ઈશ્વરે શા માટે કહ્યું “યાદ રાખો”

CONTENTS

જૉ ક્રૂઝ દ્વારા લિખિત

 

પ્રકરણ ૧

ઈશ્વર શું કરી શક્યા હોત?

            અસંખ્ય સર્વે અને પ્રશ્નાવલિઓએ પુષ્ટિ કરી છે કે આધુનિક સંશયવાદનું સૌથી લોકપ્રિય સ્વરૂપ સૃષ્ટિના સર્જનની વાર્તાને નકારવાનું છે. ઇન્ટરવ્યુ લેવામાં આવેલા બોતેર ટકા સેવકોએ વિવિધ માત્રામાં શંકા વ્યક્ત કરી હતી કે બાઈબલના અહેવાલો અનુસાર ખરેખર ઈશ્વરના શબ્દ દ્વારા જગત અસ્તિત્વમાં આવ્યું હતું. આ મૂળભૂત અવિશ્વાસને કારણે ખ્રિસ્તી ધર્મના અન્ય પાયાના સિદ્ધાંતો જેવા કે કુમારિકાને પેટે ઈશ્વરનો જન્મ થવો અને પ્રાયશ્ચિતના સિદ્ધાંતનો અસ્વીકાર થાય છે.

            એ નોંધવું રસપ્રદ છે કે ઈશ્વરને દેખીતી રીતે સર્જનના ઉત્પત્તિની નોંધ પર અનેક વિવાદ થવાની અપેક્ષા હતી. માત્ર થાવ અને થયું હોવાનો આદેશ આપીને પૃથ્વીના તમામ આશ્ચર્યજનક સમૂહનું સર્જન કરવાના ઈશ્વરના દાવાઓ – ઠીક છે, આ પ્રકારના દાવાઓમાં નિશ્ચિતપણે શંકા કરનારાઓ અને અવિશ્વાસ કરનારાઓ હોવાના જ. અને જેઓ તેના વિષે વાંચે છે અને વિશ્વાસ કરતાં હતા તેઓ પણ ખૂબ ઝડપથી આ ચમત્કારિક તથ્યને ભૂલી જશે, જેઓ દસ લાખથી વધુ જુઠા દેવીદેવતાઓ જેમનો ઉદ્દભવ થવાનો છે તેમના ગૂંચવાડાભર્યા પ્રભાવ હેઠળ આવી જશે.

            તેથી ઈશ્વરે પોતાના સામર્થ્યશાળી કાર્યના જ્ઞાનને જાળવી રાખવા માટે કશુંક અસાધારણ કરવાની જરૂર હતી. આકાશ અને પૃથ્વીને અસ્તિત્વમાં લાવવાનું તે સામર્થ્ય ઈશ્વરને તમામ જુઠા અને બનાવટી દેવીદેવતાઓ અને તેમના ભ્રામક દાવાઓથી સાચા ઈશ્વરને અલગ પાડે. ઈશ્વર એવું શું કરી શકે કે જેના દ્વારા માનવજાતને સૃષ્ટિના તે નાભિયાન સપ્તાહ તરફ સતત નિર્દેશ કર્યા કરે કે જ્યારે તેમણે સદાને માટે પોતાનો દૈવી અધિકાર પ્રસ્થાપિત કર્યો હતો?

 

પ્રકરણ ૨

સર્જન – ઈશ્વરના સાર્વભૌમત્વની નિશાની

            ઈશ્વરે સર્જનાત્મક સામર્થ્યના તે પ્રતીતિકારક પ્રદર્શનને, સર્જન સપ્તાહના સાતમા દિવસને આરામ આપવાનું અને યાદગીરીના દિવસ તરીકે અલગ કરીને યાદ રાખવાનું પસંદ કર્યું. તે બાબત ઈશ્વરના સાર્વભૌમત્વનું એટલે કે એકમાત્ર સાચા ઈશ્વર તરીકે અલગ કરવાના તેમના અધિકારની નિશાનીનું જબરદસ્ત રક્ષણ કરે છે. અને બરાબર તે જ સમયે, તે બાબત આકાશ અને પૃથ્વીનું સર્જન ન કરી શકનારા બીજા દરેક દેવીદેવતાઓના વિનાશક પાખંડ તરીકે જાહેર થાય છે.

             જૂના કરારના પ્રબોધકોના લખાણો ઈશ્વરની સૃષ્ટિના વિશિષ્ટ સામર્થ્યના સ્મૃતિપત્રોથી સંતૃપ્ત છે. દાઉદે લખ્યું છે કે, “લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા” (ગીતશાસ્ત્ર ૯૬:૫). યર્મિયા તેને આ રીતે વ્યક્ત કરે છે, “પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કાંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.... જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યા નહિ, તેઓ... નાશ પામશે. તેમણે પોતાના સામર્થ્યથી પૃથ્વી બનાવી છે” (યર્મિયા ૧૦:૧૦-૧૨).

            શું ઈશ્વરે પોતે સૃષ્ટિના સત્યને જગતની નજર સમક્ષ આબેહૂબ તરીકે પ્રદર્શિત કરવાની અત્યંત તાકીદની જરૂરિયાત દર્શાવી હતી? હા. એટલી હદ સુધી કે ઈશ્વરે પોતાના મહાન નૈતિક નિયમો (દસ આજ્ઞા)ના હાર્દમાં સાબ્બાથ દિવસને પવિત્ર પાળવાની, અને એ રીતે પોતાના દૈવી અધિકારને સ્વીકારવાની દરેક જીવંત આત્માની બંધનકર્તા જવાબદારી લખી. તે સનાતન સિદ્ધાંતોની અંદર જે ઈશ્વરના શાસનનો પાયો રચે છે અને ઈશ્વરના પોતાના સંપૂર્ણ પાત્રને પ્રતિબિંબિત કરે છે તેને માટે, ઈશ્વરે આ શબ્દો લખ્યા છે, “સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધુ કામ કર, પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાંથ છે, તેમાં તું કઈ કામ ન કર.... કેમ કે છ દિવસોમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંના સર્વને ઉત્પન્ન કર્યા, ને સાતમા દિવસે તે સ્વસ્થ રહ્યા, એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો” (નિર્ગમન ૨૦:૮-૧૧). 

            સૃષ્ટિના સર્વશક્તિમાન કાર્યને પ્રકાશિત કરવા માટે કેવું અદ્દભુત કાર્ય! અઠવાડીયામાં એકવાર, પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરતી હોવાથી, સાબ્બાથની યાદગીરી ત્વરિત સર્જનના સંદેશ સાથે દરેક સ્ત્રી, પુરુષ અને બાળક સુધી પહોંચતી પૃથ્વીની આજુબાજુ ફરતી રહેશે. શા માટે ઈશ્વર યાદ રાખવાનું કહે છે? કારણ કે સાબ્બાથને ભૂલી જવાનો અર્થ સરજનહારને પણ ભૂલી જવા બરાબર છે.

 

પ્રકરણ ૩

બદલાણ – સર્જનાત્મક સામર્થ્ય પ્રગતિમાં

            સૃષ્ટિના ભૌતિક સર્જનને સમાંતર, આપણને માનવ હ્રદયોના પુન:સર્જનના ઈશ્વરના સામર્થ્યનો રેકોર્ડ પણ જોવા મળે છે. દેખીતી રીતે જ, બંને પ્રક્રિયાઓ એક જ સર્વશક્તિમાન સ્રોતમાંથી ઉદ્દભવતી જોવા મળે છે. તેને બદલાણ અથવા નવસર્જનને અસર કરવા માટે એટલા જ સામર્થ્યની જરૂર પડે છે જેટલા સામર્થ્યની જરૂર સર્જન દ્વારા અસ્તિત્વમાં લાવવા માટે પડે છે. પ્રેરિત પાઉલ લખે છે, “અને નવું માણસપણું જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો” (એફેસી ૪:૨૪). નવો જન્મ એ વિશ્વાસી વ્યક્તિનું સૌથી મૂળભૂત ઓળખ ચિન્હ હોવાથી, એ નવાઈ પમાડે એવું નથી કે બાઇબલના લેખકો સતત આપણને સર્જનાત્મક સામર્થ્યની યાદ અપાવે છે જે સાચા ઈશ્વરને તમામ પ્રકારની બનાવટી બાબતોથી જુદા પાડે છે.

