિશપ હશે નહિ. ..૫૩૮માં શરૂ થયેલી પોપની દમનકારી સત્તા બરાબર ૧૨૬૦ વર્ષો પછી ..૧૭૯૮માં સમાપ્ત થઈ.

પ્રકરણ

સાચી મંડળીના ત્રણ ગુણો

            બાબત આપણને એક મહત્વપૂર્ણ અવલોકન પર લાવે છે. ..૧૭૯૮ના વર્ષ સુધી વિશ્વમાં સાચી મંડળી દ્રશ્યમાન થઈ શકશે નહિ.  ૧૨૬૦ વર્ષોના અંત સુધી સંતાઈને રહેવાનુ હતું, અને તેઅરણ્યવાસનો સમયગાળો ..૧૭૯૮માં પૂરો થયો. હવે આપણી સમક્ષ સાચી મંડળીની ઓળખ માટેના સૌથી અદ્દભુત ગુણો પૈકીનો એક છે. ગુણ કોઈ ભાવનાત્મક લાગણીઓ પર આધારિત નથી કે બાઇબલના કોઈ અમુક વણસેલા અર્થઘટન પર આધારિત નથી. તેના મૂળ તો ચોક્કસ સમયગાળાના ભવિષ્યવાણીના પ્રાગટ્યમાં છે જેને અસંખ્ય ઐતિહાસિક અહેવાલો દ્વારા ચકાસી શકાય છે. જ્યાં સુધી પોપની સત્તાના વિરોધની અવરોધક શક્તિઓ દૂર થઈ જાય ત્યાં સુધી સ્ત્રી (મંડળી) પોતાને સરળ રીતે દ્રશ્યમાન કરી શકતી નથી. તે ભવિષ્યવાણીની ઘટના ..૧૭૯૮માં બની હતી, અને જેને ટાટ પહેરાવવામાં આવ્યું હતું તે સત્ય હવે અસ્પષ્ટતામાંથી બહાર આવવાનું શરૂ થયું છે જે ટૂંક સમયમાં સ્ત્રીના ભવ્ય અવશેષ તરીકે દ્રશ્યમાન થશે.

            હવે આપણને સ્ત્રીનું વાસ્તવિક વર્ણન બતાવવામાં આવ્યું છે કારણ કે તે વર્ષ ૧૭૯૮ પછી કોઈક સમયે વિશ્વ સમક્ષ આવશે: “ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેના બાકીના સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઇસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો” (પ્રકટીકરણ ૧૨:૧૭).

            વચન સમગ્ર બાઈબલમાં જોવા મળતું સૌથી નિર્ણાયક વચન છે. મૂળ ધર્મપ્રચારક લોકોના વિશ્વાસના અંતિમ દિવસના અવશેષનું આટલું સંક્ષિપ્ત વર્ણન અન્ય ક્યાંય જોવા મળતું નથી કારણ કે તેને યુગોથી સાચવી રાખવામા આવ્યું હતું. અહીં વર્તમાન સમયની સાચી મંડળીની વાસ્તવિક શાબ્દિક વ્યાખ્યા આપવામાં આવી છે. તે એટલું મહત્વનુ છે કે તેનો સંપૂર્ણ અર્થ તારવવા માટે આપણે તેના દરેક શબ્દનું પૃથક્કરણ કરવાના છીએ. જો બાઇબલમાંથી ખરેખર સાચી મંડળી શોધી શકાતી હોય તો વચન છે જે તેને પ્રગટ કરે છે.

            “ત્યારે અજગર....” અજગર કોણ છે? મુદ્દા પર કોઈ પ્રશ્ન હોય શકે. પ્રકટીકરણ ૧૨:૯માં અજગરને શેતાન, અને દુષ્ટ કહેવામા આવ્યો છે, જે આખા જગતને ભમાવે છે.” “ગુસ્સે થયો...” એનો શું અર્થ શું છે? “ગુસ્સો જૂનો અંગ્રેજી શબ્દક્રોધછે. તેનો સરળ છે કે શેતાન ક્રોધિત થયો હતો. તે કોના પર ગુસ્સે થયો હતો? ““સ્ત્રી પર ગુસ્સે થયો...” સ્ત્રી કોણ હતી? આપણે અગાઉ શોધી કાઢ્યું છે કે સ્ત્રી એટલે સાચા અર્થમાં ધર્મપ્રચારક મંડળી, જે ઇસુ ખ્રિસ્તના મૂળભૂત મહાન શિક્ષણને પ્રસ્તુત કરે છે.

            “તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો...” અહીં  દ્રશ્યમાં હવે એક નવો શબ્દ રજૂ કરવામાં આવ્યો છે. શેતાન મંડળીમાં બાકી બચેલાઓની સામે યુદ્ધ કરવા જઇ રહ્યો છે. બચી ગયેલાઓ કોણ છે? તે તો કાપડના બોલ્ટ પરનો છેવાડાનો અંતિમ ભાગ છે. તે તો બરાબર બોલ્ટમાંથી નીકળેલા પ્રથમ ટુકડા જેવુ છે, પરંતુ તે એકદમ છેવાડે થાય છે અને હંમેશા એક નાનકડો ટુકડો હોય છે. બાબત આપણને સ્ત્રીના બાકી બચેલાઓ વિષે શું જણાવે છે? તે તો મંડળીનો એકદમ છેલ્લો અવશેષ છે, સમયના એકદમ અંતિમ ભાગમાં, જે શરૂઆતની ધર્મપ્રચારક મંડળીની માફક ચોક્કસ સિદ્ધાંતો ધરાવે છે. પરંતુ આવો આપણે આને વાંચીએ.

            “જેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે...” વાક્ય કઈ આજ્ઞાઓના સંદર્ભે હશે? તે તો પથ્થરની પાટીઓ પર ઈશ્વરની આંગળીઓ દ્વારા લખાયેલ મહાન નૈતિક નિયમોનો નિર્દેશ કરે છે. દસ આજ્ઞાઓ ઈશ્વરના ચારિત્ર્યને પ્રતિબિંબ કરે છે, ઈશ્વરની તેમના સઘળા સર્જન માટેની ઈચ્છાને પ્રગટ કરે છે, અને તમામ નૈતિક્તા અને સાચી આરાધના માટેના આધારને સ્વરૂપ આપે છે.

            અહીં આપણે સાચી મંડળીની ઓળખના બીજા રસપ્રદ ચિન્હને જોઈએ છીએ. તે બાબત ..1798ના વર્ષ પછી તરત કોઈક સમયે ઊભી થઇ હશે એટલું નહીં, પરંતુ ઈશ્વરના વચનના અધિકાર પર, તે બાબતે ઈશ્વરની તમામ દસ આજ્ઞાઓનું પાલન પણ કર્યું હશે.

            પરંતુ અત્યારે આવો આપણે અદ્દભુત વચન વાંચીએ, “અને ઇસુની સાક્ષીને વળગી રહે છે.” મંડળીના બાકી બચેલાઓનું એક અન્ય લક્ષણ અહીં જોવા મળે છે. અંતિમ સમયની મંડળી ..1798ના વર્ષ પછી ઉદ્દભવી હશે અને તમામ દસ આજ્ઞાઓનું પાલન કર્યું હશે એટલું નહીં, પરંતુ તે મંડળી ઇસુની સાક્ષીને વળગી રહી હશે. પરંતુ ઇસુની સાક્ષી શું છે? વાક્ય થોડું અપરિચિત છે, અને તેના અર્થને પામવા માટે આપણને માનવીય ડહાપણ કરતાં કઈક વધુની જરૂર પડશે.  

            બાઇબલ આપણે માટે અભિવ્યક્તિને કેટલી ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરે છે તેની નોંધ લો. જો લખાણ સાચા અર્થમાં આપણે માટેના અંતિમ સત્યનું હાર્દ ધરાવે છે તો, ઈશ્વરના વચને તેના દરેક ભાગને સ્પષ્ટ કરવો પડશે. દેવદૂતના શબ્દોમાં પ્રદાન કરવામાં આવેલ વ્યાખ્યા છેક સ્વર્ગમાંથી યોહાનને સમજાવવા માટે મોકલવામાં આવી હતી. “હું તો તારો તથા ઇસુની સાક્ષીને વળગી રહેનાર તારા ભાઈઓનો સાથીદ્દાર છું. ઈશ્વરની આરાધના કર; કેમ કે ઇસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે” (પ્રકટીકરણ ૧૯:૧૦).

            અહીં તે જોવા મળે છે! આપણે હવે કોઈપણ જાતની શંકા વિના જાણીએ છીએ કે ઇસુની સાક્ષી પ્રબોધનો આત્મા છે. અને અંતિમ સમયની સાચી મંડળીને ઓળખવા માટેનું ત્રીજું મહાન ચિન્હ છે!

            ચાલો મને તમને કઈક પૂછવા દો. બાઇબલના સરળ વિધાનો ઈશ્વરના વચનમાં સૌથી ઇચ્છિત રહસ્યો સંદર્ભે શૂન્ય હોવાને લીધે શું તમને ઉત્તેજનાની લાગણી થાય છે? હાલના આપણાં સમયમાં આપણે ઈશ્વરના વિશેષ લોકો અને તેમના વિશેષ સંદેશાઓને ઓળખવાની વધુ નિકટ અને નિકટ જઇ રહ્યા છીએ. અને આપણે ઓળખ કરવાના કાર્યમાં બાઇબલની અનુમતિ દ્વારા તેમ કરી રહ્યા છીએ. આપણે ત્રણ નિર્ણાયક લાક્ષણિક્તાઓ પૈકી એકેયને બનાવટી રીતે તૈયાર કરી નથી. પ્રભુ ઇસુ ખ્રિસ્તની અંતિમ સામાની મંડળીમાં તેમના લાગુકરણને કોઈ પ્રામાણિકપણે પડકારી શકે એમ નથી. બાકી બચેલી મંડળીએ ઓળખ માટે બાઇબલ આધારિત ત્રણેય ચિન્હો ધારણ કરવા પડશે :

. ..૧૭૯૮ પછી થયેલો ઉદ્દભવ

. તમામ દસ આજ્ઞાઓનું પાલન

. પ્રબોધનો આત્મા ધારણ કરવો

             હું જાણું છું કે કેટલાક તો અત્યારથી ત્રીજા ગુણ વિષે ગૂંચવણમાં છે. “ભવિષ્યવાણીનો આત્મા તો કેવળઇસુની સાક્ષીજેટલું અગમ્ય છે. પરંતુ મારી સાથે જોડાયેલા રહો, અને ખૂબ જલ્દીથી આપણે તે મુદ્દા અંગે સમજૂતી મેળવી લઈશું.

