રસોઈઘરમાં મોત

CONTENTS

સ્વાસ્થ્ય – ઉત્તમ ઉદ્દેશ
આપણું શરીર આપણું પોતાનું નથી
શરીરના સર્જનકર્તાની માર્ગદર્શિકા
ડુક્કરનું માંસ અશુદ્ધ
દરિયાઈ ખોરાક(જળચર) ખાવા માટે અયોગ્ય
દારૂ – એક શ્રાપ
નિકોટીન – સૌથી ઘાતક ઝેર
કોફી રસિયાઓ
એક મોટો પ્રશ્ન

પ્રકરણ 1 સ્વાસ્થ્ય – ઉત્તમ ઉદ્દેશ

            કેટલાક વર્ષો અગાઉ અમેરિકાના એક ચોક્કસ શહેરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, આ સર્વેમાં સમાવિષ્ટ 156 પ્રશ્નોના ઉત્તરો દરેક રહેવાસીએ આપ્યા હતા. એવું શોધી કાઢવામાં આવ્યું હતું કે પુખ્ત વયની વ્યક્તિનો મુખ્ય કે ઉત્તમ ઉદ્દેશ્ય પોતાનું આરોગ્ય છે અને નહિ કે રાજકારણ, ઇતિહાસ, કે હવામાન પણ નહિ, પરંતુ કેવળ આરોગ્ય, તેમનું અને તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય. આ કેવો વિરોધાભાસીપૂર્ણ યુગ છે કે જેમાં આપણે જીવીએ છીએ! એવો સમય કે જ્યારે આપણી પાસે વધુ ડોક્ટર્સ છે, વધુ હોસ્પિટલ છે, વધુ દવાઓ છે, સ્વાસ્થ્ય સંભાળ, સારવાર અને બીમારીઓના ઈલાજ માટે વધુ જ્ઞાન, દવાઓ ગોળીઓ, વિટામીન્સ છે અને છતાં, ભાગ્યે જ એવો સમય હતો કે જ્યારે આટલી બધી બીમારીઓ અને રોગો તથા સ્વાસ્થ્ય સમસ્યાઓ માનવજાતને પરેશાન કરતી હતી.

            ખોટી જીવનશૈલી અને હાનિકારક ખાણીપીણીની આડઅસરોને કારણે લાખો લોકો પીડાઈ રહ્યા છે. આપણે વેદનાથી પીડાતા વિશ્વમાં જીવીએ છીએ. બીમારીઓ અને રોગોથી પીડાતા લોકોની ચીસો આજના આધુનિક સમાજનો ટ્રેડમાર્ક બની ગયો છે. તબીબી સંશોધનમાં અવિશ્વનીય કાર્યક્રમો અને યોજનાઓ હોવા છતાં, આપણો સમાજ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની ગંભીર સમસ્યાઓનો હજી પણ સામનો કરી રહ્યો છે.

            અકાળે આવતી અપંગતા અને મૃત્યુના પ્રશ્નનો બાઇબલ સરળ અને સંક્ષિપ્ત ઉત્તર આપે છે. જો નિર્ગમન ૧૫:૨૬ “જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દ્રષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ પર નાખ્યા છે, તેમાનો કોઈપણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું” પર લક્ષ્ય આપવામાં આવ્યું હોત તો લાખો લોકો આજે પણ જીવંત હોત.

            આ વચન ભરપૂર રીતે સ્પષ્ટ કરે છે કે ખરેખર તો કોઈપણ વ્યક્તિ પોતાની દફનક્રિયાને મુલતવી રાખી શકે છે. સ્વાસ્થ્યને અને આહાર સંબંધિત ઈશ્વરના નિયમોના પાલન દ્વારા, રોગો કે બીમારીઓને સદંતર રીતે ટાળી શકાય છે કે તેને દૂર રાખી શકાય છે. બાઈબલમાંના વચન પરથી તો એવું સ્પષ્ટ થાય છે કે લાખો લોકોને મોતના મુખમાં ધકેલી દેવા માટે મહામારી કે રોગચાળા લાવવાની ઈશ્વરની સહેજ પણ ઈચ્છા નથી. ઈશ્વર ઈચ્છે કે આપણે શરીર, મન અને આત્મામાં સમૃદ્ધ અને નીરોગી બનીએ.

            તો પછી શા માટે આજે આપણે આ વિશ્વમાં આટલી વેદના અને બીમારીઓ જોઈએ છીએ? ઉત્તર છે કે મોટાભાગના લોકો તેમના અસ્તિત્વના નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે. જે રીતે નિશ્ચિતપણે પ્રકૃતિ પોતાના નિયમોને અનુસરે છે, તે જ રીતે આપણાં શરીર માટે પણ કેટલાક નિયમો છે જે નિશ્ચિત અને અનુમાનિત છે. “કોઈ માણસ જે કઈ વાવે તે જ તે લણશે” (ગલાતી ૬:૭). જો કોઈ વ્યક્તિ છત પરથી પડી જાય તો, ગુરુત્વાકર્ષણનો નિયમ આપોઆપ કાર્ય કરે છે. ઉંમર, લિંગ કે નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, તે વ્યક્તિનું નીચે તરફ પડતું શરીર ઇજાગ્રસ્ત થવા કે મરણ પામવા માટે નીચેની તરફ જ ધસી જશે, જો આપણે આપણાં શરીરના નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ તો, આપણે બીમારી અથવા મૃત્યુના અનિવાર્ય પરિણામોની અપેક્ષા રાખવી પડશે.

            અસર હંમેશા કારણથી આગળ ચાલતી હોય છે. જે લોકોએ ગંભીરતાથી ઈશ્વરની સલાહનો અને વર્તમાન વૈશ્વિક વલણોનો અભ્યાસ કર્યો છે, તેઓને માટે કોઈ ઊંડું રહસ્ય નથી. નિષ્ણાતો મૂંઝાયેલા છે કે કેન્સરની બીમારી સતત વધી રહી છે. જ્યારે ઘણીબધી બીમારીઓ ખૂબ મોટી માત્રામાં ઓછી થઈ ગઈ છે અને ઘણીબધી તો લગભગ નાબૂદ થઈ ચૂકી છે ત્યારે કેન્સરની બીમારી વધતી જાય છે. અભૂતપૂર્વ નાણાંભંડોળ અને સંશોધનોની ભરમાર હોવા છતાં આ ઘાતક અને જીવલેણ બીમારીની વુર્દ્ધિને રોકવામાં જૂજ સફળતા જ પ્રાપ્ત થઈ છે.

            અમેરિકામાં ચાલી રહેલા ધૂમ્રપાનની પ્રથાઓના પ્રકાશમાં આપણે ફેફસાના કેન્સરના સતત વધતાં જતાં કિસ્સાઓને સરળતાથી સમજી શકીએ છીએ. જ્યાં સુધી ઘણાબધા લોકો આ જીવલેણ ઝેરને આત્મસાત કરવાનું “ના” કહેવાની સરળ નૈતિક હિંમત એકઠી નહિ કરે ત્યાં સુધી આ વલણ નિસંદેહપણે ચાલુ જ રહેવાનુ. પરંતુ બહુ થોડા લોકો સમજે છે કે સઘળા પ્રકારના કેન્સર પૈકી માનવશરીરમાં એક તૃતીયાંશ કેન્સર પેટમાં થાય છે. અને બધા પ્રકારના કેન્સરમાંથી અડધા ભાગના કેન્સર પાચનતંત્રના અવયવોમાં જોવા મળે છે, જેમાં લીવર, સ્વાદુપિંડ, નાનું અને મોટું આંતરડું સમાવિષ્ટ છે.

            કેન્સરની આ એકાગ્રતાનું કારણ આપણ સર્વને માટે સ્પષ્ટ હોવું જોઈએ. ફેફસા જે તમાકુના ગરમ ધુમાડાથી ભરાઈ જાય છે તેના સિવાય, પેટ શરીરનું એવું અંગ છે જેનો સૌથી વધુ દૂરૂપયોગ થાય છે. અમેરિકન કેન્સર સોસાયટીના સ્થાપકો પૈકીના એક, ડો. જેમ્સ ઇવિંગે “ધી પ્રિવેન્શન ઓફ કેન્સર” નામની એક પત્રિકામાં આ પ્રકારે વિધાન કર્યું છે, “સામાન્ય પેટનો કાયમી દુરુપયોગ વારંવાર કેન્સરને જન્મ આપે છે, અને અસામાન્ય રીતે નબળું પેટ ઓછા દુરુપયોગથી એ જ સમસ્યા ભોગવી શકે છે. બંને કિસ્સાઓમાં દુરુપયોગ અને પેટને વેઠવા પડતાં વધુ પડતાં શ્રમને ઉત્તેજક કારણ તરીકે ગણવામાં આવવું જોઈએ. પેટ તાંબા જેવી ધાતુથી નહિ પરંતુ ઉપરછલ્લા કોષોની એક નાજુક પંક્તિ દ્વારા બનેલું છે. આ માહિતીમાંથી કેવળ એક જ સુરક્ષિત નિષ્કર્ષ એ નીકળે છે કે આ ખૂબ જ સામાન્ય બીમારીથી થતાં ઉચ્ચ મૃત્યુદરને જો ઘટાડવો હોય તો પેટના દુરુપયોગના તમામ સ્વરૂપોને ટાળવા પડશે.”