            ભૌતિક સર્જનની કેવળ માત્ર હકીકતથી આગળ વધતાં નિર્દેશ કરીને, ઈશ્વર આ શબ્દો પણ બોલ્યા, “તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિન્હ તરીકે મેં મારા સાબ્બાથો પણ તેઓને આપ્યા, એ માટે કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું” (હઝકીએલ ૨૦:૧૨). કૃપા કરીને ધ્યાનમાં રાખો કે પવિત્ર સાબ્બાથ એ પવિત્ર લોકોની નિશાની હોવી જોઈએ. “પવિત્ર” શબ્દનો અર્થ પવિત્ર ઉપયોગને માટે અલગ કરવું એવો થાય છે (એ દિવસ જે ઈશ્વરના સર્જનના સામર્થ્યની વાત કરે છે), એ દિવસ યાદગીરી તરીકે પણ કાર્ય કરે છે કે ઈશ્વર નવા જન્મ કે નવસર્જન દ્વારા લોકોને પવિત્ર ઉપયોગ માટે અલગ કરી શકે છે.

            આ તથ્યોના પ્રકાશમાં, એ સમજવું સરળ છે કે શા માટે શેતાને સાતમા દિવસ સાબ્બાથ સામે સતત અને ભયાવહ યુદ્ધ ચલાવ્યું છે. લગભગ છ સહસ્ત્રાબ્દીઓ સુધી શેતાને પરંપરાના અભિમાન, ભ્રામક માહિતી અને ધાર્મિક કટ્ટરવાદ દ્વારા ઈશ્વરના અધિકારના ખાસ ચિન્હ – સાબ્બાથની પવિત્રતાને નષ્ટ કરવા માટે કામ કર્યું છે. ઈશ્વરના રાજ્યના અધિકારની નિશાની તરીકે, સાબ્બાથના પાલને શેતાનની બડાશને પડકારી છે કે તે ઈશ્વરનું સ્થાન લેશે. વિરોધીએ આમ કહ્યું છે, “તેં તારા હ્રદયમાં કહ્યું હતું, ‘હું આકાશો પર ચઢીશ, ને હું ઈશ્વરના તારાઓ કરતાં મારૂ રાજ્યાસન ઊંચું રાખીશ...હું પોતાને પરાત્પર સમાન કરીશ” (યશાયા ૧૪:૧૩,૧૪). ખરેખર તો શેતાન ઈચ્છતો હતો કે તેની આરાધના કરવામાં આવે. આ બાબતને સિદ્ધ કરવા માટે, શેતાને ઈશ્વરના અધિકારયુક્ત શાસક તરીકેના દાવાને નાબૂદ કરવો પડે. ઈશ્વરનો અધિકાર સરજનહાર તરીકેના તેમના દાવા પર આધારિત હતો, અને સાબ્બાથ એ અધિકારની નિશાની હતી. સાચા સાબ્બાથના પાલનનો વિનાશ કરીને, શેતાન નકલી સરકારની સ્થાપના કરવાનો રસ્તો તૈયાર કરતો હતો જે અધિકારના બનાવટી દાવાઓ પર આધારિત હતો જે આરાધનાના નકલી દિવસ (રવિવાર) દ્વારા પ્રતિકિત છે.

 

પ્રકરણ ૪

અધિકાર પર યુદ્ધ

            સદીઓ સુધી પશ્ચાદભૂમિકામાં નજર કરવી તથા ખ્રિસ્ત અને શેતાન વચ્ચેના મહાન વિવાદનું પરિણામ જાણવું રસપ્રદ છે. હરીફાઈ હંમેશા અધિકારના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

            દુષ્ટ શેતાનની વ્યૂહરચના એ સરજનહાર હોવાના ઈશ્વરના દાવા પર દ્વિ-પાંખીયો હુમલો છે. પ્રથમ, કુદરતી પસંદગીના તેના માનવતાવાદી સિદ્ધાંત સાથે ઉત્ક્રાંતિના સિદ્ધાંત દ્વારા હુમલો. બીજું, સાતમા દિવસના સાબ્બાથના પાલન, સર્જનાત્મક સામર્થ્યની નિશાનીને નાબૂદ કરવા માટે વર્ષોથી ચાલતા પ્રયત્નો દ્વારા.

            આપણે કેવળ એટલું જ કહી શકીએ કે ઈશ્વરના અધિકારને બદનામ કરવાના એ દરેક દુષ્ટ પ્રયાસોએ સઘળા પ્રકારની અપેક્ષાઓથી ઉપરવટ ફક્ત કડવી સફળતા જ હાંસલ કરી છે. ડાર્વિનના કાર્બોનિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતને કારણે લાખો લોકો ધાર્મિક સંશયવાદ અને અજ્ઞેયવાદમાં વિશ્વાસ કરતાં થઈ ગયા છે. માનવજાતના કોઈપણ પ્રકારના પતનનો ઇનકાર કરતા કે જેને પાપમાંથી ઉગારી શકે તેવા તારનારની આવશ્યકતા હોય, ઉત્ક્રાંતિવાદે ઉદ્ધારની યોજના તેમ જ સર્જનની વાસ્તવિક્તા પર પ્રહાર કર્યો છે.

            એ જ પ્રમાણે, સાબ્બાથના પાલન પર શેતાનના હુમલાઓને કારણે લાખો લોકો દસ આજ્ઞાઓમાની એક આજ્ઞાનો અનાદર કરવા પ્રેરાયા છે કે જેમાં ઈશ્વરે સમગ્ર આજ્ઞાઓના પાલનની ચોક્કસ કસોટી કરી હતી.   

            સાચા ઈશ્વરને સમર્પિત લાખો લોકોની વફાદારીને તોડી પાડવાની સફળ યોજના માટે શેતાની વ્યહરચનાની શ્રેષ્ઠ ક્રુતિ આવશ્યક હતી. તે સમય લેશે. તેમાં સદીઓ સુધીની ભ્રામક મનો-વૃતિ સામેલ હશે. ઈશ્વરની સેવા કરવાથી શેતાનની સેવા કરવામાં કોઈ નાટ્યાત્મક વળાંક નહિ હોય. તેનું રહસ્ય ધાર્મિક બદલાવ દ્વારા આજ્ઞાપાલનનું હશે. પાઉલે રોમન ૬:૧૬માં જે લખ્યું તેના ઘણા લાંબા સમય અગાઉથી જ શેતાન એ સિદ્ધાંતને સમજી ગયો હતો, “શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, તેના દાસ તમે છો?”

            આજ્ઞાપાલન એ આરાધના અને નિષ્ઠાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. જો શેતાન એવી કોઈ સમસ્યા ઊભી કરી શકે કે જેનાથી લોકો ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવા પ્રેરાય શકે, તો શેતાન પાસે પોતાના હેતુ માટે તેનું આજ્ઞાપાલન જીતવાની પણ તક હતી. નિર્ણાયક હરીફાઈ ઈશ્વરના નિયમો પર થશે. તે નિયમોએ ઈશ્વરના રાજ્યનો પાયો નાખ્યો છે. શેતાન કેવી રીતે આજ્ઞાઓ પરનો ભરોસો તોડી શકે અને તેને બદલે પોતાના નિયમો પાળવા દબાણ કરી શકે? અને શેતાને કઈ આજ્ઞા પર હુમલો કરવો જોઈએ? સ્વાભાવિક રીતે જ, તે આજ્ઞા જે ઈશ્વરના સર્જનાત્મક સામર્થ્યનો અને ઈશ્વરના રાજ્યના અધિકારનો નિર્દેશ કરે છે. સાચા ઈશ્વરની ઓળખના ચિન્હ તરીકે, સાબ્બાથનું પાલન હંમેશાને માટે શેતાનના તિરસ્કારનો વિષય રહ્યો છે. જૂના કરારમાં ઈશ્વરે પોતાની આજ્ઞાના પાલન પ્રત્યે વિશ્વાસુપણાની કસોટી તરીકે સાબ્બાથના આજ્ઞાપાલનને પસંદ કર્યું હતું. “”એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ તે વિષે હું તેઓની પરીક્ષા કરું” (નિર્ગમન ૧૬:૪).