પ્રકરણ

ઓળખનો એક ચોથો ગુણધર્મ

            અત્યારે હું સાચી મંડળીની શોધની આપણી યાદીમાં એક ચોથો ગુણધર્મ ઉમેરવા માંગુ છું. આપણે શોધી કાઢ્યું છે કે પ્રકારની મંડળી એકદમ છેલ્લી, ઐતિહાસિક સત્યનો છેલ્લો હિસ્સો હશે. તે મંડળી ઈસુના પુનરાગમન અગાઉ ઈશ્વરના સંદેશને પ્રગટ કરતી હશે. હકીકતમાં, જો ઈશ્વર પાસે સમયના અંતમાં જગત માટે કોઈ પ્રકારની સલાહ કે ચેતવણી હોય તો નિશ્ચિતપણે ઈશ્વર તે સંદેશ અંત સમયની બાકી બચેલી મંડળી મારફતે આપશે. હું માનું છું કે આપણે બધા તર્કના નિષ્કર્ષને જોઈ શકીએ છીએ.

            શું ઈશ્વર પાસે ખરેખર પ્રકારનો કોઈ સંદેશ છે ખરો, અને બાઈબલમાં તેને સ્પષ્ટપણે દર્શાવાયો છે? ઇસુએ નિર્દેશ કર્યો હતો કે તે ચોક્કસ નિર્ધારિત સત્યનું પ્રાગટ્ય તરત માનવ ઇતિહાસના અંત અગાઉ થશે. ઈસુના શબ્દોને સાંભળો: “અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે અંત આવશે” (માથ્થી ૨૪:૧૪).

            ખ્રિસ્તના પુનરાગમનની નિશાની રાજ્યની સુવાર્તાના વિશ્વવ્યાપી પ્રચાર અંગેની હશે. ત્યારપછી અંત આવશે. હવે મને નજદીકથી અનુસરો. યોહાન કે જેણે પ્રકટીકરણ નિહાળ્યું તેણે ખરેખર તો સંદર્શનમાં ખ્રિસ્તના શબ્દોની પરિપૂર્ણતા જોઈ હતી. યોહાને લખ્યું છે કે, “પછી મેં એક બીજા દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી” (પ્રકટીકરણ ૧૪:,).

            આગામી કેટલીક કલમો તે છેલ્લી સનાતન સુવાર્તામાં વિશેષ શું સમાયેલું છે તેનું  સચોટપણે વર્ણન કરે છે. અને ત્યારપછી તરત યોહાને કહ્યું કે, “પછી મેં જોયું, તો જુઓ, ઊજળું વાદળું ને તેના પર મનુષ્યપુત્રના જેવા એક પુરુષ બેઠેલા હતા. તેમના માથા પર સોનાનો મુગટ હતો, અને તેમના હાથમાં ધારવાળું દાતરડું હતું. પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળાં પર બેઠેલા પુરુષને મોટે સ્વરે હાંક મારી, “તમે તમારું દાતરડું લગાડીને કાપો, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપુરી પાકી ગઈ છે.” ત્યારે વાદળાં પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું નાખ્યું. એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી” (પ્રકટીકરણ ૧૪:૧૪-૧૬).

            શું તમને ખબર પડી? ચોક્કસસુવાર્તાપૃથ્વીના દરેક દેશોને આપવામાં આવી કે તરત અંત આવ્યો. ઇસુએ વાત કહી હતી કે સુવાર્તા... જગતમાં પ્રગટ કરાશે.. અને ત્યારે અંત આવશે.”

            હું તમને સમર્પિત કરું છું કે સંદેશ ગમે તે હોય, તે સંદેશ સૌથી તાકીદનો અને અનિવાર્ય હોવો જોઈએ જે માનવ કાનોએ ક્યારેય સાંભળ્યો હોય. યોહાન અને ઇસુ બંને સાક્ષી આપે છે કે સંપૂર્ણ થયા પછી તે ખ્રિસ્તના ગૌરવપૂર્ણ રાજ્યમાં પ્રવેશ કરાશે.

            શું આપણે જાણી શકીએ તે અંતિમ ચેતવણીમાં શું સમાયેલું હશે? યોહાન સરળ શબ્દોમાં તેનું વર્ણન કરતા કહે છે કે કોઈએ શંકામાં રહેવાની જરૂર નથી. “તે મોટે સ્વરે કહે છે, “ઈશ્વરથી બીહો, ને તેને મહિમા આપો, કેમ કે તેના ન્યાયીકરણનો સમય આવ્યો છે” (પ્રકટીકરણ ૧૪:). ધ્યાનમાં રાખો કે ઈશ્વરની અંતિમ ચેતવણીનો એક ભાગ પ્રગટ કરી રહ્યો છે કે ન્યાયીકરણ ક્યારનુંએ શરૂ થઈ ગયું છે. “સમય આવ્યો છે,” અને નહિ કેસમય આવશે.” પૃથ્વીના દરેક દેશને પ્રકારના પુનર્ગમન પૂર્વેના ન્યાયીકરણના સંદેશના ઉપદેશ માટે આપણે જોવું અને સાંભળવું પડશે.

            પ્રથમ દૂતના સંદેશનો આગામી ભાગ છે: “અને જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો” (પ્રકટીકરણ ૧૪:). શું વિધાન પરિચિત લાગે છે? લાગવું જોઈએ, કેમ કે તેનો એક એક શબ્દ બાઈબલની દસ આજ્ઞાઓમા ચોથી આજ્ઞામાંથી નોંધવામાં આવ્યો છે, જે મજબૂત રીતે નિર્દેશ કરે છે કે સાબ્બાથ સુવાર્તાનો ભાગ હશે કે જેનો પ્રચાર જગતના અંત પહેલા સર્વ દેશમાં કરવો પડશે.

            ઈશ્વરની આરાધના સરજનહાર તરીકે તમે કેવી રીતે કરો છો? દસ આજ્ઞાઓના હાર્દમાં , ઈશ્વરે તેનો જવાબ લખ્યો છે, “કેમ કે દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્ન કર્યા, ને સાતમે દિવસે તેઓ સ્વસ્થ રહ્યા, માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો” (નિર્ગમન ૨૦:૧૧).

            સાચી આરાધના ઈશ્વરની સર્જનાત્મક શક્તિ અને તેમના અધિકારની માન્યતામાંથી ઉદ્દભવે છે, અને સાબ્બાથ ઈશ્વરની પોતાની સ્થાપિત નિશાની છે કે તેઓ દરેક વસ્તુના સરજનહાર છે. વારંવાર સમગ્ર બાઇબલમાં ઈશ્વર તેમની આરાધનાનો દાવો કરે છે કેમ કે તેમણે બધી વસ્તુઓનું સર્જન કર્યું છે. “ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઈચ્છાથી તેઓ હતા, ને ઉત્પન્ન થયા” (પ્રકટીકરણ :૧૧).

            ઈશ્વર વારંવાર જુઠા દેવોને પડકાર આપે છે કારણ કે તે જુઠા દેવો સર્જન કરી શક્યા નહોતા. “તેઓને કહો કે જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યા નહિ તેઓ પૃથ્વી પરથી તથા આકાશ નીચેથી નાશ પામશે... તેમણે પોતાના સામર્થ્યથી પૃથ્વી બનાવી છે, પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે, ને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે” (યર્મિયા ૧૦:૧૧,૧૨). “આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે ઈશ્વર છે...પૃથ્વીના બનાવનાર તથા તેના કર્તા તે છે” (યશાયા ૪૫:૧૮).

            એક ઈશ્વર છે જેઓ આરાધનાને યોગ્ય છે તે અને પોતાની સાર્વભૌમ અધિકારની મોટી યાદગીરી કે નિશાની તરીકે ઈશ્વર દ્વારા સાબ્બાથની સ્થાપના કરવામાં આવી હતી. સરજનહારે સાચા સાબ્બાથને ચિંહિત કરવા માટે સાત દિવસના સપ્તાહના ઇચ્છાધીન ચક્રને અમલમાં મૂક્યું છે, કે જેથી જગતને ખબર પડે કે કોની આરાધના અને ક્યારે કરવી. રીતે પ્રથમ દૂતનો સંદેશ માણસો માટે છે કેજેણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર બનાવ્યા છે તેની આરાધના કરવીસાબ્બાથ દિનને પવિત્ર પાળવાનો સંદેશ છે.

            યોહાન દ્વારા વર્ણન કરવામાં આવેલ બીજા અને ત્રીજા દૂતના સંદેશાઓનો સંક્ષિપ્તમાં સારાંશ રીતે આપી શકાય: “પડ્યું રે, મોટું બાબિલોન શહેર પડ્યું, જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલા... શ્વાપદને તથા તેની મુર્તિને જો કોઈ પૂજે, ને તેની છાપ પોતાના કપાળ પર અથવા ફટાણાં હાથ પર લે... પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે” (પ્રકટીકરણ ૧૪:-૧૦). ઘણા લોકોના અભિપ્રાયથી વિપરીત, શ્વાપદના સંદેશાનો સાદો, નીડર પ્રચાર ઈશ્વરના રાજ્યની સનાતન સુવાર્તામાં સામેલ છે. શ્વાપદની છાપ કે નિશાની સામેની ચેતવણીઓ પણ દરેક દેશ, જાતિ, ભાષા અને પ્રજાઓને આપવામાં આવશે. પછી અંત આવશે!