            અમેરિકન પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના પેટમાં શું જઈ રહ્યું છે તે જોવું એટલે કેવળ વાળ ખેંચવા અને મગજનું દહીં કરવા જેવુ છે. મોટી કસોટી એ છે કે શું તેનો સ્વાદ સારો છે અથવા તો તે સુખદ પરિણામો આપે છે કે કેમ. કોઈ આશ્ચર્ય નથી કે ૫૦% વસ્તી સ્થૂળતાની બીમારીથી પીડાય છે અને દર વર્ષે 30 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ આહારના સમીકરણો અને કસરતના સાધનો પાછળ કરવામાં આવે છે.

            આશ્ચર્યજનક તથ્ય એ છે કે સરેરાશ અમેરિકન દર વર્ષે ૧૪૮૮ પાઉન્ડ ખોરાકનો ઉપયોગ કરે છે. વર્ષ દરમ્યાન દરરોજ હોસ્પિટલમાં દાખલ થતાં ૧૫ લાખ દર્દીઓમાં આ બાબત નિસંદેહપણે એક મોટું પરિબળ છે. શું તમે ક્યારેય એ નોંધ્યું છે કે “DEATH” (મૃત્યુ) શબ્દનો પાંચમો ભાગ “EAT” (ખોરાક)થી ભરેલો છે?

            પોલ બ્રેગ પોતાના પ્રસિદ્ધ રસોઈ પુસ્તકમાં જણાવે છે કે, “સરેરાશ વ્યક્તિ દરરોજ જે ખોરાક લે છે તેનાથી તે પોતાના શરીરમાં ઝેર ભરે છે. મોટાભાગના લોકો તેમની આંખો વડે ખાય છે. જો ખોરાક સારો દેખાય તો, તેઓ પૂછતા નથી જે આરોગ્યપ્રદ છે કે જીવલેણ છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમના શરીરમાં યોગ્ય પ્રકારનો ખોરાક જવા દેવો જેથી તેમનું શરીર સારું અને મજબૂત બને અથવા તો જો તેઓ જાણતા હોય તો જે તે ખોરાક પસંદ કરવા માટે સમય ફાળવે. જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી સરેરાશ વ્યક્તિએ વાસ્તવિક પ્રાકૃતિક ખોરાકનો સ્વાદ ક્યારેય અનુભવ્યો નથી. આપણી જીભ ઉપરની સ્વાદની નાનકડી સંવેદનશીલ કળીઓ સદીઓથી અકુદરતી, કૃત્રિમ રીતે પકવેલા અને મસાલેદાર ખોરાકથી એટલી બધી ટેવાઇ ગઈ છે કે આપણાંમાંના મોટાભાગના કુદરતી ખોરાકના સુંદર અને નાજુક સ્વાદના વખાણ કરવા અસમર્થ છે. ખાદ્યપદાર્થો નિશ્ચિત, નાના ટુકડા કરેલા, છુંદેલા, કચડેલા, બાફેલા, બ્રોઇલ કરેલા, સ્ટુયડ કરેલા, બેકડ કરેલા, આથેલા, સંગ્રહિત, મીઠું ચઢાવેલા, મલાઇદાર, સૂકું, શેકેલું, તળેલું, ગ્રીસ કરેલું, મરીવાળું, સરકાથી ભેળવેલું, ધૂમ્ર કરેલું, કચડી નાખેલો હોવો જોઈએ, સારા લોકોને આકર્ષિત કરવા માટે શેકેલું, રોલ્ડ કરેલું, જામેલું, ખવાયેલું, તેલયુક્ત, આથો લાવેલું, પીટેલું, મધુર, મસાલેદાર, ખાટી છાલવાળું, રંગીન અને અન્યથા પકવેલું હોવું જોઈએ. ત્યારપછી તે ઉમેરે છે કે, “ખોરાક બનાવનારે જે ખોરાક મોકલ્યો છે તેનાથી સંસકારી માણસ સંતુષ્ટ થતો નથી અને પોતાને તે ખોરાક ખાવા માટે યોગ્ય લાગે તે પહેલા તેણે તે ખોરાક સાથે કઈક કરવું જોઈએ.”

            નાના આશ્ચર્યની વાત એ છે કે અમેરિકામાં લોકો દરરોજ ૨૫ ટન એસ્પિરિનની ગોળીઓ ગળી જાય છે. રાષ્ટ્રીય પરિવેક્ષ્યકના મત પ્રમાણે, આ દેશના દરેક પુરુષ, સ્ત્રી અને બાળક મટે ૨.૨૫ ગોળીઓ છે અને તે અઠવાડીયાના દરેક દિવસ માટે છે. જો તમને તમારી ૨.૨૫ની ગોળી આજે ન મળે તો, અન્ય કોઈ વ્યક્તિને તેનો બમણો હિસ્સો મળ્યો હશે, આ બાબત માટે તમે નિશ્ચિત રહી શકો છો!

            સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અમેરિકન જીવનનો સૌથી વિચિત્ર વિરોધાભાસ જોવા મળે છે. અલબત્ત અન્ય શત્રુઓ કરતાં લોકોને માંદગીનો ડર વધુ હોય છે તેમાં છતાં, જ્યાં સુધી બીમારી તેઓ પર પૂરેપુરી ત્રાટકે નહિ ત્યાં સુધી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે તેઓ કઈ જ કરતા નથી. એક વર્ષના સમયમાં, અમેરિકન લોકો દ્વારા તબીબી કારણોસાર ખર્ચવામાં આવેલ પ્રત્યેક ડોલરમાંથી, ૯૫ પૈસા સાજા થવા માટે અને ૫ પૈસા નિવારક દવાઓ પર ખર્ચવામાં આવ્યા હોય છે. આનો હવે કોઈ અર્થ નથી. પરંતુ આ ક્ષેત્રમાં મોટાભાગના લોકો કોઈપણ રીતે તાર્કિક કે સારા અર્થમાં શ્રેષ્ઠ હોય એવું લાગતું નથી.  

            આ બાબત મને સ્પેનના પ્રવાસીઓના એક જુથની યાદ અપાવે છે જેઓ ત્યાં એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે ગયા હતા. એક ખડકની બાજુમાં એક પ્રાચીન મઠ હતો જેની તેઓ મુલાકાત લેવા માંગતા હતા. ત્યાં ઉપર જવાનો એકમાત્ર રસ્તો કેટલાક સાધુઓ દ્વારા ટોપલીમાં બેસાડીને ગરગડી દ્વારા ઉપર ખેંચવામાં આવતા હતા તે હતો. મઠની મુલાકાત લીધા બાદ ખડકની બાજુથી તેઓને નીચે ઉતારવામાં આવતા હતા. જ્યારે ટોપલીમાં બેસાડીને તેઓને નીચે ઉતારવામાં આવી રહ્યા હતા ત્યારે, તેઓએ જોયું કે દોરડું તો તૂટેલું હતું. તેથી તેમણે મઠના અધિકારીને પૂછ્યું, “તમે દોરડું કેટલીવારે અને ક્યારે બદલો છો?” અને સાધુએ જવાબ આપ્યો, “ઠીક છે, જ્યારે પણ દોરડું તૂટી જાય ત્યારે અમે તેને બદલી નાખીએ છીએ.” ટોપલીમાં બેસાડીને જેઓને ઉતારવામાં આવી રહ્યા હતા તેઓને આ જવાબથી કોઈ આશ્વાસન ન મળ્યું.

            વધુને વધુ, તબીબી સંશોધકો શોધી રહ્યા છે કે આપણાં આહારને આપણાં સ્વાસ્થ્યની સ્થિતિ સાથે ઘણો સંબંધ છે. આપણું શરીરરૂપી યંત્ર ખરેખર એ બળતણથી બનેલું છે જે આપણે તેમાં ખોરાક રૂપે ભરીએ છીએ. આપણાં શરીરની ચેતાઓ, હાડકાં, લોહી અને કોષોની ગુણવત્તા એ પોષણક્ષમ અને યોગ્ય આહાર પર નિર્ભર છે. એક જૂની કહેવત શાબ્દિક રીતે લગભગ સાચી છે. લાખો લોકો પોતાના દાંત વડે જ પોતાની કબરો ખોદી રહ્યા છે. 

 

 

 

પ્રકરણ ૨ – આપણું શરીર આપણું પોતાનું નથી.

            આ બિંદુએ કોઈને નવાઈ લાગશે કે આ બધી બાબતોને ધર્મ સાથે શું લાગેવળગે છે. મારી ખાણીપીણી વિષે ઈશ્વરને શું લેવાદેવા છે? પોતાના શરીરની કાળજી લેવી તે માણસનો પોતાનો વ્યક્તિગત મામલો નથી શું? આ પ્રકારના સુસંગત પ્રશ્નો છે જેને અવગણી ન શકાય.