 

પ્રકરણ ૫

આજ્ઞાપાલનનું પરીક્ષા બિંદુ

            ઈશ્વરે સાબ્બાથના પાલનને દસ આજ્ઞાઓનું પરીક્ષણ બિંદુ બનાવ્યું હોવાથી, શેતાને તેને વર્તમાન સમયનો મોટો મુદ્દો બનાવવાનું નક્કી કર્યું હતું. સાબ્બાથના પાલનનો વિનાશ કરીને, શેતાન આરાધનાના નકલી કે બનાવટી દિવસના આજ્ઞાપાલનનો દાવો કરીને પોતાની સુપર યોજના શરૂ કરવા માટે તૈયાર છે. ધીમે ધીમે મૂર્તિપૂજાના પ્રભાવોને સ્વીકારી લેનાર સમાધાનકારી ખ્રિસ્તી ધર્મની નબળાઈને ચાલાકીથી, શેતાને પોતાની શ્રેષ્ઠ યોજના – વિશ્વાસવ્યાપી મંડળીની સ્થાપના – સ્થાપિત કરી છે જે મંડળી શેતાનની નકલી આરાધના પ્રણાલીનું નિર્દયતાથી પાલન કરવા માટે દબાણ કરશે.

            એક હજાર વર્ષોથી, મૂર્તિપૂજક સમ્રાટ કોન્સટેનટાઇનના કહેવાતા ધર્મપરીવર્તનથી શરૂ કરીને, ધર્મભ્રષ્ટતાનો કાળો ઇતિહાસ ઉજાગર થયો. નવા જ બનેલા ખ્રિસ્તી સમ્રાટનું લગભગ પ્રથમ કાર્ય સાચા સાબ્બાથના પાલન વિરુદ્ધ કાયદો બનાવવાનું અને અઠવાડીયાના પ્રથમ દિવસ એટલે રવિવારે આરામની જરૂર હોય, મૂર્તિપૂજક સૂર્યદેવની પૂજાને સમર્પિત જંગલી પ્રકારની રજા જેવા અન્ય કાયદા બનાવવાનું હતું.

             અત્યારે, આપણે મૃત્યુની પીડા પર મૂર્તિપૂજા સમાન રવિવારના સાબ્બાથ તરીકેના પાલનને લાગુ પડતાં રોમન કેથોલિક મંડળીના સારી રીતે દસ્તાવેજીકૃત ઇતિહાસ પર ધ્યાન આપવાના નથી. જે લોકો મુક્ત મને અહેવાલો શોધવા માટે ઈચ્છા ધરાવે છે તેઓને તથ્યોની સારી રીતે ખબર પડે છે. ચોથી અને પાંચમી સદી દરમ્યાન, અઠવાડીયાના પ્રથમ દિવસ એટલે કે રવિવારને બાઇબલના સાચા સાબ્બાથ તરીકે વિસ્થાપિત કરવા માટે પોપના આદેશ દ્વારા ઉન્નત કરવામાં આવ્યો હતો.

            દુર્ભાગ્યપણે, પૂર્વગ્રહો અને ખોટી માહિતીને કારણે હજારો ખ્રિસ્તીઓએ આ બદલાવના જબરદસ્ત ઐતિહાસિક પુરાવાઓ તરફ પોતાની આંખો બંધ કરી દીધી. આ પ્રકારના ખ્રિસ્તીઓના પૂર્વગ્રહના મૂળને ઓળખવું અઘરું નથી. શેતાને પોતાની વિરોધ કરવાની વ્યવસ્થા પર ખૂબ લાંબુ કામ કર્યું છે જેથી તે સત્યને સરળતાથી નકારી શકાય. સદીઓથી શેતાને પોતાના બનાવટી આરાધનાના દિવસના આજ્ઞાપાલનને પ્રોત્સાહન આપવા માટે બારીક જૂઠી દલીલોની આખી શ્રેણીને પૂર્ણ કરી છે. શેતાન હજુ પણ સાચા સાબ્બાથને ધિક્કારે છે જે સાચા ઈશ્વરની ઓળખ છે.

            સાતમા દિવસને સાબ્બાથ તરીકે અનુસરવા પર આપણે આ હુમલાઓનો પર્દાફાશ કરીએ ત્યારે જ આપણે સમજી શકીએ છીએ કે શા માટે લાખો લોકો અઠવાડીયાના પ્રથમ દિવસ રવિવારનું, એક દિવસ કે જેના માટે બાઇબલમાં એકપણ ઉલ્લેખ નથી, તેનું અનુસરણ કરવાનું ચાલુ રાખે છે. ઈશ્વરની હસ્તલિખિત આજ્ઞાઓનો અર્થ, “સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે... તેમાં તું કઈ કામ ન કર” સાથે કોઈ અસંમત નહિ થાય. અને છતાં, લાખો લોકો તેને અનુસરતા નથી. રવિવારને સાબ્બાથ તરીકે પાળવાના મૂર્તિપૂજક મૂળના પુરાવાને કોઈ વ્યક્તિ રદિયો આપી શકતી નથી અને છતાં લાખો લોકો દસ આજ્ઞામાં ઠરાવેલ શનિવારને સાબ્બાથ તરીકે પાળવાના સાદા આદેશનું પાલન કરવાને બદલે રવિવારને સાબ્બાથ તરીકે પાળે છે. શા માટે? હું ફરીથી જણાવું છું, તેનું કારણ શેતાનની ચાલાકીભરી દલીલોમાં સમાયેલું છે જેણે ઈશ્વરના પવિત્ર સાબ્બાથની વિરુદ્ધમાં પૂર્વગ્રહનું વાતાવરણ ઊભું કર્યું છે. હવે આપણે તે દલીલોની કેટલીક મુખ્ય ભૂલોની તપાસ કરીશું.

 

પ્રકરણ ૬

મુખ્ય ભૂલ # ૧

સાબ્બાથને કેવળ યહૂદીઓ માટે જ બનાવવામાં આવ્યો હતો.

            આ જૂઠાણાએ એટલી મજબૂતાઈ પ્રાપ્ત કરી છે કે ઘણા ખ્રિસ્તીઓ તેને “યહૂદી સાબ્બાથ” કહે છે. પરંતુ બાઇબલમાં આપણે આ પ્રકારની કોઈ જ અભિવ્યક્તિ જોઈ શકતા નથી. એવું લખવામાં આવ્યું છે કે “ઈશ્વરનો સાબ્બાથ,” નહિ કે “યહૂદીઓનો સાબ્બાથ.” (નિર્ગમન ૨૦:૧૦).  લૂક નવા કરારનો બિનયહૂદી લેખક હતો અને તે ઘણીવાર એવી બાબતોનો ઉલ્લેખ કરતો જે વિશેષ કરીને યહૂદીઓને લગતી હોય. તેણે “યહૂદીઓના રાષ્ટ્ર”, “યહૂદી લોકો”, “યહૂદીઓની ભૂમિ”, અને “યહૂદીઓના સભાસ્થાન” વિષે વાત કરી છે (પ્રે.કૃ. ૧૦:૨૨; ૧૨:૧૧; ૧૦:૩૯; ૧૪:૧). પરંતુ કૃપા કરીને ધ્યાનમાં રાખો કે લૂકે વારંવાર સાબ્બાથનું વર્ણન કર્યું હોવા છતાં ક્યારેય “યહૂદીઓના સાબ્બાથ” નો ઉલ્લેખ કર્યો નથી.

            ખ્રિસ્તે સ્પષ્ટપણે શિક્ષણ આપ્યું છે કે, “વિશ્રામવાર માણસને અર્થે થયો” (માર્ક ૨:૨૭). તથ્ય એ છે કે જે સમયે ઈશ્વરે સાબ્બાથને સ્થાપિત કર્યો ત્યારે આદમ એકલો જ માણસ અસ્તિત્વમાં હતો. સુષ્ટિના સર્જનના ૨૦૦૦ હજાર વર્ષો પછી પણ પૃથ્વી પર કોઈ યહૂદી ન હતા. સાબ્બાથનું નિર્માણ ક્યારેય યહૂદીઓ માટે કરવામાં આવ્યું જ નહોતું. ઇસુએ માનવજાતનો ઉલ્લેખ કરતાં સામાન્ય અર્થમાં “માણસ” શબ્દનો ઉપયોગ કર્યો છે. આ જ શબ્દનો ઉપયોગ લગ્નની સંસ્થાના સંબંધમાં કરવામાં આવ્યો છે જે સૃષ્ટિના સર્જન સમયે પણ રજૂ કરવામાં આવ્યો હતો. જે રીતે સ્ત્રીને માણસ માટે બનાવવામાં આવી હતી તે જ રીતે સાબ્બાથને પણ માણસ માટે બનાવવામાં આવ્યો હતો. નિશ્ચિતપણે કોઈ માનતું નથી કે લગ્ન કેવળ યહૂદીઓ માટે જ નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

            તથ્ય એ છે કે લગ્ન અને સાબ્બાથ નામની બે સુંદર અને મૂળભૂત વ્યવસ્થાઓની સ્થાપના જગતમાં પાપ પ્રવેશ કરે તે અગાઉ જ ઈશ્વરે જાતે કરી હતી. બંને વ્યવસ્થાઓનું સર્જન માણસ માટે કરવામાં આવ્યું હતું, બંને વ્યવસ્થાઓને સરજનહાર દ્વારા વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયો છે અને બંને વ્યવસ્થાઓને એદનવાડીમાં જ્યારે પવિત્ર કરવામાં આવી ત્યારે જે પ્રકારે હતી તે જ પ્રકારે આજે પણ પવિત્ર વ્યવસ્થાઓ તરીકે ચાલુ જ છે.