            આપણે હવે આની ત્રણ ગુણધર્મોની સાથે ચોથા ગુણધર્મને ઉમેરવા માટે તૈયાર છીએ. અંત સમયની બાકી બચેલી સાચી મંડળીનો ઉપયોગ પૃથ્વી પરના સઘળા રહેવાસીઓને ઈશ્વરની ચેતવણીના અંતિમ સંદેશને પહોંચાડવા માટે ઈશ્વર દ્વારા ચોક્કસપણે કરવામાં આવશે. સંદેશામાં () ન્યાયીકરણનો સમય આવ્યો છે, () સાચા સાબ્બાથનું પાલન, () આત્મિક બાબિલોનનું પતન, અને () શ્વાપદની છાપ કે નિશાનનો સમાવેશ થાય છે.

            ઉપરોક્ત બાબત વર્તમાન સમયની સાચી મંડળીની વિશિષ્ટ લાક્ષણિક્તાઓની અદ્દભુત શ્રેણીને સંપૂર્ણ કરે છે.

. ..૧૭૯૮ પછી થયેલો ઉદ્દભવ

. તમામ દસ આજ્ઞાઓનું પાલન

. પ્રબોધનો આત્મા ધારણ કરવો

. ત્રણ દૂતોના સંદેશાઓનો વિશ્વવ્યાપી પ્રચાર કરવો (પ્રકટીકરણ ૧૪)

            અત્યારસુધી આપણે જે શોધી કાઢ્યું છે તે પ્રતિ કોઈ વિચારશીલ વ્યક્તિ અસંમત થઈ શકે ખરી? આપણી પાસે અત્યારે આપણાં હાથોમાં વિશ્વના સૌથી વિચિત્ર રહસ્યો ખોલવાની ચાવી છે. ઈશ્વરે પ્રકટીકરણના એક જબરદસ્ત, પ્રબોધકીય અધ્યાયમાં તમામ કડીઓ કેન્દ્રિત કરી છે. ઓળખની નિશાની પર ધ્યાન કેન્દ્રિત કરો. ઈશ્વરની યાદી છે, મારી નહિ. મેં કેવળ તેને ઈશ્વરના પ્રેરિત વચનના પુસ્તકમાંથી ઊંચકી લીધા છે. તે વચનો આજે આપણને સાચી મંડળી વિષે શું જણાવે છે?

            સૌથી પ્રથમ, તેનો ઉદ્દભવ ..૧૭૯૮ પહેલા થયો નહિ હોય. બાબત જગતના મોટાભાગની મહાન લોકપ્રિય મંડળીઓને ખારીજ કરે છે. વ્યવહારિક રીતે તે બધાની સ્થાપના ..૧૭૯૮માં પહેલા થઈ હતી. બીજું, તે એક એવી મંડળી હોવી જોઈએ જે તમામ દસ આજ્ઞાઓનું પાલન કરતી હોય. પ્રથમ દ્રષ્ટિએ, કઈ મંડળી સાચી મંડળી છે તે શોધવા માટે ખૂબ નબળી નિર્ણાયક કસોટી લાગે છે. ચોક્કસપણે તે બધી મંડળીઓ ઈશ્વરના મહાન નૈતિક નીતિનિયમોનું શિક્ષણ આપતી હશે અને તેનું પાલન પણ કરતી હશેઅથવા તે મંડળીઓ કરશે? હકીકત છે કે બહુ ઓછી સમકાલીન મંડળીઓ તમામ દસ આજ્ઞાઓના પાલનનો દાવો કરે છે. તે પૈકીની મોટાભાગની મંડળીઓ મુક્તપણે સ્વીકારે છે કે તેઓ ચોથી આજ્ઞા દ્વારા આવશ્યક સાતમા દિવસ સાબ્બાથનું પાલન કરતા નથી. સાબ્બાથને બદલે તેઓ સપ્તાહના પ્રથમ દિવસનું પાલન કરે છે.

પ્રકરણ

મોટાભાગની મંડળીઓ બાઇબલ આધારિત કસોટીમાં નિષ્ફળ જાય છે

            શું વિચિત્ર નથી લાગતું? ઈશ્વરે તેમના પોતાના હાથોથી લખ્યું છે કે, “સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે, તેમાં તું કઈ કામ કર” (નિર્ગમન ૨૦:૧૦). ઈશ્વરે પવિત્ર ઠરાવેલ અને આદેશ કરેલ દિવસ અંગે કોઈને ક્યારેય મૂંઝવણ થઈ નથી. બધા પ્રબોધ કરે છે અને મંડળીઓ મુક્તપણે સ્વીકારે છે કે શનિવાર અઠવાડીયાનો સાતમો દિવસ છે. છતાં તે પૈકીના મોટાભાગના લોકો દર અઠવાડિયે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને સાબ્બાથને દિવસે કામ કરી રહ્યા છે જેને ઈશ્વરે પ્રતિબંધિત ઠરાવ્યું છે.

            સાતમા દિવસના સાબ્બાથના ઉલ્લંઘનની ભરપાઈ કરવા માટે તેઓએ ઈશ્વરની આજ્ઞાને બદલે અન્ય એક દિવસઅઠવાડીયાના પ્રથમ દિવસને ઠરાવ્યો છે.

            ઈશ્વરના મહાન નૈતિક નીતિનિયમોની પ્રકારની ઈરાદાપૂર્વકની ચાલાકીને તેઓ કેવી રીતે ન્યાયી ઠરાવી શકે? આપણે કેવી રીતે જોઈએ છીએ તેનાથી પરિસ્થિતીમાં કોઈ ફરક પડતો નથી! ઘણી મંડળીઓ દસ આજ્ઞાઓને કેવળ મૂસા દ્વારા આપવામાં આવેલ ઔપચારિક નિયમો તરીકે બાજુએ હડસેલી દે છે અને શિક્ષણ આપે છે કે દસ આજ્ઞાઓને વધસ્તંભ પર રદબાતલ કરવામાં આવી છે! અન્ય મંડળીઓ એવું માને છે કે સાબ્બાથ સિવાયની તમામ દસ આજ્ઞાઓને નવા કરારમાં લઈ જવામાં આવી છે. બંને કિસ્સામાં, ચોથી આજ્ઞા, જેમાં ઈશ્વરના સર્જનાત્મક અને ઉદ્ધારાત્મક સામર્થ્યની વિશેષ નિશાની સમાયેલી છે તેને નકારી કાઢવામાં આવે છે અને અપમાનિત કરવામાં આવે છે.

            છતાં આપણે શોધી કાઢ્યું છે કે સાચી મંડળીને દસ આજ્ઞાના પાલન માટે અલગ કરવામાં આવશે. તેની નોંધ કરો. બાઇબલના સ્પષ્ટ શિક્ષણ પ્રમાણે, જ્યાં સુધી કોઈપણ મંડળી સાતમા દિવસને સાબ્બાથ તરીકે પવિત્ર પાળતી નથી અને અન્ય નવ આજ્ઞાઓને અનુસરતી નથી ત્યાં સુધી તે મંડળી સ્ત્રીનો અવશેષ બની શકતી નથી. અચાનક, આપણે જોઈએ છીએ કે જે મંડળીઓ પ્રથમ કસોટીમાં ઉતીર્ણ થાય છે તેમાંથી મોટાભાગની મંડળીઓ અન્ય કસોટીઓમાં નિષ્ફળ જતી હોય છે.

            પરંતુ હવે આપણે ભવિષ્યવાણીની ત્રીજી આવશ્યકતા તરફ જઈએ છીએ. અંતિમ સમયની બાકી બચેલી મંડળીએ પોતાનામાં ભવિષ્યવાણીની ભાવનાને ધારણ કરવી પડશે. એનો અર્થ શું છે? કોઈપણ શંકાને સ્થાન વિના ઓળખની વિશિષ્ટ ધજા આપણી યાદીમાં સૌથી અગત્યની છે.આપણે પણ શોધી કાઢીશું કે આમાં ભવિષ્યવાણીની સમજણ અને પ્રચાર કરતાં બીજી ઘણીબધી બાબતોનો સમાવેશ થાય છે.

            છેવટે, વિશિષ્ટ મંડળી - ન્યાયીકરણનો સમય આવી ગયો છે, સાતમો દિવસ સાબ્બાથ છે, બાબિલોન પડી ભાંગ્યું છે, અને શ્વાપદની છાપ સામેની ચેતવણીઓના અનોખા સંદેશને પૃથ્વીના દેશોમાં પ્રગટ કરવા દ્વારા અલગ કરવામાં આવશે.

            આધુનિક મંડળીની વ્યવસ્થા કે જેનો પ્રેરિત લાક્ષણિક્તાઓ સાથે બંધ બેસે છે તેના વિષે વધુ કઈક કહીએ તે પહેલા, આવો આપણે ઓળખના ત્રીજા નંબરના મુદ્દા પર પાછા ફરીએ, કે જેને હજી સંપૂર્ણપણે સમજાવવામાં આવ્યો નથી.