            સદભાગ્યે, આપણાં શરીરના સર્જક આ પ્રશ્નોના જવાબ આપ્યા વિના આપણને છોડશે નહિ. “માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો” (પહેલો કરીન્થિ ૧૦:૩૧). શું આ અદ્દભુત નથી? આટલી નાની બાબત કે આપણે ક્યારે શું અને કેવો આપણાં શરીરને ખોરાક આપવો જોઈએ તે અંગે ઈશ્વર ચિંતિત છે. બાઇબલ પ્રગટ કરે છે કે ઈશ્વરે માનવ નાજુક શરીરરૂપી યંત્રની રચના કરી છે એટલું જ નહિ પણ તેને એકલા ચલાવવા માટે છોડી દીધું નથી. ઈશ્વરે ક્યારેય સર્જનાત્મક પ્રક્રિયા અથવા ઉત્પાદનની પોતાની માલિકીને જતી કરી નથી.

            પ્રેરિત પાઉલે લખ્યું છે કે, “તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા શું? વળી તમે પોતાના નથી. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો” (પહેલો કરીન્થિ ૬:૧૯,૨૦). આ વચનો પ્રગટ કરે છે કે આપણાં શરીરોની યોગ્ય કાળજી લેવી એ કેવળ આત્મિક જવાબદારી જ નથી પરંતુ નૈતિક આવશ્યકતા પણ છે. આપણાં શરીરનું નિયંત્રણ આપણી પાસે હોવા છતાં, વાસ્તવમાં તે શરીર આપણું નથી. આપણે કોઈ અન્યની મિલકતના કેવળ કારભારી જ છીએ.

            કોઈ માણસને એવું કહેવાનો અધિકાર નથી કે, “મને યોગ્ય લાગે તે રીતે હું મારા શરીર સાથે વર્તન કરીશ, અને તે કેવળ મારો જ વ્યક્તિગત મામલો છે.” પવિત્ર આત્માનું નિવાસસ્થાન છે તે શરીરરૂપી મંદિરના ઈશ્વરીય હેતુનું ઉલ્લંઘન કરીને આપણે જાણે કે ઈશ્વરને લૂંટીએ છીએ.

            પાઉલ મંડળી અને વ્યકિતગત સભ્યો એમ બંનેના સંદર્ભમાં કહે છે કે, “તમે ઈશ્વરનું મંદિર છો, અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે, અને તે મંદિર તમે છો” (પહેલો કરીન્થિ ૩:૧૬,૧૭). આ વચન કાયમી સમાધાન કરે છે કે જે વ્યક્તિ ઈશ્વરની મિલકત એટલે કે મંદિરને અશુદ્ધ કરે છે તેનો નાશ કરી શકાય છે.

            પરંતુ સરેરાશ વ્યક્તિ તેના પોતાના શરીર વિષે કેટલું જાણે છે અને તેની કાળજી કેવી રીતે લેવાવી જોઈએ? શું તમને એ અજુગતું નથી લાગતું કે સરેરાશ માતપિતા પોતાના સંતાનોની જરૂરિયાતો કરતાં વાડામાંના મરઘાં અને ઘરમાંના કુતરાની શારીરિક જરૂરિયાતો વિષે વધુ જાણતા હોય છે? સરેરાશ માણસ પોતાના પરિવારની ભૌતિક જરૂરિયાતો કરતાં પોતાના વાહનની જરૂરિયાતો વિષે વધુ જાણે છે! આ પવિત્ર શરીરરૂપી મંદિરની સંભાળ રાખવાની રીત વિષે આટલી અવિશ્વસનીય અજ્ઞાનતા શા માટે દાખવવામાં આવે છે? બાઇબલ આપણને ખાતરી આપે છે કે માનવ શરીરની કાળજી લેવાવી જોઈએ, તેની જાળવણી થવી જોઈએ અને બાઇબલમાં જણાવ્યા પ્રમાણેના નીતિનિયમો અનુસાર તેનું સંરક્ષણ થવું જોઈએ. સમસ્યા એ છે કે મોટાભાગના અમેરિકનો ખાણીપીણીની બાબતમાં માત્ર ને માત્ર તેમની ભૂખને જ અનુસરે છે.

            શરીર માટેના આહાર અને કાળજી સંબંધી બાઈબલમાં કઈ માર્ગદર્શિકા આપવામાં આવી છે? ઈશ્વર પ્રશ્ન પૂછે છે કે, “જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખર્ચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા માટે ખર્ચી નાખો છો? કાન દઈને મારૂ સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે” (યશાયા 55:2). અને આપણે કેવી રીતે કહી શકીએ કે સારું ભોજન કયું છે? નિશ્ચિતપણે સ્વાદ વડે નહિ કે જાહેરાત વડે નહિ કે રંગીન ચિત્રો વડે નહિ. મોટાભાગના અમેરિકનો, ખાણીપીણીના પોતાના નિયમને અનુસરીને, તેમના કરિયાણાની ટોપલીઓ ઉતાવળમાં એવી વસ્તુઓથી ભરી દે છે કે જેને ટીવીની જાહેરાતોમાં દેખાડવામાં આવે છે. સામગ્રીને ધ્યાનમાં લીધા વિના, તેઓ જીભ અને આકર્ષક લાગે તે બધુ ભેગું કરવા લાગે છે. જેમ નાનું પક્ષી તેની માતા દ્વારા પોતાના મોંમાં જે કઈ મૂકવામાં આવે તેને માટે મોઢું ખુલ્લુ રાખે છે તે જ રીતે ભોળા ઉપભોક્તાઓ આ મીડિયા માર્કેટની પસંદગીની સામે આંખ આડા કાન કરે છે.

 

પ્રકરણ 3 – શરીરના સર્જનકર્તાની માર્ગદર્શિકા

 

 આ અટપટી શરીર રચના માટે શું સારું છે તે જાણવા માટે કેવળ એક ઉપાય છે, અને તે એ છે કે તેના બનાવનાર ઈશ્વરનો સંપર્ક કરવો. કોઈપણ ઉત્પાદનના બનાવનાર પાસે જ જે તે ઉત્પાદનના સંચાલન અને નિભાવ માટેની માર્ગદર્શિકા હોય છે. વાહન ઉત્પાદકો હંમેશા વાહનને યોગ્ય સ્થિતિમાં ચાલુ રાખવા અને ચલાવવા માટેની માર્ગદર્શક પુસ્તિકા આપતા હોય છે.

            જ્યારે ઈશ્વરે શરીરની રચના કરી ત્યારે, તેમણે તેના સંચાલન અને નિભાવ માટે જરૂરી ચોક્કસ સૂચનાઓ પણ આપી હતી. ઉત્પતિ ૧:૨૯માંની સલાહની નોંધ લો: “જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેના વૃક્ષના બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યા છે. તેઓ તમારો ખોરાક થશે.” આ બાબતમાં સુધારો કરવા કોઈ સમર્થ થયું નથી. પોષણશાસ્ત્રીઓ દ્વારા આજે પણ સૂકોમેવો, ફાળો, અનાજ અને શાકભાજી શ્રેષ્ઠ સંભવિત આહાર તરીકે ઓળખાય છે.

            ઈશ્વરે સૃષ્ટિની શરૂઆતમાં રચેલા સંપૂર્ણ શરીર માટે સંપૂર્ણ ઈશ્વર દ્વારા આદેશ કરવામાં આવેલ આદર્શ શાકાહારી ખોરાકને અનુસરવામાં કોઈએ પણ અનિચ્છા દર્શાવવાની જરૂર નથી. આજે, વધતાં જતાં પાપના શ્રાપ હેઠળ, તે શરીરો કદ અને સહનશક્તિ બંનેમાં અધોગતિ પામ્યા છે, પરંતુ ઈશ્વરની મૂળભૂત રચના અને વ્યવસ્થાના જ્ઞાનને પડકાર આપી શકે એવી કોઈ દલીલ કે વૈજ્ઞાનિક આધાર હજી સુધી મળ્યો નથી.

            પરંતુ ધ્યાનમાં રાખો કે અમેરિકન લોકો તે મૂળ રેસીપીથી કેવી રીતે દૂર થઈ ગયા છે. આજે સરેરાશ ખાનારની થાળી ભારે માંસ પ્રોટીન્સ, કાર્બોહાઇડ્રેટ્સ અને પેસ્ટ્રીઝથી ભરપૂર છે. શરૂઆતમાં તો ઈશ્વરે માંસના ઉપયોગની પણ છૂટ આપી નહોતી. દેખીતી રીતે, જળપ્રલયના પાણીને કારણે તમામ વનસ્પતિનો નાશ થયો હોવાથી પ્રથમ વખત માણસના આહારમાં માંસના ઉપયોગની છૂટ આપવામાં આવી હતી અને તે પણ માત્ર અમુક જ માંસ. ઈશ્વરે નૂહને આ પ્રમાણે સૂચના આપી: “સર્વ શુદ્ધ પશુઓમાંથી સાત સાત નરનારી અને અશુદ્ધ પશુઓમાંથી બબ્બે નરનારી, તું તારી સાથે લે” (ઉત્પતિ ૭:૨).