            એ નોંધવું પણ રસપ્રદ છે કે સમયના પ્રથમ અઠવાડીયામાં સાબ્બાથનું પાલન કરનાર પણ ઇસુ જ એક હતા. સાબ્બાથના ઈશ્વર હોવાના તેમના દાવા માટે એક કારણ હતું (માર્ક ૨:૨૮). જો તેઓ સાબ્બાથના ઈશ્વર છે, તો પછી સાબ્બાથનો દિવસ ઈશ્વરનો દિવસ જ હોવો જોઈએ. પ્રકટીકરણ ૧:૧૦ મુજબ, “પ્રભુને દહાડે” યોહાનને સંદર્શન થયું હતું. તે દિવસ સાબ્બાથ દિવસ જ હોવો જોઈએ. તે એક માત્ર દિવસ છે જેને બાઇબલમાં નિયુકત કરવામાં આવ્યો છે અને જેના વિષે દાવો કરવામાં આવ્યો છે. દસ આજ્ઞાઓ લખવામાં, ઈશ્વરે તેને “ઈશ્વરનો સાબ્બાથ” કહ્યો છે (નિર્ગમન ૨૦:૧૦). યશાયા પ્રબોધકના પુસ્તકમાં ઈશ્વરને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે, “સાબ્બાથનો દિવસ, મારો પવિત્ર દિવસ” (યશાયા ૫૮:૧૩).

            પરંતુ આપણે એ તથ્યને નજરઅંદાજ ન કરવું જોઈએ કે આ ઈશ્વર કે જેમણે જગત અને સાબ્બાથનું સર્જન કર્યું હતું તે ઇસુ ખ્રિસ્ત જાતે જ હતા. યોહાને લખ્યું છે: “આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંઘાતે હતો. અને શબ્દ ઈશ્વર હતો.... તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કઈ ઉત્પન્ન થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહિ... શબ્દ સદેહ થઈને આપણાંમાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો), તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો” (યોહાન ૧:૧-૩, ૧૪).

            પાઉલ સ્પષ્ટપણે ઇસુ ખ્રિસ્તને સર્જનહાર તરીકે ઓળખાવે છે, “... તથા પોતાના પ્રિય પુત્ર... તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વસૃષ્ટિના પ્રથમજનિત છે; કેમ કે તેમનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે,... તેમને માટે ઉત્પન્ન થયા” (ક્લોસ્સી ૧:૧૩-૧૬).

            ઇસુ ખ્રિસ્તને સાબ્બાથ દિવસથી અલગ કરવા એ ખ્રિસ્તીઓ માટે એક દુ:ખદ ભૂલ છે. કેમ કે ઇસુ જ સાબ્બાથના લેખક, સરજનહાર, સાબ્બાથને પવિત્ર કરનાર, અને તેની રચના કરનાર છે. સાબ્બાથ દિવસે ઈશ્વરે આપેલા આશીર્વાદોને ગણતરીમાં ન લેવા એ ઈશ્વરના અધિકારનો ઇનકાર કરવા બરાબર છે.

            આ દલીલ ઘણાઓને એવું માનવા પ્રેરે છે કે સૃષ્ટિના સર્જન પછી એક મર્યાદિત સમયગાળા માટે જ સાબ્બાથ દિવસનું અસ્તિત્વ હતું. પરંતુ શું તે હકીકત છે? ખરેખર તો, સાબ્બાથ દિવસ એ કોઈપણ બાબતનો એક પ્રકાર કે પડછાયો ન હોઇ શકે, કેમ કે સાબબાથ દિવસનું સર્જન તો માનવ પરિવારમાં પાપના પ્રવેશ અગાઉ કરવામાં આવ્યું હતું. પાપના પરિણામે અમુક પડછાયા અને લાક્ષણિક પાલનની સ્થાપના કરવામાં આવી હતી અને પાપમાંથી છૂટકારા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ પ્રકારના અર્પણો ઇસુ કે જેઓ ઈશ્વરના હલવાન છે તેમના મૃત્યુના પ્રતિક તરીકે કાર્યરત હતા.

            જો ત્યાં કોઈ પાપ ન હોત તો ત્યાં જાનવરના અર્પણની પણ જરૂર ન હોત. જ્યારે ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે આ અર્પણોને નાબૂદ કરવામાં આવ્યા, કારણ કે તે પ્રકારે સઘળી બાબતોની પરિપૂર્ણતા કરી હતી (માથ્થી ૨૭:૫૧). પરંતુ પાપ આ જગતમાં પ્રવેશે તે પહેલા કોઈ પડછાયો અસ્તિત્વમાં ન હતો; તેથી સાબ્બાથને પ્રકાશે અને પડછાયાઓના ઔપચારિક નિયમમાં સમાવી શકાય નહિ.

            ક્લોસ્સી ૨:૧૪-૧૬માં પાઉલે અસ્થાયી નિયમોનો ઉલ્લેખ “આપણી સામે” અને “આપણી વિરૂદ્ધ” તરીકે કર્યો હતો. પાઉલે તેને ખાદ્યાર્પણો, પેયાર્પણો અને નિયમની વાર્ષિક ઉજવણીઓ સાથે જોડી દીધા જેને “નાબૂદ કરવામાં” આવ્યા હતા. તે સત્ય છે કે યોહાને પોતાના લખાણમાં સાબ્બાથનો પણ ઉલ્લેખ કર્યો છે, પરંતુ ધ્યાનમાં રાખો કે પાઉલે તેમને “સાબ્બાથના દિવસો જે આવનારી વસ્તુઓનો પડછાયો છે” કહ્યા છે. શું વધસ્તંભ પર કેટલાક સાબ્બાથના દિવસોને નાબૂદ કરવામાં આવ્યા હતા? હા, ત્યાં કમસેકમ ચાર વાર્ષિક સાબ્બાથ હતા જે મહિનાના ચોક્કસ દિવસોએ આવતા હતા, અને સાબ્બાથના તે દિવસોને વધસ્તંભ પર જડી દેવામાં આવ્યા હતા. સાબ્બાથના તે દિવસો પડછાયા હતા અને તે દિવસોને ખાદ્યાર્પણો અને પેયાર્પણોની જરૂર હતી. સાબ્બાથના આ વાર્ષિક દિવસોનું વર્ણન લેવીય ૨૩:૨૪-૨૬માં કરવામાં આવ્યું છે અને તેનો સારાંશ કલમ ૩૭ અને ૩૮માં કરવામાં આવ્યો છે. “એ યહોવાના મુકરર પર્વો છે, તેઓ વિષે તમારે એવી જાહેરાત કરવી કે, તેઓ પવિત્ર મેળાવડા છે કે જેમાં તેઓ યહોવાને માટે હોમયજ્ઞ એટલે દહનાર્પણ તથા ખાદ્યાર્પણ, યજ્ઞ તથા પેયાર્પણો પ્રત્યેકને માટે ઠરાવેલા દિવસે ચઢાવે. યહોવાના સાબ્બાથો ઉપરાંત, તથા તમારા દાન ઉપરાંત, તથા તમારા સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાને અર્પો છો તે ઉપરાંત એ છે.”

            પવિત્ર શાસ્ત્ર સ્પષ્ટપણે વાર્ષિક, સંદિગ્ધ સાબ્બાથો અને સપ્તાહમાં આવતા “પ્રભુના વિશ્રામવાર” વચ્ચે ભેદ પાડે છે. ઔપચારિક સાબ્બાથોને વધસ્તંભ પર નાબૂદ કરી દેવામાં આવ્યા; તેને પાપના પરિણામ તરીકે તારવવામાં આવ્યા. પરંતુ દસ આજ્ઞાના સાબ્બાથને પાપના પ્રવેશ પહેલા પવિત્ર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઈશ્વરની આંગળીઓ દ્વારા લખાયેલી મહાન દસ આજ્ઞાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. આ સાબ્બાથ તેના પ્રકાર અને સ્વભાવમાં સનાતન હતો.