પ્રકરણ

પ્રબોધનો આત્મા

            ઈશ્વરની પ્રેરણા હેઠળ, યોહાને ઘોષણા કરી કે સ્ત્રીના બાકી બચેલાઓ પાસેઈસની સાક્ષીહશે. અભિવ્યક્તિ કેટલેક અંશે અસ્પષ્ટ હોવાથી, યોહાન પછીથી સ્પષ્ટતા કરે છે જે હજી પણ ઇચ્છિત થવા વિષે ઘણું બાકી છે. યોહાને સરળ રીતે કહ્યું કે, “ઇસુ વિષેની સાક્ષી પ્રબોધનો આત્મા છે” (પ્રકટીકરણ ૧૯:૧૦).

            કમસેકમ સાચી દિશામાં જઈ રહ્યું છે, પરંતુ હવે આપણે શોધી કાઢવું પડશે કે તે અભિવ્યક્તિપ્રબોધનો આત્માદ્વારા યોહાન શું કહેવા માંગતો હતો. તે ગમે તે હોય, તે ઈશ્વર સાથે ઉચ્ચ સ્થાન ધરાવે છે કારણ કે ઈશ્વર તેને અંતિમ સમયમાં પોતાની સાચી મંડળીને ઓળખવાની એક પદ્ધતિ તરીકે સ્થાપિત કરે છે.

            જ્યારે આપણે વિધાનનો પૂરેપૂરો સંદર્ભ તપાસીશું ત્યારે દ્રશ્ય સ્પષ્ટ થવાની શરૂઆત થશે. એક દૂત યોહાનને દ્રશ્યમાન થાય છે અને યોહાન તેને વંદન કરવા અને ચરણસ્પર્શ કરવા ભૂમિ પર પડી જાય છે. યોહાન કહે છે કે, “ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડ્યો, પણ તેણે મને કહ્યું, જોજે, એવું કરતો, હું તો તારો તથા ઇસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કર; કેમ કે ઇસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે” (પ્રકટીકરણ ૧૯:૧૦).

            કલમમાં, કૃપા કરીને નોંધો કે કોને ઇસુની સાક્ષી ધારણ કરેલા અથવા પ્રબોધના આત્મા તરીકે વર્ણવવામાં આવે છે. માત્ર યોહાનનાભાઈઓને ઇસુની સાક્ષીને વળગી રહેલા તરીકે ઓળખવામાં આવ્યા છે. હવે આપણે કેટલીક વધુ માહિતી માટે સંશોધન કરવું પડશે કે યોહાનના ભાઈઓ કોણ હતા. વચન આપણને નિષ્ફળ થવા દેતું નથી. પ્રકટીકરણ ૨૨:,૯માં યોહાન દૂતની વાર્તાને દોહરાવે છે અને થોડી વધુ વિગતો ઉમેરે છે. “જ્યારે મેં સાંભળ્યુ ને જોયું, ત્યારે જે દૂતે મને વાતો બતાવી, તેને વંદન કરવાને હું પગે પડ્યો. પણ તે મને કહે છે, “જોજે, એમ કર; હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા પુસ્તકની વાતો પાળનારાઓનો સાથીદાસ છું. તું ઈશ્વરની આરાધના કરયોહાનના ભાઈઓ પ્રબોધકો છે, અને કેવળ તેમને પ્રબોધનો આત્મા હોવાનું કહેવામા આવ્યું છે.

            અચાનક, આખો કોયડો ઉકલી જાય છે. જેઓ પાસે પ્રબોધનો આત્મા છે તેઓ તો માત્ર પ્રબોધકો છે. જો કેવળ ભવિષ્યવાણી જાણવી અને તેનો પ્રચાર કરવો તેને પ્રબોધનો આત્માકહી શકાય તો, ઘણા આધુનિક શિક્ષકો અને પ્રચારકો તેને લાયક બની શકે. પરંતુ બાઇબલ તેને વધુ સ્પષ્ટ બનાવે છે કે તે તો ભવિષ્યવાણી કરવાની વાસ્તવિક ક્ષમતા છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે તો ભવિષ્યવાણી કરવાનું કૃપાદાન છે. તે કેવળ પ્રબોધકો પાસે હતું.

            હકીકતને પ્રેરિત પાઉલ દ્વારા સમર્થન મળે છે. “કેમ કે જેમ ખ્રિસ્ત વિષેની અમારી સાક્ષી તમારામાં દ્રઢ થઈ તેમ, સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં, તમે સર્વ પ્રકારે તેમનામાં સંપતિવાન થયા, જેથી તમે કોઈપણ કૃપાદાનમાં અપૂર્ણ રહેતા આપણાં પ્રભુ ઇસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જુઓ છો” (પહેલો કરીન્થિ :-).

            અહીંઇસુની સાક્ષીને પ્રબોધનાઆત્માને બદલેકૃપાદાનકહેવામા આવ્યું છે. અને સૂચિતાર્થ ખૂબ મજબૂત છે કે કૃપાદાન આપણાં તારનારના પુનરાગમન સમયે કાર્યરત હશે.

            પાઉલ દ્વારા પ્રાપ્ત પ્રેરિત આંતરદ્રષ્ટિ વડે આપણે પરિચિત મુદ્દા પર ફરી એકવાર પરત ફરીએ છીએ. આપણનેપ્રબોધના કૃપાદાનશબ્દ સામે કોઈ વાંધો નથી. નવા કરારના પત્રો આત્માના તમામ કૃપાદાનોથી ભરપૂર છે જેમાં પ્રબોધના કૃપાદાનનો સમાવેશ થાય છે. પાઉલે એફેસીમાંની મંડળીને ક્યારે અને કેવી રીતે કૃપાદાનો મળે છે તે વિષે કહ્યું હતુ. “ માટે તે કહે છે, “ઊંચાણમાં ચઢીને તે બંદીવાનોને લઈ ગયા, અને તેમણે માણસોને દાન આપ્યા” (એફેસી :).

            બાબત પર થોડી ટિપ્પણી જરૂરી છે. ખૂબ જાણીતું તથ્ય છે કે જ્યારે ઇસુ સ્વર્ગમાં પાછા ચઢી ગયા ત્યારે તેમણે પૃથ્વી પરના તેમના લોકોને માટે ચોક્કસ વિશેષકૃપાદાનોઅને ક્ષમતાઓ છોડી દીધા હતા. હકીકતમાં, તેમને નામ આપવામાં આવ્યા છે. “તેમણે કેટલાક પ્રેરીતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા ઉપદશકો આપ્યા” (એફેસી :૧૨).

            કયા કારણોસર ઇસુએ મંડળીમાં અમુક લોકોને યોગ્ય આત્મિક કૃપાદાનો આપ્યા? “વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને માટે” (એફેસી :૧૧). ઇસુએ તે વિશ્વાસીઓને બાંધવાને માટે તથા મંડળીને મજબૂત કરવાને માટે કર્યું. કૃપાદાનો ખ્રિસ્તના શરીરના આગેવાનોને પરિપક્વ અને સંપૂર્ણ બનાવવા માટે હતા કારણ કે તેઓ સભ્યોને વિકસિત કરવાનો પ્રયત્ન કરતા હતા.

            આગામી કલમ આપણને જણાવે છે કૃપાદાનોની મંડળીને ખરેખર કેટલા સમય માટે જરૂરિયાત છે? “ત્યાં સુધી કે આપણે સૌ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપીર્ણતાની હદે પહોંચીએ” (એફેસી :૧૩).

            જો ભાષાનો આખરે કોઈ અર્થ હોય તો, શબ્દો એક વિચાર સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. તમામ કૃપાદાનો જે ખ્રિસ્તે પોતાની મંડળીમાં સ્થાપિત કર્યા હતા તે સમયના અંત સુધી ચાલુ રહેવા જોઈએ. મંડળીને ખ્રિસ્તની સંપૂર્ણતાની અને પ્રૌઢ પુરુષત્વની હદે લાવવા માટે કૃપાદાનોની આવશ્યકતા રહેશે.

            આગામી સ્પષ્ટ પ્રશ્ન પૂછવાની હિંમત કરીશું? આજે કૃપાદાનો ક્યાં છે? જો કૃપાદાનો સમયના અંત સુધી પોતાના પવિત્ર કામને સારું આપણાં ઈશ્વર દ્વારા ઈરાદાપૂર્વક આપવામાં આવ્યા હતા તો પછી તે કૃપાદાનો આપણી આસપાસની મંડળીઓમાં કાર્ય કરતાં દેખાવા જોઈએ ને? જો તે કૃપાદાનો કાર્યરત છે તો આવો આપણે તેને વિષે તપાસ કરીએ. શું આજે આપણે મોટાભાગની મંડળીઓમાં શિક્ષકોને સેવા કરતાં જોઈએ છીએજવાબ છે હા. પાળકો અને સુવાર્તિકો વિષે શું છે?    

            વ્યવહારુ રીતે દરેક મંડળીમાં તે જોવા મળે છે. તો આપણે પ્રેરીતો વિષે શું કહીશું? શબ્દનો શાબ્દિક અર્થમિશનરીથતો હોવાથી (ગ્રીક ભાષાના શબ્દ પ્રમાણેજેને મોકલવામાં આવ્યો છે”), ફરીથી આપણે કહી શકીએ કે મોટાભાગની આધુનિક મંડળીઓ ચોક્કસ કૃપાદાન માટે લાયક બને છે.

            હમણાં સુધી તો બધુ બહુ સારું છે. પરંતુ હજી એક પ્રશ્ન છેપ્રબોધકોનું શું? મોટાભાગની મંડળીઓ તરફથી પ્રશ્નનો કોઈ તૈયાર જવાબ નથી. વ્યવહારુ રીતે કોઈ મંડળી દાવો કરતી નથી કે પ્રકારની કોઈ બાબત તેમની મંડળીની સેવાપ્રવૃતિનો હિસ્સો છે.