            એ નોંધપાત્ર તથ્યને ચૂકી જશો નહિ કે શુદ્ધ અને અશુદ્ધ પશુઓનો નિયમ છેક માનવ ઇતિહાસની શરૂઆતથી જ લંબાયેલો છે. ઘણાઓએ એવું માની લીધું કે કે માત્ર યહૂદી લોકો માટે અશુદ્ધ પશુના માંસની મનાઈ ફરમાવવામાં આવી છે. એવું નથી. નૂહના સમયમાં કોઈ યહૂદી નહોતા, છતાં સ્પષ્ટ રીતે ભેદ કરવામાં આવ્યો છે. શુદ્ધ પશુઓની વધુ જોડીઓ શા માટે વહાણમાં લેવામાં આવી હતી? કારણ કે જળપ્રલયના પાણીથી બધી વનસ્પતિ અને શાકભાજી નાશ પામ્યા હતા, અને પ્રથમવાર જ ઈશ્વરે માંસ ખાવાની છૂટ આપી હતી.

            પરંતુ માત્ર શુદ્ધ માંસ! જો નૂહ અને તેના કુટુંબના સભ્યોએ અશુદ્ધ પશુઓમાંથી કોઈ એકને પણ ખાધું હોત, તો તે પશુજાતિનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોત કારણ કે તે પશુજાતિના અસ્તિત્વને જાળવી રાખવા માટે કેવળ એક નરનારી જ લઈ જવામાં આવ્યા હતા. વહાણમાં શુદ્ધ પશુઓની સાત જોડીઓ હતી. આ શુદ્ધ પશુઓની પ્રજાતિના અસ્તિત્વને જોખમમાં મૂક્યા વિના કેવળ તેમનો જ ખોરાક તરીકે ઉપયોગ થઈ શક્યો હતો.

            કારણ કે એ સાબિત થાય છે કે ઉત્પતિકાળના કેટલાક પશુઓ પણ અશુદ્ધ હતા, તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે શુદ્ધ અને અશુદ્ધ પશુ વચ્ચેની ભેદરેખા ક્યાં દોરવામાં આવી હતી? આ અગત્યના મુદ્દા વિષે દેવે આપણને વિચારતા કરતાં છોડી દીધા નથી.

            લેવીય ૧૧:૩-૧૧માં જરૂરિયાતોને સ્પષ્ટપણે આપવામાં આવી છે: “પશુઓમાંથી જે કોઈને ફાટેલી ખરી, જે ચિરાયેલા પગ હોય, તથા જે વાગોળતું હોય, તે તમારે ખાવું. તો પણ વાગોળનારાઓમાંથી અથવા ફાટેલી ખરીવાળામાંથી આ પશુઓ તમારે ન ખાવા; એટલે ઊંટ, કેમ કે તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને સાફાન-સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને ડુક્કર, કેમ કે તેની ખરી ફાટેલી છે અને પગ ફાટેલા છે, પણ તે વાગોળતું નથી, તે તમને અશુદ્ધ છે. તેઓનું માંસ ન ખાવું, તથા તેઓના મુડદાને સ્પર્શ ન કરવો. તેઓ તમને અશુદ્ધ છે. બધા જળચર પ્રાણીઓમાંથી તમારે આ ખાવા; એટલે પાણીમાં જે બધાને પર તથા ભીંગડા હોય છે તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંના હોય કે નદીઓમાંના હોય. અને સમુદ્રોમાંના અને નદીઓમાંના જે બધા પાણીમાં તરે છે તેમાંના, તથા સર્વ જળચર પ્રાણીઓમાંના, જે સર્વને પર તથા ભીંગડા હોતા નથી, તેઓ તમને અમંગળ છે. અને તેઓ તમને અમંગળ જ થાય; તેઓનું માંસ ન ખાઓ, ને તેઓના મુડદાને તમે અમંગળ ગણો”

 

પ્રકરણ ૪ ડુક્કરનું માંસ અશુદ્ધ

 

આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે જેમણે આપણને બનાવ્યા તેમણે કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ અને કયા પ્રકારનો ખોરાક ન ખાવો જોઈએ તે પણ આપણને સૂચવ્યું છે. આપણે કદાચ એ સમજાવવા અસમર્થ હોઈશું કે શા માટે કેટલાક પશુઓ અશુદ્ધ અને બાકીના શુદ્ધ છે, પરંતુ તે ભેદ જાણવા માટે આપણે સર્જનકર્તા પર વિશ્વાસ કરી શકીએ, અને તેમણે તેમના મહાન પ્રેમમાં આપણે માટે શું શ્રેષ્ઠ છે તે આપણને જણાવ્યુ છે. બધા જ પ્રાણીઓની જેમની ખરી ફાટેલી નથી અને જે ઘાસ વાગોળતાં નથી તેમને ખાવાના નથી.

            શું આપણને નવાઈ લાગે છે કે શેતાને ઈશ્વર દ્વારા મનાઈ ફરમાવેલ ખોરાકની ભૂખ ઊભી કરી છે? અને શું એમાં પણ નવાઈ લાગે છે કે આહાર અંગેના ઈશ્વરના સિદ્ધાંતોને કારણે રોગચાળા ફાટી નીકળે છે? મનાઈ ફરમાવેલ ડુક્કરનું માંસ એ એક સંપૂર્ણ ઉદાહરણ છે કે અહંકારી ભૂખ કેવી રીતે ઈશ્વરના સંવેદનશીલ પ્રતિબંધોને વટાવી ગઈ છે. બીજી કેટલીક અશુદ્ધ બાબતોથી વિપરીત, આપણે અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ દર્શાવી શકીએ છીએ કે ડુક્કરનું માંસ શા માટે આરોગ્ય માટે સંપૂર્ણપણે અયોગ્ય છે.

            ડુક્કરના માંસમાં ત્રિચીના નામનો એક અતિસૂક્ષ્મ કૃમિ હોય છે, અને જો તે માનવ શરીરમાં પ્રવેશ કરે તો ત્રિચીનોસિસ નામનો રોગ થાય છે. સરકારો ચેતવણી આપે છે કે આ પરોપજીવી જીવ માટે કોઈ નિરીક્ષણ નથી, અને રીડર્સ ડાઈજેસટ પત્રિકા ભારપૂર્વક જણાવે છે કે આ રોગનો કોઈ ઈલાજ નથી.

            “મસ્ટ અવર પોર્ક રિમેઇન સેફ?” નામના લેખમાં ત્રિચીનોસિસ રોગ વિષે આ પ્રમાણે વિધાન કરવામાં આવ્યા છે: “જીવાણુયુક્ત ડુક્કરના માંસનો ખોરાક, એક કોળિયો પણ, ખાનારને મારી નાખી શકે છે અથવા અપંગ બનાવી શકે છે અથવા ખાનારને જીવનભર યાતના અને વેદના વેઠવા માટે મજબૂર કરી શકે છે. આ અગમ્ય બીમારીનો કોઈ ઉપચાર નથી તેને રોકવા માટેની કોઈ દવા ઉપલબ્ધ ન હોવાને કારણે તેનો કૃમિ માનવ શરીરની સમગ્ર સ્નાયુબદ્ધ માંસપેશીઓમાં ફેલાઈ શકે છે.”

            “ત્યારપછી સંક્રમણની તીવ્રતાને આધારે બેમાંથી એક બાબત બને છે. કાં તો મૃત્યુ થાય છે અથવા કુદરત દ્વારા દરેક પરોપજીવી જીવની આસપાસ સોજા અથવા ફોલ્લા ઉપસાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવે છે, જે પાછળથી નિષ્ક્રિય થઈ જાય છે, પરંતુ તેની અસરો વર્ષો સુધી જીવંત રહે છે. તમારા ડોકટરને દોષ આપશો નહિ. જે શ્રેષ્ઠ ડોક્ટર કરી શકશે તે એ કે લક્ષણોના દેખાવ અનુસાર તે દર્દીની શક્તિને બચાવવાનો અને પીડા ઓછી કરવાનો અને સંક્રમણને વધતું અટકાવવાનો પ્રયાસ કરશે.” (રીડર્સ ડાઈજેસ્ટ માર્ચ ૧૯૫૦). આ લક્ષણો શું છે, સામાન્ય માણસે ચિંતા ન કરવી વધુ સારું છે. ત્રિચિનોસિસ બીમારી અમુક અંશે લગભગ અન્ય કોઈ રોગના જ લક્ષણો ધરાવે છે. હાથ પગમાં દુખાવો, જે સંધિવા પ્રકારના લક્ષણો હોય શકે છે. પીઠમાં દુખાવો એ પિત્તાશયની લગતી બીમારીના લક્ષણ પણ હોય શકે છે, પરંતુ આ તમામ લક્ષણો ત્રિચિનોસિસના લક્ષણો પણ હોય શકે છે.