 

પ્રકરણ ૭

મુખ્ય ભૂલ # ૨

સાત દિવસોમાંથી કોઈપણ દિવસ સાબ્બાથ તરીકે પાળવો

            આ દલીલ દ્વારા શેતાને ઈશ્વરે આદેશ કરેલા સાબ્બાથના દિવસના વિકલ્પને સ્વીકારવા માટે જગતને તૈયાર કર્યું. પથ્થરની પાટીઓ પર ઈશ્વરે એ મહાન, અપરિવર્તનશીલ યુગોના નિયમો લખ્યા. દરેક શબ્દ ગંભીર અને અર્થપૂર્ણ હતો. એકપણ લીટી અસ્પષ્ટ કે રહસ્યમય ન હતી. પાપીઓ અને ખ્રિસ્તીઓ, શિક્ષિત અને અશિક્ષિત કોઈને પણ દસ આજ્ઞાના સરળ, સ્પષ્ટ શબ્દો સમજવામાં કોઈ સમસ્યા નડતી નથી. ઈશ્વરે જે કહ્યું તેનો અર્થ હતો અને જેનો અર્થ હતો તે ઈશ્વરે કહ્યું. તે અજ્ઞાઓ સમજવામાં જટિલ છે એમ કહીને કોઈએ પણ તેને રદબાતલ કરવાનો પ્રયાસ નથી કર્યો.

            દસ આજ્ઞાઓ પૈકીની મોટાભાગની એકસમાન શબ્દ “તું ન કર”થી શરૂ થાય છે, પરંતુ દસ આજ્ઞાઓના હાર્દમાં આપણે જે આજ્ઞાને જોઈએ છીએ તે આ શબ્દથી શરૂ થાય છે, “યાદ રાખ.” શા માટે આ એક આજ્ઞા અલગ છે? કારણ કે ઈશ્વર તેઓને એવી કોઈક બાબતને યાદ કરવાને માટે આદેશ આપી રહ્યા હતા જે બાબત અગાઉથી જ અસ્તિત્વમાં હતી પરંતુ કોઈક રીતે ભુલાઈ ગઈ હતી. સાબ્બાથના મૂળનું ઉત્પતિમાં આ શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે, “અને આકાશ તથા પૃથ્વી, અને તેઓના સર્વ સૈન્ય પૂરા થયા. અને ઈશ્વરે પોતાનું જે કામ કર્યું હતું તે તેમણે સાતમે દિવસે પૂરું કર્યું. અને પોતાના કરેલા સર્વ કામોથી તે સાતમે દિવસે સ્વસ્થ રહ્યા. અને ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમ કે તે દિવસે ઈશ્વર પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યા” (ઉત્પતિ ૨:૧-૩).

            કયા દિવસને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને પવિત્ર કર્યો? સાતમા દિવસને. તે દિવસને કેવી રીતે પવિત્ર પાળવામાં આવ્યો? સ્વસ્થ રહીને, વિશ્રામ રાખીને. શું બાકીના છ દિવસમાંથી એકાદ દિવસને પવિત્ર પાળી શકાય? ના. શા માટે? કારણ કે આ દિવસો દરમ્યાન ઈશ્વરે વિશ્રામ કરવાની નહિ, પરંતુ કામ કરવાની આજ્ઞા આપી છે. શું ઈશ્વરના આશીર્વાદનો કોઈ મતલબ છે? અલબત્ત જરૂર અર્થ છે. આ જ તો કારણ છે કે માતપિતાઓ તેમના બાળકો પર ઈશ્વરના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. તેઓ વિશ્વાસ કરે છે તેનો કોઈ અર્થ છે, સાતમો દિવસ અન્ય દિવસો કરતાં ભિન્ન છે, કારણ કે તે દિવસને ઈશ્વરે આશીર્વાદિત કર્યો છે.

            કેટલાક વધુ સવાલો. શા માટે ઈશ્વરે તે દિવસને આશીર્વદિત કર્યો? કારણ કે તેમણે છ દિવસમાં આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. તે જગતનો જન્મદિવસ હતો, તે દિવસ મહાન કાર્યનો યાદગાર દિવસ હતો. શું સાબ્બાથની એ યાદગીરીને બદલી શકાય? ક્યારેય નહિ. કારણ કે તે એક મહાન સિદ્ધ થયેલા કાર્યનો નિર્દેશ કરે છે. જુલાઇ ૪, એ અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ છે. શું તે દિવસ બદલી શકાય? ના. કારણ કે સ્વતંત્રતાના જાહેરનામા પર જુલાઇ ૪, ૧૭૭૬ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ જ રીતે તમારો જન્મદિવસ પણ બદલી શકાતો નથી. તે દિવસ તમારા જન્મની યાદગીરી છે જે એક સ્થાપિત દિવસે જ થયું હતું. તમારા જન્મદિવસ કે અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસને, અથવા સાબ્બાથ દિવસને બદલવા માટે ઇતિહાસના પાનાઓને પાછા ફેરવવા પડે. આપણે અન્ય કોઈ દિવસને અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ કહી શકીએ, અને આપણે અન્ય કોઈ દિવસને સાબ્બાથ દિવસ પણ કહી શકીએ, પરંતુ આવું થતું નથી કે તેનો કોઈ મતલબ રહેતો નથી.

            શું ઈશ્વરે માણસને અન્ય કોઈ દિવસને વિશ્રામવાર તરીકે પાળવાની પસંદગી માટેનો લ્હાવો આપ્યો હતો? ઈશ્વરે આવું નથી કર્યું. હકીકતમાં, ઈશ્વર બાઇબલમાં પુષ્ટિ કરે છે કે સાબ્બાથને તેમની પોતાની દૈવી પસંદગી દ્વારા સ્થાપિત અને મુદ્રિત કરવામાં આવ્યો છે અને તેથી કોઈએ કોઈપણ રીતે તેની સાથે છેડછાડ કરવી જોઈએ નહિ. માન્ના આપવાની વાત વિષે નિર્ગમન ૧૬મો અધ્યાય વાંચો. ચાળીસ વર્ષો સુધી ઈશ્વરે ઇસ્ત્રાએલ પ્રજાને એ બતાવવા માટે દરેક સપ્તાહે ત્રણ ચમત્કારો કર્યા કે કયો દિવસ પવિત્ર છે (૧) સાતમા દિવસે એટલે કે સાબ્બાથને દિવસે માન્ના વરસાવવામાં આવ્યું નહિ, (૨) તેઓ તેને બગડ્યા વિના રાતભર રાખી શક્યા નહિ, પરંતુ (૩) જ્યારે તેમણે માન્નાને સાબ્બાથને દિવસે રાતભર રાખી મૂકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે મીઠું અને તાજું જ રહ્યું.

            પરંતુ કેટલાક ઇસ્ત્રાએલીઓ પાસે આધુનિક ખ્રિસ્તીઓ જેવી જ યુક્તિ હતી. તેમણે વિચાર્યું કે સપ્તાહનો કોઈપણ દિવસ પવિત્ર પાળવા માટે ચાલે: “અને સાતમે દિવસે (સાબ્બાથને દિવસે) એમ થયું કે કેટલાક લોકો તે એકઠું કરવા માટે બહાર ગયા, પણ તેઓને કઈ મળ્યું નહિ. અને યહોવાએ મૂસાને કહ્યું, ‘ક્યાં સુધી તમે મારી આજ્ઞાઓ તથા મારા નિયમો પાળવાને ઇનકાર કરશો?” (નિર્ગમન ૧૬:૨૭,૨૮).