            પરંતુ શા માટે? જો અન્ય તમામ કૃપાદાનો આવશ્યક છે તો, શા માટે પ્રબોધકો જરૂરી નથી? શરૂઆતની મંડળીમાં તેમની પણ ગણતરી કરવામાં આવી હતી. વાસ્તવમાં, પ્રેરિતોના કૃત્યોના પુસ્તક મુજબ, તમામ આત્મિક કૃપાદાનો અસ્તિત્વમાં હતા . “હવે અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ, શિમયોન જે નિગર કહેવાતો હતો તે, કુરેનીનો લૂકીયસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ તથા શાઉલ” (પ્રે.કૃ. ૧૩:). અહીં આપણી પાસે પુરાવો છે કે બે કૃપાદાનો, ઉપદેશકો અને પ્રબોધકો, અંત્યોખમાંની મંડળીના ભાગ હતા. ત્યારપછી પ્રે.કૃ. ૨૧:૯માં આપણે વાંચીએ છીએ કે, “હવે માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.” ધ્યાનમાં રાખો કે એક કુટુંબમાંથી ચાર સ્ત્રીઓને આત્મા દ્વારા પ્રબોધિકાઓ તરીકે નિમવામાં આવી હતી. તેઓની પાસે પ્રબોધનો આત્મા હતો.

પ્રકરણ

મંડળીમાંથી પ્રબોધકો શા માટે અદ્રશ્ય થઈ ગયા?

            સ્વાભાવિક છે કે તમામ કૃપાદાનો પ્રેરિત યુગમાં અને તરત ત્યારપછીના સમયમાં સમાન રીતે કાર્યરત હતા. પરંતુ ત્યારપછીના બસો ત્રણસો વર્ષના ખ્રિસ્તી મંડળીના સમયમાં પ્રબોધવાણીનું કૃપાદાન શા માટે અદ્રશ્ય થઈ ગયુંઅન્ય કૃપાદાનોની જેમ યુગો દરમ્યાન તેનો સમાન રેકોર્ડ આપણી પાસે નથી. શા માટે આપણે આજની તમામ મંડળીઓમાં પાળકો, ઉપદેશકો વગેરેની સાથે પ્રબોધકોને મેળવી શકતા નથી?

            જે રીતે અત્યારે લાખો કરોડો ખ્રિસ્તીઓ કરી રહ્યા છે તે પ્રમાણે આપણે પ્રશ્નને ટાળવાની હિંમત કરી શકતા નથી. ઈશ્વરનું વચન મુદ્દાને આગળ ધપાવે છે અને પ્રક્રિયામાં કોઈ પીછેહઠ કરતું નથી. જોવું સરળ છે કે શા માટે મોટાભાગની મંડળીઓ તેઓ મધ્યે કૃપાદાનની ગેરહાજરીની અવગણના કરવાનો પ્રયાસ કરે છે, વિશેષ કરીને જ્યારે આપણે તેની ગેરહાજરીના કારણો શોધીએ છીએ ત્યારે.

            પ્રેરિત અને ધર્મપ્રચારક મંડળીના સમયગાળા પછી પ્રથમવાર નથી કે જ્યારે પ્રબોધના આત્માને ઈશ્વરના લોકો મધ્યેથી દૂર કરી દેવામાં આવ્યો છે. સત્ય છે કે ઈશ્વર ત્યારે પણ મંડળી સાથે રીતે વર્ત્યાં હતા જે રીતે તેઓ હંમેશા તેમના લોકો સાથે વ્યવહાર કરે છે. સમગ્ર જૂના કરારમાં ઈશ્વરે પોતાના લોકોને બે સ્વર્ગીય સંસ્થાઓ દ્વારા દોરવણી અને સૂચનાઓ આપીનિયમો (આજ્ઞાઓ) અને પ્રબોધકો. યર્મિયા પ્રબોધક દ્વારા ઈશ્વરે ઈઝરાયેલ સાથે વાત કરી, “વળી તું તેઓને કહેજે, “યહોવા કહે છે કે, મારૂ નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂક્યું છે, તે પ્રમાણે ચાલવાને, તથા મારા સેવકોને એટલે પ્રબોધકોને, હું પ્રાત:કાળે ઊઠીને તમારી પાસે મોકલતો આવ્યો છું, તેઓના વચનો જો તમે માનશો નહિ, ને મારૂ કહેવું સાંભળશો નહિ... તો હું મંદિરને શીલોહ જેવુ કરી નાખીશ, ને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં નગરને શાપિત કરીશ” (યર્મિયા 26:4-6).

        આજ્ઞાઓ તથા પ્રબોધકો! બંને એકબીજાની સાથે મળીને કામ કરે છે. તે બંને કેવળ પવિત્ર શાસ્ત્રના લખાણનો ઉલ્લેખ નથી કરતા પરંતુ તે બંને સ્વર્ગીય માર્ગદર્શનના બે અર્થનો પણ ઉલ્લેખ કરે છે. “મારી આજ્ઞાઓ પાળો અને મારા પ્રબોધકોનું સાંભળો ઈશ્વરની આવશ્યકતા છે. અને પવિત્ર નોંધ નિર્દેશ કરે છે કે જો તેઓએ બે પૈકી કોઈ એક સ્વર્ગીય વ્યવસ્થાની અવગણના કરતા તો ઈશ્વર બીજી સંસ્થાને પણ નાબૂદ કરતા, કારણ કે તેઓ ખરેખર તો ઈશ્વરની આગેવાનીની અવગણના કરતાં હતા. અસંખ્ય પ્રસંગોએ ઇઝરાયેલી લોકો ઈશ્વરની આજ્ઞાઓથી દૂર ચાલ્યા ગયા હતા, અને ત્યારે ત્યારે પ્રબોધકીય વાણી પણ મૌન થઈ ગઈ હતી.

            યર્મિયાએ લખ્યું છે કે, “નિયમશાસ્ત્ર હવે નથી. તેના પ્રબોધકોને યહોવા તરફથી સંદર્શન થતું નથી” (યર્મિયાનો વિલાપ :). હઝકિયેલ તેને રીતે જણાવે છે, “તેઓ પ્રબોધક પાસેથી સંદર્શન શોધશે; પણ યાજકમાંથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો, ને વડીલોમાંથી બુદ્ધિનો, લોપ થશે” (હઝકિયેલ :૨૬). જ્ઞાની પુરુષ સુલેમાન રાજાએ સિદ્ધાંતને જણાવ્યો છે, “જ્યાં સંદર્શન નથી હોતું ત્યાં લોક સર્વ મર્યાદા છોડી દે છે; પણ નિયમ પાળનારને ધન્ય છે” (નીતિવચનો ૨૯:૧૮).

            ઈશ્વરની આજ્ઞાના ખુલ્લી અનાજ્ઞાંકિતપણાના સમયમાં, ઈશ્વરે પ્રબોધકોનો ઉપયોગ કેવળ ઠપકો આપવા માટે અને લોકોને પાછા ફરવાનું કહેવા માટે કર્યો હતો, સલાહ કે માર્ગદર્શન આપવા માટે નહિ. જ્યારે તેઓ નિયમથી દૂર ચાલ્યા ગયા ત્યારે તેઓને સમજાયું કે તેઓ અન્ય માર્ગને પણ ગુમાવી રહ્યા હતા જેના દ્વારા તેઓ દિવ્ય દિશા પ્રાપ્ત કરતા હતા. પોતાના ધર્મભ્રષ્ટ સમયમાં શાઉલ પોકાર કરે છે કે, “હું ઘણા સંકટમાં આવી પડ્યો છું. કેમ કે પાલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ને ઈશ્વર મારી પાસેથી જતાં રહ્યા છે, ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતા નથી” (પહેલો શમુએલ ૨૮:૧૫).

            આપણી પાસે આનું સંપૂર્ણ ઉદાહરણ હઝકીએલ ૨૦:૩માં છે જ્યારે લોકો ઈશ્વરની સલાહ માટે તપાસ કરવા આવ્યા. “હે મનુષ્યપુત્ર, ઈસ્ત્રાએલના વડીલો સાથે વાત કર, અને કહે કે, પ્રભુ યહોવા કહે કે, શું તમે મારી પાસેથી ખબર કાઢવા આવ્યા છો? તો પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સંમ કે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ નહિ કિસ્સામાં શા માટે ઈશ્વર તેઓને ઉત્તર આપતા નથી? કલમ ૧૧-૧૩ તેનો જવાબ આપે છે: “મેં તેઓને મારા એવા વિધિઓ આપ્યા, ને તેઓને એવી આજ્ઞાઓ ફરમાવી કે જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે. તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિન્હ તરીકે મેં મારા સાબ્બાથો આપ્યા, સારું કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું. પણ ઇસ્ત્રાયેલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ દંગો કર્યો; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો; વિધિઓ એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા ભ્રષ્ટ કર્યા; ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ

            ચોક્કસપણે આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરે સ્વર્ગીય દોરવણી પૂરી નહિ પાડવાનું કારણ આપ્યું કે કારણ કે તેમણે ઈશ્વરનો નિયમ તોડ્યો હતો અને ઈશ્વરના સાબ્બાથનો અનાદર કર્યો હતો. તે તો સ્પષ્ટપણે ચોથી આજ્ઞાનું ઉલ્લંઘન હતુ જે સ્પષ્ટપણે ઈશ્વરની નારાજગીને છતી કરે છે.