            વોશિંગ્ટનના સ્વાસ્થ્ય અધિકારી, ડો સેમ્યુઅલ સી ગોલ્ડ કે જેમણે ત્રિચિનોસિસ બીમારીનો વ્યાપક અભ્યાસ કર્યો છે તેઓ જણાવે છે કે સરેરાશ અમેરિકન ઉપભોક્તા જીવનકાળ દરમ્યાન કમસેકમ ૨૦૦ સંક્રમિત ડુક્કરનું માંસ ખાય છે. કેવળ “અમેરિકન સરકર દ્વ્રારા તપાસ કરાયેલ અને પાસ કરાયેલ” આ પ્રકારના સિક્કા લગાવવાથી એનો અર્થ એ નથી થતો કે તે માંસનું પરીક્ષણ ત્રિચિનોસિસના સંક્રમણ માટે પણ કરવામાં આવ્યું છે. આ બીમારીના સંક્રમણને જાણવા માટે માંસના દરેક ટુકડાને અતિસૂક્ષ્મ પરીક્ષણોમાંથી પસાર કરવા પડે છે.

            જાહેર સ્વાસ્થ્ય સેવાના અધિકારીઓ સલાહ આપે છે કે ત્રિચીનો કૃમિના નાશ માટે ડુક્કરના માંસને સારી રીતે રાંધવું જોઈએ. કોઇકે અવલોકન કર્યું છે કે મરુત કીડા ખાવાથી તાળવું પણ આકર્ષક નથી. કાયદો એ છે કે ઈશ્વર તેને અશુદ્ધ અને ઘૃણાસ્પદ કહે છે. ખ્રિસ્તીઓ માટે ભૂખની વિકૃત તૃષ્ણા પર ઈશ્વરનો ચુકાદો સ્વીકરવો શા માટે આટલો અઘરો છે?

            કોઇકે પૂછ્યું છે કે જો ડુક્કરનું માંસ ખાવું ન જોઈએ તો ઈશ્વરે શા મટે તેનું સર્જન કર્યું. તેનો જવાબ સ્વયં સ્પષ્ટ છે. બાજ પક્ષી, સાપ અને હાઈનાસ સાથે ડુક્કર પૃથ્વીની ગંદકી અને કચરાના મહાન સફાઈ કામદારો છે. દરેક સર્જનનો કોઈને કોઈ હેતુ છે, પરંતુ દરેકનો માનવ શરીરમાં ખોરાક તરીકે ઉપયોગ વાજબી અને યોગ્ય નથી. આપણે આપણાં સીમિત જ્ઞાનથી તે સમજી શકતા નથી, પરંતુ ઈશ્વરની સલાહે તેને કોઈપણ પ્રકારની શંકા કે પ્રશ્નની બહાર જાહેર કર્યું છે.

            દલીલો આગળ વધારતા કહેવામા આવે છે કે ઈશ્વરે તે જૂના કરારના નિયમો બનાવ્યા તેના કરતાં અત્યારે શૌચાલયની વ્યવસ્થા વધુ સારી છે અને તેથી હવે ડુક્કરને ખાવા માટે ઉપયોગમાં લેવાવું જોઈએ. એવું માનવું મુશ્કેલ છે કે સમય પસાર થવાથી જમીન અથવા સમુદ્રી જીવો ઓછા પ્રદુષિત થાય છે. આજે રાસાયણિક ઝેર જમીન, સમુદ્ર અને વાતાવરણને એટલી ભયજનક માત્રામાં સંક્રમિત કરે છે કે સરકારોએ સતત નિર્દેશો જારી કરતાં રહેવું પડે છે.

            પર્યાવરણવાદીઓ આપણને પ્રકૃતિના દરેક ક્રમમાં ઘાતક જંતુનાશકો, રસાયણો અને અન્ય દૂષકોના મોટા પ્રમાણમાં થઈ રહેલા સંચય વિષે કલાકે કલાકે માહિતગાર કરે છે. અને જો તર્ક આપણને ખાતરી નથી કરાવતો કે અશુદ્ધ જીવો કે પશુઓ હજી અશુદ્ધ જ છે તો આપણી પાસે આ બાબતે ઈશ્વરના વચનનું પ્રાગટ્ય છે જ. યશાયા લખે છે, કેમ કે જુઓ, યહોવા અગ્નિ દ્વારા આવશે, ને એમના રથો વંટોળિયા જેવા થશે! તે કોપથી પોતાના રોષને, તથા અગ્નિના ભડાકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા માટે આવશે. કેમ કે યહોવા સર્વ માણસજાત સાથે અગ્નિથી તથા પોતાની તરવારથી વાદ કરનાર છે; અને યહોવાથી વીંધાયેલા ઘણા થશે. વચ્ચે રહેનારની પાછળ જેઓ વાડીઓમા જવાને માટે પોતાને શુદ્ધ ને પવિત્ર કરે છે, જેઓ ભૂંડનું માંસ તથા કંટાળો ઉપજવનારી વસ્તુઓ તથા ઉંદર ખાનારા છે, તેઓ સર્વ નાશ પામશે. એમ યહોવા કહે છે” (યશાયા ૬૬:૧૫-૧૭).

            આ વચનો ઈસુના બીજા આગમન વિષે વાત કરે છે અને સાબિત કરે છે કે તે પ્રાણીઓના સ્વભાવમાં કોઈ બદલાવનો અનુભવ થશે નહિ જે તેમને ખાવા માટે યોગ્ય બનાવે – જ્યારે ઇસુનું બીજું આગમન થશે અને પૃથ્વીનો અંતિમ દિવસ આવશે ત્યારે પણ નહિ. ડુક્કરને ઘૃણાસ્પદ અને ઉંદરની શ્રેણીમાં મૂકવામાં આવે છે, અને ઈશ્વર સ્પષ્ટપણે પ્રગટ કરે છે કે તેના ખાનારાઓ “એક સાથે ખવાઇ જશે.” કોઈ કહી શકે નહિ કે આ ચેતવણી દરેક વ્યક્તિ સમજી શકે તેવી ભાષામાં આપવામાં આવી નથી.

 

પ્રકરણ ૫ – દરિયાઈ ખોરાક(જળચર) ખાવા માટે અયોગ્ય

 

            એ નોંધવું જોઈએ કે લેવીય ૧૧માં અધ્યાયમાં જળચર પ્રાણીઓ કે જેમના પાસે પર અને ભીંગડા છે તેમને “શુદ્ધ” ગણવામાં આવ્યા છે. બાકીના તમામને ઈશ્વર અશુદ્ધ માને છે. આ મુજબ છીપ, ઝીંગા, છીપવાળી ખાદ્ય માછલી, ઇલ, કેટફિશ, લોબસ્ટર તથા ક્રેફિશને શુદ્ધ પ્રાણીઓની સૂચિમાથી દૂર રાખે છે. ફરીથી એકવાર, સફાઈ કામદારોને આહારના પદાર્થ તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

            શેલફિશ અને અન્ય જળચર જીવોને ખાવા વિષે ઈશ્વરના મૂલલ્યાંકનને સ્વીકારવા માટેના આ વૈજ્ઞાનિક કારણો શું યોગ્ય છે? એ કેવળ સામાન્ય જ્ઞાન છે કે આ જીવો તેમના ખોરાક માટે મોટેભાગે કાચી ગટરો અને પાણીમાં રહેલા પ્રદૂષકો પર નિર્ભર હોય છે.

            સપ્ટેમ્બર ૧૯૭૨ના પ્રિવેન્શાન મેગેઝીનમાં એક રસપ્રદ લેખ છપાયો હતો જેનું શીર્ષક “શેલફિશ ઇસ ડર્ટી એન્ડ ડેંઝરસ” (શેલફિશ ગંદી અને ખતરનાક છે) હતું. તેના લેખક સ્ટેન્ડ લેવા માટે અનિચ્છા ધરાવતા હતા પરંતુ આ સંવેદનશીલ વિષય પર સત્ય કહેવા માટે તેઓ પ્રતિબદ્ધ હતા. તેમણે લખ્યું છે, “તે માછલી રસદાર છે, તે માછલી સ્વાદિષ્ટ છે, તે માછલી પોષક પણ છે. પરંતુ મોલસ્કની પ્રકૃતિ અને તેના રહેઠાણના ગટર જેવા પ્રદૂષણને કારણે આપણે સારી સમજણથી શેફિશ માછલીના ઉપયોગથી દૂર રહેવાની સલાહ આપવી જોઈએ, પછી ભલે તેનો સ્વાદ તમને ગમે તેટલો લલચાવે, કે આસપાસના લોકો તેને મઝાથી આરોગી રહ્યા હોય. તેને ખાવાથી જે ભોગવવું પડે છે તેની ગણતરીનો દિવસ આવે છે.