            હવે સમજાયું? આ લોકોએ વિચાર્યું કે અન્ય કોઈપણ દિવસને પણ સાતમા દિવસ તરીકે પાળી શકાય છે. કદાચ તેઓ અઠવાડીયાના પ્રથમ દિવસને કે અન્ય કોઈ અનુકૂળ દિવસને સાબ્બાથ તરીકે પાળવા માંગતા હતા. શું થયું? ઈશ્વરે તેમની મુલાકાત કરી અને સાતમા દિવસે કામ કરવા બહાર નીકળીને પોતાની આજ્ઞાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો. શું ઈશ્વર આ જ આરોપ એ લોકો પર નહિ મૂકે જેઓ આજે સાચા સાબ્બાથનો ભંગ કરી રહ્યા છે? હા. તે ઈશ્વર આજે, ગઇકાલે અને સદાસર્વકાળ એવા ને એવા જ છે – ઈશ્વર ક્યારેય બદલાતા નથી. ઈશ્વરે એ ખૂબ સ્પષ્ટ કર્યું છે કે લાગણીઓ કે કારણોને ધ્યાને લીધા વિના, જે લોકો સાબ્બાથ દિવસે કામ કરવા આગળ વધે છે તેઓ આજ્ઞાભંગના દોષિત છે. યાકૂબ સમજાવે છે કે દસ આજ્ઞાઓ પૈકી એક આજ્ઞાનો ભંગ કરવો એ પાપ છે: “કેમ કે જો કોઈ આખું નિયમશાસ્ત્ર પાળશે, અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી છે. કેમ કે જેમણે કહ્યું, “તું વ્યભિચાર ન કર” તેમણે જ કહ્યું છે, “તું હત્યા ન કર.” માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે, તો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારો થયો છે” (યાકૂબ ૨:૧૦,૧૧).

 

પ્રકરણ ૮

મુખ્ય ભૂલ # ૩

આપણે સાચા સાતમા દિવસને શોધી શકતા નથી

            આ એક ભ્રમણા છે જેણે ચોથી આજ્ઞાના અનાદરમાં ઘણાને આશ્વાસન પૂરું પાડ્યું છે. તે સત્ય નથી. અત્રે ચાર હકારાત્મક પુરાવા છે જે આજે સાચા સાબ્બાથને ઓળખી કાઢે છે.

            ૧. પવિત્ર શાસ્ત્ર પ્રમાણે, ખ્રિસ્ત શુક્રવારને દિવસે મરણ પામ્યા અને રવિવારે, અઠવાડીયાના પ્રથમ દિવસે પુનરુત્થાન પામ્યા.

            વ્યવહારુ રીતે તમામ મંડળીઓ આ તથ્યને સ્વીકારે છે અને રવિવારે ઈસ્ટર સંડેની અને ભલા શુક્રવારની ઉજવણી કરે છે. અત્રે બાઇબલનો પુરાવો છે, “તેણે પિલાતની સામે જઈને ઇસુનું શબ માંગ્યું. તેણે તેને ઉતારીને શણના કાપડમાં વીંટાળ્યું, અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે, જ્યાં કદી કોઈને મૂકવામાં આવ્યો ન હતો. તે દિવસ તૈયારીનો હતો, અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો” (લૂક ૨૩:૫૨-૫૪).

            અહીં સાબિતી છે કે ઇસુ સાબ્બાથ દિવસ પહેલા મરણ પામ્યા હતા. તે દિવસને “તૈયારીનો દિવસ” કહેવામા આવ્યો હતો કારણ કે તે સમય સાબ્બાથને માટે તૈયાર થવાનો હતો. ચાલો આપણે આગળની કલમ વાંચીએ. “જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનું શબ શી રીતે મૂક્યું હતું તે પણ જોયું. તેઓએ પાછી આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યા આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો” (કલમ ૫૫,૫૬).

            કૃપા કરીને ધ્યાનમાં રાખો કે સ્ત્રીઓએ “આજ્ઞા પ્રમાણે” સાબ્બાથને દિવસે વિશ્રામ કર્યો. આજ્ઞા જણાવે છે, “સાતમો દિવસ સાબ્બાથ છે,” તેથી આપણે જાણીએ છીએ કે તેઓ સાબ્બાથ તરીકે શનિવારનું પાલન કરતાં હતા. પરંતુ ત્યારપછીની કલમ જણાવે છે, “અઠવાડીયાને પહેલે દિવસે પ્રભાતે, જે સુગંધી દ્રવ્યો તેઓએ તૈયાર કર્યા હતા, તે લઈને તેઓ કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો” (લૂક ૨૪:૧,૨).

            આ સતત ત્રણ દિવસનું વર્ણન આપણે માટે કેટલું સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે. ઇસુ શુક્રવારે મરણ પામ્યા, જે તૈયારીનો દિવસ હતો, જેને સામાન્ય રીતે ભલો શુક્રવાર કહેવામા આવે છે. ઇસુએ સાતમે દિવસે, “આજ્ઞા પ્રમાણે” સાબ્બાથને દિવસે  કબરમાં વિશ્રામ કર્યો. તે શનિવાર હતો. અને ત્યારપછી રવિવારે, અઠવાડીયાના પ્રથમ દિવસે, જેને ઘણા ઈસ્ટર સંડે કહે છે, તે દિવસે ઇસુ કબરમાંથી ઉઠ્યા.

            જે કોઈ ભલા શુક્રવારને અથવા ઈસ્ટર સંડેને શોધી શકે છે તેને ચોક્કસપણે સાચા સાબ્બાથને શોધવામાં કોઈ મુશ્કેલી નહિ પડે.

            ૨. અઠવાડીયાના દિવસોમાં કોઈ ગૂંચવાડો ન થાય એટલા માટે કેલેન્ડર બદલાયું નથી.

            આપણે સકારાત્મક રહી શકીએ છીએ કે આપણો સાતમો દિવસ એ જ છે જેનું ઇસુએ જ્યારે તેઓ પૃથ્વી પર હતા ત્યારે પાલન કર્યું હતું. પોપ ગ્રેગોરી તેરમાંએ ઇ.સ.૧૫૮૨માં કેલેન્ડરમાં ફેરફાર કર્યો, પરંતુ તેણે અઠવાડીયાના દિવસોની સાઇકલમાં કોઈ ફેરફાર કર્યો નહિ. જ્યારે પોપ ગ્રેગોરીએ ઇ.સ.૧૫૮૨માં જે નાનો ફેરફાર કર્યો તે પરથી આપણાં વર્તમાન કેલેન્ડરને તે પોપના નામથી ગ્રેગોરીયન કેલેન્ડર નામ આપવામાં આવ્યું.

            પોપ ગ્રેગોરીએ કેલેન્ડર સાથે શું કર્યું? ઇ.સ.૧૫૮૨ અગાઉ જુલિયન કેલેન્ડર અસ્તિત્વમાં હતું, જેને જુલિયન સીઝર દ્વારા ઇ.સ. પૂર્વે ૪૬માં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેના નામ પરથી તે જુલિયન કેલેન્ડર કહેવાયું. પરંતુ જુલિયન કેલેન્ડરમાં વર્ષના દિવસોની લંબાઈ 365¼ ની ગણતરી પ્રમાણે હતી, ખરેખર વર્ષ 365¼ દિવસો કરતાં 11 મિનિટ્સ ઓછું હતું. આ 11 મિનિટ્સ ભેગી થઈ, અને ઇ.સ.૧૫૮૨ સુધીમાં તે કેલેન્ડરના દિવસોની સંખ્યા સૂર્યમંડળ સાથેની સુસંગતતામાં દસ દિવસની થઈ ગઈ. તે દસ દિવસોની સંખ્યાને ગ્રેગોરીએ કેલેન્ડરમાંથી આમ જ બહાર કાઢી નાખ્યા હતા. તે દિવસ ઓક્ટોબર ૪, ૧૫૮૨, ગુરુવાર, અને આગામી દિવસ શુક્રવાર, જે ઓક્ટોબર ૫, હોવો જોઈતો હતો. પરંતુ તેને બદલે ગ્રેગોરીએ કેલેન્ડરને સૂર્યમંડળની ગતિવિધિઓની સુસંગતતામાં લાવવા માટે બરાબર તે દસ દિવસોને પડતાં મૂકીને તેને ઓક્ટોબર ૧૫ કરી નાખ્યો.

            શું અઠવાડીયાના દિવસો ગૂંચવાડાભર્યા હતા? ના. શુક્રવાર હજી પણ ગુરુવાર પછી જ અને શનિવાર હજી પણ શુક્રવાર પછી જ આવે છે. તે સાતમો દિવસ તો તેનો તે જ રહ્યો, અને અઠવાડીયાના ચક્રમાં કોઈ ખલેલ પહોંચી નહિ. આપણે જ્યારે શનિવારે સાબ્બાથનું પાલન કરીએ છીએ, ત્યારે આપણે એ જ દિવસનું સાબ્બાથ તરીકે પાલન કરીએ છીએ જેનું પાલન ઇસુએ કર્યું હતું, લૂક ૪:૧૬ પ્રમાણે ઇસુએ તે દિવસે સાબ્બાથનું પાલન પ્રતિસપ્તાહ કર્યું હતું.