            હવે આપણે નવા કરારના પ્રબોધકોના પ્રશ્ન સાથે વ્યવહાર કરવા માટે, અને શા માટે તેઓ બે-ત્રણ સદીઓ પછી અદ્રશ્ય થઈ ગયા તે જોવા માટે તૈયાર છીએ. મંડળીમાંથી ભવિષ્યવાણીનું કૃપાદાન અદ્રશ્ય થઈ ગયું તે સમયે ઈશ્વરના નિયમનું શું થયું? શરૂઆતની મંડળીના સમયગાળાનો તે ઈતિહસ દર્શાવે છે કે સૂર્યની મૂર્તિપૂજાની તરફેણમાં સાબ્બાથના પાલનને પડતું મૂકવામાં આવ્યું હતું. અન્ય ધર્મી સૂર્યની મુરીતિપૂજા સાથે શરમજનક સમાધાનને કારણે સત્ય સાબ્બાથ એટલે કે સાતમા દિવસના પાલનનો ખુલ્લો અસ્વીકાર થયો. અને જ્યારે થયું ત્યારે, ઈશ્વરે બરાબર પ્રમાણે કર્યું જેમ તેઓ તેમના લોકો જ્યારે નિયમશાસ્ત્રથી દૂર ચાલ્યા જતાં હતા અને તેમની સાથે કરતા હતા. ઈશ્વરે પ્રબોધના આત્માની દોરવણી તેમની પાસેથી પરત ખેંચી લીધી. પ્રબોધકો મંડળીમાંથી અદ્રશ્ય થઈ ગયા.

            બાબત આપણને એક ઉત્તેજક અને પડકારરૂપ પ્રશ્નની સાથે મોંઢામોઢ કરાવે છે. શું માનવાને કોઈ કારણ છે કે જ્યારે મંડળી નિયમના પાલનની પુન:સ્થાપના કરે છે અને સાચા સાબ્બાથને ફરીથી અનુસરવાનું શરૂ કરે છે ત્યારે, ઈશ્વર પણ મંડળીમાં પ્રબોધના આત્માની પુન;સ્થાપના કરશે? બાબત આપણને તે સીધા પ્રકટીકરણના ૧૨માં અધ્યાયની ક્રિયાશીલ ભવિષ્યવાણી અને સાચી મંડળીના ઈશ્વરના વર્ણન પર દોરી જાય છે. હવે, પ્રથમ વાર, આપણે તે સત્તરમી કલમત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેના બાકીના સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઇસુની સાક્ષીને વળગી રહે છેના મહત્વને જોઈ શકીએ છીએ.

            શું તમે તે જુઓ છો? ઘણા લાંબા સમયથી ઉપેક્ષિત નિયમ હવે જે જ્યાં તે હોવો જોઈએમંડળીમાં તે ત્યાં પુન:સ્થાપિત થાય છે. નિયમ કે ઈશ્વરની આજ્ઞાને સાથોસાથ ઇસુની સાક્ષી છે, જે પ્રબોધનો આત્મા છે. આના વિષે વિચાર કરો! અંતિમ સમયની ઈશ્વરની મંડળીના બાકી બચેલાઓ મધ્યે ફરીથી એકવાર ઈશ્વરની આજ્ઞા કે નિયમ અને પ્રબોધકો એકસાથે પરત ફરે છે! જે રીતે ધર્મભ્રષ્ટ મંડળીના સમય અગાઉ હતું તેમ તમામ કૃપાદાનો ફરીથી એકવાર કાર્યરત થાય છે.

            ધ્યાનમાં રાખો કે મંડળીના બાકી બચેલાઓએ બરાબર શરૂઆતની મંડળીની માફક રહેવાનુ છે તેના સિવાય તેનો અંત ખૂબ નજીક છે, અને તે નાનો ટુકડો છે. રસપ્રદ ભવિષ્યવાણી પ્રગટ કરે છે કે અંતિમ સમયમાં પ્રેરીતોના વિશ્વાસની પુન:સ્થાપના થશે. શરૂઆતના જેવો સાબ્બાથ પુન:સ્થાપિત કરવામાં આવશે. શરૂઆતના જેવો પ્રબોધનો આત્મા, અને આત્માના કૃપાદાનો પ્રગટ થશે, અને ધર્મપ્રચારક મંડળીના તમામ સિદ્ધાંતો ૧૨૬૦ વર્ષોના ગાળા દરમ્યાનની પોપ પ્રણાલીની વિકૃત અસરોથી છુટકારો પામશે.

            એક મંડળીએ, જેને બાકી બચેલા લોકો કે અવશેષ કહેવામા આવે છે તેણે, ..૧૭૯૮ના વર્ષ પછી કોઈક સમયે દ્રશ્યમાન થવું પડશે. તે મંડળી સાબ્બાથના નિયમનું પાલન કરીને પેઢીઓથી સ્થાપિત પાયાને પુન:સ્થાપિત કરશે, પાયો જેના પર ઇસુએ સર્જનના સપ્તાહ દરમ્યાન મનુષ્યનું સર્જન કર્યું હતું, અને સાબ્બાથ જેનું ઈશ્વરે જ્યારે તેઓ પૃથ્વી પર હતા ત્યારે તેનું પાલન કર્યું હતું. તે મંડળીમાં પ્રબોધના સાચા કૃપાદાનનું પ્રાગટ્ય થશે. અસાધારણ આત્મિક આશીર્વાદ તથા સામર્થ્યના અભિષેક હેઠળ તે બાકી બચેલી સાચી મંડળી જગતના સર્વ દેશોને પ્રકટીકરણ ૧૪માં અધ્યાયનો ચેતવણી આપતો વિશેષ અંતિમ સંદેશ પહોંચાડશે. જેમ આપણે અગાઉ શોધી કાઢ્યું છે તેમ ત્રણ દૂતોની ગૌરવશાળી સુવાર્તા વર્તમાન સમયના ન્યાયી ચુકાદા, સાબ્બાથનું પાલન, બાબિલોનનું પતન અને શ્વાપદના સંદેશને સમાવે છે.

            મંડળીને યોહાન દ્વારા ફરી એકવાર શબ્દોમાં ઓળખવામાં આવી છે: “આમાં સંતોનું ધૈર્ય, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઇસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય રહેલું છે” (પ્રકટીકરણ ૧૪:૧૨). તથ્યને નજરઅંદાજ કરશો કે આજ્ઞા પાળનારા સંતોને ઇસુ પરના વિશ્વાસ વડે તેઓ જે કઈ કરે કેવળ તે કરવા માટે સશક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તમે તેઓને મળો છો ત્યારે તેઓ તેમના તારણ માટે પોતાના ન્યાયીપણા વિષે, કે તેમના સારા કૃત્યો પર આધાર રાખીને બડાશ નથી મારતા. સઘળા લોકોથી અલગ, તેઓએ જે તારનારની આરાધના કરે છે તેમની સાથેના તેઓના પ્રેમાળ, વ્યક્તિગત સંબંધને પ્રસ્તુત કરશે. તેમનું આજ્ઞાપાલન કેવળ ખ્રિસ્તના દોષિત અને આપવામાં આવેલ ન્યાયીપણા પર આધારિત હશે. તેઓ આજ્ઞાઓનું પાલન કરશે કારણ કે તેઓને કૃપા વડે તારણ આપવામાં આવ્યું છે અને ઈશ્વર તરફથી કોઈ તરફદારી પ્રાપ્ત કરવા માટે આજ્ઞાપાલન કરતાં નથી.

            સમય સુધીમાં તો તમે કદાચ રોમાંચક જિજ્ઞાસાની સ્થિતિમાં આવી ગયા હશો કે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતી કોઈ મંડળી બાઇબલમાં નિર્ધારિત અતુલ્ય શરતોને પૂર્ણ કરી શકે છે કે કેમ. ઘણાઓ સાચી મંડળી હોવાનો દાવો કરે છે, પરંતુ તેમનો દાવો ઈશ્વરના વચનની આવશ્યકતાઓ પર આધારિત નથી. કેવળ તે મંડળી જે પ્રકટીકરણના પુસ્તકમાં નિર્ધારિત ચાર ચોક્કસ ચિન્હો સાથે સુસંગત છે તેનો યોગ્યતા માટે વિચાર થઈ શકે એમ છે. કેવળ ધારણા કરો કે આજે આપણે પ્રકારની માત્ર એક મંડળીને જોઈ શકીએ છીએ જે મંડળી બાઇબલ આધારિત તમામ ચાર કસોટીઓમાં પાર ઉતરે છે. શું આપણે અપેક્ષા રાખી શકીએ કે તે મંડળી એક એવી સાચી અને સંપૂર્ણ મંડળી હશે જે મંડળીના સભ્યો દોષરહિત હશે? તેનાથી વિપરીત, તે મંડળી ચોક્કસપણે સરેરાશ સ્ત્રીઓ અને પુરુષોથી બનેલી હશે જે અન્ય તમામ મનુષ્યોની જેમ સમાન નિષ્ફળતાને આધીન હશે. “બાકી બચેલી મંડળીના માપદંડોને પૂર્ણ કરવા માટે તુલનાત્મક રીતે મંડળી નાની હોવી જોઈશે. ઇસુએ કહ્યું છે કે સત્યનો માર્ગ સાંકળો છે અનેજેઓને તે જડે છે તેઓ થોડા છે” (માથ્થી :૧૪) ફરીથી ઇસુ પ્રગટ કરે છે, “જેમ નૂહના દિવસોમાં થયું, તેમ માણસના દીકરાના સમયમાં પણ થશે” (લૂક ૧૭:૨૬). મોટી મંડળી, હજારો સભ્યો, બહુમતી પર વિશ્વાસ કરીને કોઈએ છેતરાવું નહીં. તારણ પામેલાઓ તો પેલા આઠ લોકોના આત્માની સરખામણીએ હશે જેઓને મહાન જળપ્રલયના સમયે વહાણમાં લેવામાં આવ્યા હતા. સત્ય ક્યારેય લોકપ્રિય હોતું નથી, અને તે વિષયાસક્ત ભોગવિલાસ અને ભૌતિકવાદના અંતિમ સમયમાં હજી પણ ઓછું થશે. બાકી બચેલી સાચી મંડળી તેમના આનંદી જીવનશૈલી સાથેની મહાન, લોકપ્રિય મંડળીઓમાં જોવા મળશે નહિ. ઇસુએ કહ્યું હતું કે, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું” (માથ્થી ૧૬:૨૪).