            “શા માટે શેલફિશ આટલી ખતરનાક છે? કારણ કે જે પ્રદુષિત પાણીમાં તે રહે છે તેના કરતાં તે અનેકઘણી વધુ પ્રદુષિત હોય છે.”

            “દુર્ભાગ્યપણે શેલફિશ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને નદીઓના મુખ પ્રદેશોમાં રહેવાનુ, પ્રેમ કરવાનું અને તેમાં જ વૃદ્ધિ પામવાનું પસંદ કરે છે. નદીઓના આ મુખ પ્રદેશો ખાસ કરીને તેની આસપાસ વસતા શહેરોની ગટરોના ગંદા પાણીના નિકાલ, ખેતીના વહેણના ગંદા પાણી અને જળજન્ય પ્રદૂષણોથી ભરપૂર હોય છે.”

            “ શેલફિશના રહેઠાણનું પ્રદુષિત પાસું એક જોખમ છે. હકીકત છે કે આ માછલી ફિલ્ટર ફિડર છે જે જોખમને બમણું કરે છે.”

            “દાખલા તરીકે, છીપ માછલી, ખોરાક મેળવવા અને શોષવાની તેની રીતને કારણે આજુબાજુના દરિયાઈ પાણીના સ્તર કરતાં ૨૦થી ૬૦ ગણી ઊંડાઈ સુધી પોલિયોના વાઇરસને આકર્ષે છે.”

            “તમારા મનપસંદ ભોજનસ્થળના મેનૂ પર પીરસવામાં આવતો અન્ય કોઈપણ પ્રાણી કે પશુનો ખોરાક તેના મળ સાથે પીરસવામાં આવતો નથી. છતાં પણ આ દરિયાઈ ખોરાક એટલે કે સી ફૂડની વાત છે તે સંપૂર્ણ રીતે પીરસવામાં આવે છે; તેના આંતરડાના સંપૂર્ણ ભાગો સાથે.”

            શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વ્યક્તિ આ પ્રકારે ખોરાકને સ્વાદિષ્ટ રીતે શોધી શકે? દરિયાઈ ખોરાક એટલે કે સી ફૂડ ખાવાથી વારંવાર હિપેટાઇટીસનો પ્રકોપ જોવા મળ્યો છે. કાચી ગટર પર ચારો નાખ્યા પછી, માછલીને પકડવામાં આવે છે અને ત્યારબાદ તેને વેચવામા આવે છે. આ રોગ માણસમાંથી મોલસ્ક સુધી અને પછી માણસમાં પાછો ફરે છે.

            ફરીથી આપણે સર્વજ્ઞ ઈશ્વરની તેમની સૃષ્ટિના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે તેમની પ્રેમાળ ચિંતાને કબૂલ કરવી પડશે. અને જેઓ ઈરાદાપૂર્વક ઈશ્વરના નિયમો તોડે છે તેઓ છેવટે દુખદ પરિણામો ભોગવશે જે પરિણામો હંમેશા આશાભંગ પેદા કરે છે.

 

પ્રકરણ ૬ – દારૂ – એક શ્રાપ

 

             ચાલો હવે આપણે એ વિચારીએ કે આપણે જે પીએ છીએ કે શરીરમાં શ્વાસ દ્વારા લઈએ છીએ તેનાથી ઈશ્વરનો મહિમા કેવી રીતે કરીએ. બાઇબલ કહે છે કે, “માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો” (પહેલો કરીન્થિ ૧૦:૩૧). અર્વાચીન માનવી દ્વારા ગ્રહણ કરાયેલા બધા જ લોકપ્રિય ઝેર પૈકી, એક વિશેષ રીતે જીવલેણ અને વિનાશક છે તે દારૂ છે. કૃપાળુ જીવનના પ્રતિક તરીકે મહિમાવાન, તે વાસ્તવમાં, સંસ્કૃતિ માટે જાણીતો સૌથી જીવલેણ સામાજિક રોગ છે. કોઈ આશ્ચર્ય નથી કે બાઇબલ ઘોષણા કરે છે કે કોઈ દારૂડિયો સ્વર્ગમાં નહિ હોય.

            સમાધાનવૃતિના આ યુગમાં, મોટાભાગની મહાન ધાર્મિક સંસ્થાઓએ દારૂના સામાજિક સેવન અંગેના તેમના વલણો બદલી કાઢ્યા છે. દારૂના સંપૂર્ણ આભડછેટને બદલે હવે તો માફકસરના સેવનનું વલણ અપનાવે છે. ટૂંકમાં, આ બરાબર એ જ સ્થિતિ છે જે દારૂ બનાવે છે પણ નશો કરતા નથી. પરંતુ નાશકારક પીણાં તરફ વળવા માટે શું તે સલામત વલણ છે? આંકડા દર્શાવે છે કે દસમાંથી દરેક એક વ્યક્તિ જે પ્રસંગોપાત સામાજિક રીતે દારૂનું સેવન કરવાનું શરૂ કરે છે તે વ્યસની કે ઉપદ્રવી દારૂડિયો બની જાય છે.

            ઘણા ખ્રિસ્તીઓએ દાવો કર્યો છે કે બાઇબલ દારૂના માફકસરના સેવનને સમર્થન આપે છે. આ દાવો મોટેભાગે પવિત્ર શાસ્ત્રમાં જે “દ્રાક્ષારસ” શબ્દ વાપરવામાં આવ્યો છે તેને આધારે છે. પરંતુ બાઇબલમાં જે દ્રાક્ષારસની વાત કરવામાં આવી છે તે દારૂ નથી. દ્રાક્ષારસ શબ્દ કાં તો આથો લાવેલા કે આથો લાવ્યા વિનાના પીણાં વિષે છે. ઈશ્વરે પ્રગટ કર્યું કે, “જેમ ઝૂમખામાં નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં આશીર્વાદ છે, તેમ હું મારા સેવકોને માટે કરીશમ જેથી તેઓ સર્વનો નાશ ન થાય” (યશાયા ૬૫:૮).

            ઝૂમખામાંના આ દ્રાક્ષારસમાં ડાળીનો તાજો રસ હોવો જોઈએ. આ માત્ર એક જ પ્રકારનો દ્રાક્ષારસ છે જેમાં ઈશ્વરે હંમેશા આશીર્વાદ હોવાનું પ્રગટ કર્યું છે. આમ ઝેરની માદક, મૂંઝવણભરી બોટલમાં કોઈ આશીર્વાદ નથી. પ્રેરણા પ્રગટ કરે છે કે, “દ્રાક્ષારસનું ફળ ઠઠ્ઠા છે, મધનું ફળ ઝઘડા છે, જે કોઈ પીવાની ભૂલ કરે છે તે જ્ઞાની નથી” (નીતિવચનો ૨૦:૧). “જ્યારે દ્રાક્ષારસ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર તું દ્રષ્ટિ ન કર. આખરે તે સર્પની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે” (નીતિવચનો ૨૩:૩૧,૩૨).

            શું ઇસુએ જૂના કરારના નિયમથી વિરુદ્ધ જઈને પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો? એ અકલ્પ્ય છે તેમણે આમ કરવું જોઈએ. ઇસુએ ઈશ્વરના વચનનું પાલન કર્યું હતું. તેમણે જે દ્રાક્ષારસ બનાવ્યો તે આથો લાવ્યા વિનાનું પીણું હતું. આપણે હવે દારૂની આપણાં શરીર પર થતી વાસ્તવિક મનોવૈજ્ઞાનિક અસર વિષે જાણીએ છીએ. સંશોધન દ્વારા એ સાબિત થયું છે કે નશો એવી પ્રક્રિયાને કારણે થાય છે જે મગજને ઑક્સીજનથી વંચિત રાખે છે. ઑક્સીજનની આ વંચિતતા મગજના કોષોનો નાશ કરે છે જે આખરે સભાનતામાં વિચારવાની ક્ષમતાને અસર કરે છે. શરીરના સર્જનકર્તા ઇસુ, નૈતિક અવરોધોને નબળા બનાવતા, અસરકારક નિર્ણય લેવાનો ક્ષમતાને હાનિ પહોંચાડતા, અને અંતે પવિત્ર આત્માના મંદિર સમાન શરીરને નષ્ટ કરે તેવી શું ચલાવી લે ખરા? ક્યારેય નહિ. અને તમાકુના ઉપયોગ વિષે આપણે શું કહી શકીએ?