            ૩. સાચા સાબ્બાથનો ત્રીજો પુરાવો એ સઘળામાં નિર્ણાયક છે. યહૂદી લોકો ઇબ્રાહિમના સમયથી સાતમા દિવસનું પાલન કરતાં હતા, અને તેઓ આજે પણ એ જ પ્રમાણે કરી રહ્યા છે.

            અહીં આખું રાષ્ટ્ર છે – લાખો વ્યક્તિઓ છે – જેઓ હજારો વર્ષોથી અઠવાડીયા પછી અઠવાડીયા, કેલેન્ડર હોય કે ન હોય, કાળજીપૂર્વક સમયની ગણતરી કરે છે. શું તેઓ માર્ગથી ચલિત થઈ શક્યા છે?

            અશક્ય. સમગ્ર રાષ્ટ્ર માટે વધારાના ૨૪ કલાકથી વધુ સમય સુધી આખો દેશ સૂઈ ગયો હોત અને તે પછી કોઈએ તેમને તેના વિષે ક્યારેય યાદ દેવડાવ્યું ન હતું તે માટે તેઓ એક દિવસ ગુમાવી શક્યા હોત.

            ઉત્પતિમાં ઈશ્વરે તેનું નિર્માણ કર્યું ત્યારથી સાબ્બાથના પાલનમાં કોઈ ફેરફાર કે ચૂક થઈ નથી. અઠવાડીયાની શરૂઆત સર્જનની વાર્તામાં જોવા મળે છે. સાત દિવસના સમયચક્રમાં સમયની માપણી કરવા માટે કોઈ વૈજ્ઞાનિક કે ખગોળશાસ્ત્રીય કારણ નથી. તે તો ઈશ્વરની મરજી મુજબની વ્યવસ્થા છે અને એક કારણસર આ વ્યવસ્થાને ચમત્કારિક રીતે સાચવવામાં આવી છે – કારણ કે પવિત્ર સાબ્બાથ દિવસ સાચા ઈશ્વરના સર્જનાત્મક સામર્થ્યનો નિર્દેશ કરે છે. સાબ્બાથનો દિવસ તો જગત પર અને સમગ્ર માનવજાત પર ઈશ્વરના સાર્વભૌમત્વની નિશાની; સર્જન અને છૂટકારાની  નિશાની છે.

            શું આ કારણ નથી કે ઈશ્વર સાબ્બાથના પાલનને સનાતન સમય સુધી જાળવી રાખશે? આપણે તેને યશાયા ૬૬:૨૨,૨૩માં વાંચીએ છીએ, “કેમ કે નવા આકાશ તથા નવા પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, તેમ તમારા સંતાન તથા તમારા નામ કાયમ રહેશે” એવું યહોવા કહે છે. વળી યહોવા કહે છે કે દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા આવશે.”

            સાબ્બાથ ઈશ્વર માટે એટલો મૂલ્યવાન છે કે ઈશ્વર પોતાના લોકોને સુંદર નવી પૃથ્વી પર આવનાર સઘળા સમય દરમ્યાન તેનું પાલન કરાવશે. જો ઈશ્વર માટે સાબ્બાથ આટલો મૂલ્યવાન હોય, તો તેનું પાલન આપણે માટે મૂલ્યવાન ન હોવું જોઈએ? જો આપણે નવી પૃથ્વી તે સાબ્બાથનું પાલન કરવાના છીએ, તો શું આજે આપણે તેનું પાલન ન કરવું જોઈએ?

            જૂઠ્ઠા દેવીદેવતાઓના આ યુગમાં, નાસ્તિક ઉત્ક્રાંતિ અને માણસોની પરંપરાઓમા, મહાન સરજનહાર-ઈશ્વર પ્રત્યે આપણાં વિશ્વાસુપણાની કસોટી અને તેના સામર્થ્ય દ્વારા આપણી પવિત્રતાની નિશાની તરીકે જગતને સાબ્બાથની અગાઉ કરતાં આજે વધારે જરૂર છે.

            ૪. ચોથી સાબિતી એ તથ્યમાં સમાયેલી છે કે પૃથ્વી પરની એકસો કરતાં પણ વધુ ભાષાઓમાં શનિવાર માટે “સાબ્બાથ” શબ્દનો ઉપયોગ કરવાંમાં આવે છે.

            દાખલા તરીકે, શનિવાર માટે સ્પેનિશ ભાષાનો શબ્દ સાબાદો છે જેનો અર્થ સાબ્બાથ થાય છે. આ શું સાબિત કરે છે? તે સાબિત કરે છે કે જ્યારે આ એકસો ભાષાઓની ઉત્પતિ ઘણા ઘણા લાંબા સમય પહેલા થઈ હતી, ત્યારે શનિવારને સાબ્બાથ દિવસ તરીકે ઓળખવામાં આવ્યો હતો અને તે દિવસના નામમાં તેને ખૂબ જ વિશિષ્ટ રીતે સામેલ કરવામાં આવ્યો હતો.

 

પ્રકરણ ૯

મુખ્ય ભૂલ # ૪

 સાબ્બાથનો દિવસ તો મિસરમાંથી છૂટકારાની કેવળ યાદગીરી હતી

            આ વિચિત્ર વિચાર જૂના કરારના એક લખાણમાંથી લેવામાં આવ્યો છે અને સાબ્બાથના સાચા મૂળ વિષેના ઘણા સ્પષ્ટ વિધાનોનો વિરોધાભાસ કરવા માટે વિકૃત છે. આ લખાણ પુનર્નિયમ ૫:૧૪,૧૫માં જોવા મળે છે: “પણ સાતમો દિવસ યહોવા તારા દેવનો સાબ્બાથ છે: તેમાં તું કઈ કામ ન કર, તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી, કે તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈપણ ઢોર, કે તારા દરવાજાની અંદર વસનાર પરદેશી; એ સારું કે જેમ તને તેમ જ તારા દાસને તથા તારી દાસીને વિશ્રામ મળે. અને તું યાદ રાખ કે તું મિસર દેશમાં દાસ હતો, ને તારો દેવ યહોવા તને ત્યાંથી પરાક્રમી હાથ વડે તથા લંબાવેલા ભુજ વડે કાઢી લાવ્યો; તે માટે યહોવા તારા દેવે તને સાબ્બાથ દિવસ પાળવાની આજ્ઞા આપી.”

            કેટલાક લોકો આ લખાણમાંથી કાઢી લાવે છે કે મિસરમાંથી કાઢી લાવ્યાની યાદગીરીરૂપે ઈશ્વરે સાબ્બાથનું નિર્માણ કર્યું હતું. પરંતુ સાબ્બાથના નિર્માણની ઉત્પતિની વાર્તા (ઉત્પતિ ૨:૧-૩) અને ઈશ્વરે પોતે આપેલી ચોથી આજ્ઞાના શબ્દો (નિર્ગમન ૨૦:૧૧) પ્રગટ કરે છે કે સાબ્બાથ એ સર્જનની યાદગીરી છે.

            આ બે કલમોને સમજવાની ચાવી “દાસ” શબ્દ પર નિર્ભર કરે છે. ઈશ્વરે કહ્યું કે, “અને તું યાદ રાખ કે તું મિસર દેશમાં દાસ હતો.” અને આ વાક્ય પહેલા ઈશ્વર તેઓને આ પણ યાદ દેવડાવે છે, “એ સારું કે જેમ તને તેમ જ તારા દાસને તથા તારી દાસીને વિશ્રામ મળે. અને તું યાદ રાખ કે તું મિસર દેશમાં દાસ હતો.” બીજા શબ્દોમાં, દાસ તરીકે મિસરમાં તેમનો અનુભવ તેમને સાબ્બાથને દિવસે વિશ્રામ આપીને તેમના દાસ કે દાસીઓ સાથે ન્યાયપૂર્ણ વર્તન કરવાની યાદ અપાવશે.

            એ જ રીતે ઈશ્વરે આજ્ઞા આપી હતી કે, “અને જો કોઈ પરદેશી તમારા દેશમાં તારી સાથે પ્રવાસ કરતો હોય તો તેને તમે નાહક ન કનડો. તમારી મધ્યે પ્રવાસ કરતાં પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી; કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા” (લેવીય ૧૯:૩૩,૩૪).