            પાઉલની સલાહ પ્રમાણે હતી: “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ” (બીજો કરીન્થિ :૧૭). પાઉલે તિતસને લખ્યું કે, “કેમ કે ઈશ્વરની જે કૃપા સર્વ માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે. તેથી... અધર્મ અને વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રામાણિકપણે, તથા ભક્તિભાવ રાખીને વર્તવું. અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની, અને મહાન ઈશ્વર તથા આપણાં તારનાર ઇસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી... અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે” (તિતસ :૧૧-૧૪).

            અને પ્રકારના ઘણા સંબંધિત વચનો નિર્દેશ કરતાં હોય એવું લાગે છે કે અંતિમ સમયની સાચી મંડળી જગતને તે રીતે દેખાશે જે રીતે ઇસુ અને તેમના અનુયાયીઓ તેમના સમયમાં આદરણીય હતા. બાકી બચેલા લોકોની મંડળી તો મૂળ મંડળીનું વિસ્તરણ હોવાથી તેનો બહુમતી લોકો દ્વારા તિરસ્કાર કરવામાં આવશે, તેણે વિલક્ષણ તરીકે ગણવામાં આવશે અને છેવટે શરૂઆતની મંડળીની માફક મૃત્યુને લાયક ગણવામાં આવશે. પ્રકટીકરણનું પુસ્તક દરેક વ્યક્તિ પર છાપ કે નિશાની લગાવવાની અંતિમ સમયનીશ્વાપદશક્તિની શેતાની યોજનાનો પર્દાફાશ કરે છે, અને જેઓ તે છાપ ધારણા નહિ કરે તેમને મૃત્યુદંડની શિક્ષા કરવામાં આવશે.જે રીતે તમે બિંદુએ શંકા કરી શકો છો કે જેઓ તે શ્વાપદની છાપનો પ્રતિકાર કરશે તે એવા લોકો હશે જેઓઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઇસુમાં વિશ્વાસ રાખે છે” (પ્રકટીકરણ ૧૪:૧૨). બીજા શબ્દોમાં કહીએ તો, બાકી બચેલી મંડળીના લોકો.

             ફરીથી તે બાબત પર ભાર મૂકવો પડશે કે સઘળા જેઓ અવશેષ મંડળી એટલે કે બચી ગયેલી અંતિમ સમયની સાચી મંડળીના સભ્યો છે તે તમામ લોકો તારણ પામશે તે જરૂરી નથી. બીજી અન્ય મંડળીઓની જેમ તે મંડળી પણ સાધારણ સભ્યોની બનેલી હશે જેમણે ઇસુ ખ્રિસ્ત સાથેના તારણના સંબંધને સતત જાળવી રાખવો પડશે. તે નિ:સંદેહ સત્ય છે કે તમામ મંડળીઓ અને પંથોમાં તારણ પામેલા અને તારણ નહિ પામેલા લોકો હશે. દરેક વ્યક્તિનો ન્યાય પ્રગટ સત્યને આધારે અને તે વ્યક્તિ જે બાબત જાણતો હતો તેનું તેણે પાલન કર્યું છે કે નહિ તેને આધારે થશેબાકી બચેલી મંડળીના સભ્યો પાસે મહાન પ્રકાશ હશે, અને તે મુજબ તેઓનો ન્યાય કરવામાં આવશે. ઘણા લોકો કસોટીમાં નિષ્ફળ જશે, કારણ કે તેઓ ખ્રિસ્તીના ન્યાયીપણાના તારણના માપદંડને બદલે સત્ય અંગેના તેમના પોતાના જ્ઞાનના પર આધાર રાખે છે. તે કારણ કેબાકી બચેલી મંડળીમાં પણ ઘણાઓ માટે નાશ પામવાનું શક્ય છે. અન્ય લોકો જેઓની પાસે અતિઘણો પ્રકાશ નથી તેઓનો સ્વીકાર કરવામાં આવશે જો તેઓ ઇસુને ઓળખશે અને પ્રગટ કરવામાં આવેલ પ્રકાશમાં ચાલશે.

            પરંતુ તે અવલોકનો કર્યા પછી, આપણે પણ સ્વીકારવું પડશે કે ઈશ્વર પાસે એક વિશેષ સંદેશ સાથેની વિશેષ મંડળી છે જે મંડળીને સ્ત્રીનીબાકી બચી ગયેલીતરીકે નિયુક્ત કરવામાં આવી છે. મંડળી અંત સમયની નજીક દ્રશ્યમાન થશે, જે મંડળી શરૂઆતની ધર્મપ્રચારક પ્રેરિત મંડળીની માફક સિદ્ધાંતો ધારણ કરશે, જે મંડળી તમામ દસ આજ્ઞાઓનું (સાબ્બાથ સહિત) પાલન કરશે, અને જે મંડળી પ્રબોધ કરવાના કૃપાદાનને ધારણ કરશે, તથા જે મંડળી પ્રકટીકરણ ૧૪માં અધ્યાયનો પ્રચાર સમગ્ર જગતમાં કરશે.

પ્રકરણ

શું કોઈ મંડળી ચાર કસોટીઓના માપદંડને પરિપૂર્ણ કરે છે?

            શું અત્યારે વિશ્વમાં એવી કોઈ મંડળી છે જે મંડળી બાઇબલના લખાણની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરતી હોય? ઈશ્વર આપણને આશ્ચર્યમાં છોડી દેતા નથી. ઈશ્વરે માપદંડોને બાઈબલમાં એટલા વિશિષ્ટ અને સ્પષ્ટ અને સરળ કર્યા છે કે બધાને ખબર પડે કે શું શોધવું જોઈએ. અસંખ્ય મૂંઝવણો ઊભી કરતાં મંડળીના અલગ અલગ નામો અને સંસ્થાઓ સાથે મહાન વિશિષ્ટ ચાર માપદંડોને બંધબેસતા કરવા શું મુશ્કેલ છે? ના જરાપણ નહિ.

            ..૧૭૯૮ પછી પ્રકારની કેટલી મંડળીઓનો ઉદ્દભવ થયો? બહુ થોડી. અને બહુ થોડી મંડળીઓમાંથી કેટલી મંડળીઓ તમામ દસ આજ્ઞાઓનું, સાબ્બાથના પાલન સહિત પાલન કરે છે? ખૂબ જૂજ. પ્રકારની મંડળીઓની સંખ્યા આંગળીના ટેરવે ગણી શકાય તેટલી છે. જૂજ સંખ્યામાં જે મંડળીઓ છે તેમાંની આપણી કેટલી મંડળીઓ પાસે પ્રબોધનો આત્મા છે? અને છેવટે, મંડળીઓ પૈકી કેટલી મંડળીઓ પ્રકટીકરણ ૧૪માં અધ્યાયમાંના ત્રણ દૂતોના સંદેશનો જગતના સર્વ દેશો અને પૃથ્વી પરની ભાષાઓમાં પ્રચાર કરે છે?

            માનો કે માનો, પણ બદલાવ અને નાબૂદી આપણને એક મંડળી તરફ દોરી લઈ જઇ રહ્યું છે. સમયે તમને લટકતા છોડી દેવા પ્રમાણિક્તા કરતાં ઓછું હશે, આશ્ચર્ય થશે કે શું ઈશ્વરે કોઈ અશક્ય વર્ણસંકર મંડળીનું વર્ણન કર્યું છે જેનું ક્યારેય કોઈ અસ્તિત્વ હોઇ શકે. આજની તારીખે અસ્તિત્વ ધરાવતી તમામ સાંપ્રદાયિક પ્રણાલીઓમાંથી, કેવળ એક એવી પ્રથા છે જે અંત સમયની બાકી બચેલી મંડળીના બાઇબલના માપદંડોને સંપૂર્ણપણે પરિપૂર્ણ કરે છે.

            આપણો નિષ્કર્ષ ઐતિહાસિક તથ્યો પર આધારિત હોવો જોઈએ અને એટલા માટે નહિ કે આપણી પાસે કોઈ ચોક્કસ મંડળીને પિસવા માટે કોઈ કુહાડી  છે. પ્રકટીકરણ ૧૨માં અધ્યાયની પ્રેરિત નોંધમાં કોઈ વર્તમાન મંડળી પ્રત્યે કોઈપણ પ્રકારનો કોઈ ભાવનાત્મક પૂર્વગ્રહ નથી.  સૌથી અસંતુષ્ટ વ્યક્તિએ પણ ભવિષ્યવાણીના દ્રશ્યની સંપૂર્ણ તપાસ કર્યા પછી પ્રકારના નિષ્કર્ષ પર આવવું પડશે. બાબત બડાશ મારવા માટે કોઈ અભિમાન કરવા માટે કોઈ જગ્યા છોડતી નથી. રહસ્ય કોઈ વ્યકિત દ્વારા નહિ પણ ઈશ્વરના વચનો દ્વારા છતું કરવામાં આવ્યું છે.  

              બાબત અંગે કોઈ મંડળીનું આપણે જ્યારે નામ આપીએ છીએ ત્યારે તે થોડા ગભરાટ સાથે થવું જોઈએ. આપણી પાસે નિર્વિવાદ પુરાવાઓ હોવા છતાં, આપણી પર સાંપ્રદાયિક્તાનો આરોપ લગાવવા માટે કેટલાક લોકો હંમેશા તૈયાર હોય છે. અન્ય કેટલાક વ્યક્તિગત કે અંગત પૂર્વગ્રહ હોવાને કારણે મહાન સત્યને આપણી પાસેથી ઝૂંટવી લેશે.