 

પ્રકરણ ૭ – નિકોટીન – સૌથી ઘાતક ઝેર

 

            શરીર પર નિકોટીનની વિનાશકરક અસરો વિષે મોટા પ્રમાણમાં સંશોધન અંગેના પુસ્તકો લખી શકાય. આ વિષય પર જનરલ સર્જનની પ્રથમ રજૂઆતથી, પ્રત્યેક નવા અભ્યાસમાં વધુ સહાયક માહિતીનું દસ્તાવેજીકરણ થયું છે. માણસોમાં સૌથી જીવલેણ અને ઘાતક ઝેર સંભવત: નિકોટીન છે. તેના જીવલેણ પ્રભાવના પરિણામે લાખો લોકો મરણ પામ્યા છે. શરીરની ધમનીઓને સંકુચિત કરીને નિકોટીન હ્રદયને વધુ શ્રમ કરવા દબાણ કરે છે. કેન્સર જેવી બીમારીથી ફેફસા કોયડારૂપ બની ગયા છે. ભ્રુણને જીવલેણ અસર થાય છે. ઘાતક નિકોટીન ઝેરની અસરથી ભાગ્યે જ શરીરનું કોઈ અંગ બચી શકે છે.

            તમાકુનો ઉપયોગ શું પાપ છે? સ્થાપિત સત્યને નકારવામાં કોઈ અર્થ નથી. જે કોઈ વસ્તુ પવિત્ર શરીરરૂપી મંદિરને ભ્રષ્ટ કરે છે તે પાપ છે. ઈશ્વર કહે છે કે જે કોઈ પવિત્ર મંદિરનો નાશ કરે છે તેનો તેઓ નાશ કરશે. આપણે તેને પાપથી ઓછું કહેવાની હિંમત કરી શકતા નથી. તે એક પાપ છે, અને કોઈપણ ખ્રિસ્તી વ્યક્તિએ તેને પોતાના શરીરમાં દાખલ કરીને પોતાનું જીવન ટૂંકું કરવું જોઈએ નહિ.

            મંડળીના અમુક સભ્યો પોતાના શરીરમાં આર્સેનિક અથવા સ્ટ્રાઈકનાઇન(તમાકુની બનાવટો) ના નાના ડોઝ લેવાનું વિચારશે, જો કે તેઓ હજી પણ કઈક જીવલેણ જ લઈ રહ્યા છે. સિગારેટના ટાર્સ ફેફસાની નાજુક પાંદડીઓને મૃત્યુ સુધી કવર કરે છે. જ્યારે પુરુષો અને સ્ત્રીઓ જાણીજોઇને તમાકુના ઝેરી ધૂમડાને શ્વાસમાં લે છે અને તેની સૂચિત અસર વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે ત્યારે તે બરાબર છે. તમાકુનું સેવન હપ્તા પદ્ધતિ પ્રમાણે એક પ્રકારની આત્મહત્યા છે. ઈશ્વરની મિલક્તનું નુકશાન કરવું, આપણને આપવામાં આવેલ કારભારીપણાનું ઉલ્લંઘન કરવું અને ઈશ્વરની સંપત્તિને છીનવી લેવી એ નૈતિક રીતે ખોટું છે.

            અને તમાકુના સેવન પાછળ ખર્ચવામાં આવતા નાણાં વિષે આપણે શું કહીશું? મોટાભાગના ધૂમ્રપાન કરનારાઓ તેમના ભોગવિલાસ માટે દર મહિને ૫૦ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે. નિવૃતિના સમયગાળા સુધી આ રકમ ૨૫૦૦૦ રૂપિયા જેટલી થઈ જાય છે. સામાજિક સુરક્ષા નિષ્ફળ જાય તો પણ, જીવનના અંતે માળાના ઈંડાની ખાતરી આપવા માટે પૂરતું છે. છતાં તમાકુના સેવન પર નાણાંનો બગાડ કરનારાઓમાંના ઘણા લોકો પાયમાલ થઈ જાય છે અને જીવનનો અંત સંબંધીઓ પર નિભાવવો પડે છે. કેવી અકથ્ય વ્યથા! કોઈ આશ્ચર્ય નથી કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, “મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે” (હોશિયા ૪:૬). ૨૫૦૦૦ રૂપિયાને એક સુઘડ ઢગલામાં રાખીને તેની સાથે મેચ રમવી કેટલું સારું રહેશે. કમસેકમ તે જીવનના વિનાશક તરીકે તો કાર્ય નહિ કરે.

            હવે આપણે નિશ્ચિતપણે જોઈ શકીએ છીએ કે આત્મિક હેતુ માટે બનાવેલ ભૌતિક શરીર અને મનને અપવિત્ર કરવું એ કેટલી ગંભીર બાબત છે. આપણાં શરીરોની આપણે જે રીતે સંભાળ રાખીએ છીએ અને રાખવી જોઈએ તે માટે આપણે ઈશ્વરપ્રતિ જવાબદેહી હોવાનો આ સિદ્ધાંત બાઇબલમાં ઊંડે સુધી જડાયેલો છે, પરંતુ આજે લાખો લોકો તેમના શરીરની અવગણના કરવાથી જે પીડાદાયક અસરો ભોગવી રહ્યા છે તેનાથી બચવા માટે સ્વાસ્થ્ય પ્રતિ સભાન બની રહ્યા છે. અને તે એટલું જ સત્ય છે કે સંતુલિત આહાર-અને-કસરત કાર્યક્રમ માટે કેવળ તર્ક અને યોગ્ય નિર્ણય જ પૂરતી પ્રેરણા પૂરા પાડવા જોઈએ.

            પરંતુ કેટલીકવાર તર્ક અને વૈજ્ઞાનિક પુરાવાઓને પણ ભૂખ, સામાજિક રિવાજો અને વ્યસન સાથે ઘર્ષણ કરવું પડે છે. કેફિન એક નાટકીય ઉદાહરણ છે. સંશોધનોની એક લાંબી યાદી છે કે કેફિનને સારા સ્વાસ્થ્યના ઘાતક શત્રુ તરીકે દર્શાવે છે. તે શક્તિશાળી બંધાણી બનાવતી એક દવા છે જેણે લાખો લોકોને વ્યસનની લતમાં જકડી લીધા છે. ધૂમ્રપાન અને દારૂની માફક ઘણા લોકોને કેફિનયુક્ત પીણાંથી છુટકારો મેળવવાનું મુશ્કેલ લાગે છે. કેફિનને પેટ, ચેતાઓ અને ગર્ભવતી માતાઓના ગર્ભ સુધી તેની પ્રતિકૂળ અસરો માટે દોષિત ઠેરવવામાં આવ્યું છે.

 

પ્રકરણ ૮ – કોફી રસિયાઓ

 

            મર્ક ઇંડેક્સ ઓફ ડ્રગ્સ કેફિનના વિવિધ લક્ષણોની યાદી આપે છે અને નિર્દેશ કરે છે કે ડ્રગ્સના સાત દાણા એ એક તબીબી ઔષધિય પ્રમાણ છે. મોટાભાગના ઠંડા પીણાં, ચા અને કોફીમાં કેફિનના દોઢથી ત્રણ દાણા હોય છે. ઘણા લોકો પોતાના ભોજનમાં દર્શાવેલ તબીબી પ્રમાણ કરતાં વધુ માત્રામાં કેફિન લેતા હોય છે. અસર એ થાય છે કે ઈશ્વરે નિર્ધારિત કરેલા પ્રમાણ કરતાં ઉચ્ચ સ્તરની પ્રવૃતિ પર કામ કરવા માટે ઉત્તેજિત કરવું. એક ડોક્ટર તેને આ રીતે વર્ણવે છે: “આપણે અમેરિકામાં લોકો ચા અને કોફીના રસિયાઓનો દેશ બની ગયા છીએ.”

            અવિશ્વસનીય લાગે છે, આ દેશ દર વર્ષે ૨૭૫ બિલિયન પાઉન્ડની કોફી પી જાય છે. તે પ્રમાણે દરેક પુરુષ, સ્ત્રી અને બાળક માટે સરેરાશ ૧૭ પાઉન્ડ થાય. ડોકટર્સ હ્રદયરોગના દર્દીઓ અને જેઓ પેટના અલ્સરથી પીડાય છે તેઓને કેફિન, અને સાથે સાથે ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવા ચેતવણી આપે છે. કોફીના અન્ય એક પરિબળને કેન્સર સર્જક માટે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીનો આ સૌથી ગંભીર આરોપ છે જે કોફી અંગેના સંશોધનમાંથી ઊભરી આવ્યો છે. જોકે કરસીનોજેનને કેફિન તરીકે ગણવામાં આવ્યું નથી, તે નિશ્ચિતપણે કોફી પીવા સાથે સંકળાયેલ છે.

            કેફિનની સામગ્રી ઉપરાંત, ચા એક અન્ય હાનિકારક ઘટક, ટેનિક એસિડ ધરાવે છે. આ શક્તિશાળી રસાયણનો ઉપયોગ ચામડાને રંગ ચડાવવા માટે થાય છે. કેફિનયુક્ત પીણાંમાં ખાંડની સાંદ્રતાની હાનિકારક અસર તેને આપણાં આહારમાંથી દૂર કરવાનું બીજું એક કારણ પૂરું પાડે છે. શુદ્ધ ખાંડની મારી નાખનારી અસર સોફ્ટ ડ્રિંક્સના દરેક રીઢા વપરાશકર્તાની સુખાકારીને જોખમમાં મૂકે છે.