            બીજી આજ્ઞાઓનું પાલન કરવા ઉત્તેજન આપવા માટે મિસરમાંથી આપવામાં આવેલ છૂટકારા તરફ પરત ફરવું તે બાબત ઈશ્વર માટે અસાધારણ ન હતી. પુનર્નિયમ ૨૪:૧૭,૧૮માં ઈશ્વરે કહ્યું કે, “પરદેશીનો કે નાબાપાનો ન્યાય તું ન મરડ; તેમ જ વિધવાનું વસ્ત્ર ઘરેણે ન રાખ; પણ સંભાર કે મિસરમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા દેવે તને ત્યાંથી છૂટો કર્યો; એ માટે હું તને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.”

            ન્યાયી બનવાની કે સાબ્બાથનું પાલન કરવાની આજ્ઞા નિર્ગમનને આપવામાં આવી નહોતી, પરંતુ ઈશ્વરે તેઓને કહ્યું હતું કે મિસરના બંદીવાસમાંથી તેમના છુટકારામાં ઈશ્વરની ભલાઈ એ સાબ્બાથના દિવસે તેમના દાસો સાથે માયાળું વર્તન કરવા અને પરદેશીઓ તથા વિધવાઓ સાથે ન્યાયી વર્તન કરવા માટેનું એક વધારાનું કારણ હતું.

            એ જ પ્રકારે, ઈશ્વરે તેઓની સાથે લેવીય ૧૧:૪૫માં આ પ્રમાણે વાત કરી, “કેમ કે તમારો દેવ થવા સારું મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું; માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.” નિશ્ચિતપણે કોઈપણ આગ્રહ નહિ કરે કે પવિત્રતા નિર્ગમન અગાઉ અસ્તિત્વમાં નહોતી, અથવા નિર્ગમન પછી ન તે કેવળ યહૂદીઓ માટે જ મિસરમાંથી તેમના છૂટકારાની યાદગીરીરૂપે મર્યાદિત હતી.

 

પ્રકરણ ૧૦

મુખ્ય ભૂલ # ૫

પુનરુત્થાનના માનમાં રવિવારે સાબ્બાથનું પાલન કરવું

            એ સત્ય છે કે ઇસુ અઠવાડીયાના પ્રથમ દિવસે પુનરુત્થાન પામ્યા, પરંતુ બાઇબલમાં કોઈપણ જગ્યાએ જરાપણ તે દિવસને પવિત્ર પાળવાની કોઈ માહિતી નથી. સાબબાથનું પાલન એ ઈશ્વર દ્વારા હસ્તલિખિત આદેશ પર પ્રત્યક્ષ રીતે આધારિત છે.

            અઠવાડીયાના અમુક દિવસોએ ઘણી અદ્દભુત ઘટનાઓ બની હતી, પરંતુ તે દિવસોને પવિત્ર પાળવાની આપણને કોઈ આજ્ઞા આપવામાં આવી નથી. ઇસુ આપણાં પાપોને માટે શુક્રવારને દિવસે મરણ પામ્યા. નોંધાયેલા ઇતિહાસની કદાચ એ સૌથી નોંધપાત્ર ઘટના છે. આ બાબત એ ક્ષણને ચિંહિત કરે છે જ્યારે મારા મૃત્યુદંડની સજા રદબાતલ કરી દેવામાં આવી હતી અને મારા તારણની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ બઈબલનું એકપણ લખાણ ઈશારો કરતું નથી કે આપણે આટલા વિશેષ મહત્વપૂર્ણ દિવસનું સાબ્બાથ દિવસ તરીકે પાલન કરવું જોઈએ.

            તે એક એવી નાટ્યાત્મક ક્ષણ હતી જ્યારે ઇસુ તે રવિવારે પ્રભાતે કબરમાંથી ઉઠ્યા, પરંતુ બાઈબલના પુરાવાનો એકપણ અંશ નથી કે આપણે તે દિવસનું પુનરુત્થાનના સન્માનમાં પાલન કરવું જોઈએ. લખાયેલા પવિત્ર શાસ્ત્રમાં રવિવારના પાલન માટેનું એકપણ દ્રષ્ટાંત જોવા મળતું નથી.

            અલબત્ત, બાઈબલમાં પુનરુત્થાનની યાદગીરીને માટે આજ્ઞા આપવામાં આવી છે, પરંતુ તે રવિવારના પાલન વિષેની નથી. પાઉલે લખ્યું છે કે, “તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલામાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ” (રોમન ૬:૪).

            બાપ્તિસ્મા એ ખ્રિસ્તના મરણ, દફનવિધિ અને પુનરુત્થાનની યાદગીરી છે. જેઓ એવો વિશ્વાસ કરે છે કે રવિવારનું પાલન એ ખ્રિસ્તના પુનરુત્થાનનું સન્માન છે કે જે દિવસે ખ્રિસ્ત કબરમાંથી ઉઠ્યા હતા કારણ કે તે જ દિવસે ઉપલી મેડી પર શિષ્યો એકઠા થયા હતા તેનો ઉલ્લેખ કરે છે. ખ્રિસ્ત કબરમાંથી ઉઠ્યા. શિષ્યો માટે એકઠા થવું એ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણી હતી. પરંતુ આ ઘટના વિષે આપણે જ્યારે બાઇબલની નોંધ વાંચીએ છીએ, ત્યારે આપણને જોવા મળે છે કે સંજોગો થોડા ભિન્ન હતા. લૂક આપણને કહે છે કે, શિષ્યોનો સામનો મરિયમ મગદાલેણની પ્રત્યક્ષદર્શી વાર્તા સાથે થયો હોવા છતાં, તેઓએ “વિશ્વાસ ન કર્યો....” “તે પછી તેઓમાં બે જણ ચાલતા ગામડે જતાં હતા, એટલે તે બીજા રૂપમાં તેઓને દેખાયા. તેઓએ જઈને બાકી રહેલાઓને તે કહ્યું, પણ તેઓએ તેઓનું માન્યું નહિ. તે પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયા, તેમણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હ્રદયને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેમના પાછા ઉઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું નહોતું” (માર્ક ૧૬:૧૨-૧૪).

            સ્વાભાવિક રીતે જ, ઉપલી મેડી પરના એક પણ શિષ્યએ વિશ્વાસ કર્યો નહોતો કે ઇસુ ઉઠ્યા છે, તેથી તેઓ પુનરુત્થાનની ઉજવણી આનંદસહિત કરી શક્ય નહિ હોય. તેમના એકઠા થવાનું કારણ યોહાન આ શબ્દોમાં સમજાવે છે: “ત્યાંના બારણાં યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા,” (યોહાન            ૨૦:૧૯).

            આમ, આપણે ઈશ્વરના પવિત્ર સાબ્બાથ દિવસના પાલનની વિરુદ્ધમાં જે મુખ્ય દલીલો કરવામાં આવે છે તેનો અભ્યાસ કર્યો છે. એક પણ વાંધો પુરાવાનો કોઈ નક્કર પત્તો પ્રદાન કરતો નથી કે ઈશ્વરે સાબ્બાથના પાલન અંગે પોતાનું મન ક્યારેય બદલ્યું હોય. જ્યારે ઈશ્વરે ચોથી આજ્ઞામાં “યાદ રાખો” શબ્દ લખ્યો, ત્યારે તે એ જ સાતમા દિવસના સંદર્ભમાં હતો જે દીવાલ પર ટિંગાયેલા આપણાં કેલેન્ડરમાં દેખાય છે. માણસો કે રાક્ષસો કોઈપણ તે સનાતન નૈતિક નિયમની કાયદેસરતાને ઘટાડી શકતા નથી.

            ઈશ્વર આપણાંમાંના દરેકને આપણાં પ્રેમ અને વિશ્વાસુપણા માટેની સ્વર્ગની વિશેષ પરીક્ષા તરીકે સાબ્બાથના આજ્ઞાપાલનનું સન્માન કરવાની હિંમત પૂરી પાડો. જે રીતે આપણે શોધી કાઢ્યું છે કે, જ્યારે ઇસુનું પુનરાગમન થશે, ત્યારે આપણે તેમની સાથે, યુગો સુધી અનંતકાળ, એ જ સાબ્બાથનું પાલન કરતા હોઈશું. અને તેમ છતાં, હે, પ્રભુ ઇસુ, આવો.