            અંત સમયની બાકી બચેલી સાચી મંડળી જે પ્રબોધકીય વર્ણનને પરિપૂર્ણ કરે છે તે કેવળ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ મંડળી છે. ..1844ની આસપાસ ઉદ્દભવ પામેલી નિયતિની ચળવળે અંધકાર યુગ દરમ્યાન ગુમ થઈ ગયેલ અથવા વિકૃત કરી દેવામાં આવેલ સત્યને પુન:સ્થાપિત કરવાનો પ્રબોધકીય કાર્યક્રમ શરૂ કર્યો. ખ્રિસ્તના અને શરૂઆતની મંડળીના મૂળભૂત સિદ્ધાંતો એક પછી એક પોતાની અગાઉની ચમક અને સુંદરતામાં પરત ફર્યા. કેમ કે આજ્ઞાપાલના અને સાબ્બાથના અધિકારને પુન:સ્થાપિત કરવામાં આવ્યા હોવાથી, ઈશ્વરે પણ બરાબર તેમણે જે મુજબ ખાતરી આપી હતી તે પ્રમાણે કર્યું. બાકી બચેલી મંડળીને ઈશ્વરે પ્રબોધનો સુંદર આત્મા પરત કર્યો. કૃપાદાનને ઈશ્વરે શ્રીમતી એલેન જી. વ્હાઇટના જીવન અને શિક્ષણ મારફતે પ્રગટ કર્યું. જુવાન બહેન કે જેમણે કેવળ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેણીએ વિશેષ પ્રબોધકીય પ્રકટીકરણ પ્રાપ્ત કર્યું જેનો વિસ્તાર દાયકા કરતાં વધુ સમયગાળા સુધી પથરાયેલો છે. તેણીની પ્રેરિત કલમ વડે સિત્તેરથી વધુ આત્મિક પ્રેરણાના પુસ્તકો પ્રાપ્ત થયા જે પૈકીના ઘણા પુસ્તકોના વખાણ તેના અજોડ સ્વરૂપ અને સામગ્રીના કારણે સર્વોચ્ચ બિનસાંપ્રદાયિક વિવેચકો દ્વારા કરવામાં આવ્યા છે.

            જો કે પ્રબોધકીય કૃપાદાનની નવીન ચળવળને વેગ આપવા માટે એક સામર્થ્યવાન સેવા હતી છતાં તે પવિત્ર શાસ્ત્રના સાર્વભૌમ અધિકાર આગળઓછું પ્રકાશમયહોવાનો દાવો કરે છે. “આત્માઓની કસોટી માટેબાઈબલના નિયમની સુસંગતતામાં, દરેક અભિવ્યક્તિને ઈશ્વરના વચન દ્વારા ચકાસવી પડતી હતી. “શિક્ષણ તથા સાક્ષીની પાસે જઈએ!’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચિત થવાનો નથી, ત્યારે તેઓ પ્રમાણે બોલશે” (યશાયા :૨૦). જો તેણીના લખાણો દરેક પ્રકારે બાઇબલને અનુરૂપ હોત, તો તે લખાણોને નકલી કે ભ્રામક લખાણો તરીકે નકારી કાઢવામાં આવ્યા હોત, પરંતુ તેણીના લખાણો પવિત્ર શાસ્ત્ર સાથે સંપૂર્ણ રીતે સુસંગત રીતે લખવામાં આવ્યા હતા. કોઈપણ રીતે તેણીના લખાણોને પવિત્ર શાસ્ત્રના સિદ્ધાંતોનો હિસ્સો ગણવામાં આવ્યા નથી. તેણીના લખાણો તે પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા લખવામાં આવ્યા હોવા છતાં, તે લખાણો પવિત્ર શાસ્ત્રમાં કોઈ ઉમેરો કરતાં નથી કે તેના કોઈ ભાગને રદ પણ કરતાં નથી, પરંતુ સૂક્ષ્મદર્શક કાચની માફક પવિત્ર શાસ્ત્રના વચનોની સુંદરતા અને સત્યને ઉજાગર કરે છે.

            કદાચ સર્વમાં સૌથી શ્રેષ્ઠ અજાયબી છે કે બાકી બચેલ મંડળી કે ઈશ્વરના અવશેષ તરીકે ઊભરી રહેલ મંડળી, ઈશ્વરની વ્યવસ્થામાં, પ્રકટીકરણના ૧૪માં અધ્યાયના સમાન સિદ્ધાંતો જે ઇસુ ખ્રિસ્ત અને પ્રેરિત યોહાન દ્વારા અંતિમ સંદેશ તરીકે ઉલ્લેખિત છે જે તેના શિક્ષણના હાર્દ તરીકે છે તેના પર સ્થાયી થઈ છે. પરંતુ ત્યાં હજી પણ બીજો ચમત્કાર છે! ..૧૮૬૦માં ખૂબ જૂજ સભ્યો સાથેની નાની મંડળી, તેના અપ્રિય સંદેશ સાથે જગતમાં કેવી રીતે પહોંચી શકે અને વિશ્વના દરેક દેશમાં પ્રચાર કરી શકે? અને છતાં, બરાબર તે છે જે થયું છે! સેવન્થ ડે એડવેન્ટિસ્ટ મંડળીની સેવાઓ વિશ્વની લગભગ ૧૦૦ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરતાં દેશોમાં સ્થાપિત કરવામાં આવી છે. અને પ્રકટીકરણના ૧૪માં અધ્યાયના અજોડ સિદ્ધાંતોમાંથી દરેક, ન્યાયીકરણ, અંતિમ ચુકાદો, સાબ્બાથ તથા શ્વાપદની છાપના સંદેશ સહિત તમામ સિદ્ધાંતોની સાક્ષી દેશો અને પ્રજાઓને અપાઈ રહી છે.

            સાચી મંડળીની ઓળખના પ્રથમ મુદ્દા પર યોગ્યતા ધરાવતી ઘણી મંડળીઓ છે, અને બીજા મુદ્દા સાથે બંધબેસતી પણ થોડી મંડળીઓ મળે છે, પરંતુ, તે કેવળ એકમાત્ર તથ્ય છે કે માત્ર એક મંડળી છે જે તમામ ચાર મુદ્દાઓને સંપૂર્ણપણે અનુરૂપ છે. માનવ તર્કને જે અપીલ કરે છે તે પ્રમાણેની સાદગી અને તર્ક સાથે, ઈશ્વરે આપણને સઘળા પ્રકારના સત્યમાં માર્ગદર્શન આપવાનું પોતાનું વચન અને ખાતરી પૂર્ણ કર્યા છે. આગળનું ડગલું આપણાં અપર નિર્ભર છે. આપણને જે પ્રેરણાદાયક નિષ્કર્ષ તરફ દોરી લઈ જવામાં આવ્યા છે તે અંગે આપણે શું કરીશું?

            પ્રકારના સત્ય પર કોઈપણ વ્યક્તિ નિર્ણય લેવાનું ટાળી શકે નહિ. આપણે તેનો સ્વીકાર કરવાનો નિર્ણય લઈ શકીએ છીએ, અથવા તો તેનો નકાર કરી શકીએ છીએ. આપણે આજ્ઞાપાલન કે આજ્ઞાનો અનાદર કરવાનું પસંદ કરી શકીએ છીએ. પરંતુ એક બાબત નિશ્ચિત છેતમે ભલે ગમે તે નિર્ણય લો, પરંતુ તમે અગાઉના જેવા ક્યારેય નહિ રહી શકો. જ્યારે આપણે તે સત્યને અવગણવાનો કે નાબૂદ કરવાનો પ્રયાસ કરીશું ત્યારે પણ પ્રતીતિ આપની સાથે રહેવાની એક રીત છે. સાચી મંડળી વિશે તમે જે કઈ શીખ્યા છો તે બાબતોને તમે ક્યારેય ભૂલી શકવાના નથી. હવે તમે સમગ્ર બાઇબલના સૌથી વધુ ઇચ્છિત રહસ્યના કબજામાં છો.

            હું તમને અરજ કરું છું કે કારણ કે તમને બૌદ્ધિક રીતે ખાતરી થઈ હોવાથી તમે તેનો સ્વીકાર કરવાનો નિર્ણય કરશો. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આત્મિક રીતે દોરાય ત્યાં સુધી જે તે વ્યક્તિએ મંડળી કે જે ખ્રિસ્તનું શરીર છે તેમાં જોડાવું જોઈએ નહિ.                      

            બાકી બચેલી સાચી મંડળીની વિચિત્ર ભવિષ્યવાણીની પાશ્ચાદભૂમિકામાં હું ઈચ્છું છું કે તમે તમારી જગ્યાએ ઈશ્વરના હલવાનને વધસ્તંભ પર મરણ પામતા જુઓ. ઈશ્વરના હલવાનને પાપને કારણેકારણ કે કોઈએ તેની આજ્ઞાઓનું પાલન કરવા માટે પૂરતો પ્રેમ કર્યો હોવાને કારણે વધસ્તંભ પર લટકવું પડે છે. “જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો” (યોહાન ૧૪:૧૫).

            જ્યાં સુધી આપણે આપણાં પાપને માટે ભંગીત હ્રદય સાથે ઘૂંટણે પડીને, ઇસુ ખ્રિસ્તને આપણાં પ્રભુ અને તારનાર તરીકે સ્વીકારતા નથી ત્યાં સુધી આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરી શકતા નથી. ઈશ્વર માટેનો પ્રેમ ઈશ્વરના વચનને પરિપૂર્ણ કરવાનો હેતુ અને સામર્થ્ય બંને પ્રદાન કરે છે. જો તમે હજી સુધી ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, તો તેમના સ્વીકારનો પ્રથમ નિર્ણય કરો. ત્યારબાદ તે નવા પ્રેમ સંબંધના સામર્થ્ય હેઠળ બાકી બચેલી સાચી મંડળીના સભ્ય તરીકે સેમાં ઈશ્વરને અનુસરો.