            એ જોવું અસાધારણ નથી કે સચિવો અને માલિકો પોતાના ટેબલો પર એક હાથમાં સિગારેટ, બાજુમાં કોફીનો કપ, અને ટેબલ પર કોકા કોલા સાથે બેઠેલા હોય છે. કોણે તેમની સામાન્ય વાતો ગપસપ સાંભળી નથી કે, “જો મને કોફી કે કોકા કોલા ન મળે તો મારૂ માથું દુખાવા લાગે છે”? તેઓ સાચું બોલી રહ્યા છે. કેવળ કોફી જ નહિ, પરંતુ મોર્ફિનના દાણાનો દસમો ભાગ પણ તેમના માથાના દુખવાને દૂર કરે છે. કામચલાઉ, પીડાશામક અસર માથાના દુખવાને દૂર કરે છે, પરંતુ નાજુક ચેતાઓના છેડાનો દૈનિક ડોઝ બંધ થઈ જાય છે, જેનાથી તે વધુ વિકરાળ બને છે અને વધુને વધુ પીડાશામક દવાઓની માંગ કરે છે.

            આ માદક દ્રવ્યની ગુલામીનો સૌથી દયનીય પુરાવો સગર્ભા માતાઓમાં જોવા મળે છે. દારૂ, તમાકુ અને કેફિનની ભ્રૂણ પરની હાનિકારક અસરને સાબિત કરતા તબીબી ડેટાના તમામ સંચય સાથે, સગર્ભા માતાઓ હજી પણ તેમના અજાત સંતાનોના શરીરમાં ઝેર ભરી રહી છે. રાસાયણિક ઝેરના ભોગવિલાસ દ્વારા પોતાના સ્વાસ્થ્ય અને જીવનને જોખમમાં મૂકવા તૈયાર સ્ત્રીઓ છે તે સમજી શકાય તેવું છે, પરંતુ આ પ્રકારની સ્ત્રીઓ જાણીજોઇને તેમના બાળકોના જીવનને કેવી રીતે જોખમમાં મૂકી શકે? આ પ્રશ્નનો ઉત્તર અમેરિકન સમાજમાં માદક દ્રવ્યોના સેવનની સમસ્યાનું ઊંડાણ દર્શાવે છે.

 

પ્રકરણ ૯ – એક મોટો પ્રશ્ન

 

            અલબત્ત, એક મોટો પ્રશ્ન એ છે કે બહાર કેવી રીતે નીકળવું. વર્ષોના ભોગવિલાસથી ઈચ્છાશક્તિ નબળી પડી ગઈ હોવાથી, આ પ્રકારના માદક દ્રવ્યોના સેવનની શક્તિશાળી તૃષ્ણાનો પ્રતિકાર કરવાની શક્તિ કેવી રીતે મળે? મોટાભાગનાને ફક્ત બહારથી જ મુક્તિ મળશે. પ્રથમ, બંધ કરવા અંગેનો એક નિર્ણય લેવો પડશે – આદત સાથે સંકળાયેલ શારીરિક ભોગવિલાસને ત્યજી દેવાની ઈચ્છાશક્તિ. આ સમસ્યાને નાબૂદ કરવા ઉપલબ્ધ તમામ પ્રયાસો એકત્ર કરવા પડશે. ત્યારબાદ પ્રાર્થના કરો. સંપૂર્ણ વિજય માટે બાઈબલના શક્તિશાળી વચનોનો દાવો કરો.

            નૈતિક અને શારીરિક ખોટી હોય એવી કોઈ બાબતના ઉપયોગને બંધ કરવાનો પ્રયત્ન કરશો નહિ. કેવળ તે કામ નહિ કરે. તે તો એના જેવુ થશે કે કૂતરાને સારો બનાવવા માટે એક સમયે તેની પૂંછડીને થોડી કાપી નાખવી! એ પ્રકારે કરવું એ વાસ્તવમાં વધુ પીડાદાયક બનશે. આદત એ આદત છે. ટેવ એ આખરે ટેવ છે. “HABIT”માંથી “H” કાઢી નાખશો તો તમારી પાસે હજી “A BIT” બચશે. જો “A” કાઢી નાખશો તો “BIT” બચશે. અને જો “B” કાઢી નાખશો તો પણ હજી “IT” તો ત્યાં જ રહેશે. જો તમે હજી આગળ વધીને “I” કાઢી નાખશો તો પણ “T” તો રહેવાનો જ. અને જો તમારી સમસ્યા “T” (ચા) પીવાની ચાલુ રહે છે તો પછી સંપૂર્ણ વિજય ક્યાં મળ્યો?

            કોઈક વિરોધ કરશે કે આપણે ઘણું બધુ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આખરે તમે કાઇપણ વધુ પડતું કરી શકો છો. ઘણાબધા બટાકા કે કઠોળ પણ કેટલાક લોકો માટે હાનિકારક હોય શકે છે. ખરેખર તેઓ કરી શકે છે, અને સંયમની સાચી વ્યાખ્યા આ પ્રમાણે વાંચવી જોઈએ. નુકશાનકારક વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ અને ફાયદાકારક કે સારી વસ્તુઓનો મધ્યમ કે માફકસરનો ઉપયોગ. શું તે ભરપૂર અર્થમાં નથી? તેમાં ઘણો સારો, સાચો ધર્મ પણ સમાયેલો છે.

            પોલ હાર્વેએ પોતાના સમાચાર લેખમાં વ્યક્તિ પોતાના અંતિમ સંસ્કારને મુલતવી રાખી શકે છે એવા પ્રભાવશાળી પુરાવા પ્રસ્તુત કર્યા હતા. “યોગ્ય આહાર લો, લાંબુ જીવો”ના શીર્ષક હેઠળ, હાર્વેએ લાંબા આયુષ્યના પશ્ચિમી દેશોમાં થયેલા સર્વેક્ષણના પરિણામોનું વર્ણન કર્યું છે. અભ્યાસમાં બિન સેવન્થ ડે લોકોની તુલનામાં કેલિફોર્નિયાના સેવન્થ ડેના લોકોના મૃત્યુ પ્રમાણપત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અન્ય લોકો સાથે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ લોકો કે જેઓ દારૂ પીવા, ધૂમ્રપાન કરવા કે કેફિનના ઉપયોગ વિરુદ્ધ શિક્ષણ આપે છે તેમના રેકોડની સરખામણી કરતા, સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ લોકોનું આયુષ્ય કેલિફોર્નિયાના અન્ય લોકોના આયુષ્ય કરતાં લગભગ છ વર્ષ વધારે છે.

            તમામ પ્રકારના કેન્સરથી ૭૦% ઓછા એડવેન્ટિસ્ટ લોકો મૃત્યુ પામે છે, શ્વાસ સંબંધી બીમારીઓથી ૬૮% ઓછા, ક્ષયની બીમારીથી ૮૮% ઓછા અને પલ્મોનરી એમ્ફિસીમાથી ૮૫% ઓછા એડવેન્ટિસ્ટ લોકો મૃત્યુ પામે છે. એડવેન્ટિસ્ટ લોકોમાં ૪૬% ઓછા સ્ટ્રોક, ૬૦% ઓછા હ્રદયરોગના દર્દીઓ છે. બની શકે કે દારૂના સેવનથી દૂર રહેવાની સારી અસરને કારણે તેઓમાં કેવળ એક તૃતીયાંશ જેટલા જ અકસ્માતો જોવા મળે છે.

            ફરીથી આપણે આશ્વાસનજનક સત્યનો સામનો કરવો પડે છે કે બાઇબલમાં આપણાં સર્જક દ્વારા નિર્ધારિત વ્યવહારુ, નિરર્થક સિદ્ધાંતોનું પાલન કરીને આપણે સઘળા આપણાં આયુષ્યમાં વર્ષોનો ઉમેરો કરી શકીએ છીએ. છેતરાયા હોવાનો અનુભવ કરવાને બદલે, આપણે આનંદ કરવો જોઈએ કે ઈશ્વર આપણને પૂરતો પ્રેમ કરે છે કે ઈશ્વર આપણી સાથે આપણાં લાંબા આયુષ્ય અને સુખાકારીના રહસ્યો શેર કરવા માંગે છે. પ્રેરિત યોહાને લખ્યું છે કે, “વ્હાલાઓ, હાલ આપણે ઈશ્વરના છોકરા છીએ, અને આપણે કેવા થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું. કેમ કે જેવા છે તેવા આપણે તેમને જોઈશું. અને જે તેમના પર એવી આશા રાખે છે, તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે” (પહેલો યોહાન ૩:૨,૩).

            આ પ્રેરિત નિર્દેશ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેનો સ્વીકાર કરવાની તમારામાં વિશ્વાસ અને હિંમત છે જે તમારા આયુષ્ય અને શાંતિને લંબાવી શકે છે? આ માર્ગદર્શનને હમણાં જ સ્વીકારી લો જે તમને સમય અને અનંતકાળ એમ બંને માટે યોગ્ય રીતે તૈયાર કરી શકે છે.